અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉષા ઉપાધ્યાય/આખ્ખું આકાશ તારી આંખમાં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આખ્ખું આકાશ તારી આંખમાં|ઉષા ઉપાધ્યાય}} <poem> મારી નજરુંના ના...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
:: એનું આખ્ખું આકાશ તારી આંખમાં. | :: એનું આખ્ખું આકાશ તારી આંખમાં. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =અમે વૃક્ષની જાત... | |||
|next =આષાઢ | |||
}} |
Latest revision as of 10:48, 29 October 2021
આખ્ખું આકાશ તારી આંખમાં
ઉષા ઉપાધ્યાય
મારી નજરુંના નાજુક આ પંખીના સમ
એનું આખ્ખું આકાશ તારી આંખમાં...
અમથા અબોલાની ઉજ્જડ આ વેળામાં
પથ્થરિયા પોપટ શાં રહીએ,
થોડી વાતોનો ઢાળ તમે આપો તો સાજનજી
ખળખળતા ઝરણાં શાં વહીએ,
ટોળાબંધ ઊડતાં આ સાંભરણના સમ
એનું આખ્ખું આકાશ તારી આંખમાં.
સાંજુકી વેળાનું ઝરમરતું અંધારું
મ્હેકે જ્યાં મોગરાની ઝૂલમાં,
હળવે આવીને ત્યારે કહેતું આ કોણ
મને બાંધી લે અધરોનાં ફૂલમાં,
ને પછી, પાંપણિયે ઝૂલતા આ સૂરજના સમ
એનું આખ્ખું આકાશ તારી આંખમાં.