અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ વ્યાસ/પંખી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પંખી|જગદીશ વ્યાસ}} <poem> અમસ્તી ચાંચ ત્યાં બોળીને ઊડી જાય છે...")
 
No edit summary
 
Line 20: Line 20:
{{Right|(પાર્થિવ, ૧૯૮૪, પૃ. ૨)}}
{{Right|(પાર્થિવ, ૧૯૮૪, પૃ. ૨)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જગદીશ વ્યાસ/ના માઉં | ના માઉં]]  | સાંકડો થઈ માઉં તો છું પણ આમ હું કદી આટલામાં ના માઉં]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સોનલ પરીખ/કવિતાનો શબ્દ | કવિતાનો શબ્દ]]  | કવિતાનો શબ્દ ક્યારેક કૂકરની બે વ્હિસલ વચ્ચે પણ...  ]]
}}

Latest revision as of 11:28, 29 October 2021


પંખી

જગદીશ વ્યાસ

અમસ્તી ચાંચ ત્યાં બોળીને ઊડી જાય છે પંખી,
અને આખા સમંદરને ડહોળી જાય છે પંખી.

નહીંતર આટલી સાલત નહીં માળાને એકલતા,
પરંતુ ક્યાં કદી પીંછુંય મૂકી જાય છે પંખી?

ટહુકી જાય છે મારા નીરવ અસ્તિત્વની ભીંતો,
જો મારા આંગણે ક્યારેક આવી જાય છે પંખી.

કુંવારાં સ્તન સમાં ફાટી જતાં ડૂંડાં ઝૂમી ઊઠે,
કદી એકાદ પણ દાણો જો તોડી જાય છે પંખી.

મને મન થાય છે કે લાવ પંપાળું જરા એને,
પરંતુ એ પહેલાં રોજ ઊડી જાય છે પંખી.
(પાર્થિવ, ૧૯૮૪, પૃ. ૨)