અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મૂકેશ વૈદ્ય/અહીં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|અહીં|મૂકેશ વૈદ્ય}} <poem> નથી રહ્યાં ઘર, નથી ગામ, નથી નદી, નથી મળ...")
 
No edit summary
 
Line 31: Line 31:
{{Right|(તથાપિ, સપ્ટે.-નવે.)}}
{{Right|(તથાપિ, સપ્ટે.-નવે.)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યશવંત વાઘેલા/શું રચાશે? | શું રચાશે?]]  | હે વાલ્મીકિ! એક પારધી દ્વારા કૌંચ પક્ષીની હત્યાથી ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મધુકર ઉપાધ્યાય/સ્વર્ગસ્થ બાને — | સ્વર્ગસ્થ બાને —]]  | સ્વર્ગસ્થ બાને — બા, મારું સર્જન કરીને  ]]
}}

Latest revision as of 12:28, 28 October 2021


અહીં

મૂકેશ વૈદ્ય

નથી રહ્યાં ઘર,
નથી ગામ, નથી નદી,
નથી મળસ્કે ફૂટતા ફટાકડાનો અવાજ...
નવા વરસનાં શુકન બોલનારા તો
ક્યાંથી જ હોય અહીં?
તોયે ચાળીસ વરસે આવી ચડી છે
એક સવાર.

અંધારે અંધારે ફટાકડામાં ફૂટતી
ઊઘડતી ધૂમ્રગોટે
ચળકતી ધૂંધળી
સ્થિર જ્યોત ઝળહળે છે ગોખલાઓમાં.
ઘરનો એક્કેય ગોખલો આજે ખાલી નથી.
ફળિયે ફાનસની ધમાચકડીમાં
મને નવાં લૂગડાં પહેારવી
લાકડી લઈ બા-બાપાની આંગળી પકડીને
મોસાળ આખ્ખુંય થનગને છે.

બળદના ઓળા પડતાં જ
ખળભળે છે કાવેરીનાં જળ
મહાદેવની દેરીએ ઊંચાં પગથિયાં અકળ.

પારિજાતના માંડવેથી
ટપોટપ ખેરવે છે
કેસરી દાંડીવાળી
મઘમઘતી સવાર.
(તથાપિ, સપ્ટે.-નવે.)