અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મીનાક્ષી ચંદારાણા/વાચા હજો: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વાચા હજો| મીનાક્ષી ચંદારાણા}} <poem> રંગ ગહેરા, ને વળી સાચા હજો,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 19: | Line 19: | ||
મૌનના પર્યાય શી વાચા હજો. | મૌનના પર્યાય શી વાચા હજો. | ||
</poem> | </poem> | ||
{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સંદીપ ભાટિયા/મારી નીંદરમાં વ્યાપ્યાં અંધારાં | મારી નીંદરમાં વ્યાપ્યાં અંધારાં]] | મારી નીંદરમાં વ્યાપ્યાં અંધારાં મા મારી પાંપણની.. ]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ વ્યાસ/એટલામાં તો | એટલામાં તો]] | આપણે હજી જાણતાં નથી એકબીજાનું નામ ]] | |||
}} |
Latest revision as of 11:26, 29 October 2021
વાચા હજો
મીનાક્ષી ચંદારાણા
રંગ ગહેરા, ને વળી સાચા હજો,
સાવ માટીના ભલે ઢાંચા હજો.
તાવણે તાવ્યા પછી મળજો ભલે,
શબ્દ ના ઊણા, ન તો કાચા હજો.
દર્દ પણ લયબદ્ધ ગઝલોમાં વહો,
ક્યાંય ના ખૂણા અને ખાંચા હજો.
શબ્દની પોઠ્યું ભરી ઘૂમવું હવે,
સ્થૂળ સરસામાન પણ ટાંચા હજો.
શુભ્ર-સુંદર, લેશ આડંબર રહિત,
મૌનના પર્યાય શી વાચા હજો.