અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉદયન ઠક્કર/જલપરીઓનો ગરબો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|જલપરીઓનો ગરબો|ઉદયન ઠક્કર}} <poem> જલપરીઓનું એવું, બાઈ, જલપરીઓન...")
 
No edit summary
 
Line 37: Line 37:
{{Right|(એકાવન, પૃ. ૨૧-૨૨)}}
{{Right|(એકાવન, પૃ. ૨૧-૨૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉદયન ઠક્કર/ક્યાં છે? | ક્યાં છે?]]  | કવિતાઓ કરે છે? પંખીઓ, તોપણ કવિ ક્યાં છે?  ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અગ્રાવત/ઘર ભણી  | ઘર ભણી ]]  | એંશી વરસ ઊંડી શેરીમાંથી ચાલ્યો આવતો વૃદ્ધ ]]
}}

Latest revision as of 10:43, 29 October 2021


જલપરીઓનો ગરબો

ઉદયન ઠક્કર

જલપરીઓનું એવું, બાઈ, જલપરીઓનું એવું  :
ફરરર ફરરર તરવું, જામે દરિયાનું પારેવું!

એક જલપરી વડવાનલની સ્મૃતિઓ જેવું હસતી
કદીક, એકલ રાતોમાં આંખેથી મોતી ઝરતી
જલપરીઓનું એવું, બાઈ.

બિનવિશ્વાસુ, પીળી જલપરી, રાતના સાડા બારે
જુદા જુદા કોળી જવાનનાં સમણાંઓ શણગારે!
જલપરીઓનું એવું, બાઈ.

અળગી થઈ ટોળાથી, લીલી પરી વિચારે છાનું  :
`શું છે આ દરિયો ને ટોળું? શું છે આ તરવાનું?'
જલપરીઓનું એવું, બાઈ.

છીપલું સમજી, તળિયે એણે નાખી દીધું જેને,
હતું રતન અણમોલ — એટલું સોનપરીને કહે ને!
જલપરીઓનું એવું, બાઈ.

શિશુવૃંદને જણે, તરે, ને પરપોટાથી ખેલે…
એક જલપરી આવી રીતે જીવનને સંકેલે!
જલપરીઓનું એવું, બાઈ.

સુંદર પરીઓ ચાલી, સમદરતટ પર રમવા ગરબો,
વૃદ્ધ પરીના હૃદયે, રૂમઝૂમ રાતે, સ્હેજ ઉઝરડો…
જલપરીઓનું એવું, બાઈ.

શ્વેત પરીને નદી-ડુંગરો જોવાના બહુ કોડ…
ચાલ, જલપરી! જોવી હો દુનિયા, તો દરિયો છોડ!
ફરરર ફરરર તરવું, જાણે દરિયાનું પારેવું!
જલપરીઓનું એવું, બાઈ, જલપરીઓનું એવું.
(એકાવન, પૃ. ૨૧-૨૨)