અનુભાવન/નલિન રાવળની કવિતા : રૂપરચનાની દૃષ્ટિએ વિચાર: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 98: Line 98:
‘અવકાશ’માં આ જાતનાં પ્રાકૃતિક દૃશ્યો કે ઘટનાઓની અનેક રચનાઓ મળે છે. રૂપરચનાની દૃષ્ટિએ એમાં સારું વૈવિધ્ય જોવા મળે છે. એવાં કાવ્યોમાંથી દૃષ્ટાંત રૂપે બીજી એક ‘વંટોળ’ રચના જોઈએ.
‘અવકાશ’માં આ જાતનાં પ્રાકૃતિક દૃશ્યો કે ઘટનાઓની અનેક રચનાઓ મળે છે. રૂપરચનાની દૃષ્ટિએ એમાં સારું વૈવિધ્ય જોવા મળે છે. એવાં કાવ્યોમાંથી દૃષ્ટાંત રૂપે બીજી એક ‘વંટોળ’ રચના જોઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વંટોળ
{{Block center|'''<poem>વંટોળ


તીક્ષ્ણ ધારદાર પાતળા  
તીક્ષ્ણ ધારદાર પાતળા  
Line 125: Line 125:
ફરી
ફરી
તગંત રાતી ઝાંયની પરે
તગંત રાતી ઝાંયની પરે
અગણ્ય માનવોભર્યું મહાનગર લસે.</poem>}}
અગણ્ય માનવોભર્યું મહાનગર લસે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુલબંકીની ત્વરિત ચાલમાં આરંભાતી પહેલી પંક્તિના પઠન સાથે જ આ દૃશ્યની ગતિશીલતા પ્રત્યક્ષ થવા લાગે છે. પહેલી છ પંક્તિઓ ધૂળની ડમરીમાં રજોટાઈને વિચિત્ર ઝાંય ધરતા વાતાવરણનું તાદૃશ ચિત્ર રજૂ કરે છે. નિરૂપણમાં પ્રભાવવાદી (impressionistic) શૈલીની સ્પષ્ટ અસર વરતાય છે. દૃશ્યપટમાં વરતાતી પ્રખરતા અને ધૂસરતા, કઠોર કર્કશ વર્ણોની યોજનાથી સ્પષ્ટ રીતે સ્પર્શક્ષમ બને છે. સમગ્ર વિગતોનું એક પ્રબળ ઝાંયોવાળું ચિત્ર ઊપસે છે.
ગુલબંકીની ત્વરિત ચાલમાં આરંભાતી પહેલી પંક્તિના પઠન સાથે જ આ દૃશ્યની ગતિશીલતા પ્રત્યક્ષ થવા લાગે છે. પહેલી છ પંક્તિઓ ધૂળની ડમરીમાં રજોટાઈને વિચિત્ર ઝાંય ધરતા વાતાવરણનું તાદૃશ ચિત્ર રજૂ કરે છે. નિરૂપણમાં પ્રભાવવાદી (impressionistic) શૈલીની સ્પષ્ટ અસર વરતાય છે. દૃશ્યપટમાં વરતાતી પ્રખરતા અને ધૂસરતા, કઠોર કર્કશ વર્ણોની યોજનાથી સ્પષ્ટ રીતે સ્પર્શક્ષમ બને છે. સમગ્ર વિગતોનું એક પ્રબળ ઝાંયોવાળું ચિત્ર ઊપસે છે.
Line 138: Line 138:
પણ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, નલિનનો અભિગમ રૂપવાદી કવિતા તરફનો છે. પ્રાકૃતિક ઘટનામાં પણ અમૂર્ત આકૃતિ પ્રત્યક્ષ કરવાનો તેમનો દૃષ્ટિકોણ ધ્યાનપાત્ર છે. ‘અવકાશ’ની ‘પાનખર’ (પૃ. ૩૬) રચનાનું સંવિધાન એ રીતે બારીકાઈથી જોવા જેવું છે :
પણ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, નલિનનો અભિગમ રૂપવાદી કવિતા તરફનો છે. પ્રાકૃતિક ઘટનામાં પણ અમૂર્ત આકૃતિ પ્રત્યક્ષ કરવાનો તેમનો દૃષ્ટિકોણ ધ્યાનપાત્ર છે. ‘અવકાશ’ની ‘પાનખર’ (પૃ. ૩૬) રચનાનું સંવિધાન એ રીતે બારીકાઈથી જોવા જેવું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>પાનખર
{{Block center|'''<poem>પાનખર
ખરવા માંડ્યાં પાન,
ખરવા માંડ્યાં પાન,
{{gap}}બારીની લીલાશ ઝાંખી ભૂરી,
{{gap}}બારીની લીલાશ ઝાંખી ભૂરી,
Line 154: Line 154:
{{gap}}ખરે એ ખરે
{{gap}}ખરે એ ખરે
{{gap}}છેલ્લું કો પાન
{{gap}}છેલ્લું કો પાન
બારીની ધ્રૂજતી બૂઝી આંખ.</poem>}}
બારીની ધ્રૂજતી બૂઝી આંખ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ રચનામાં ‘પાનખર’નું આલેખન જે રીતે થયું છે, તેમાં માનવીની જીવનસંધ્યાનું સ્પષ્ટ સૂચન મળી જાય છે. આયુષ્યની અંતિમ ક્ષણોમાં બુઝાતી ચેતનાનું અહીં હૃદ્ય નિરૂપણ થયું છે. ‘બારી’ શબ્દથી, ‘દૃશ્ય જોનાર અવકાશ’ કે ‘દૃષ્ટિ’ – સ્વયં સૂચવાય છે; બલકે, એ ‘દૃષ્ટિ’માં જીવંત ચેતનાનો ખ્યાલ પણ સૂચવાઈ જાય છે. બીજી બાજુ, ‘પાન’ શબ્દથી ‘જીવન’, ‘પ્રાણશક્તિ’ કે ‘ચૈતન્યમય અંશ’નો ખ્યાલ મળે છે. ‘પાનખર’માં એક પછી એક પાન ખરે છે, જાણે જીવનતત્ત્વનો અંશ ક્રમશઃ લુપ્ત થાય છે એવું અનુભવાય છે. એની સમાંતરે ‘બારી’નું ચૈતન્ય પણ લુપ્ત થઈ રહ્યું છે. બીજી, ચોથી, છઠ્ઠી, અને આઠમીમાં ‘બારી’ની બદલાતી અવસ્થાનું વર્ણન મળે છે. એની વચ્ચે, આંતરે આંતરે, પહેલી પંક્તિ – ‘ખરવા માંડ્યાં પાન’ – પુનરાવર્તન પામતી રહે છે. નવમી-દસમી પંક્તિઓમાં બુઝાતી પ્રાણશક્તિનો સ્પષ્ટ નિર્દેશ મળે છે. આ રચનાની દરેક પંક્તિ એક સમર્થ કલ્પન સમી છે. પણ, ‘ખરતાં ખરતાં પાન’ અને ‘ખરે અંધારાં’ – એ પંક્તિઓ સ્વયં અસાધારણ કલ્પનો જેવી છે. ‘ખરે કૈં નભના તારા’ એ પંક્તિ પણ એટલી જ પ્રભાવક છે. આશાની તેજકણી-શા તારકો પણ અદૃશ્ય થઈ રહ્યા છે, એમ એમાં સૂચવાય છે. ‘ખરે એ ખરે’માં ‘ખરવાની’ ક્રિયા આશ્ચર્ય અને સ્તબ્ધતાના ભાવ સાથે રજૂ થઈ છે. નવમી-દસમી પંક્તિ પછીની પંક્તિઓ ટૂંકી, અને તેથી ત્વરિત બની છે. છેલ્લું પાન ખરવાની —ચૈતન્ય બુઝાવાની – અંતની ક્ષણ, એ રીતે, એક ત્વરિત દૃશ્યરૂપે સાકાર થાય છે. એક પ્રાકૃતિક ઘટનાનું પ્રતીકાત્મક રૂપ નિર્માણ કરવાનો નલિનનો આ પ્રયત્ન નોંધપાત્ર છે.
આ રચનામાં ‘પાનખર’નું આલેખન જે રીતે થયું છે, તેમાં માનવીની જીવનસંધ્યાનું સ્પષ્ટ સૂચન મળી જાય છે. આયુષ્યની અંતિમ ક્ષણોમાં બુઝાતી ચેતનાનું અહીં હૃદ્ય નિરૂપણ થયું છે. ‘બારી’ શબ્દથી, ‘દૃશ્ય જોનાર અવકાશ’ કે ‘દૃષ્ટિ’ – સ્વયં સૂચવાય છે; બલકે, એ ‘દૃષ્ટિ’માં જીવંત ચેતનાનો ખ્યાલ પણ સૂચવાઈ જાય છે. બીજી બાજુ, ‘પાન’ શબ્દથી ‘જીવન’, ‘પ્રાણશક્તિ’ કે ‘ચૈતન્યમય અંશ’નો ખ્યાલ મળે છે. ‘પાનખર’માં એક પછી એક પાન ખરે છે, જાણે જીવનતત્ત્વનો અંશ ક્રમશઃ લુપ્ત થાય છે એવું અનુભવાય છે. એની સમાંતરે ‘બારી’નું ચૈતન્ય પણ લુપ્ત થઈ રહ્યું છે. બીજી, ચોથી, છઠ્ઠી, અને આઠમીમાં ‘બારી’ની બદલાતી અવસ્થાનું વર્ણન મળે છે. એની વચ્ચે, આંતરે આંતરે, પહેલી પંક્તિ – ‘ખરવા માંડ્યાં પાન’ – પુનરાવર્તન પામતી રહે છે. નવમી-દસમી પંક્તિઓમાં બુઝાતી પ્રાણશક્તિનો સ્પષ્ટ નિર્દેશ મળે છે. આ રચનાની દરેક પંક્તિ એક સમર્થ કલ્પન સમી છે. પણ, ‘ખરતાં ખરતાં પાન’ અને ‘ખરે અંધારાં’ – એ પંક્તિઓ સ્વયં અસાધારણ કલ્પનો જેવી છે. ‘ખરે કૈં નભના તારા’ એ પંક્તિ પણ એટલી જ પ્રભાવક છે. આશાની તેજકણી-શા તારકો પણ અદૃશ્ય થઈ રહ્યા છે, એમ એમાં સૂચવાય છે. ‘ખરે એ ખરે’માં ‘ખરવાની’ ક્રિયા આશ્ચર્ય અને સ્તબ્ધતાના ભાવ સાથે રજૂ થઈ છે. નવમી-દસમી પંક્તિ પછીની પંક્તિઓ ટૂંકી, અને તેથી ત્વરિત બની છે. છેલ્લું પાન ખરવાની —ચૈતન્ય બુઝાવાની – અંતની ક્ષણ, એ રીતે, એક ત્વરિત દૃશ્યરૂપે સાકાર થાય છે. એક પ્રાકૃતિક ઘટનાનું પ્રતીકાત્મક રૂપ નિર્માણ કરવાનો નલિનનો આ પ્રયત્ન નોંધપાત્ર છે.
Line 173: Line 173:
સંવેદનનું વ્યંજનાસભર ચિત્ર આલેખવાને નલિને એક વિશિષ્ટ રીતિનો ફરીફરીને વિનિયોગ કર્યો છે. જે એક દૃશ્ય (કે ઘટના) પહેલાં કવિસંવિદ્‌ની બહાર ઉપસ્થિત હોવાનું લાગતું હતું, તે પછીથી અંતરના વિશ્વમાં – કે દૃષ્ટિના ભીતરી અવકાશમાં – વિસ્તરી રહેલું વર્ણવાય છે. બહારનું એ દૃશ્ય જાણે કે બિંબપ્રતિબિંબભાવે, અંદરના અવકાશમાં વિસ્તરે છે, કે બહારની ઘટનાનું અનુસંધાન ધરાવતી એ ઘટના ‘અંદર’ પણ બનતી હોય એ રીતે એનું વર્ણન થાય છે. અંદર-બહારની ઘટનામાં કશુંક ચક્રાકાર ઘૂમી રહ્યું હોય એવી ભ્રાન્તિ એથી જન્મે છે. આનંત્યનો બોધ પણ એકાએક પ્રતીત થાય છે.
સંવેદનનું વ્યંજનાસભર ચિત્ર આલેખવાને નલિને એક વિશિષ્ટ રીતિનો ફરીફરીને વિનિયોગ કર્યો છે. જે એક દૃશ્ય (કે ઘટના) પહેલાં કવિસંવિદ્‌ની બહાર ઉપસ્થિત હોવાનું લાગતું હતું, તે પછીથી અંતરના વિશ્વમાં – કે દૃષ્ટિના ભીતરી અવકાશમાં – વિસ્તરી રહેલું વર્ણવાય છે. બહારનું એ દૃશ્ય જાણે કે બિંબપ્રતિબિંબભાવે, અંદરના અવકાશમાં વિસ્તરે છે, કે બહારની ઘટનાનું અનુસંધાન ધરાવતી એ ઘટના ‘અંદર’ પણ બનતી હોય એ રીતે એનું વર્ણન થાય છે. અંદર-બહારની ઘટનામાં કશુંક ચક્રાકાર ઘૂમી રહ્યું હોય એવી ભ્રાન્તિ એથી જન્મે છે. આનંત્યનો બોધ પણ એકાએક પ્રતીત થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>એકાંત
{{Block center|'''<poem>એકાંત


ચંદ્રનું વૃક્ષ
ચંદ્રનું વૃક્ષ
Line 186: Line 186:
{{gap|4em}}ચંદ્રના વૃક્ષનું મૂળ
{{gap|4em}}ચંદ્રના વૃક્ષનું મૂળ
{{gap|6em}}માં
{{gap|6em}}માં
{{gap|6em}}શાંત એકાંત એકાંત એકાંત.</poem>}}
{{gap|6em}}શાંત એકાંત એકાંત એકાંત.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—અહીં આરંભની સાત પંક્તિ સુધી ‘ચંદ્રનું વૃક્ષ’ની હસ્તી કવિસંવિદ્‌ (કે દ્રષ્ટા)ની બહાર હોય એમ લાગે. આઠમી પંક્તિથી વિશેષ ચમત્કૃતિ સધાય છે. ‘હૃદય’ પદ એની આગળની તેમ પાછળની બંને તરફની પદાવલી સાથે અન્વય સાધે છે. ‘અર્ણવ નર્યો પર્ણપર્ણે ભર્યો/હૃદય/માં’-એમ અર્થ તંતુ જોડાય છે. ‘ચંદ્ર’ના ‘વૃક્ષ’ની ઝંઝાગ્રસ્ત ડાળીઓનું એ દૃશ્ય ‘હૃદય’માં ‘અર્ણવ’ રૂપે ઝિલાય એ સહજ છે. પણ, તરત જ, ‘હૃદય/માં/ચંદ્રના વૃક્ષનાં મૂળ’ એવો અન્વય પણ પકડાય છે. હવે એ ‘હૃદય’માં વિસ્તર્યું હોવાનું લાગે. આમ, બિંબપ્રતિબિંબ ભાવે, એક માયાવી આભાસ રચાય, અને એનું ય એક સૌંદર્ય જન્મે.
—અહીં આરંભની સાત પંક્તિ સુધી ‘ચંદ્રનું વૃક્ષ’ની હસ્તી કવિસંવિદ્‌ (કે દ્રષ્ટા)ની બહાર હોય એમ લાગે. આઠમી પંક્તિથી વિશેષ ચમત્કૃતિ સધાય છે. ‘હૃદય’ પદ એની આગળની તેમ પાછળની બંને તરફની પદાવલી સાથે અન્વય સાધે છે. ‘અર્ણવ નર્યો પર્ણપર્ણે ભર્યો/હૃદય/માં’-એમ અર્થ તંતુ જોડાય છે. ‘ચંદ્ર’ના ‘વૃક્ષ’ની ઝંઝાગ્રસ્ત ડાળીઓનું એ દૃશ્ય ‘હૃદય’માં ‘અર્ણવ’ રૂપે ઝિલાય એ સહજ છે. પણ, તરત જ, ‘હૃદય/માં/ચંદ્રના વૃક્ષનાં મૂળ’ એવો અન્વય પણ પકડાય છે. હવે એ ‘હૃદય’માં વિસ્તર્યું હોવાનું લાગે. આમ, બિંબપ્રતિબિંબ ભાવે, એક માયાવી આભાસ રચાય, અને એનું ય એક સૌંદર્ય જન્મે.
Line 230: Line 230:
‘તાકી રહે વૃદ્ધ’માં જરા જુદી રીતે ભાત બની છે :
‘તાકી રહે વૃદ્ધ’માં જરા જુદી રીતે ભાત બની છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap}}ઝૂલે
{{Block center|'''<poem>{{gap}}ઝૂલે
{{gap|4em}}ઝિલ્લી ૨વે તારકો વને
{{gap|4em}}ઝિલ્લી ૨વે તારકો વને
{{gap}}વહે
{{gap}}વહે
{{gap|4em}}છલોછલ ચાંદનીનું જલ</poem>}}
{{gap|4em}}છલોછલ ચાંદનીનું જલ</poem>'''}}
{{center|'''X X X'''}}
{{center|'''X X X'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 239: Line 239:
કવિના ભાવબોધમાં કેટલીક વાર અતીત અને સાંપ્રતની અલગ સંપ્રજ્ઞતા નિહિત રહી હોય છે. એવા પ્રસંગે કૃતિના વિધાનમાં આવી સંપ્રજ્ઞતા વત્તેઓછે અંશે નિયામક બને એવાં દૃષ્ટાંતો ય અહીં મળે છે. નલિનની કેટલીક રચનાઓ આ રીતે સમયની સંપ્રજ્ઞતાને અનુરૂપ ઘાટ લેતી દેખાશે. ‘ઉદ્‌ગાર’ની ‘કાલ લગી અને આજ’ રચના આનું સરસ દૃષ્ટાંત છેઃ
કવિના ભાવબોધમાં કેટલીક વાર અતીત અને સાંપ્રતની અલગ સંપ્રજ્ઞતા નિહિત રહી હોય છે. એવા પ્રસંગે કૃતિના વિધાનમાં આવી સંપ્રજ્ઞતા વત્તેઓછે અંશે નિયામક બને એવાં દૃષ્ટાંતો ય અહીં મળે છે. નલિનની કેટલીક રચનાઓ આ રીતે સમયની સંપ્રજ્ઞતાને અનુરૂપ ઘાટ લેતી દેખાશે. ‘ઉદ્‌ગાર’ની ‘કાલ લગી અને આજ’ રચના આનું સરસ દૃષ્ટાંત છેઃ
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘કાલ લગી
{{Block center|'''<poem>‘કાલ લગી
પોચું જાણે પલળેલા પૂઠાં જેવું  
પોચું જાણે પલળેલા પૂઠાં જેવું  
આજ
આજ
કડક જે પાપડ ને સારેવડા જેવું.’</poem>}}
કડક જે પાપડ ને સારેવડા જેવું.’</poem>'''}}
{{center|'''X X X'''}}
{{center|'''X X X'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 16:08, 26 November 2025

નલિન રાવળની કવિતા : રૂપરચનાની દૃષ્ટિએ વિચાર

સંખ્યાદૃષ્ટિએ જ જોઈએ તો નલિનનું કાવ્યલેખન ઘણું ઓછું છે. તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘ઉદ્‌ગાર’ (૧૯૬૨)માં ૨૧, અને બીજા સંગ્રહ ‘અવકાશ’ (૧૯૭૨)માં ૯૩, એમ બેએક દાયકાની લેખનપ્રવૃત્તિના ફલસ્વરૂપે કુલ ૧૧૪ કૃતિઓ મળે છે. એ પછીની ગ્રંથસ્થ ન થયેલી રચનાઓનો અંદાજ નથી પણ આટલા ઓછા લેખન છતાં ય, કવિતાની રચનારીતિ અને આકારનું તેમણે જે વૈવિધ્ય સિદ્ધ કર્યું છે, તે સુખદ આશ્ચર્ય જગાડે તેવું છે. એમ લાગે કે કવિતામાં અવનવા આકારો નિર્માણ કરવા તેઓ સભાનપણે પ્રવૃત્ત રહ્યા છે. તેમનો અભિગમ જ વિશેષતઃ રૂપવાદી કળાથી પ્રેરાયેલો છે. તરલ સૂક્ષ્મ ભાવસંવેદનને ય એના સૂક્ષ્મતમ મરોડો સાથે રજૂ કરવાનો તેમનો પ્રયત્ન જણાય છે. વારંવાર તેઓ સંવેદનનું રૂપ ઝીલતી અમૂર્ત આકૃતિ ઊભી કરવા મથતા રહ્યા છે. એટલે, ખરેખર તો, તેમની કવિતામાં રજૂ થતા ભાવજગતને યથાર્થ રૂપે પામવા એની આકૃતિ અને અભિવ્યક્તિની રીતિને, તેની રચનાગત તરાહને, અને શૈલીગત તત્ત્વોને, નિકટતાથી જોવાનાં રહે. અહીં આ લેખમાં તેમની કવિતાની કેટલીક રચનારીતિઓને તપાસવાનો ઉપક્રમ છે.

* * *

સ્વાતંત્ર્યોત્તર સમયની આપણી કવિતામાં, રૂઢ-અરૂઢ, જૂની-નવી દૃષ્ટિથી પ્રેરાયેલી ભિન્ન ભિન્ન શૈલીની કવિતાના નાનામોટા અનેક પ્રવાહો વહેતા રહ્યા છે, એ જાણીતી વાત છે. પાંચમા દાયકા દરમ્યાન રાજેન્દ્ર અને નિરંજન જેવા આપણા બે પ્રતિભાશાળી કવિઓ દ્વારા આગવી આગવી દૃષ્ટિમાંથી જન્મેલી સૌંદર્યલક્ષી કવિતા વહેતી થઈ, તે સાથે જ આપણી કવિતાનાં ભાવ, ભાષા અને રચનારીતિ બદલાવા લાગ્યાં હતાં એ ય જાણીતી વસ્તુ છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે છઠ્ઠા દાયકામાં પ્રિયકાન્ત, નલિન, અને હસમુખ, રાજેન્દ્ર-નિરંજનનો અમુક પ્રભાવ ઝીલતા છતાં, દરેક પોતાની આગવી કેડીએ ચાલવા મથે છે. આ દાયકામાં પાશ્ચાત્ય આધુનિકતાવાદી વિચારવલણો આપણે ત્યાં એકદમ સક્રિય બન્યાં ત્યારે કવિતાના રૂપ વિશે નવી જ સભાનતા જન્મી. રૂઢ પ્રકારો અને આકારોને છોડી અવનવાં રૂપો નિર્માણ કરવાનું વલણ પણ બળવાન બન્યું. આધુનિક પાશ્ચાત્ય કવિતાના પ્રતીકવાદ, કલ્પનવાદ, અને અતિવાસ્તવવાદ જેવા વાદોની, ઘણી સંદિગ્ધ રૂપની પણ વ્યાપક અસર એ ગાળાની આપણી કવિતા પર થઈ. કલ્પનો અને પ્રતીકોની સામગ્રીથી કાવ્ય રચવાના પ્રયત્નો, એ રીતે, વ્યાપક બન્યા. ‘શુદ્ધ કવિતા’ના કોઈક સ્પષ્ટ અર્ધસ્પષ્ટ ખ્યાલથી તરુણ કવિઓ પ્રેરાયા હતા. સૂક્ષ્મ તરલ સંવેદનને આકાર આપવા, રચના સ્વયં એક મૂર્ત ‘કલ્પન’શી બને, અથવા એમ કહો કે સ્વયં એક પ્રતીકરૂપ વિશ્વ બને, એ માટે વિશિષ્ટ સંવિધાન કરવા તેઓ પ્રયત્નશીલ બન્યા. રાજેન્દ્ર-નિરંજન અને રાવજી-લાભશંકર જેવી પેઢીઓની વચ્ચે આ નલિન-હસમુખનું ક્યાંક નિશ્ચિત સ્થાન રહે છે. રાજેન્દ્ર અને નિરંજને અક્ષરમેળ વૃત્તોમાં ય ઠીક ઠીક રચનાઓ કરી છે, પણ પરંપરિત માત્રામેળ, કટાવ અને વનવેલિ કે એવા બીજા મેળની પ્રવાહી પદ્યરચના તરફ બંનેની ગતિ રહી છે. સંવેદનની સૂક્ષ્મ છાયાઓ અલગ ઝીલી શકાય તે રીતે પરંપરિત મેળની લાંબીટૂંકી પંક્તિઓ રચવી કે પદસમૂહો (phrases) કે પદોને અલગ પાડવાં, દરેક વિશિષ્ટ કલ્પન પૂરું ઊપસે તે માટે તેની આગળ પાછળ જરૂરી અવકાશ ઊભો કરવો, અને સંવેદનનાં સ્થિત્યંતરોને સ્પષ્ટ કરવાં, એ દૃષ્ટિએ કવિઓ નવી નવી રીતે પદ્યબંધ રચવા પ્રવૃત્ત થયા હતા. વ્યંજનાની સંકુલતા અને સઘનતા વધે, અને ખાસ તો પદસમૂહો વચ્ચે ambiguity સાધી શકાય, તે દૃષ્ટિએ elliptical phrases નિર્માણ કરવા તરફનો તેમનો એ પ્રયત્ન હતો. શુષ્ક ગદ્યાળુ અને અમૂર્ત વ્યાકરણી તત્ત્વોનો શક્ય તેટલો લોપ કરી સઘન બંધ રચવાનો ખ્યાલ પણ એમાં હતો. આ જાતનો રચનાબંધ પણ, કવિને ઉદ્દિષ્ટ ભાવ કે ભાવાર્થ બરોબર ઝીલી શકે એ માટે, એના મુદ્રણમાં ય આગવી આકૃતિ ઊભી કરવાનો આગ્રહ જન્મ્યો. કાગળના અવકાશમાં લાંબી-ટૂંકી દરેક પંક્તિનું આગળપાછળ સ્થાન અને પદસમૂહો વચ્ચે એક જ પંક્તિરેખા પરનો અવકાશ – એ જાતની દરેક મુદ્રિત પાઠની આગવી આકૃતિ પણ એ રીતે લક્ષમાં લેવાની રહે. નલિનની કવિતાની રૂપરચનાના પ્રશ્ને, એમના મુદ્રિત પાઠોની આકૃતિ કંઈક વિશેષ ધ્યાનપાત્ર બની રહેતી જણાશે.

* * *

આપણી આ નવી કવિતાની ચર્ચાવિચારણાના સંદર્ભે, નલિન અને હસમુખ એ બે કવિઓનું નામ વારંવાર સાથે લેવાતું સંભળાય છે. એક રીતે એમ બનવું સ્વાભાવિક પણ છે. છઠ્ઠા દાયકામાં એ બંને સાથે સાથે આગળ આવ્યા; એટલું જ નહિ, પણ આરંભકાળની બંનેની કવિતામાં ઠીક ઠીક સમાન વલણો કામ કરતાં જણાયાં હતાં ખાસ તો, નિરંજનનાં ‘પ્રવાલદ્વીપ’નાં કાવ્યોમાં વ્યક્ત થતી નગરસંસ્કૃતિ વિશેની સંપ્રજ્ઞતા આ કવિઓમાં પણ આગવી રીતે ઝિલાતી હતી. નલિન-હસમુખ વિશે આ જાતનાં સામ્યો જોનારી દૃષ્ટિ, કદાચ, બંનેની આગવી કાવ્યરીતિ અને વૃત્તિનો ભેદ ભૂલી જાય એમ બને. હકીકતમાં, નલિનની કવિતામાં તેમની રંગદર્શી વૃત્તિનો વારંવાર બળવાન ઉદ્રેક થતો રહ્યો છે. કાવ્યના વિષય લેખે પ્રકૃતિનું દૃશ્ય, ઋતુનો મિજાજ કે પછી કોઈક પ્રાકૃતિક ઘટના હોય, ત્યાં તો તેમની કલા લાગણીના ઘેરા રંગો ધારણ કરે જ છે; પણ નગરજીવનની વિષમતા, વિરૂપતા અને વંધ્યતાની લાગણીઓ પણ ઘણુંખરું ઘેરા રંગોમાં વ્યક્ત થતી રહી છે. ‘મુંબઈ’ ‘ઉદ્વેગ’ જેવી ‘ઉદ્‌ગાર’ની, અને ‘કાવ્યપાઠ કરતા કવિ’, ‘રેતપંખી’, ‘ચીમનીએ ચીતર્યા સમીર’, ‘અંધકાર’ અને ‘પ્રેતનો ઉદ્‌ગાર’ જેવી ‘અવકાશ’ની રચનાઓ જોતાં આ વાત એકદમ સ્પષ્ટ થશે. વળી, નગરજીવનની પરિસ્થિતિમાં જે કંઈ કઠોરકર્કશ અને સંક્ષોભક છે, તેનું વાસ્તવિક ભૂમિકાએથી આલેખન કરવા કરતાં તેનું ઓછેવત્તે અંશે ય પ્રતીકાત્મક રૂપ રચવા તેઓ પ્રવૃત્ત થયા છે, અને એમાંના ભિન્ન ભિન્ન સંદર્ભો લાગણીના ઘેરા રંગોમાં ઘૂટાતા રહ્યા છે. આથી ભિન્ન, હસમુખની નગરજીવનની (કે સાંપ્રત પરિસ્થિતિની) રચનાઓ વાસ્તવિકતાની વધુ નિકટ રહી છે, નક્કર કઠોર કલ્પનો ગૂંથવા તરફનો તેમનો ઝોક રહ્યો છે, અને ધારદાર સોંસરી અને બળૂકી ભાષા યોજવા તરફ તેમનું એકંદર વલણ રહ્યું છે. બલકે, વ્યંગકટાક્ષ (irony)નું વેધક તત્ત્વ તેમની આ જાતની રચનાઓમાં વારંવાર એક સંવિધાયક બળ બની રહ્યું જણાશે. આમ, નલિન અને હસમુખ, બંને એક જ પેઢીના છતાં બંનેની સર્જકતાની ગતિ નિરાળી છે. અને બંનેની કાવ્યસૃષ્ટિમાં રણકતો tone નિરાળો છે, એ વાત આપણે સતત લક્ષમાં રાખવી જોઈએ. કાવ્યનિર્માણમાં નલિનનો અભિગમ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, વિશેષતઃ રૂપવાદી રહ્યો છે, લોકજીવનના તીવ્ર આઘાત-પ્રત્યાઘાતોનું સીધું નિરૂપણ કરવા તરફ નહિ તેટલી સૂક્ષ્મ સંવેદનોનું નાજુક શિલ્પ કંડારવા તરફ તેમની રુચિ રહી છે. પ્રકૃતિનું રમ્યકોમળ દૃશ્ય હો કે રુદ્રકઠોર દૃશ્ય હો, આખુંય ચિત્ર તેમની કવિતામાં ઘેરા રંગોની ઝાંય ધરે છે. અલબત્ત, આવા દૃશ્યમાં પણ ગતિશીલ તત્ત્વો તેઓ પકડી લે છે. પ્રાકૃતિક ઘટનાનું ગતિશીલ રૂપ તેઓ સહજ રીતે ઝીલે છે, અને સ્થિર દૃશ્ય લાગતી પ્રકૃતિમાં ય વધુ તો તેનાં સંચલનો તેઓ પકડી લે છે. ઘટનાક્રમ રૂપે જ ઘણાખરા કાવ્યવિષયો તેમણે પ્રત્યક્ષ કર્યા જણાશે. રંગદર્શી વૃત્તિનો બળવાન ઉદ્રેક નલિનની કવિતામાં વ્યાપક રીતે જોવા મળતું વલણ છે એ ખરું, પણ ‘ઉદ્‌ગાર’માં થોડીક રચનાઓ નક્કર વાસ્તવિકતાને સ્પર્શે છે. પરિચિત સંસારની ઘટમાળમાંથી જ તેમને આવી ભાવભૂમિકા મળી હશે. ‘એક વૃદ્ધાની સાંજ’ આ જાતનું એક સરસ દૃષ્ટાંત છે.

* * *

એક વૃદ્ધાની સાંજ

“જાળી ઉપર ગૂંચવાઈ ગયેલો સાંજનો તડકો નિહાળી
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપમાં અટકી ગયાં.
ચ્હેરા ઉપર કરચોલીઓની ભૂલભૂલવણી મહીં
આછો ફફરતો ભાવ એકાએક તે અટવઈ ગયો.
ભારમાં પ્હેલાં નમી પાંપણ ફરી ઊંચકઈ
હવામાં સ્થિર થૈ ના થઈ તહીં....
ધ્રૂજતી લથડી રહેલી આંખની કીકી
પૂછે :
‘એ કોણ છે?’
ને હોઠ પર અંગાર આ કોણે મૂક્યો?
ને લોહી આ કોનું હસે છે?’
જાળી ઉપર અંધાર ત્યાં ગૂંચવઈ ગયો.
ઊન ગૂંથતાં આંગળાં ઘરડાં અચાનક કંપ લેતાં કામમાં લાગી ગયાં.’

વૃદ્ધાના જીવનની કોઈક ભેદભરી સ્મૃતિ અહીં એક સૂક્ષ્મ નાટ્યાત્મક બનાવ રૂપે ઉઠાવ લે છે. મનોવાસ્તવની નક્કર ધરાતલ પરથી આ પ્રસંગ રજૂ થયો છે. એની અભિવ્યક્તિ લગભગ સ્વભાવોક્તિના સ્તરેથી થઈ છે. વૃદ્ધાના મનમાં ગહન સ્તરે જે કંઈ ઘટના બની તેનું આ અસરકારક ચિત્ર છે. રચનામાં પહેલી છ પંક્તિઓ, પછી પાંચ અને અંતની બે, એમ ત્રણ સ્થિત્યંતરો રજૂ થયાં છે, પરંપરિત હરિગીતના સાતત્યપૂર્ણ લયમેળમાં રચના વિસ્તરી છે. પહેલી કંડિકામાં ઊન ગૂંથતી વૃદ્ધાની પ્રવૃત્તિ, મનના અતલ ઊંડાણમાંથી એકાએક ફૂટી નીકળતા કોઈક ઑથાર-શા સ્મરણથી જકડાઈ ગઈ, એનું વર્ણન છે. બીજી કંડિકામાં યુવાનીના સમયની કોઈક બોજિલ ઘટનાનો સાંકેતિક નિર્દેશ છે. સંભવતઃ પોતાની ઇચ્છા વિરુદ્ધ કોઈ પુરુષે તેને સહચારમાં ખેંચી હોય, એવું સૂચન એમાં મળે છે. ત્રીજીમાં ઘડીક ઊંડા સંક્ષોભ પછી ફરી ‘કંપ’ સાથે કામમાં પરોવાઈ જતા હાથનું વર્ણન છે. વૃદ્ધાની મનોદશાનું પલટાયેલું સ્વરૂપ ત્રીજી કંડિકામાં તીવ્ર વિરોધ સાથે ઊપસી આવ્યું છે. પહેલી નજરે સરળ લાગતી આ રચનારીતિમાં ય, કેટલાક ધ્વન્યાત્મક સંદર્ભો પ્રચ્છન્ન રૂપમાં પડ્યા છે. ‘સાંજનો તડકો’ ‘જાળી’ પર ‘ગૂંચવઈ’ ગયાનો પ્રથમ પંક્તિમાં નિર્દેશ છે. ‘જાળી’ શબ્દથી મનનાં ‘જાળાંઓ’ સૂચવાય છે. ‘સાંજ’માં જીવનસંધ્યાનો અર્થ તરત પડઘાય છે. ‘તડકો’ જીવનની આશા, ઉષ્મા અને ઉલ્લાસનો ભાવ બતાવે છે. ‘તડકો’ આ રીતે ‘જાળી’માં ગૂંચવાઈ ગયાના ખ્યાલથી જ ‘ઘરડાં આંગળાં’ ‘કંપ સાથે’ અટકી જાય છે. ત્રીજીચોથી પંક્તિનું વર્ણન આ ભાવદશાને વધુ સ્પર્શક્ષમ, વધુ સઘન, બનાવે છે. આવા આઘાતથી કરચલીઓમાં ‘ફફરતો’ ભાવ જાણે કે ગૂંચળું વળી જાય છે. અંદરનો ઊંડો આઘાત એ રીતે તીવ્રતાથી પ્રત્યક્ષ થાય છે. ફૂટી નીકળેલું સ્મરણ પાંપણ પર ઘડીક બોજિલ બની રહે છે. બીજી કંડિકામાં ‘ધ્રૂજતી’ અને ‘લથડી રહેલી’ એ વિશેષણોનો પ્રયોગ અતીતની ઘટનાનો ઑથાર સૂચવે છે. અંતની કડીમાં, આરંભની બે પંક્તિઓની જ ભાષા, પણ બદલાયેલો સંદર્ભ સૂચવતા ફેરફારો સાથે, ફરીથી પ્રયોજાઈ છે. ‘જાળી’ ઉપરનો ‘તડકો’ હવે અદૃશ્ય થયો છે. ત્યાં ‘અંધાર’ ગૂંચાઈ પડ્યો છે. ઊન ગૂંથતાં ‘ઘરડાં આંગળાં’, સ્મરણની ઘટનાને જીરવી લઈ, ફરીથી ‘અચાનક કંપ’ સાથે કામે વળગે છે. રચનાબંધ એ રીતે દૃઢ થયો છે. ‘ઊન ગૂંથવાની’ પ્રવૃત્તિ પણ ધ્વન્યાત્મક બને છે. વૃદ્ધાનું મન જે રીતે અસ્તિત્વના ઠંડા કારમા દિવસો સામે રક્ષણ શોધવા મથે છે, તેનું સૂચન એમાં જોઈ શકાય. ‘એક વૃદ્ધની સાંજ’માં રજૂ થતી ભાવપરિસ્થિતિ અને તેની રચનારીતિ લગભગ આ જ જાતની છે. અહીં પણ યુવાનીની કોઈ ઉત્તેજનાભરી નારીસહચારની ક્ષણ નાટ્યાત્મક રીતે રજૂ થઈ છે. એમાં ‘અંધાર ધીરે ઓરડાની ભીંતને બાઝી રહ્યો’ કે ‘શંખનો રવ ઘોર મજ્જા-માંસ-અસ્થિ-નસનસે પ્રસરી વળ્યો’–જેવી પંક્તિઓ અભિવ્યક્તિનું અસાધારણ બળ પ્રગટ કરે છે. ‘એક નામેરી વૃદ્ધને મળતાં’નો કાવ્યવિષય નિરાળો છે. વર્તમાનની પોતાની self સામે પોતાની જ વયોવૃદ્ધ self જાણે કે સામે મળે, અને જરઠજીર્ણ એવી પોતાની જ મૂર્તિ જોઈને જે ઊંડો ક્ષોભ જન્મે–એવી એક ભાવપરિસ્થિતિ અહીં કેન્દ્રમાં છે. કવિચિત્તના મનની કોઈ અજ્ઞાત ભીતિ એમાં છતી થઈ જાય છે. પ્રસંગની કલ્પનામાં જ, ચમત્કૃતિ જન્મે એવું નાટ્યાત્મક તત્ત્વ પડ્યું છે. માનવમનની નક્કર ભૂમિકા પરથી આ પ્રસંગનું આલેખન થયું છે, એટલે એમાં અનુભવની સઘનતા અને સ્પર્શક્ષમતા પ્રતીત થાય છે. ખીલી સમી ખોડાઈ ગઈ મારી નજર/મારા ઉપર’ – એ એક વિરલ કલ્પન છે. દૈહિક અનુભૂતિનું અનોખું ‘ચિત્ર’ એમાં રજૂ થાય છે. ‘અંધારના મખમલ મુલાયમ પોત શા/મારા સુંવાળા વાળ/આજે રૂખડા/સુક્કા તણખલા ઘાસના ટુકડા સમા/અહીંતહીં જરી ફરકી રહ્યા’ – આ પંક્તિઓનું ચિત્ર પણ એટલું જ પ્રભાવક, બલકે સંક્ષોભક છે. અંતે, પોતાના જ વૃદ્ધ ચહેરાથી છળી પડેલા કાવ્યનાયકમાં હવે ખરેખર જ સમયની બોજિલતાનું ભાન જાગી પડે છે; અને ત્યાં અસ્તિત્વની વિષમતાનું કરુણ રહસ્ય છતું થઈ જાય છે. માનવપરિસ્થિતિને આ રીતે નક્કર વાસ્તવિક ભૂમિકાએથી આલેખવાનું નલિનનું આ વલણ જો કે તરતમાં શમી ગમી ગયું દેખાય છે. ‘ઉદ્‌ગાર’ની મોટા ભાગની અને ‘અવકાશ’ની લગભગ બધી જ રચનાઓમાં તેમની રંગદર્શી વૃત્તિ જ છતી થતી રહી છે. ‘કાવ્યપાઠ કરતા કવિને’, ‘કવિને પ્રશ્ન’, ‘કવિ’, ‘બે દારૂડિયા’, ‘વૃદ્ધ’ – જેવી રચનાઓ માનવમનની વાસ્તવિકતાને સ્પર્શવા કરતાં ય વધુ તો સંવેદનાઓનું પ્રતીકાત્મક રૂપ ઉપસાવવા ચાહે છે.

* * *

‘ઉદ્‌ગાર’ની પહેલી રચના ‘આવું?’ નલિનની મૃદુ કોમળ કલ્પનાનો એક હૃદ્ય ઉન્મેષ છે :

“નવા નાજુક ખીલ્યા
ફૂલના ઝાકળભર્યા આવાસમાં વાસો રહી
આંબો ભરી ઝૂલી રહેલા મ્હોરના વાઘા સજી
રળિયામણી વ્હેલી પ્હરોડે
આજ
આ દક્ષિણ હવા પર હેતથી પગલી ધરી
મલકાઈને કેવું
વસંતે કાનમાં આવી કહ્યું : ‘આવું ?’ ”

વસંતના આગમનની ક્ષણને કવિએ અહીં આકર્ષક નાટ્યાત્મક ઉઠાવ આપ્યો છે, ‘નવા... વાસો રહી’ – એ પદાવલીમાં નલિનની કોમળ કલ્પના આસ્વાદ્ય છે. કાવ્યનાયકના કાનમાં વસંતે આત્મીયભાવે જે ટહુકો કર્યો, તેમાં વિશેષ ચમત્કૃતિ રહી છે. પરંપરિત હરિગીતના વહેતા પ્રવાહમાં એક જ સંકુલ વાક્ય, અહીં આઠ જેટલી પંક્તિઓ સુધી વિસ્તરી રહ્યું છે. એક પ્રાકૃતિક ઘટનાનું પ્રત્યક્ષીકરણ અહીં સંવેદનવસ્તુ બની છે. ‘સ્હવાર-૧’ અને સ્હવાર-૨’ એ શીર્ષકની (‘ઉદ્‌ગાર’માં ગ્રંથસ્થ) બે રચનાઓ નલિનની કવિતાનાં બે પરસ્પરભિન્ન વલણો સરસ રીતે રજૂ કરે છે. ‘સ્હવાર-૧’ સૉનેટ રૂપમાં ઢળાયેલી રચના છે. એમાં અનુષ્ટુપનો વિનિયોગ થયો છે. ખુશનુમા તાઝગીભર્યા પ્રભાતનું અને તેના દર્શનથી કવિચિત્તમાં જન્મતી વિરલ પ્રસન્નતાનું એમાં નિરૂપણ થયું છે. પ્રકૃતિના સૌંદર્ય માટેની મુગ્ધ રસિકતા એમાં છતી થાય છે. ‘ફૂલોના ઝાકળે નાહી રૂપલાં શમણાં સર્યાં’, ‘ચંદ્રના સ્મરણે ભીનાં વાદળાંઓ વહી રહ્યાં’ અને ‘ડોલતા દ્રુમની ડાળી આનંદભારથી લચી’–જેવી પંક્તિઓમાં લલિતકોમળ કલ્પનાનો ભીનો ભીનો સ્પર્શ છે. અંતના યુગ્મમાં–‘ટહુકો પંખીનો ગુંજ્યો મુગ્ધ થૈ પંખીઓ અહો/ કંઠને પર્ણમાં વ્હેતો...વ્હેતો... કરી દીધો’ – એવું જે સંવેદનચિત્ર રજૂ થયું છે, તેમાં એ સૉનેટની પરાકાષ્ઠા અનુભવાય છે. પણ મહત્ત્વની વાત એ છે કે નલિનની કવિતામાં એ એક ‘બીજરૂપ વસ્તુ’ છે, તેમની અનેક રચનાઓમાં એ ‘ચિત્ર’ જુદા જુદા સંસ્કારો લઈને ફરી ફરીને વિકસતું રહ્યું છે. અહીં એ પણ નોંધવું જોઈએ કે અક્ષરમેળ બંધમાં કાવ્ય રચવાના, પછીથી બેપાંચ અપવાદો સિવાય નલિને ખાસ પ્રયત્નો કર્યા નથી. ‘સ્હવાર-૨’ શીર્ષકની કૃતિ, નલિનના કવિ તરીકેના મિજાજને બરોબર સમજવા, તેમ જ રૂપરચનાની બાબતમાં આગવાં વલણો પકડવા, મહત્ત્વની બની રહે છે.

સ્હવાર-૨

“ઊંઘના સડેલ ગૂણિયા પર પડેલ
શ્હેરનો સળંગ વાંકચૂંકથી વળેલ
માર્ગ,
સૂર્યનાં પીળાં તીખાં તરત તૂટી જતાં
અનેક કિરણો
ઊશેટી લાગલો ઊઠ્યો
તરત હડી દીધી તરત અવાજ... ‘વાજ’... ‘વાજ’માં ડૂબી ગયો.
વહી હવા,
બગાસું બડબડ્યું,
વળ્યો અવાવરુ વિચાર
ક્યાંક
ગાભરો ઊઠેલ હાથ ખોળતો
સ્હવાર.
સ્હવાર?
ક્યાં સ્હવાર છે અહીં? અનેકની
ફરે છે આંખમાં કરોળિયા હજી.”

નગરમાં ઊઘડતા પરોઢનું એક વરવું જુગુપ્સક દૃશ્ય અહીં ઘેરા કઠોરકર્કશ રંગોમાં રજૂ થયું છે. આધુનિક નગરજીવનનું આ એક વ્યંગભર્યું ચિત્ર છે. સવારની ઘટના ચાર ભિન્ન ભિન્ન ભાવસંદર્ભો દ્વારા ઊઘડતી દેખાશે. અંતમાં કશીક નાટ્યાત્મક ચોટ જેવું વરતાય છે. ‘સ્હવાર-૧’ની લલિતકોમળ ભાવસૃષ્ટિના વિરોધમાં આ દૃશ્ય તીવ્રતાથી ઊપસી આવ્યું છે. પહેલી કંડિકામાં નગરના ‘માર્ગ’ને ‘સળંગ વાંકચૂંકથી વળેલ’ તરીકે વર્ણવ્યો છે, તેમાં અહીંની પરિસ્થિતિમાં વ્યાપકપણે જોવા મળતી કુટિલતા અને પ્રપંચલીલાનું સૂચન છે. ‘ઊંઘના.. પડેલ’ એ વિશેષણરૂપ પદોથી દૃશ્યનું વરવું જુગુપ્સક રૂપ પ્રત્યક્ષ થઈ ઊઠે છે. ‘ઊંઘ’નું ‘સડેલ ગૂણિયું’ એ રૂપકપ્રયોગ ધ્યાનપાત્ર છે, નગરવાસીની ક્ષુદ્ર વાસનાગ્રસ્ત નિદ્રાનું અભદ્ર રૂપ એમાં છતું થાય છે; તો એની સાથે જ એની ગંદકી જર્જરતા-જીર્ણતાનાં સાહચર્યો પણ જાગૃત થઈ ઊઠે છે. ‘સૂર્ય’નાં જે કિરણો આ ‘માર્ગ’ પર પથરાય છે, તે ‘પીળાં’ અને ‘તીખાં’ છે. આવો પ્રકાશ અસહ્ય હોય તેમ ‘માર્ગ’ તેને ઉશેટી નાખવા ચાહે છે. એટલે જ, એ કોઈ ભૂતપ્રેતની જેમ, અહીં ‘હડી’ કાઢે છે. ‘વાજ’-નો ધ્વનિ ‘અવાજ’ પછી સમર્થ રીતે ખપમાં લેવાયો છે. Boredomનું પ્રભાવક ચિત્ર અહીં અનુભવાય છે. બીજી કંડિકાની ટૂંકી ટૂંકી ત્રણ પંક્તિઓ સમર્થ ક્રિયાત્મક રૂપો રજૂ કરે છે. ‘વહી હવા’થી વાતાવરણમાં જરીક સંચાર થયાનું વર્ણન છે. ‘બગાસું બડબડ્યું’માં અર્ધનિદ્રિત નગરવાસીના સુષુપ્ત મનમાં ઑથાર બની રહેલી કોઈ વાત સહજ જ હોઠ પર ફફડી જાય છે. ‘વળ્યો અવાવરુ વિચાર’માં નિસ્તેજ પામર મનોદશાનું સૂચન મળે છે. આ ત્રણેય પંક્તિઓ સમર્થ કલ્પનો રજૂ કરે છે. બલકે, એનો વ્યંજનાત્મક ઉઠાવ પણ એટલો જ પ્રભાવક છે. ત્રીજી કડી સમગ્રતયા એક કલ્પન છે. ‘ગાભરો હાથ’ જે રીતે ‘સ્હવાર’ને ‘ફંફોસી’ રહે છે, એ દૃશ્યમાં જ કરુણ વ્યંગ રહ્યો છે. અંતની કડીમાં પ્રશ્ન અને પડઘારૂપ તેનો ઉત્તર, એટલો જ અસરકારક છે. આ શાપિત નગરવાસી માટે ખરેખર ક્યાંય ખુશનુમા સવાર નથી. એની ઊંઘમાં સબડતી નજરમાં ‘કરોળિયા’ ઘૂમી રહ્યા છે. ‘કરોળિયા’ના રૂપમાં જ, આમ તો, જુગુપ્સાભાવ જાગે છે. પણ ‘કરોળિયા’ની સાથે, પ્રપંચી રચનાના સર્જક તરીકેનું અર્થ સાહચર્ય જાગી પડે છે. નગરવાસીની જિંદગીનું આ દર્શન કંઈ ઓછું બીભત્સ નથી. ચાર કડીઓમાં એક સંકુલ ભાવપરિસ્થિતિ ક્રમશઃ પ્રગટ થઈ છે. દરેક કડી પરસ્પરની સાથે juxtapose થઈ સમગ્ર પરિસ્થિતિને તીવ્રતાથી ઉપસાવી આપે છે. ગુલબંકીની લચકભરી ત્વરિત ગતિમાં રચના વહેતી રહી છે. થોડીક જ સૂચક વિગતો છતાં, અતિ લાઘવભરી અભિવ્યક્તિને કારણે અસાધારણ બળ તેમાં જન્મ્યું છે. કઠોર ખરબચડા વર્ણોવાળી પદાવલિ પરિસ્થિતિનું વરવું કઠોર રૂપ જગાડવામાં ઉપકારક નીવડે છે. નગરજીવનનું આ નર્યું સ્વભાવોક્તિભર્યું ચિત્ર નથી, એના ભિન્ન ભિન્ન પ્રતીકાત્મક સંદર્ભો રચનાને એવો જ પ્રતીકાત્મક ઉઠાવ આપે છે. સવાર-બપોર-સાંજ એ ત્રણ પ્રહરોનું અને વિશેષતઃ ભિન્ન ભિન્ન ઋતુઓનું વર્ણન કરતી અનેક રચનાઓ નલિનમાં મળે છે. આ જાતનાં કાવ્યોમાં, પ્રસ્તુત કરવા ધારેલા દૃશ્યનું વર્ણન માત્ર નહિ, આખીય પરિસ્થિતિનું એક ગતિશીલ કલ્પન નિપજાવવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. દૃશ્યને જાણે કે ક્રમિક ઊઘડતી ઘટનારૂપે, સાતત્ય ભરી એક ક્રિયારૂપે, પ્રત્યક્ષ કરવામાં તેમની વિશેષ વૃત્તિ રહી હોવાનું સમજાશે. ‘બપોર’ શીર્ષકની રચના આ જાતનું એક સમર્થ દૃષ્ટાંત છે. પાછલા ઉનાળાનો રુદ્રભીષણ બપોર અને તેના પ્રચંડ સેતાની વાયરાઓનું એક બળૂકું ચિત્ર એમાં મળે છે. એની પ્રથમ કડી આ પ્રમાણે છે :

“ખડ ખડ
હસતી ખડ ખડ
બિહામણી આ ઊડે બપોર.”

આ કડી નલિનની કવિત્વશક્તિનું વિરલ સર્જન છે. સેતાની વાયરાઓથી ‘અટ્ટહાસ્ય’ કરતી બપોરને કવિએ રુદ્રતાંડવ કરતી જોગણી રૂપે પ્રત્યક્ષ કરી છે. ‘હસતી’ અને ‘ઊડે’ ક્રિયારૂપોમાં ‘જોગણી’નાં સાહચર્યો જાગૃત થાય છે. ‘ખડ ખડ’ ધ્વનિઓના પુનરાવર્તનમાં આખુંય વાતાવરણ અટ્ટહાસ્યથી પડઘાઈ ઊઠતું સંભળાય છે. આખી કંડિકા એક સંકુલ ગતિશીલ કલ્પન બની છે. એમાં એની શ્રુતિરૂપતા, દૃશ્યરૂપતા અને ગત્યાત્મકતા, ત્રણેય ઐન્દ્રિયિક રૂપો એકસાથે પ્રતીત થાય છે. ૨૪ પંક્તિની આ રચનામાં નવાનવા સંદર્ભોની વચ્ચે આ કડીનું ચાર વાર પુનરાવર્તન કર્યું છે. તેથી સતત અટ્ટહાસ્યના ધ્વનિઓ કાને પડ્યા કરે છે. આ રચનાની બીજી કંડિકા આ પ્રમાણે છે :

“મસાણમાં ભડકે આળોટે
રાખધૂળના ભરે ફાકડા
વાંભ ઊછળે શીષ ઝંટિયા”

બપોરનું રુદ્ર સ્વરૂપ ઉપસાવવામાં આ કંડિકા પણ મહત્ત્વનું અર્પણ કરે છે. દૃશ્યને ઉત્કટતા અર્પે એવી વિગતો – કહો કે objective correlatives – કવિને સહજ જ પ્રાપ્ત થઈ છે. એક ગતિશીલ દૃશ્ય જાણે કે ઘૂમરી ખાઈ રહ્યું હોય એમ લાગે. આ પછી પહેલી કડી પુનઃ રજૂ થઈ છે. મૂળની ભાવપરિસ્થિતિ ઘૂંટાતી રહે છે. આખી રચનામાં, આ રીતે, એક repetitive pattern ઊભી થતી જોઈ શકાશે. અંતની કડી સુધીમાં પરાકાષ્ઠા સધાતી લાગશે. ‘બપોર’નું આ કોઈ સ્થિર સ્થગિત દૃશ્ય નહિ, ઝંઝાવાતી ગતિશીલ ‘ચિત્ર’ બને છે. ‘અવકાશ’માં આ જાતનાં પ્રાકૃતિક દૃશ્યો કે ઘટનાઓની અનેક રચનાઓ મળે છે. રૂપરચનાની દૃષ્ટિએ એમાં સારું વૈવિધ્ય જોવા મળે છે. એવાં કાવ્યોમાંથી દૃષ્ટાંત રૂપે બીજી એક ‘વંટોળ’ રચના જોઈએ.

વંટોળ

તીક્ષ્ણ ધારદાર પાતળા
સુઘટ્ટ કરકરા ભીના
તીખા વિશાળ સૂર્ય–કેનવાસ પર ઘૂંટ્યા
વિચિત્ર સપ્તરંગના પ્રવાહી પડ ઉપર પડો તગે
તગંત રાતી ઝાંયની પરે
અગણ્ય માનવોભર્યું મહાનગર લસે
ઊગે ...
ક્ષણેકમાં વિશાલ સ્કંધ બાહુઓ ક્ષિતિજ ઠેલતા
પ્રચંડ તાલસૂર ગીતમાં પગો સહસ્ર ઘૂમતા
ધસી
અફાળી શીર્ષ અભ્રમાં
ધસી
ધરા પરે ક્ષણેકમાં
પ્રમત્ત એ હથેળીમાં લીધું અગણ્ય માનવોભર્યું મહાનગર
ઊંચું ઊંચું ચડે
હલે
ખસે
પડે
ખડે
અનેક ડાળડાળી પાંદપાંદડાં
મકાન શેરી બારી બારણાં
ચગી
ઘણો ચગી શમ્યો
ફરી
તગંત રાતી ઝાંયની પરે
અગણ્ય માનવોભર્યું મહાનગર લસે.

ગુલબંકીની ત્વરિત ચાલમાં આરંભાતી પહેલી પંક્તિના પઠન સાથે જ આ દૃશ્યની ગતિશીલતા પ્રત્યક્ષ થવા લાગે છે. પહેલી છ પંક્તિઓ ધૂળની ડમરીમાં રજોટાઈને વિચિત્ર ઝાંય ધરતા વાતાવરણનું તાદૃશ ચિત્ર રજૂ કરે છે. નિરૂપણમાં પ્રભાવવાદી (impressionistic) શૈલીની સ્પષ્ટ અસર વરતાય છે. દૃશ્યપટમાં વરતાતી પ્રખરતા અને ધૂસરતા, કઠોર કર્કશ વર્ણોની યોજનાથી સ્પષ્ટ રીતે સ્પર્શક્ષમ બને છે. સમગ્ર વિગતોનું એક પ્રબળ ઝાંયોવાળું ચિત્ર ઊપસે છે. પછીની પંક્તિઓમાં, નગરના દૃશ્યને પ્રચંડ વેગથી ઊંચે ઉઠાવી ચક્રવાતમાં ઘુમાવતા, અને વેગ શમી જતાં ફરી એને ધરાતલ પર સ્થાપતા, વંટોળનું જોમવંતું ગતિશીલ રૂપ આલેખાયું છે. થોડીક ક્ષણો સુધી આખુંય નગરદૃશ્ય જે રીતે ચકરાવે ચઢે છે, અને દૃષ્ટિભ્રમ ઊભો કરે છે, તેનું એ ગતિશીલ ચિત્ર આપણા કાવ્ય સાહિત્યમાં વિરલ જ હશે. પંક્તિ ૧૦, ૧૨, ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯, અને ૨૨ માત્ર એકાકી ક્રિયારૂપની બની છે. વંટોળની પ્રચંડ ઘટના ક્ષણે ક્ષણે જે રીતે પ્રત્યક્ષ બનતી રહે છે, તેના બળવાન સંસ્કાર આ ત્વરિત આવતાં ક્રિયાપદોથી જાગે છે, ‘ઊંચું ઊંચું ચડે’ એ પંક્તિ પછી ‘હલે’, ‘ખસે’, ‘પડે,’ ‘ખડે’ જેવાં ક્રિયાપદો ક્રમશઃ, કંઈક વિલંબાઈને, આવે છે. તેથી દૃશ્ય ઉત્કટ બને છે. શ્રુતિકલ્પનો રૂપે એ ક્રિયારૂપોનું આગવું મૂલ્ય સંભવે છે. ‘ક્ષણેકમાં વિશાલ સ્કંધ બાહુઓ ક્ષિતિજ ઠેલતા/પ્રચંડ તાલસૂર ગીતમાં પગો સહસ્ર ઘૂમતા’ –એ પંક્તિઓમાં વિરલ સામર્થ્યવાળાં-દૃશ્યરૂપ અને ગત્યાત્મક એવાં – સંકુલ કલ્પનો આપણને મળ્યાં છે. આવી પંક્તિઓમાં નલિનની સર્જકતાનો અતિ પ્રભાવક આવિર્ભાવ થયો જણાશે. વંટોળના વેગ સાથે ઊંચે ઊઠતા અને નીચે આવી વિરમતા દૃશ્યમાં એક ચોક્કસ આરોહઅવરોહ જેવો લયાત્મક આલેખ રચાય છે. એક પ્રચંડ ઘટનાનું ગતિશીલ કલ્પન નિર્માણ કરી આપવામાં તેમની સર્જકતાનો વિશેષ રહ્યો છે. ‘વેગ મહીં ઊડ્યો વરસાદ’ એ રચનાની આકૃતિ અને ભાષાશૈલી લગભગ આ જ રીતનાં છે. એની વિશેષતા હોય તો તે એ કે ચોપાસ આકાશને વીંઝી રહેતી ને પ્રચંડ વેગે દોટ મૂકતી વર્ષાની ઝડીઓમાં કવિએ કોઈ વિરાટકાય પંખીનું કલ્પન જોયું છે :

“ઘેરાં વાદળિયાં પીંછાં હલાવી,
લિસ્સી પ્હોળી પ્હાડ સમી બે પાંખો વીંઝી
કાળો ભૂખરો કંઠ ઘૂઘવતો વેગ મહીં ઊડ્યો વરસાદ”

એ પછીની પંક્તિઓમાં ઝંઝાવાતી વર્ષામાં આસપાસનું દૃશ્ય જે રીતે ઘૂમરી લેતું લાગે છે, તેનું એટલું જ પ્રભાવક ચિત્ર આપણને પ્રાપ્ત થાય છે. ચતુષ્કલના મેળમાં વેગીલો લય આ ચિત્રને ગતિશીલતા આપવામાં સહાયક બન્યો છે. પણ, અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, નલિનનો અભિગમ રૂપવાદી કવિતા તરફનો છે. પ્રાકૃતિક ઘટનામાં પણ અમૂર્ત આકૃતિ પ્રત્યક્ષ કરવાનો તેમનો દૃષ્ટિકોણ ધ્યાનપાત્ર છે. ‘અવકાશ’ની ‘પાનખર’ (પૃ. ૩૬) રચનાનું સંવિધાન એ રીતે બારીકાઈથી જોવા જેવું છે :

પાનખર
ખરવા માંડ્યાં પાન,
બારીની લીલાશ ઝાંખી ભૂરી,
ખરવા માંડ્યાં પાન,
બારીની મ્હેક વહી ગઈ ઝૂરી.
ખરવા માંડ્યાં પાન,
બારીની ગીતમંજરી તૂટી,
ખરવા માંડ્યાં પાન,
બારીની કાય લથડતી સૂકી.
ખરતાં ખરતાં પાન,
ખરે અંધારાં,
ખરતાં ખરતાં પાન
ખરે કૈં નભના તારા.
ખરે
ખરે એ ખરે
છેલ્લું કો પાન
બારીની ધ્રૂજતી બૂઝી આંખ.

આ રચનામાં ‘પાનખર’નું આલેખન જે રીતે થયું છે, તેમાં માનવીની જીવનસંધ્યાનું સ્પષ્ટ સૂચન મળી જાય છે. આયુષ્યની અંતિમ ક્ષણોમાં બુઝાતી ચેતનાનું અહીં હૃદ્ય નિરૂપણ થયું છે. ‘બારી’ શબ્દથી, ‘દૃશ્ય જોનાર અવકાશ’ કે ‘દૃષ્ટિ’ – સ્વયં સૂચવાય છે; બલકે, એ ‘દૃષ્ટિ’માં જીવંત ચેતનાનો ખ્યાલ પણ સૂચવાઈ જાય છે. બીજી બાજુ, ‘પાન’ શબ્દથી ‘જીવન’, ‘પ્રાણશક્તિ’ કે ‘ચૈતન્યમય અંશ’નો ખ્યાલ મળે છે. ‘પાનખર’માં એક પછી એક પાન ખરે છે, જાણે જીવનતત્ત્વનો અંશ ક્રમશઃ લુપ્ત થાય છે એવું અનુભવાય છે. એની સમાંતરે ‘બારી’નું ચૈતન્ય પણ લુપ્ત થઈ રહ્યું છે. બીજી, ચોથી, છઠ્ઠી, અને આઠમીમાં ‘બારી’ની બદલાતી અવસ્થાનું વર્ણન મળે છે. એની વચ્ચે, આંતરે આંતરે, પહેલી પંક્તિ – ‘ખરવા માંડ્યાં પાન’ – પુનરાવર્તન પામતી રહે છે. નવમી-દસમી પંક્તિઓમાં બુઝાતી પ્રાણશક્તિનો સ્પષ્ટ નિર્દેશ મળે છે. આ રચનાની દરેક પંક્તિ એક સમર્થ કલ્પન સમી છે. પણ, ‘ખરતાં ખરતાં પાન’ અને ‘ખરે અંધારાં’ – એ પંક્તિઓ સ્વયં અસાધારણ કલ્પનો જેવી છે. ‘ખરે કૈં નભના તારા’ એ પંક્તિ પણ એટલી જ પ્રભાવક છે. આશાની તેજકણી-શા તારકો પણ અદૃશ્ય થઈ રહ્યા છે, એમ એમાં સૂચવાય છે. ‘ખરે એ ખરે’માં ‘ખરવાની’ ક્રિયા આશ્ચર્ય અને સ્તબ્ધતાના ભાવ સાથે રજૂ થઈ છે. નવમી-દસમી પંક્તિ પછીની પંક્તિઓ ટૂંકી, અને તેથી ત્વરિત બની છે. છેલ્લું પાન ખરવાની —ચૈતન્ય બુઝાવાની – અંતની ક્ષણ, એ રીતે, એક ત્વરિત દૃશ્યરૂપે સાકાર થાય છે. એક પ્રાકૃતિક ઘટનાનું પ્રતીકાત્મક રૂપ નિર્માણ કરવાનો નલિનનો આ પ્રયત્ન નોંધપાત્ર છે. પ્રતીકાત્મક વિશ્વ રચવાની દિશામાં તેમણે આવા જે પ્રયત્નો કર્યા તેમાં ‘પાળિયો’ એક સમર્થ રચના બની આવી છે. એમાં અંતની પંક્તિઓ આ પ્રમાણે છે :

હસતા ખરખર ખરતા રડે વાયરા ખૂબ ભેંકાર
પાણાનો વગડો સૂનકાર
પડઘાતો વગડો સૂનકાર

આ રચનામાં ‘પાણાનો વગડો’ અને ‘પાળિયો’ એ એક પ્રતીકાત્મક વિશ્વ બને છે. આ પૃથ્વી પર માનવઅસ્તિત્વની એકલતા, વંધ્યતા, શૂન્યતા અને સ્થગિતતાનો ભાવ આ ‘વગડા’ના ચિત્રમાં રણકી ઊઠે છે. રચના ચતુષ્કલનાં આવર્તનોવાળી લાંબી-ટૂંકી પંક્તિઓની બની છે. વસ્તુસંયોજનમાં એક લયાત્મક આકૃતિ ઊભી થાય છે. આ ભૂમિમાં ‘પાળિયો’ એક જીર્ણ અવશેષ છે. સમયના વાયરાથી એની ‘મૂર્તિ’ ઘસાઈ રહી છે. રચનામાં ચમત્કૃતિજનક એક ઘટના રજૂ થઈ છે; જે ‘સૂનકાર’ વગડામાં વાયરાથી ઘસાતો ઊભો છે તે, પછીથી તેની ‘લબડતી આંખોમાંથી’ જ ‘ખરી’ રહ્યો હોવાનું કવિ વર્ણવે છે. કઠોરકર્કશ વર્ણોની રચના આ ભાવસૃષ્ટિની જરઠ દુર્ભેદ્ય સત્તાનું સ્પર્શક્ષમ રૂપ ઊભું કરવામાં ઉપકારક બની છે. ‘સિંહ’ રચનામાં ‘સિંહ’ કેન્દ્રીય પ્રતીક છે. અસ્તિત્વની અંધારભરી ગહરાઈઓમાંથી ઊઠતી કોઈ પ્રંચડ આદિમ વૃત્તિનું – જાતીય ઇચ્છાના આવેગનું સૂચન એમાં જોઈ શકાય. આ રચનામાં ‘સિંહ’ ‘અવકાશ-વન’માંથી ત્રાડ નાંખતો બહાર આવે, ઉદ્દામ આવેગથી પોતાની હિંસ્રશક્તિનું અગ્નિરૂપ છતું કરે, અને ફરી મૂળના ‘અવકાશ-વન’માં અદૃશ્ય થઈ જાય – એ ઘટના ઘણી પંક્તિઓ રોકે છે, પણ એની સામે, અંતની ત્રણ પંક્તિઓ ચમત્કૃતિ જન્માવે છે. ‘સિંહ’ તો અદૃશ્ય થયો, પણ એનાં ‘પગલાં’ પોતાના ‘રક્ત’માં ‘તગતાં’ રહી ગયાની કાવ્યનાયકને પ્રતીતિ થાય છે. લોહીના અંધકારમાંથી જન્મતી એ આદિમ વૃત્તિ, જાણે કે, ‘પગલાં’રૂપે શેષ રહી છે. પરંપરિત હરિગીતની લાંબીટૂંકી પંક્તિઓનું ચોક્કસ લયાત્મક સંવિધાન અહીં થયું છે. ‘બિલાડી’ અને ‘સાંજનો તડકો’ રચનાઓ સંવિધાનની બાબતમાં ઉપર ચર્ચેલી ‘સિંહ’ની જોડે ઘણી મળતી આવતી લાગશે. આ પૈકી ‘બિલાડી’નું સંવિધાન લગભગ સમાન છે. અસ્તિત્વની કામુકવૃત્તિનું એ પ્રતીક બને છે. ‘સાંજનો તડકો’માં, અલબત્ત, સંવિધાન જરા જુદું છે. ઢળતી સાંજના બદામી તડકાની છલાંગમાં ‘ચિત્તા’નું ઉપમાન કવિને મળ્યું છે. પણ પ્રતીક લેખે એનું નિર્વહણ સબળતાથી થયું લાગતું નથી. ‘સિંહ અને વરસાદ’ની રચના કંઈક સંકુલ છે. એક બાજુ ધોધમાર હેલીનું પ્રચંડ દૃશ્ય, બીજી બાજુ પીંજરે પુરાયેલા સિંહની દીન લાચાર મૂર્તિ – આ બે પરિસ્થિતિઓને કવિએ કળાત્મક રીતે ભીડવાનો સમર્થ પ્રયત્ન કર્યો છે. પીંજરાની બહાર, ધોધમાર વરસતા વરસાદની પ્રચંડ રુદ્ર ગતિમાં પણ કવિને મુક્ત સિંહની આકૃતિ નજરે ચડી છે. આમ, બે ભાવવલયો પરસ્પરને છેદે છે. ‘સિંહગાન’માં મુગ્ધ નારીપ્રેમનો લય થવો અને નારીદેહની ક્ષુધા જાગવી – એ અસ્તિત્વપરક ઘટનાનું આલેખન છે. અહીં ‘સિંહ’ જાતીય ક્ષુધાનું હિંસ્રરૂપ છતું કરે છે ‘ઝૂમાં સુંદરી’ એ શીર્ષકની રચનાનું સંવિધાન કંઈક વિશેષ પ્રભાવક છે. રતિસુખની તંદ્રામાં પુરુષની હિંસ્ર વાસના ઝંખતી, અને તંદ્રામાં જ એવા પુરુષના આક્રમણથી છળી ઊઠતી નારીનું મનોગત સમર્થ રીતે ખુલ્લું થયું છે. ‘રેતપંખી’ રચના ‘પાળિયા’ની જેમ વેરાન વંધ્ય સૃષ્ટિનું પ્રતીકાત્મક નિરૂપણ કરે છે. ‘રેતપંખી’ અસ્તિત્વની ક્ષણભંગુરતા, વંધ્યતા અને વ્યર્થતાના ભાવો મૂર્ત કરવા આવ્યું છે. આ બે રચનાઓ, ખરેખર તો, ઘેરા કઠોર રંગોમાં ઘૂંટાયેલી છે. નલિનની રંગદર્શિતાનો અતિરેક પણ એમાં કોઈને દેખાય.

* * *

સંવેદનનું વ્યંજનાસભર ચિત્ર આલેખવાને નલિને એક વિશિષ્ટ રીતિનો ફરીફરીને વિનિયોગ કર્યો છે. જે એક દૃશ્ય (કે ઘટના) પહેલાં કવિસંવિદ્‌ની બહાર ઉપસ્થિત હોવાનું લાગતું હતું, તે પછીથી અંતરના વિશ્વમાં – કે દૃષ્ટિના ભીતરી અવકાશમાં – વિસ્તરી રહેલું વર્ણવાય છે. બહારનું એ દૃશ્ય જાણે કે બિંબપ્રતિબિંબભાવે, અંદરના અવકાશમાં વિસ્તરે છે, કે બહારની ઘટનાનું અનુસંધાન ધરાવતી એ ઘટના ‘અંદર’ પણ બનતી હોય એ રીતે એનું વર્ણન થાય છે. અંદર-બહારની ઘટનામાં કશુંક ચક્રાકાર ઘૂમી રહ્યું હોય એવી ભ્રાન્તિ એથી જન્મે છે. આનંત્યનો બોધ પણ એકાએક પ્રતીત થાય છે.

એકાંત

ચંદ્રનું વૃક્ષ
ઝંઝામહીં ગ્રસ્ત વીંઝાય ડોલે ઘૂમે ડાળ પર
ડાળ અફળાય.
ચોફેર
પડઘાય ઘૂઘવાટ ઘેઘૂર
ઊછળંત
અર્ણવ નર્યો પર્ણપર્ણે ભર્યો
હૃદય
માં
ચંદ્રના વૃક્ષનું મૂળ
માં
શાંત એકાંત એકાંત એકાંત.

—અહીં આરંભની સાત પંક્તિ સુધી ‘ચંદ્રનું વૃક્ષ’ની હસ્તી કવિસંવિદ્‌ (કે દ્રષ્ટા)ની બહાર હોય એમ લાગે. આઠમી પંક્તિથી વિશેષ ચમત્કૃતિ સધાય છે. ‘હૃદય’ પદ એની આગળની તેમ પાછળની બંને તરફની પદાવલી સાથે અન્વય સાધે છે. ‘અર્ણવ નર્યો પર્ણપર્ણે ભર્યો/હૃદય/માં’-એમ અર્થ તંતુ જોડાય છે. ‘ચંદ્ર’ના ‘વૃક્ષ’ની ઝંઝાગ્રસ્ત ડાળીઓનું એ દૃશ્ય ‘હૃદય’માં ‘અર્ણવ’ રૂપે ઝિલાય એ સહજ છે. પણ, તરત જ, ‘હૃદય/માં/ચંદ્રના વૃક્ષનાં મૂળ’ એવો અન્વય પણ પકડાય છે. હવે એ ‘હૃદય’માં વિસ્તર્યું હોવાનું લાગે. આમ, બિંબપ્રતિબિંબ ભાવે, એક માયાવી આભાસ રચાય, અને એનું ય એક સૌંદર્ય જન્મે. ‘ચંદ્રનું વૃક્ષ’ – એ રૂપકાત્મક પ્રયોગમાં ભાષાના સ્તરની જે ambiguity રહી છે, તેથી એના વિભિન્ન અર્થસંસ્કારો જન્મી પડે છે. ‘ચંદ્રના બિંબમાં દેખાતી વૃક્ષની આકૃતિ’, ‘ચંદ્રની ધવલ ચાંદની ઝીલતું શ્વેત વૃક્ષ’, ‘ચંદ્રની શાતા, શીતળતા આપતું વૃક્ષ’, ‘ચદ્રનું સૌંદર્ય ઝીલતું વૃક્ષ’ – આ સર્વ અર્થો અહીં જોડાઈ જાય છે. આમેય, ‘ચંદ્ર’ એ માનવીની પ્રણય-ઝંખનાનું, સ્વપ્નિલતાનું, સુધામય અંશનું પ્રતીક છે. ‘ઝંઝા’માં સપડાયેલું ‘ચંદ્રનું વૃક્ષ’ આખેઆખું હચમચી ઊઠ્યું છે. તેની વીંઝાતી પર્ણઘટાઓનું રુદ્ર રૂપ, તોફાની ‘અર્ણવ’નું ભાન જગાડે છે, અને ‘પર્ણો’નો અર્ણવ ત્યાં કવિહૃદયમાં પ્રતિબિંબિ થઈ ઊઠે છે. ‘ચંદ્ર’ના ‘વૃક્ષ’નાં મૂળ પોતાના ‘હૃદય’માં વિસ્તર્યાં છે એ ભાન સાથે જ, એ ‘વૃક્ષ’ અંદરના અવકાશમાં વિસ્તરી રહ્યું હોવાનું સમજાય. એમ કહી શકો કે ચેતાવિસ્તાર થતાં ‘ચંદ્રનું વૃક્ષ’ હવે ભીતરી અવકાશની બાબત બની ગઈ. કૃતિનું રહસ્ય તો એ રહ્યું છે કે ‘હૃદય’માં જે ‘મૂળ’ છે, ત્યાં હજીય ‘એકાંત...એકાંત...’ અનુભવાય છે. મતલબ, ઝંઝાવાતને પ્રત્યક્ષ કરતું, તેને ઝીલતું, ‘શાંત એકાંત’, એ ચેતનાનું કોઈ નિષ્કંપ જ્યોતિર્મય રૂપ છે. સંસારના માયાવી ચક્રને પ્રત્યક્ષ કરનાર એ આત્મા તત્ત્વ છે, એમ પણ કહી શકો. આ જ પ્રકારનું સંવિધાન ધરાવતી ‘સાંજ’ શીર્ષકની બીજી એક રચના પણ એટલી જ નોંધપાત્ર છે :

સાંજ

સાંજ
માં
બેઠેલ એકલ વૃક્ષના મૂળમાં
ઊતરતી સ્વપ્ન-પ્હોળી છાંયને નિરખી રહું
અવકાશ હું
હાવાં
નિહાળું વૃક્ષ મારામાં
ઝૂલે અવ ડાળડાળે પર્ણપર્ણે
સ્વપ્ન-પ્હોળી છાંય
ને
તારકે ફોરી રહી

મોરના ટહુકાર જેવી સાંજ
મારી આંખમાં ચાંદો બની વરસી રહી.

—અહીં પહેલી ચાર પંક્તિઓ એક બિંબ રચે છે, પાંચમી પંક્તિથી એનું પ્રતિબિંબ ઝિલાય છે. અગાઉની રચના જેવો જ આનો પણ વિસ્તાર થયો છે. પહેલા ચિત્રમાં સાંજનો ધૂસર પરિવેશ, તેમાં પ્રસરતી ગમગીનીની છાયા, અને એવા પરિવેશ વચ્ચે એકાકી વૃક્ષ – એ જાતનું દૃશ્ય ઊઘડે છે. ‘બેઠેલ’ અને ‘એકલ’ જેવા પ્રયોગોથી માનવીની જીવનસંધ્યાનું સૂચન પણ મળે છે. એકાકી વૃદ્ધ માનવી સહજ જ આવી ક્ષણોમાં ‘અંદર’ ઊતરવાની વૃત્તિ કેળવી રહે છે. એ સાક્ષીભૂત ચેતના ‘વૃક્ષના મૂળ’માં ‘સ્વપ્ન-પ્હોળી છાંય’ ‘ઊતરતી’ જુએ છે. સાંજના અંધકારમાં ‘વૃક્ષ’ની ‘છાયા’ એના ‘મૂળ’માં ઊતરી જાય છે : બુઝાતી ચેતનાવાળી વ્યક્તિ પણ અંદરના કેન્દ્રમાં જાણે કે એકત્ર થવા લાગે છે. તેની જિજીવિષા, ઝંખના, આશા, સ્વપ્ન – બધુંય ભીતરી ‘મૂળ’માં ઊતરવા લાગે છે. પ્રખર પ્રકાશમાં જે બધું વાસ્તવિક લાગતું હતું તે હવે ‘સ્વપ્ન-પ્હોળી છાંય’-શું અવાસ્તવિક લાગે છે. અને ત્યાં એકાએક ચમત્કાર સર્જાય છે! ‘અવકાશ હું/હાવાં’ –એવી આત્મવિસ્તારની લાગણી તેનામાં જન્મી પડે છે. બહારનું ‘વૃક્ષ’ હવે અંદર વિસ્તરી રહે છે! કહો કે, બૃહદ્‌ આત્મવિસ્તારમાં એ ‘વૃક્ષ’ એક આંતરિક પદાર્થ બને છે. પેલી ‘સ્વપ્ન-પ્હોળી છાંય’ એની ‘ડાળડાળે પર્ણપર્ણે’ ઝિલમિલાતી લાગે છે. અપૂર્વ પ્રસન્નતાની અનુભૂતિ સાથે આ રચના પૂરી થાય છે. ‘ચાડિયાની આંખમાં’, ‘તેજનો ટહુકાર’, ‘એક પંખી’, ‘કાવ્યમાં’, ‘કિલ્લો’, ‘મન’, ‘ગાન’, ‘વૃદ્ધ’, ‘યાદ’, ‘ટહુકો’, અને ‘નિહાળું’ – જેવી રચનાઓમાં ભાવસંદર્ભો જુદા છે, સંવિધાનની યુક્તિમાં ય થોડો થોડો ફેર છે, પણ બિંબપ્રતિબિંબભાવે વસ્તુની ચમત્કૃતિ ઊભી કરવાની મૂળભૂત તરાહો એમાં લગભગ સમાન છે.

* * *

સંવેદનના મૂળ તંતુને પુષ્ટ કરવા રચનાની પ્રથમ, પંક્તિ, પંક્તિખંડ, કે કંડિકાનું પુનરાવર્તન કરતા રહેવાની રીતિ પણ નલિનમાં જોવા મળશે. એક રીતે, repetitive pattern જેવું એમાં પ્રત્યક્ષ થાય. આગળની ચર્ચામાં, ‘બપોર’ના સંદર્ભે, પહેલી કડીના અને એ જ રીતે ‘પાનખર’ના સંદર્ભે પહેલી પંક્તિના, પુનરાવર્તનની વાત આપણે જોઈ ગયા છીએ. હવે એકબે બીજાં દૃષ્ટાંતો : – ‘ઉદ્‌ગાર’માં છેલ્લે મુકાયેલી કૃતિ ‘વાર વાર’નું સંવિધાન જોઈ લઈએઃ

વાર વાર
સંધ્યાકાશે પલકે બે કોની ઋજુ પાંપણનો પલકાર?
વાર વાર
કોના તારે જાગી ઊઠે સ્મરણના ધબકાર?

X X X X

આ રચનાની દરેક કડી એક સળંગ વાક્યરૂપ છે. એમાં પહેલી પંક્તિ ‘વાર વાર’ શબ્દોની બની છે. એનો જ ચમત્કૃતિપૂર્ણ વિસ્તાર બીજી પંક્તિમાં થાય છે. દરેક કડી આ રીતે ભાવતંતુને પુષ્ટ કરે છે. દરેકમાં પહેલી પંક્તિ ‘વાર વાર’ શબ્દોનું પુનરાવર્તન કરે છે, તેથી વિસ્મયની અનુભૂતિ ઘૂંટાતી રહે છે. પાછળની બે કડીઓ અણધારી રીતે લાંબી બનીને વિસ્તરે છે, તેથી લયની એકવિધતા તૂટે છે, અને વિશેષ ચમત્કૃતિ સધાય છે. અંતની કડી જાણે કે પરાકાષ્ઠારૂપ છે. ‘વાતી લૂ’માં દરેક કડી પછી ‘વાતી લૂ’ એવા શબ્દો પુનરાવર્તિત થતા રહ્યા છે. ‘મન ઉમંગ આજ ન આયો,’ ‘શાંત છે,’ ‘તું’ – જેવી કૃતિઓ પણ આવી જ ભાતને અનુસરે છે. ‘તાકી રહે વૃદ્ધ’માં જરા જુદી રીતે ભાત બની છે :

ઝૂલે
ઝિલ્લી ૨વે તારકો વને
વહે
છલોછલ ચાંદનીનું જલ

X X X

અહીં કોઈ ચોક્કસ પદ પંક્તિખંડ કે પંક્તિનું પુનરાવર્તન નથી, પણ દરેક કડીની અર્થનિષ્પત્તિની સમાન ભાત જોવા મળે છે. પહેલી પંક્તિ ‘ઝૂલે’ ક્રિયારૂપ છે, બીજી પંક્તિ તેની સાથે સંબંધિત બાકીનાં પદોની છે. બીજી કડીમાં ય એ રીતે પહેલી પંક્તિ ‘વહે’ ક્રિયારૂપ, બીજી તેના પૂર્તિરૂપ શબ્દોની છે. કવિના ભાવબોધમાં કેટલીક વાર અતીત અને સાંપ્રતની અલગ સંપ્રજ્ઞતા નિહિત રહી હોય છે. એવા પ્રસંગે કૃતિના વિધાનમાં આવી સંપ્રજ્ઞતા વત્તેઓછે અંશે નિયામક બને એવાં દૃષ્ટાંતો ય અહીં મળે છે. નલિનની કેટલીક રચનાઓ આ રીતે સમયની સંપ્રજ્ઞતાને અનુરૂપ ઘાટ લેતી દેખાશે. ‘ઉદ્‌ગાર’ની ‘કાલ લગી અને આજ’ રચના આનું સરસ દૃષ્ટાંત છેઃ

‘કાલ લગી
પોચું જાણે પલળેલા પૂઠાં જેવું
આજ
કડક જે પાપડ ને સારેવડા જેવું.’

X X X

અતીત અને વર્તમાનની સંપ્રજ્ઞતાને એકબીજીને પડખે ગોઠવવાની આ રીત, અલબત્ત, સાદીસીધી છે. અસરકારક કલ્પનોને કારણે જ નલિનની આ રચના થોડી આસ્વાદ્ય બની શકી છે, પ્રસ્તુત મુદ્દો એ કે અહીં આ કૃતિસંવિધાનમાં ભિન્ન સમયની અનુભૂતિઓને પરસ્પર juxtapose કરી યોજી છે. ‘કાલ આજ’ શીર્ષકની ભાત પણ આને મળતી જ છે. ‘કહીં જશે?’માં આરંભની નવ પંક્તિઓ અતીતનો ભાવસંદર્ભ રજૂ કરે છે. પછીની પંક્તિઓ ભાવિના પ્રશ્નો રજૂ કરે છે. ‘યાદ,’ ‘રાત’, ‘એ રોજ જોતી’, ‘... ...ની ઉક્તિ’, ‘આકૃતિ’, ‘જન્મદિન’ – જેવી રચનાઓમાં કોઈ ને કોઈ રીતે સમયબોધ વિધાયક તત્ત્વરૂપે કામ કરે જ છે. નલિનની ‘અશ્વત્થામા’ અને ‘નારી’ જેવી દીર્ઘ રચનાઓ આલેખ્ય પાત્રની સંકુલ ભૂમિકા રજૂ કરવા ચાહે છે. એવી રચનાઓનું સંવિધાન આગવી રીતનું હોય, એ દેખીતું છે. તેમની બીજી કેટલીક રચનાઓ વળી જુદો જ ઘાટ લેતી જણાશે. એ બધી રચનાઓની અલગ અલગ વાત કરવાની રહે. પણ અહીં એ માટે અવકાશ મળ્યો નથી.