અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રેશ મકવાણા નારાજ'/ચિચિયારીઓનાં ટોળાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ચિચિયારીઓનાં ટોળાં|ચંદ્રેશ મકવાણા નારાજ'}} <poem> હફાક દઈને હ...")
 
No edit summary
 
Line 23: Line 23:
આમ અચાનક ટપક્યાં ક્યાંથી ચિચિયારીના ટોળા?
આમ અચાનક ટપક્યાં ક્યાંથી ચિચિયારીના ટોળા?
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંત ડાંગોદરા ‘સંગીત’/ટહુકા અરે! | ટહુકા અરે!]]  | આભથી ખરતું પીંછું જોઈ સતત લાગ્યા કરે,]]
|next=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/વિમલ અગ્રાવત/પ્રોષિતભર્તૃકાનું ગીત | પ્રોષિતભર્તૃકાનું ગીત]]  | ગામને પાદર ઝૂલતી પૂનમરાત ને મારા ]]
}}

Latest revision as of 13:14, 29 October 2021


ચિચિયારીઓનાં ટોળાં

ચંદ્રેશ મકવાણા નારાજ'

હફાક દઈને હડી કાઢતાં ભાગ્યાં પંખી ભોળાં,
આમ અચાનક ટપક્યાં ક્યાંથી ચિચિયારીના ટોળાં?

પથ્થરથી પથ્થર અફડાયાં
ધડામ દઈને એવા
ક્યાંક કોઈના મોભ તૂટ્યા તો
તૂટ્યા કોઈનાં નેવાં

લોહી નિતરતી પાંખો ના પણ ચકળવકળ છે ડોળા
આમ ટપક્યાં ક્યાંથી ચિચિયારીના ટોળા?

કોકની નંદવાણી ચૂડી તો
કોક કુંખ ગઈ સળગી
જીવતી લાશો પોક મૂકીને
રડે છે બાથે વળગી

પાણિયારે છલકે છે જો રક્ત છલકતા ગોળા,
આમ અચાનક ટપક્યાં ક્યાંથી ચિચિયારીના ટોળા?