અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિનોદ જોશી/તું મીંઢળ જેવો...: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|તું મીંઢળ જેવો...| વિનોદ જોશી}} <poem> તું મીંઢળ જેવો કઠ્ઠણ :: ને હ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 23: | Line 23: | ||
:: ને હું પાપણ પરથી દડી... | :: ને હું પાપણ પરથી દડી... | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =શબદમાં જીનકું ખાસ ખબરાં પડી | |||
|next = છાપાવાળો છોકરો | |||
}} |
Revision as of 13:12, 28 October 2021
તું મીંઢળ જેવો...
વિનોદ જોશી
તું મીંઢળ જેવો કઠ્ઠણ
ને હું નમણી નાડાછડી,
તું શિલાલેખનો અક્ષર
ને હું જળની બારાખડી...
એક આસોપાલવ રોપ્યો —
તેં આસોપાલવ ફળિયે રોપ્યો તોરણમાં હું ઝૂલી,
તું અત્તરની શીશી લઈ આવ્યો પોયણમાં હું ખૂલી;
તું આળસ મરડી ઊભો
ને હું પડછાયામાં પડી...
એક પાનેતરમાં ટાંક્યું—
મેં પાનેતરમાં મોતી ટાંક્યું પૂજ્યાં તેં પરવાળાં,
મેં શ્રીફળ ઉપર કંકુ છાંટ્યું પૂછ્યાં તેં સરવાળા;
તું સેંથીમાં જઈ બેઠો
ને હું પાપણ પરથી દડી...