31,640
edits
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘સમગ્ર કવિતા’નું પ્રથમ સંપાદન નર્મદનું. તેણે ૧૮૬૬–૬૭માં દશ વર્ષમાં લખાયેલી પોતાની બધી કાવ્યરચનાઓનું એકસાથે પ્રકાશન કર્યું. આ અગાઉ છૂટક દશ અંકોમાં કે ત્રણ પુસ્તકોમાં પ્રકાશિત સંપાદનોમાં તેણે ટિપ્પણો લખ્યાં ન હતાં. પરંતુ પોતાની કવિતા વિશે લોકોમાં જિજ્ઞાસા વધવાથી આ સંપાદનમાં તે આપવાનું તેને ઇષ્ટ લાગ્યું. તેના નિધન પછી નવલરામ દ્વારા ૧૮૮૭માં સંપાદિત અને ૧૮૮૮માં પ્રકાશિત ‘નર્મકવિતા’ ભા. ૧, ૨ માં આ ટિપ્પણ યથાવત્ રાખવામાં આવ્યું છે. | ‘સમગ્ર કવિતા’નું પ્રથમ સંપાદન નર્મદનું. તેણે ૧૮૬૬–૬૭માં દશ વર્ષમાં લખાયેલી પોતાની બધી કાવ્યરચનાઓનું એકસાથે પ્રકાશન કર્યું. આ અગાઉ છૂટક દશ અંકોમાં કે ત્રણ પુસ્તકોમાં પ્રકાશિત સંપાદનોમાં તેણે ટિપ્પણો લખ્યાં ન હતાં. પરંતુ પોતાની કવિતા વિશે લોકોમાં જિજ્ઞાસા વધવાથી આ સંપાદનમાં તે આપવાનું તેને ઇષ્ટ લાગ્યું. તેના નિધન પછી નવલરામ દ્વારા ૧૮૮૭માં સંપાદિત અને ૧૮૮૮માં પ્રકાશિત ‘નર્મકવિતા’ ભા. ૧, ૨ માં આ ટિપ્પણ યથાવત્ રાખવામાં આવ્યું છે. | ||
સંસ્કૃત સાહિત્યમાં ટીકાનો ભારે મહિમા હતો. ટીકાકાર પણ કવિ જેટલો જ વિખ્યાત બની શકતો. તેનું ઉજ્જ્વલ ઉદાહરણ મલ્લિનાથનું છે. પરંતુ કોઈ સંસ્કૃત કવિએ પોતે પોતાના કાવ્યની ટીકા લખી હોવાનું નોંધાયું નથી. પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીથી દયારામ સુધી આવતાં આવાં ટીકાટિપ્પણો અનાવશ્યક જણાયાં હતાં કારણ તે રચનાઓનાં વસ્તુ, રીતિ, ભાષા આદિ તત્કાલીન પ્રજાને સુગમ હતાં. | સંસ્કૃત સાહિત્યમાં ટીકાનો ભારે મહિમા હતો. ટીકાકાર પણ કવિ જેટલો જ વિખ્યાત બની શકતો. તેનું ઉજ્જ્વલ ઉદાહરણ મલ્લિનાથનું છે. પરંતુ કોઈ સંસ્કૃત કવિએ પોતે પોતાના કાવ્યની ટીકા લખી હોવાનું નોંધાયું નથી. પ્રાકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતીથી દયારામ સુધી આવતાં આવાં ટીકાટિપ્પણો અનાવશ્યક જણાયાં હતાં કારણ તે રચનાઓનાં વસ્તુ, રીતિ, ભાષા આદિ તત્કાલીન પ્રજાને સુગમ હતાં.<ref>દલપતરામે પ્રસંગોપાત્ત શબ્દાર્થ અને સંદર્ભ દર્શાવતી પાદટીપો તેમની કેટલીક રચનાની શિલાછાપ આવૃત્તિઓમાં પણ મૂકી છે. આ ટીપ ‘દલપતકાવ્ય’ મુદ્રિત થતાં કોઈક કોઈક સ્થળે બદલાયેલી પણ છે.</ref> નર્મદની કવિતા પરંપરાથી સર્વથા જુદી પડતી હતી. વિચાર અને અભિવ્યક્તિની નવતાને કારણે તે સહૃદય ભાવકો માટેય એટલી પરિચિત ન હતી. એક તરફ ઉત્કટ યશેચ્છાથી અને બીજી તરફ કવિતા દ્વારા સમાજમાં આમૂલ પરિવર્તન લાવવાની તીવ્ર ઝંખનાથી તેની કવિતા પ્રેરાયેલી હતી. પોતાની કવિતા પ્રજાના બહોળા વર્ગ સુધી પહોંચાડવા તે સતત જાગ્રત હતો. તેથી ટિપ્પણો તેને અત્યાવશ્યક જણાયાં હતાં. ટિપ્પણો, જેને તે ‘ટીપ’ તરીકે ઓળખાવે છે, આપવાથી ગ્રંથ મોટો થતાં મોંઘો થાય તો ઓછા લોકો તે ખરીદી વાંચી શકે તે એક ખોટપાસું હતું. પરંતુ કવિતા સમજવાની શક્તિ જ લોકોમાં કેળવાયેલી ન હોય તો તેનું પ્રકાશન જ નિરર્થક નીવડે તે વધારે મોટું ખોટપાસું હતું. તેણે પોતાના સમયની ભાવકશક્તિનું મૂલ્યાંકન આ પ્રમાણે કર્યું છે : | ||
:''‘... મારી કવિતા ઘણા લોકથી સમજાતી નથી એવો ચારે પાસ પોકાર ઉઠી રહેલો તેથી, તે સમજાવવાનું મારું મન ઉશ્કેરાયું. આ ઠેકાણે મારે દલગીરીથી કહેવું પડે છે કે જે રીતની જે સમજે મેં કવિતા લખી છે તે રીતની તે સમજને પહોંચ્યા હોય તેવા મારા પ્રસંગમાં આવેલા સેંકડો જનોમાં (આપણા ગુજરાતીઓમાં) મારા જાણ્યામાં થોડાક જ છે. – કાં તો હજુ લોકમાં કવિતા સમજવાની શક્તિ આવી નથી, કાં તો મારી કવિતા દોષવાળી છે કે કાં તો તે કવિતા જ નથી...’ (૧૮૬૬ની આવૃત્તિની ‘સૂચના’. )'' | :''‘... મારી કવિતા ઘણા લોકથી સમજાતી નથી એવો ચારે પાસ પોકાર ઉઠી રહેલો તેથી, તે સમજાવવાનું મારું મન ઉશ્કેરાયું. આ ઠેકાણે મારે દલગીરીથી કહેવું પડે છે કે જે રીતની જે સમજે મેં કવિતા લખી છે તે રીતની તે સમજને પહોંચ્યા હોય તેવા મારા પ્રસંગમાં આવેલા સેંકડો જનોમાં (આપણા ગુજરાતીઓમાં) મારા જાણ્યામાં થોડાક જ છે. – કાં તો હજુ લોકમાં કવિતા સમજવાની શક્તિ આવી નથી, કાં તો મારી કવિતા દોષવાળી છે કે કાં તો તે કવિતા જ નથી...’ (૧૮૬૬ની આવૃત્તિની ‘સૂચના’. )'' | ||
ટિપ્પણ લખીને કવિ પોતાની કવિતાને સરળ બનાવી, તેને વિશાળ ભાવક વર્ગ સુધી પહોંચાડવા તાકે છે. ટિપ્પણ છતાં જો પોતાની કવિતા લોકોને ન સમજાય તો તેમાં ભાવકનો નહિ પોતાની કવિતાનો દોષ છે તેવી કસોટી પણ સ્વીકારવાની તેની તૈયારી છે. | ટિપ્પણ લખીને કવિ પોતાની કવિતાને સરળ બનાવી, તેને વિશાળ ભાવક વર્ગ સુધી પહોંચાડવા તાકે છે. ટિપ્પણ છતાં જો પોતાની કવિતા લોકોને ન સમજાય તો તેમાં ભાવકનો નહિ પોતાની કવિતાનો દોષ છે તેવી કસોટી પણ સ્વીકારવાની તેની તૈયારી છે. | ||
| Line 15: | Line 15: | ||
આ સમયે દલપતરામ અને મનમોહનદાસ જેવા પ્રૌઢ અને આશુકવિઓની બોલબાલા હતી. ઊગી રહેલા અને કવિયશેચ્છુ નર્મદને તો છંદશાસ્ત્રનું માર્ગદર્શન કે પુસ્તક પણ સુલભ ન હતું. મનમોહનદાસે તો નર્મદના આ વિશેના પત્રનો ઉત્તર વાળવા જેટલો પણ વિવેક દાખવ્યો ન હતો. તેણે પ્રથમ આ બે કવિઓના અનુકરણમાં અને પછી ગ્રંથો મેળવી, કાવ્યસર્જન માટેનાં ઓજાર હસ્તગત કરી લીધાં હતાં. આ દિશામાંના તેના પ્રયત્નોની વિગતો ‘મારી હકીકત’માં કવિએ આપી છે. ‘નર્મકવિતા’નાં પ્રારંભનાં કાવ્યોની પાદટીપમાં પણ આ વિશે વિગતે નોંધો છે. તે ઉપરથી તેની મથામણનો સ્પષ્ટતાથી ખ્યાલ આવે છે. પહેલું કાવ્ય ‘કેફ’ તેણે દોહરામાં રચ્યું ત્યારે દોહરો કેમ કરવો તેનું તેને જ્ઞાન ન હતું તેમ તેની પાદટીપ કહે છે. નાનપણમાં વાંચેલી શામળની કવિતાના સંસ્કાર અને ‘કંઈ દલપતરામનું ને કંઈ મનમોહનદાસનું’ જોઈ તેણે આ દોહરા ચોપાઈ કર્યાં હતાં. ‘શ્રીમંતને પરમાર્થ વિશે શિક્ષા’ કાવ્યની ટીપ કવિની સદા જાગ્રત જિજ્ઞાસા અને નવું ગ્રહણ કરવાની તત્પરતા દર્શાવે છે. ‘દક્ષિણી વામન પંડિતનું કરેલું “ગોપીગીત”’ જોયું અને તેના ઢાળમાં ‘બાર મહિના લખી ગરીબની હાલત બતાવું’ તેવો તેને તુક્કો સૂઝ્યો. આ સંદર્ભમાં કવિ ટીપમાં નેાંધે છે : | આ સમયે દલપતરામ અને મનમોહનદાસ જેવા પ્રૌઢ અને આશુકવિઓની બોલબાલા હતી. ઊગી રહેલા અને કવિયશેચ્છુ નર્મદને તો છંદશાસ્ત્રનું માર્ગદર્શન કે પુસ્તક પણ સુલભ ન હતું. મનમોહનદાસે તો નર્મદના આ વિશેના પત્રનો ઉત્તર વાળવા જેટલો પણ વિવેક દાખવ્યો ન હતો. તેણે પ્રથમ આ બે કવિઓના અનુકરણમાં અને પછી ગ્રંથો મેળવી, કાવ્યસર્જન માટેનાં ઓજાર હસ્તગત કરી લીધાં હતાં. આ દિશામાંના તેના પ્રયત્નોની વિગતો ‘મારી હકીકત’માં કવિએ આપી છે. ‘નર્મકવિતા’નાં પ્રારંભનાં કાવ્યોની પાદટીપમાં પણ આ વિશે વિગતે નોંધો છે. તે ઉપરથી તેની મથામણનો સ્પષ્ટતાથી ખ્યાલ આવે છે. પહેલું કાવ્ય ‘કેફ’ તેણે દોહરામાં રચ્યું ત્યારે દોહરો કેમ કરવો તેનું તેને જ્ઞાન ન હતું તેમ તેની પાદટીપ કહે છે. નાનપણમાં વાંચેલી શામળની કવિતાના સંસ્કાર અને ‘કંઈ દલપતરામનું ને કંઈ મનમોહનદાસનું’ જોઈ તેણે આ દોહરા ચોપાઈ કર્યાં હતાં. ‘શ્રીમંતને પરમાર્થ વિશે શિક્ષા’ કાવ્યની ટીપ કવિની સદા જાગ્રત જિજ્ઞાસા અને નવું ગ્રહણ કરવાની તત્પરતા દર્શાવે છે. ‘દક્ષિણી વામન પંડિતનું કરેલું “ગોપીગીત”’ જોયું અને તેના ઢાળમાં ‘બાર મહિના લખી ગરીબની હાલત બતાવું’ તેવો તેને તુક્કો સૂઝ્યો. આ સંદર્ભમાં કવિ ટીપમાં નેાંધે છે : | ||
:''‘...એ વખતે કાલિદાસના શ્રુતબોધમાં આવેલા અક્ષરવૃત્તોના નિયમો જે મેં નાશકના દાદાદેવ શાસ્ત્રી પાસેથી સમજી લીધા હતા તેટલા જ જાણતો હતો.... એક શ્રીમાળી બ્રાહ્મણની પાસથી આનાના પૈસા ઉછીતા લઈને ચોપડી લઈ આવ્યો, પછી લઘુ ગુરુ અક્ષરો જોઈ જોઈને સાંજના પાંચ વાગાથી તે દશ વાગા લગીમાં પહેલા બે અને પછી બાર એમ ચૌદ શ્લોક બનાવ્યા.... એ ગોપીગીતના ઢાળને લલિતવૃત્ત એ નામ પછવાડેથી આપ્યું છે તે સુરતમાં થઈ ગયેલા લાલદાસ નામના દાદુપંથી સાધુના બનાવેલા પિંગળ ઉપરથી.... એ લલિતવૃત્ત બિજાં હિંદુસ્તાની પિંગળોમાં આપેલું નથી. દલપતરામ કવિએ પણ મારે મોહડેથી સાંભળ્યા પછી પોતાનાં પિંગળમાં દાખલ કર્યું છે. એ વૃત્ત કરૂણારસ કવિતાને ઘણું જ અનુકૂળ છે.’'' | :''‘...એ વખતે કાલિદાસના શ્રુતબોધમાં આવેલા અક્ષરવૃત્તોના નિયમો જે મેં નાશકના દાદાદેવ શાસ્ત્રી પાસેથી સમજી લીધા હતા તેટલા જ જાણતો હતો.... એક શ્રીમાળી બ્રાહ્મણની પાસથી આનાના પૈસા ઉછીતા લઈને ચોપડી લઈ આવ્યો, પછી લઘુ ગુરુ અક્ષરો જોઈ જોઈને સાંજના પાંચ વાગાથી તે દશ વાગા લગીમાં પહેલા બે અને પછી બાર એમ ચૌદ શ્લોક બનાવ્યા.... એ ગોપીગીતના ઢાળને લલિતવૃત્ત એ નામ પછવાડેથી આપ્યું છે તે સુરતમાં થઈ ગયેલા લાલદાસ નામના દાદુપંથી સાધુના બનાવેલા પિંગળ ઉપરથી.... એ લલિતવૃત્ત બિજાં હિંદુસ્તાની પિંગળોમાં આપેલું નથી. દલપતરામ કવિએ પણ મારે મોહડેથી સાંભળ્યા પછી પોતાનાં પિંગળમાં દાખલ કર્યું છે. એ વૃત્ત કરૂણારસ કવિતાને ઘણું જ અનુકૂળ છે.’'' | ||
કવિના ખંત અને સંશોધનવૃત્તિનો પરિચય આપતી આ ટીપ ‘મારી હકીકત’માં આ વિશેના નિરૂપણની પૂર્તિરૂપ ગણી શકાય. ૧૮૬૫માં પ્રકાશિત ‘જૂનું નર્મગદ્ય’માં ‘નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતના ધર્મ’ એ નિબંધને અંતે મૂકેલી આ રચનાને આરંભે ‘રાગ ગોપી-ગીતનો’ એવો નિર્દેશ છે. આ પછી કેળવણી ખાતા તરફથી પ્રકાશિત ‘નર્મગદ્ય’માં (૧૮૭૪) ‘લલિતવૃત્ત’નો ઉલ્લેખ છે. લાલદાસ રચિત ‘છંદરત્નાવળી’ તેણે આ કડીઓ રચ્યાની સાલમાં જ ઉતારી લીધી હતી. આ છંદનો ઉલ્લેખ ૧૮૬૫માં નહિ અને છેક ૧૮૭૪માં સુધારાયો તેમાં વૃત્તનિશ્ચયનો સંદેહ નહિ, પ્રમાદ પણ નહિ, કવિનો એકીસાથે અનેક ઘોડે સવારી કરવાનો ઉત્સાહ જવાબદાર છે. ૧૮૬૭ના ‘નર્મકવિતા’ના સંપાદનમાં આ સુધારો થઈ ગયો હતેા. ‘લલિતવૃત્ત’ બીજાં હિન્દુસ્તાની પિંગળોમાં આપેલું નથી એ વિધાન અતિવ્યાપ્ત અને ચકાસણીને પાત્ર છે. હિન્દુસ્તાની પિંગળથી કવિ વ્રજભાષાના પિંગળનો ઉલ્લેખ કરતા જણાય છે. તેમણે તેનાં બધાં જ પિંગળો જોયાં હશે તેમ માની શકાતું નથી. તેમ છતાં, નર્મદના આ વિધાનમાં તથ્ય તો છે. સૌરાષ્ટ્ર યુનિ.ના ‘ગુજરાતી ભાષાસાહિત્ય ભવન’ના ચારણી સાહિત્યની હસ્તપ્રતોના સંગ્રહમાંના વ્રજભાષાના બે પિંગળ-ગ્રંથોમાં – કુંવરકુશળકૃત ‘લખપતપિંગળ’ (સં. ૧૮૦૮) અને ચિંતામણિકૃત ‘છંદલતા’ (સં. ૧૯૩૩) – લલિત છંદને માત્રામેળ (પહેલું ચરણ ૧૬ અને બીજું ચરણ ૧૨ માત્રા) ગણાવ્યો છે. તેનાં ઉદાહરણો પણ માત્રામેળ અનુસારનાં છે. મુનિ જિનવિજયજી સંપાદિત ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા’માં પ્રકાશિત (સન ૧૯૬૦) અને ચારણ કિસનાજી આઢા વિરચિત ‘રઘુવરજસપ્રકાસ’માં તો માત્રામેળ તરીકે પણ લલિત છંદનો ઉલ્લેખ નથી. તે નામફેરથી પણ ત્યાં હોવાની શક્યતા નથી કારણ તેના ન્યાસનો પણ એકેય છંદ તેમાં નથી. ભુજની પાઠશાળામાં વ્રજભાષાના પિંગળનું શિક્ષણ પામેલા દલપતરામને આ છંદનો ખ્યાલ ન હતો તે તેમણે જ કવિને કહ્યું હશે અને તે ઉપરથી તેણે આ અનુમાન કર્યું હશે. દલપતરામે તેની પાસેથી સાંભળી આ છંદ તેમના પિંગળમાં ઉમેર્યો તે દાવો, દલપતરામના કે ન્હાનાલાલના પ્રતિવાદની ગેરહાજરીમાં, સ્વીકારી શકાય. ગુજરાતીમાં આ છંદ પુરસ્કારનાર નર્મદ હતો તે હકીકતની નોંધ હવે લેવાવી જેઈએ. | કવિના ખંત અને સંશોધનવૃત્તિનો પરિચય આપતી આ ટીપ ‘મારી હકીકત’માં આ વિશેના નિરૂપણની પૂર્તિરૂપ ગણી શકાય. ૧૮૬૫માં પ્રકાશિત ‘જૂનું નર્મગદ્ય’માં ‘નિરાશ્રિત પ્રત્યે શ્રીમંતના ધર્મ’ એ નિબંધને અંતે મૂકેલી આ રચનાને આરંભે ‘રાગ ગોપી-ગીતનો’ એવો નિર્દેશ છે. આ પછી કેળવણી ખાતા તરફથી પ્રકાશિત ‘નર્મગદ્ય’માં (૧૮૭૪) ‘લલિતવૃત્ત’નો ઉલ્લેખ છે. લાલદાસ રચિત ‘છંદરત્નાવળી’ તેણે આ કડીઓ રચ્યાની સાલમાં જ ઉતારી લીધી હતી. આ છંદનો ઉલ્લેખ ૧૮૬૫માં નહિ અને છેક ૧૮૭૪માં સુધારાયો તેમાં વૃત્તનિશ્ચયનો સંદેહ નહિ, પ્રમાદ પણ નહિ, કવિનો એકીસાથે અનેક ઘોડે સવારી કરવાનો ઉત્સાહ જવાબદાર છે. ૧૮૬૭ના ‘નર્મકવિતા’ના સંપાદનમાં આ સુધારો થઈ ગયો હતેા. ‘લલિતવૃત્ત’ બીજાં હિન્દુસ્તાની પિંગળોમાં આપેલું નથી એ વિધાન અતિવ્યાપ્ત અને ચકાસણીને પાત્ર છે. હિન્દુસ્તાની પિંગળથી કવિ વ્રજભાષાના પિંગળનો ઉલ્લેખ કરતા જણાય છે. તેમણે તેનાં બધાં જ પિંગળો જોયાં હશે તેમ માની શકાતું નથી. તેમ છતાં, નર્મદના આ વિધાનમાં તથ્ય તો છે. સૌરાષ્ટ્ર યુનિ.ના ‘ગુજરાતી ભાષાસાહિત્ય ભવન’ના ચારણી સાહિત્યની હસ્તપ્રતોના સંગ્રહમાંના વ્રજભાષાના બે પિંગળ-ગ્રંથોમાં – કુંવરકુશળકૃત ‘લખપતપિંગળ’ (સં. ૧૮૦૮) અને ચિંતામણિકૃત ‘છંદલતા’ (સં. ૧૯૩૩) – લલિત છંદને માત્રામેળ (પહેલું ચરણ ૧૬ અને બીજું ચરણ ૧૨ માત્રા) ગણાવ્યો છે. તેનાં ઉદાહરણો પણ માત્રામેળ અનુસારનાં છે. મુનિ જિનવિજયજી સંપાદિત ‘રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા’માં પ્રકાશિત (સન ૧૯૬૦) અને ચારણ કિસનાજી આઢા વિરચિત ‘રઘુવરજસપ્રકાસ’માં તો માત્રામેળ તરીકે પણ લલિત છંદનો ઉલ્લેખ નથી. તે નામફેરથી પણ ત્યાં હોવાની શક્યતા નથી કારણ તેના ન્યાસનો પણ એકેય છંદ તેમાં નથી. ભુજની પાઠશાળામાં વ્રજભાષાના પિંગળનું શિક્ષણ પામેલા દલપતરામને આ છંદનો ખ્યાલ ન હતો તે તેમણે જ કવિને કહ્યું હશે અને તે ઉપરથી તેણે આ અનુમાન કર્યું હશે. દલપતરામે તેની પાસેથી સાંભળી આ છંદ તેમના પિંગળમાં ઉમેર્યો તે દાવો, દલપતરામના કે ન્હાનાલાલના પ્રતિવાદની ગેરહાજરીમાં, સ્વીકારી શકાય. ગુજરાતીમાં આ છંદ પુરસ્કારનાર નર્મદ હતો તે હકીકતની નોંધ હવે લેવાવી જેઈએ.<ref>રા. વિ. પા.એ નોંધ્યું છે કે ‘આનું લલિત નામ પાડ્યું નર્મદે’ (બૃહદ્ પિં., પૃ. ૪૫૦). ભાગવતનું ગોપિકાગીત આ જ ન્યાસના છંદમાં છે. સંસ્કૃત કવિઓને આ છંદનો ન્યાસ અપરિચિત નથી. ‘રણપિંગળ’માં આ ન્યાસનાં લલિત, ભાવિની, કનકમંજરી, ભામિની, ઇન્દિરા, શુદ્ધકામદા, વિબુધવંદિતા અને રાજહંસી એવાં આઠ નામ આપવામાં આવ્યાં છે. તેમાં રણછોડભાઈએ નર્મદનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે આપેલાં ‘લલિત’ સિવાયનાં નામો પારંપરિક છંદશાસ્ત્રને આધારે છે એ નિઃશંક છે. વ્રજ-ભાષાના ઉપર ઉલ્લેખેલ પિંગળ-ગ્રંથોમાં આ ન્યાસનો કોઈ છંદ નથી. છતાં ‘છંદરત્નાવળી’માં તે નર્મદને મળ્યો તેથી તે ન્યાસ અને નામ પણ પારંપરિક જ છે.</ref> | ||
છંદો હસ્તગત કર્યા પછી નર્મદ નવાં છંદસંયોજનો તરફ વળે છે. ‘લલિતા’ કાવ્યની ટીપ અનુસાર તેનો હરિગીત જુદા બંધારણનો છે. | છંદો હસ્તગત કર્યા પછી નર્મદ નવાં છંદસંયોજનો તરફ વળે છે. ‘લલિતા’ કાવ્યની ટીપ અનુસાર તેનો હરિગીત જુદા બંધારણનો છે. | ||
“મારા હરીગીતમાં ૧૪ અને ૧૨ એમ ૨૬મી માત્રાને અંતે રગણ હોય છે વળી ૧ લી, ૮ મી, ૧૫મી અને ૨૨–૨૩મી ઉપર તાલ આવે છે.’ | “મારા હરીગીતમાં ૧૪ અને ૧૨ એમ ૨૬મી માત્રાને અંતે રગણ હોય છે વળી ૧ લી, ૮ મી, ૧૫મી અને ૨૨–૨૩મી ઉપર તાલ આવે છે.’ | ||
| Line 91: | Line 91: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
રાજકોટ : ૧૦-૯-૮૩ | <poem>રાજકોટ : ૧૦-૯-૮૩ | ||
‘યાહોમ’! ફેબ્રુ. ૧૯૮૪ : નવયુગ આટ્ર્સ કૉલેજ, સુરતની અધ્યાપક-પરિવાર સંસ્થા ‘આવિષ્કાર’ દ્વારા પ્રકાશિત ‘નર્મદ સાર્ધ શતાબ્દી ગ્રંથ’. | ‘યાહોમ’! ફેબ્રુ. ૧૯૮૪ : નવયુગ આટ્ર્સ કૉલેજ, સુરતની અધ્યાપક-પરિવાર સંસ્થા ‘આવિષ્કાર’ દ્વારા પ્રકાશિત ‘નર્મદ સાર્ધ શતાબ્દી ગ્રંથ’.</poem> | ||
'''પાદટીપ :''' | '''પાદટીપ :''' | ||