અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભૂપેશ અધ્વર્યુ/વાયરો અને વાત: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાયરો અને વાત|ભૂપેશ અધ્વર્યુ}} <poem> વાયરો તો વ્હૈ જાય, રે વ્હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
{{Right|(પ્રથમ સ્નાન, ૧૯૮૬, પૃ. ૬૧)}} | {{Right|(પ્રથમ સ્નાન, ૧૯૮૬, પૃ. ૬૧)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભૂપેશ અધ્વર્યુ/નાથ રે દુવારકાનો | નાથ રે દુવારકાનો]] | દ્વારકાના મ્હેલ મહીં જાદવરાય,]] | |||
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અજિત ઠાકોર /મધરાતે | મધરાતે]] | એક ડોશી રાતે અઢીક વાગે હાથમાં ઝાંખું ફાનસ લઈ]] | |||
}} |
Latest revision as of 09:57, 28 October 2021
ભૂપેશ અધ્વર્યુ
વાયરો તો વ્હૈ જાય, રે વ્હાલમ, વાયરો તો વ્હૈ જાય.
આપણી ગોઠડ આપણી ગોઠે તોય ર્હૈ કાં રૈ જાય, રે વ્હાલમ,
તોય રે કાં ર્હૈ જાય?
નાગરવેલે પાન કૈં ફૂટ્યાં લવિંગ છોડે ફૂલ
વાટ જોતાં તો જલમ વીતે તોય રે ના લેવાય, રે તંબોળ
તોય રે ના લેવાય.
પાંપણ નીચે પાન ખીલે ને કંચવા હેઠે ફૂલ
હોઠથી ખરી ગોઠને ઝીલી હોઠ ગુલાબી થાય, રે વ્હાલમ,
પાન ગુલાબી થાય.
પાન ગુલાબી થાય, રે વ્હાલમ, વાયરો શેં વ્હૈ જાય,
પાતળો આવો વાયરો આપણી ગોઠડ શેં વ્હૈ જાય,
વાયરા ભેળું વ્હાલ આવે, નૈં વાયરા ભેળું જાય,
હાટમાં એનાં મૂલ ન ઝાઝાં, પાલવડે નહીં માય, રે વ્હાલમ,
પાલવડે છલકાય.
લઈ લે — પાણી-મૂલનો સોદો — સાવ રે સોંઘું જાય
કાનની તારી ઝૂકતી કડી સાંભરે રે નૈં કંઈયે જરી એમ
પતાવટ થાય, જો વ્હાલમ એમ પતાવટ થાય.
વાયરો છો વ્હૈ જાય, રે વ્હાલમ, વાયરો છો વ્હૈ જાય, રે વ્હાલમ,
વાયરો છો લૈ જાય, રે આપણ એયને છો વ્હૈ જાય, રે વ્હાલમ,
તોય નહીં ર્હૈ જાય.
(પ્રથમ સ્નાન, ૧૯૮૬, પૃ. ૬૧)