અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિજય રાજ્યગુરુ/સોળ વરસની છોકરીનું ગીત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|સોળ વરસની છોકરીનું ગીત|વિજય રાજ્યગુરુ}} <poem> સૂરજના હાથમાં...")
 
No edit summary
 
Line 24: Line 24:
{{Right|(ચાલ પલળીએ!, ૨૦૦૦, પૃ. ૧૩)}}
{{Right|(ચાલ પલળીએ!, ૨૦૦૦, પૃ. ૧૩)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિજય રાજ્યગુરુ/દુર્ગ ઊભો છે હજી | દુર્ગ ઊભો છે હજી]]  | ગત સમયમાં પગ ઝબોળી દુર્ગ ઊભો છે હજી,]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રવીણ પંડ્યા/ઘેટાં | ઘેટાં]]  | વાડામાં રહ્યે રહ્યે એમને થાય છે કે જ્ઞાન વધી...  ]]
}}

Latest revision as of 11:01, 29 October 2021


સોળ વરસની છોકરીનું ગીત

વિજય રાજ્યગુરુ

સૂરજના હાથમાં ઘોડાની રાશ છે, ખુલ્લું આકાશ છે,
મદમાતો વાયરોય વાય છે!
ઝાંઝર ઝણકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!

ફળિયાની બ્હાર કૈં પડછાયો જાય નહિ આસપાસ વંડીની ચોકી,
ડુંગરના ઢાળ પર પડછાયો તરબતર કોઈ ન શકે લગાર રોકી,
જોબન છલકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!
ઝાંઝર રણકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાલ ચડી જાય છે!

ફળિયામાં વાયરો ડહાપણનો ડાયરો, ઓઢણી ખસેડતાંય બીતો,
ડુંગર પર જોરથી, ભીંસે ચોમેરથી, પાંદડીને આરપાર પીતો,
મોઢું મલકાવતી, ફળિયાની લીમડી વાયરાને વળગીને ગાય છે!
ઝાંઝર ઝણકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!
સૂરજના હાથમાં —

સૂરજના હાથમાં ઘોડાની રાશ છે, ખુલ્લું આકાશ છે,
મદમાતો વાયરોય વાય છે!
ઝાંઝર ઝણકાવતી ફળિયાની લીમડી ડુંગરનો ઢાળ ચડી જાય છે!
(ચાલ પલળીએ!, ૨૦૦૦, પૃ. ૧૩)