અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનીષા જોષી/રાત સાથે રતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 20: | Line 20: | ||
{{Right|શબ્દસૃષ્ટિ, જુલાઈ}} | {{Right|શબ્દસૃષ્ટિ, જુલાઈ}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =ગોઝારી વાવ | |||
|next =કંસારાબજાર | |||
}} |
Latest revision as of 13:18, 29 October 2021
રાત સાથે રતિ
મનીષા જોષી
હવે તો કરવી જ પડશે રતિ,
આ રાત સાથે,
હંમેશા મારી ઉપર પથરાયેલી રહેતી આ રાતને
એક વાર મારી નીચે સુવડાવીને જોવી છે
આખરે ક્યાં સુધી માન્યાં કરવાનાં
પવિત્ર, આ અંધારાંને?
હવે એક વાર આંખો ખુલ્લી રાખીને
કરી મૂકવી છે, હતપ્રભ, આ રાતને.
રાતનો વિનયભંગ કરવાની રીત તો જોકે ઘણી છે,
એક વાર બસ,
રાતરાણીની સુગંધથી મોહિત થયા વગર,
મારે જોવું છે,
રાતરાણીના લીલા બીજમાંથી
કેવી રીતે ખીલે છે આ સફેદ ફૂલ?
શબ્દસૃષ્ટિ, જુલાઈ