અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગીરથ બ્રહ્મભટ્ટ/ગામઝુરાપો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગામઝુરાપો|ભગીરથ બ્રહ્મભટ્ટ}} <poem> જળમાં ઝીણી ચાંચ ઝબોળી નભન...")
 
No edit summary
 
Line 58: Line 58:
ચાંચ ઝબોળું.
ચાંચ ઝબોળું.
</poem>
</poem>
{{HeaderNav2
|previous =ઉંમરની વર્ષા
|next =ગીત પૂર્વેનું ગીત
}}

Latest revision as of 12:14, 28 October 2021


ગામઝુરાપો

ભગીરથ બ્રહ્મભટ્ટ

જળમાં ઝીણી
ચાંચ ઝબોળી
નભને પીતું
પંખી ભાળી
થાય મને કે
લાવ જરા હુંય
ખોબે ખોબે
ભરવા માંડું
ગામ ઘૂંટડા
ને પછી તો
ઘૂંટે ઘૂંટે
ચોરો ચૌટો
ફળિયું નળિયું
આંગણ ઉમ્બર
પીતાં પીતાં
ગામકૂવાની
છાલક છાની
આંખે છલકી
ગોખગોખલે
દીવો હસતો
ઓકળિયુંમાં
માડી હસતી
ભીંત ચાકળે
બેની હસતી
અને પછી એ
અજવાળાના
વરઘોડામાં
વેલ્યો દોડે
એ વેલ્યુંમાં
સમતા દોડે
મમતા દોડે
ખેતર દોડે
તેતર દોડે
ગાયો દોડે
ઘૂઘરી દોડે
હું પણ દોડું
દડબડ દોડું
ખેતર ખૂણે
અજવાળાને
કળીઓ ફૂટે
શેઢે ફૂટે
છોડે ફૂટે
ક્યારે ક્યારે
ફોરમ ભીની
ભીની
આંખો ફૂટે
એ આંખેથી
ઝરણાં દડતાં
તરણાં તરતાં

ઝરણાંમાં —
પંખી થઈને
પાંખ ઝબોળું
ચાંચ ઝબોળું.