અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ વ્યાસ/ના માઉં: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ના માઉં| જગદીશ વ્યાસ}} <poem> સાંકડો થઈ માઉં તો છું પણ આમ હું કદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
{{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૪૩)}} | {{Right|(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૪૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =એટલામાં તો | |||
|next =પંખી | |||
}} |
Latest revision as of 11:27, 29 October 2021
ના માઉં
જગદીશ વ્યાસ
સાંકડો થઈ માઉં તો છું પણ આમ હું કદી આટલામાં ના માઉં
અસલી મારું રૂપ એવું કે ધરતીના આ માટલામાં ના માઉં.
હાથ અને પગ સાવ નોધારા લટક્યા કરે સાવ નોધારું શીશ
ધાવણું બાળક માય, મને તો સાંકડાં પડે ઊપણાં અને ઈસ
ચાર દિશાના ચાર પાયા હો એવડા નાના ખાટલામાં ના માઉં.
નીતર્યાં નર્યાં નીરમાં મને ઝીલતું તારી આંખનું સરોવર
જોઉં તો લાગે વચમાં રાતું ખીલતું કમળ હોઉં હું બરોબર
આમ તો હું છું એવડો કે બ્રહ્માંડ આખાના ચાટલામાં ના માઉં.
(ગુજરાતી કવિતાચયન : ૧૯૯૪, સંપા. હરિકૃષ્ણ પાઠક, પૃ. ૪૩)