અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનીષા જોષી/ગોઝારી વાવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ગોઝારી વાવ| મનીષા જોષી}} <poem> હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના...")
 
No edit summary
 
Line 25: Line 25:
{{Right|(કંદરા, ૧૯૯૬, પૃ. ૧૦૯)}}
{{Right|(કંદરા, ૧૯૯૬, પૃ. ૧૦૯)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં જોશી/સાંજ | સાંજ]] | હવે સૂરજ આથમે છે બસ,]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનીષા જોષી/રાત સાથે રતિ | રાત સાથે રતિ]]  | હવે તો કરવી જ પડશે રતિ,  ]]
}}

Latest revision as of 13:18, 29 October 2021


ગોઝારી વાવ

મનીષા જોષી

હાં, હાં, એ માણસ જીવે છે હજી, એના ઘરમાં, સુખેથી.
પણ મરી ગયો છે એ મારા માટે.
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.
રસ્તા પર ચાલતી ટ્રકનાં પૈડાં એના પર ફરી વળે છે
અને હું બાજુમાં શાંત રાહદારીની જેમ પસાર થતી હોઉં છું.
તો ક્યારેક એની લાશ રેલવેના પાટા વચ્ચે મળી આવે છે
અને હું એના મૃતદેહ પરથી પસાર થતી ટ્રેનમાં
મુસાફરી કરતી હોઉં છું.
ક્યારેક હું મારી સાડીના પાલવને ગાંઠ મારતી હોઉં છું
અને એના ગળામાં ફાંસો હોય છે.
હું મંદિરમાં દીવા પ્રગટાવતી હોઉં છું
અને એનું આખું શરીર સળગતું હોય છે.
ક્યારેક એ કોઈ ગોઝારી વાવના તળિયે પડ્યો હોય છે
અને હું એ વાવમાંથી પાણી ભરતી હોઉં છું.
રોજ રાત્રે યમરાજ આવે છે
પેલા કાળમુખા પાડા પર બેસીને.
કરગરે છે, એને લઈ જવા માટે,
પણ હું એને રજા નથી આપતી.
(કંદરા, ૧૯૯૬, પૃ. ૧૦૯)