અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા/મારા વંશની સ્ત્રીઓ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મારા વંશની સ્ત્રીઓ| ????? ????}} <poem> એક આખેઆખો કલ્પ સદીઓના ચકરાવા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|મારા વંશની સ્ત્રીઓ| | {{Heading|મારા વંશની સ્ત્રીઓ|ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા}} | ||
<poem> | <poem> |
Revision as of 10:04, 22 July 2021
ઉર્વશી મનુપ્રસાદ પંડ્યા
એક આખેઆખો કલ્પ સદીઓના ચકરાવા સમેટી
આ ક્ષણે પગનાં તળિયે આવી ઠર્યો છે.
મારી પેઢીઓના ભૂંસાયેલા નકશા
હથળીમાં ઊંડા પહોળા વ્રણ આંકી ચૂક્યા હોય તે ઘડી
ઊંબરા પૂજવા વલવલતી આંગળીઓ વહેરાઈ જાય,
તરડાતી જતી ત્વચાય જૂઠી પડી જાય,
મને તસોતસ વળગી બેઠેલી મારા વંશની મારી પૂર્વજ સ્ત્રીઓ,
એકાએક જ સ્મશાન ભૂથી બેઠી થઈ એકાકાર થતી રહે—
મારી ઘરવખરીની રખાવટમાં,
મારી એકેક ક્રિયામાં, મારી વાસનામાં ને મારામાં.
પેઢી દર પેઢીથી છાતીમાં ઝીંકાયેલા ખાલીપાને
મારા ઉંબરે જડબેસલાક ખોડી દેતી મારા વંશની સ્ત્રીઓ.
રોજ સંધ્યાકાળે ઊઘડતી રહે મારા ઘરને ગળી જતા અંધારમાં.
દીવાલોમાંથી ખરતો રહે ચૂલાના ધુમાડા અને
છાણ-વાસીદાંની સુવાસથી ભર્યો-ભાદર્યો એમનો સૂનકાર.
માથાંબોળ ન્હાતાં વાળમાં ફોરમતા રહે અરીઠાં ને
જૂઈ-બોરસલીનાં વેણી ગજરા.
આંગણામાં ખોરડાનાં મોભ સમા ઝાડ હેઠે બેસી
ઘરની વહુઆરુ માટે ફૂલ ગૂંથતી આંગળીઓની
આંટણો પેઢીઓથી મારા વંશની દીકરીઓને સારતી રહી છે.
વંશની ઓળખ એવાં શિવ-શક્તિ અને શાલિગ્રામનો—
અછોડો છાતીની વચોવચ રહે એમ—આ બધી સ્ત્રીઓએ
ભેગી મળી મારા ગળામાં નાખેલો—મને
લૂગડાં આવેલાં તે દિવસે.
આજે પણ એ ચકતાંની ધારથી ચામડી છોલાય છે.
છાતીનાં દૂઝતાં વ્રણમાંથી ઝમતાં રહે એમના મૂંગા આર્તનાદ.
રાત્રે બારીમાંથી ચળાઈને આવતા ચંદ્રનાં ઝાંખા
પ્રકાશમાં છત, છો ને દીવાલો પરે એમના પડછાયા.
પરંપરિત તાલબદ્ધ નૃત્ય કરતા પડછાયા.
કોરીધાકોર આંખ પર પડછાયાના ઘા વડે
દૃષ્ટિમાં તિરાડ
તિરાડો સાંધવા મથું તો હાથ લકવાગ્રસ્ત.
મારા વંશની સ્ત્રીઓએ વેઠેલા આકરાં ઉજાગરાએ
મારી એકેએક રાતને આંધળી કરી મૂકી છે.
વારસામાં મળેલાં એમનાં ઘરેણાંના ઘાટ ઉકેલતી રહી છું.
આજ લગી
ઝીણા નકશીકામમાં કોઈએ રીતે શોધી શકી નથી એ રૂપ—
એ આકાર જે હું પોતે વારસામાં આપી શકું.
જળોની જેમ મારા જીવિતને ચસોચસ વળગેલી
પેઢીઓના નકશા અને એની રેખાઓએ આંકેલા વ્રણ
આગતની માટી તળે દાટી દેવા છે હવે તો.
ઘ્રાણેન્દ્રિયો અને ત્વચામાંથી પેઢીઓ જૂની સુવાસ અને
બળતરાય મૂળ સમેત ઉખાડી કોક અવાવરુ વાવમાં
પધરાવી દીધી છે ક્યારની.
પૂર્વજ સ્ત્રીઓના પડછાયા હવે મારામાં જ સમેટી
ઘરની છત, છો ને દીવાલો અજવાળી દેવી છે
જેથી ઘટી જાય દૂઝતા ઘા જેવા એમના
રહ્યાસહ્યા અવશેષોનાં નામોનિશાન.
વારસામાં હું આપી શકું
નવુંનક્કોર ઉજળું ઘર, તાજાંફૂલ અને
સુંદર-સરળ ઘાટ.
નવેમ્બર-ડિસેમ્બર, શબ્દસૃષ્ટિ