સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – નીતિન મહેતા/વિવેચનનો ભાવકકેન્દ્રી અભિગમ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 6: Line 6:
કૃતિપાઠ(text)ના સન્દર્ભમાં આજે તો વિવિધ સાહિત્યસિદ્ધાંતો તથા વિવેચનના અનેક પરસ્પર વિરોધી લાગતા અભિગમો જોવા મળે છે. સમયે સમયે સાહિત્યવિવેચનમાં સર્જક, રચના(work), ભાવક અને વિશ્વ વચ્ચે પ્રવર્તતા અંદરોઅંદરના સમ્બન્ધો વિશે સતત ચર્ચા-વિચારણા ચાલ્યા કરે છે. ઘણી વાર આ ચારેમાંથી કોઈ એક કેન્દ્રમાં રહે છે, કોઈ એકની સત્તાનો મહિમા કરવામાં આવે છે તથા અન્યને પરિધિ પર મૂકીને કે હાંસિયામાં ધકેલીને વિવેચનની ગતિવિધિ ચાલ્યા કરે છે. ખાસ કરીને વિદ્યાસંસ્થાઓમાં છેલ્લાં ૪૪ વર્ષથી સાહિત્યના વિવિધ સિદ્ધાંતોનું રાજકારણ બખ્તર તથા ભાલાંની ભાષામાં ખેલાયા કરે છે. સાહિત્યસિદ્ધાંતોનું શાસન અને તેમાંથી મુક્ત થઈ નવા-જુદા સાહિત્યસિદ્ધાંતની સ્થાપના કરવાનો ઉદ્યમ કંઈ આજકાલનો નથી. આમ જોઈએ તો સાહિત્યનો દરેક અભિગમ અપૂર્ણ રહેવા સર્જાયેલો છે. તેથી અસ્તિત્વ નથી. રચના ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે વંચાય છે. પાના પરના શબ્દો સાથે વાચક interact કરે છે ત્યારે જ અર્થ જન્મે છે. અર્થની રચના માટે વાચકની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. સહૃદયની વાત આપણે વારંવાર કરીએ છીએ. આ ભાવક કેવો છે? આદર્શ વાચકને આપણી મીમાંસાએ સહૃદય કહ્યો. પાશ્ચાત્ય વિવેચનમાં પણ વિવિધ પ્રકારના વાચકની કલ્પના કરવામાં આવી છે. પ્રશ્ન એ છે કે common reader અને uncommon reader વચ્ચે કોઈ તફાવત છે ખરો? હેરોલ્ડ બ્લૂમ તો કહે જ છે કે reader હંમેશાં uncommon જ હોય. કારણ કે વાચન એ એના મતે વિશિષ્ટ પ્રજ્ઞાને વરેલી વસ્તુ છે. આમ પણ જનરંજન સંસ્કૃતિએ આ વાચકના high brow, low brow ભેદો જે નિશ્ચયતાના કાવ્યશાસ્ત્રે પાડેલા છે તેનો જ અસ્વીકાર કર્યો છે. ‘નવ્યવિવેચન’ પછી આવેલી વિવેચન વિચારધારાઓએ લેખક તથા રચનાને (પરંપરાગત અર્થમાં કૃતિ) મળતા મહત્ત્વને સામે છેડે જઈ વાત કરી. આ અભિગ્રહણ સિદ્ધાંતની વિચારણામાં પણ એરિસ્ટોટલ, રશિયન સ્વરૂપવાદ, આઈ. એ. રિચાડ્‌ર્સની વિચારણા, માનસશાસ્ત્રીય વિચારણા (જેસ્ટાલ્ટ સિદ્ધાંત), માર્ક્સવાદી વિચારણાના સંદર્ભો પરિષ્કૃત થઈ સંશોધિત થઈ આવ્યા છે. પણ એ બધાનો ઝાઝો વિચાર કર્યો નથી. ભાવકનિષ્ઠ અભિગમ વિશે કેટલાક વિવેચકોએ જે વિમર્શન કર્યું છે એનો હવે સંક્ષેપમાં પરિચય મેળવીએ.

{{Poem2Close}}
{{Poem2Close}}
'''૩'''
{{center|'''૩'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ફિનોમિનોલોજીએ ભાવકની સંવિત્તિ (consciousness) પર વાચન-પ્રક્રિયામાં ભાર મૂક્યો. એના મતે ભાવકની ચેતના જ કૃતિનો અર્થ ગ્રહણ કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. અર્થનું ઉદ્‌ભવસ્થાન અને કેન્દ્ર વાચકનું ચિત્ત છે. The individual human mind is the centre and origin of all meaning. સર્જકનો કૃતિપાઠ વાચનની પ્રક્રિયા દરમિયાન વાચકનો કૃતિપાઠ બને છે. આ માટે ‘સંવિત્તિ’ પર તેઓ વિશેષ ભાર મૂકે છે. The act of interpretation is possible because the text allows the reader access to the author’s consciousness.... જ્યોર્જ પુલે કહે છે ‘પુસ્તક મારી ચેતનામાં ઊઘડે છે, મને આવકારે છે, હું તેના ઊંડાણમાં દૃષ્ટિ કરું છું, તે મને પરવાનગી આપે છે કે હું જે વિચારું છું તે જ તેનું વિચાર, તેની અનુભૂતિ કર.’ આ રીતે વાચક તથા લેખકની સંવિત્તિના મિલનસ્થાનને ફિનોમિનોલોજીએ મહત્ત્વ આપ્યું. રોલાં બાર્થે પણ રૂપકાત્મક રીતે કહ્યું કે લેખકનું અવસાન થાય છે ત્યારે ભાવકનો જન્મ થાય છે. ફિનોમિનોલોજીની વિચારણા કરતાં આ વિચાર આગળ નીકળી જાય છે. આનો મર્મ એ કે લેખક તથા રચના પરથી કેન્દ્ર ખસી, આ વિચારણામાં વાચક પર તે સ્થિર થાય છે. (જોકે દેરિદા જેવા ચિંતક આને પણ તત્ત્વકેન્દ્રી (logocentric) વિચારણા જ કહે). જ્યાં સુધી ભાવક સક્રિયપણે રચનાની વાચનામાં પ્રવૃત્ત થતો નથી, રચનાનું આકલન કરતો નથી ત્યાં સુધી રચના અપૂર્ણ રહે છે. ભાવક વિના રચનાનું અસ્તિત્વ સંભવી શકતું નથી. રચનાના અર્થની ચર્ચા માત્ર ભાવક જ કરી શકે છે. જોકે અર્થઘટનની બાબતમાં ભિન્ન મતોનું સહઅસ્તિત્વ સંભવી શકે. રચનાના ભાવન દરમિયાન ભાવક હંમેશાં અર્થને રચવામાં ગૂંથાયેલો હોય છે તો સાથે સાથે એ પણ યાદ રાખીએ કે રચનાનો અર્થ ભાગ્યે જ સ્વાયત્ત હોય છે. વાચક વાચનની પ્રક્રિયા દરમિયાન રચનામાં આપેલા વસ્તુ પર કામ કરતો હોય છે, અર્થની રચના કરતો હોય છે. આમ તો દરેક રચના પોતામાં કેટલાક અવકાશો સંગોપીને રચાતી હોય છે. ભાવક દ્વારા એ ખાલી જગ્યાઓ અવકાશોથી પુરાતી હોય છે. વુલ્ફગાન્ગ આઇઝર આને blanks કહે છે, સુરેશ જોષી વ્યંજનાના વિસ્તાર માટેનો અવકાશ સર્જક રચતો હોય છે એવું કહે છે.

Line 17: Line 17:
વળી રચનાના સાથેના મુકાબલાથી થતો અનુભવ વાચકના જીવનજગત વિશેના દૃષ્ટિકોણમાં બદલાવ પણ લાવે છે. આઇઝર આથી જ કહે છે કે Reading gives us the chance to formulate the unformulated. રચના સ્વયં વસ્તુલક્ષી અસ્તિત્વ ધરાવતી નથી. નર્યાં ઘટક તત્ત્વોના આંતર-સંબંધને જ કૃતિના મૂલ્યાંકનમાં તપાસવા જતાં વ્યક્તિગત પ્રતિભાવોની વિવિધતાથી વંચિત રહેવાના પ્રસંગો આવે. રચના આમ તો સર્જકનું વિશ્વ વિશેનું એક અર્થઘટન જ છે, તેના અર્થઘટનનું અર્થઘટન વાચન પ્રક્રિયા વખતે વાચક કરે છે. રચનાથી વાચક પ્રભાવિત થઈ રચનાનું નવનિર્માણ કરે છે. વાચક પોતાની પરંપરા, ઇતિહાસ, માન્યતાઓ, પૂર્વગ્રહો ને અપેક્ષાના સન્દર્ભમાં કૃતિની વાચના કરતો હોય છે. રચનાને ભાવક તેનાં સાહિત્યેતર ધોરણો, મૂલ્યો અનુભવોથી ‘concretised’ કરે છે. સર્જક વિવિધ પ્રયુક્તિઓ દ્વારા જે વિશ્વ રચે છે તેને ઉકેલતાં ઉકેલતાં, (સર્જકે રચેલા તંત્રને ઉકેલતાં) વાચક પોતાનું આગવું ભાવવિશ્વ રચે છે. રચનાના સંકેતોની ભાત ઉકેલવા માટે એ કાલ્પનિકનો આધાર લે છે. આઇઝર આને imaginary કહે છે જે આપણા અસ્તિત્વનો નોખો અંશ નથી. રચના જોડે વાચકનો સક્રિય સંબંધ સ્થાપવામાં આ કાલ્પનિક મહત્ત્વનો ભાગ ભજવે છે જે આપણી અંદર રહેલા અજાણ્યા અપરિચિત, છુપાયેલા તત્ત્વને પ્રગટ કરી દે છે. પરંપરાગત વાચનની ઘરેડમાંથી તે વાચકને મુક્ત કરે છે. આપણી અંદરના અન્ય-અજાણ્યા વિશ્વની સન્મુખ આપણને આશ્ચર્યવત કરી તે મૂકી આપે છે. રસની પરિભાષામાં આપણે તેને, આ કાલ્પનિકને ચમત્કાર કહીએ તો કશું ખોટું નથી.

'''૪'''
{{center|'''૪'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રચનાનું ભાવન જ્યાં સુધી થતું નથી ત્યાં સુધી રચના કૃતિપાઠ (text) બનતી નથી. આ રીતે દરેક વાચકનો કૃતિપાઠનો અનુભવ જુદો તથા વિશિષ્ટ જ રહેવાનો. ‘માનવીની ભવાઈ’નું દર્શકનું વાચન એમને ‘કાળપ્રધાન’ નવલકથા કહેવા પ્રેરે તો સિતાંશુ યશશ્ચંદ્રને તે ‘કાળુપ્રધાન’, મણિલાલ પટેલને ‘વાસ્તવવાદી’ ને ધીરેન્દ્ર મહેતાને ‘સદ્‌-અસદ્‌નો સંઘર્ષ’ નિરૂપતી એ રચના લાગે. કારણ કે આ રચના વિશેનો દરેકનો કૃતિપાઠ અલગ છે. એ અર્થમાં વાચનનો દરેકનો અનુભવ સર્જન જેટલો જ અપૂર્ણ રહેવા સર્જાયેલો છે. રચનાનું નિર્દોષ વાચન ભાગ્યે જ શક્ય હોય છે. વાચનપ્રક્રિયામાં ભાવકના ઘડતરના સંસ્કાર, ગમા-અણગમાઓ તેના વ્યક્તિત્વને ઘડનારાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક પાસાંઓ, વાચક સ્ત્રી છે કે પુરુષ ને તેનું પૂર્વવર્તી વાચન આ બધાં જ તત્ત્વો પ્રગટ-અપ્રગટપણે ગૂંથાયેલાં હોય છે. વાચક કઈ રીતે વાંચે છે તેનો આધાર તેના વ્યક્તિત્વ પર છે. સ્ત્રી-વાચકનો અમુક રચનાને જોવા-તપાસવાનો કે અનુભવવાનો દૃષ્ટિકોણ અલગ જ રહેવાનો. વાચક ક્યારેક સામાજિક કે સાંસ્કૃતિક પરિવેશથી conditioned થઈને પણ વાંચતો હોય છે. વાચનના પણ સ્ત્રી કે પુરુષ તરીકેના કેટલાક codes (સંકેતો) હોય છે. ‘માનવીની ભવાઈ’ની ગાંધીયુગની કે આધુનિક-અનુઆધુનિકયુગની વાચના જુદી જ રહેવાની. ગ્રાહકતાનાં ધોરણો જાતીયતા પ્રમાણે પણ બદલાતાં રહે. મહાભારતની દ્રૌપદીની વાચનાનો ઇતિહાસ આ પાત્રની વાચનાનો ઇતિહાસ આ સંદર્ભમાં જોઈ શકાય. વ્યાસના આ પાત્રની વાચના માત્ર સર્જકોની જ જુદી નથી. ભાવકે ભાવકે પણ એ વાચના પરિવર્તન પામતી રહી છે. મહાશ્વેતાદેવી, પ્રતિભા રાય, સુન્દરમ્‌, દિલીપ ઝવેરીનું ‘દ્રૌપદી’નું અર્થઘટન જેટલું સર્જનાત્મક છે એટલું જ સર્જનાત્મક અર્થઘટન ભાવકનું પણ સંભવી શકે. રચનાએ જે કંઈ position offer કરી હોય એના વિરુદ્ધનું કે એના સામા છેડાનું વાચન પણ થઈ જ શકે છે. રચનાને મૂલવવાના અનેક અભિગમો હોઈ શકે. ભૂપેન ખખ્ખર કૃત ‘મનોજનું વેર’, સમલિંગી સમ્બન્ધોના સંદર્ભે (queer theory) વાંચી શકાય. ‘હાજાર ચુરાસીર મા’, ‘તમસ’ જેવી કૃતિનું રાજકીય વાચન પણ કરી શકાય. સાથે સાથે એ પણ યાદ રાખીએ કે વિવેચનના કોઈ નિશ્ચિત માળખામાં રહીને જ વાંચવું તે અનિવાર્ય નથી. સિદ્ધાંતો જો રચનાને બાંધે તો વાચનની અનેક ક્ષિતિજો ઊઘડે જ નહીં. રચનામાં જે કંઈ છે તેની સાથે રહીને ને તેની સામે રહીનેય વાચક વાંચી શકે છે. ઘણી વાર તો સાહિત્યસિદ્ધાંતો વાચકને અધિકાર આપે છે કે રચનામાં જે કંઈ આપેલું છે તેની સામે ચાલીને વાંચો, એના વિરુદ્ધનું વાંચો. આને જ આપણે critical thinking કહીએ છીએ. ‘નથી દશાનન દક્ષિણે અને ઉત્તરમાં નથી રામ’. ‘જટાયુ’ કાવ્યની આ પંક્તિ કોઈને બોલકી લાગે પણ કવિએ જે કાવ્યપ્રકાર પસંદ કર્યો છે તેના સંદર્ભે આ પંક્તિનું મૂલ્ય જુદું પણ હોઈ શકે. કૃતિપાઠ જ સમર્થન અને પ્રતિકારના બે વિરુદ્ધ છેડાનાં વાચનને ભાવકમાં રચે. નર્યા સિદ્ધાંતોથી ચિત્તને ભરીને દરેક વખતે વાચન કરવું કેટલું યોગ્ય તે પ્રશ્ન તો છે જ. ઘણી વાર સિદ્ધાંત વાચન પર હાવી થઈ જાય. માર્ટિન મેકલીન આને જ sausage machine type theory કહે છે. જેમાં સોસ, ચટણી જેવા પદાર્થો ખાદ્યસામગ્રી પર પાથરવામાં આવે. આવા સિદ્ધાંતોથી વાચકે સભાનતાથી બચવાનું રહે. પોતાને જે સાહિત્યસિદ્ધાંત પ્રિય હોય અને એ જ સાહિત્યસિદ્ધાંતના સંદર્ભમાં રચનાનું ભાવન કરવા જતાં, પૂર્વનિર્ધારિત સૈદ્ધાંતિક મૉડેલ સ્વીકારી રચના પર એનું આરોપણ કરવા જતાં ‘પેકેજ રીડિંગ’ના ભોગ બનીએ છીએ. અમુક વિચારધારાઓના કે સિદ્ધાંતોના ગુલામ બની જતા સર્જકો કે વિવેચકો વચ્ચે પછી પંક્તિભેદ જળવાતો નથી. આથી જ વિવેચનની ને સર્જનની ભાષા એકસરખી લપટી તથા ઝેરોક્સ કોપી જેવી બની જતી હોય છે. આમ તો દરેક સાહિત્યસિદ્ધાંત એક પાંજરાની ગરજ સારતો હોય છે. વિચારધારા કારાગાર બને તો શું થાય તેના દાખલા આપવાની ભાગ્યે જ જરૂર હોય. અનેક પ્રકારની વિદ્યાશાખાઓનું જ્ઞાન ક્યારેક વાચનમાં મુક્તિનો અનુભવ કરાવે તો ક્યારેક વાચનને અવળે પાટે પણ ચડાવે. સાહિત્યનો કોઈ સિદ્ધાંત ‘શુદ્ધ’ નથી હોતો. અનેક માર્ગે રચના પાસે જઈ શકાય છે. આમાં ‘વિવેક’ જ વાચકને માર્ગદર્શક બની શકે છે. વિવિધ અભિગમો કે જેને આપણે ‘સાહિત્યસિદ્ધાંત’ નામની સંજ્ઞાથી ઓળખીએ છીએ તેને વાચનપ્રક્રિયામાંથી આપણે જુદા તારવી શકતા નથી. આ જુદા દેખાતા અભિગમો એકબીજા જોડે સંકુલ રીતે અનુસંધાન ધરાવે છે. એક જ રચનાને અલગ અલગ સિદ્ધાંતોના સંદર્ભમાં સમજી શકાય છે. એક જ સર્જક બે જુદી જુદી મુદ્રાઓ ધરાવતી રચના રચી શકે ને એક જ વાચક અલગ અલગ દૃષ્ટિકોણો ધરાવતી રચના વાંચી શકે છે. સર્જકો ને વાચકો વચ્ચે ભિન્ન મત પણ એક જ રચનાના સંદર્ભે હોઈ શકે. વાચકો પણ ભિન્ન મતો ધરાવતા ન હોય તો ભિન્ન ભિન્ન રીતે વિચારતા, વિવેચન કરતા વિવેચકો જ ન રહે. વિવેચન આખરે તો મૂલ્યાંકનની વ્યક્તિગત પ્રક્રિયા છે જે રચનાના વાચનમાંથી જન્મે છે. લેખકને કે વાચકને પ્રસન્ન કરવા માટે વિવેચન કરવામાં આવતું નથી. અહીં એક ભેદ નોંધી લઈએ : રચનાના વાચનમાંથી પ્રગટતો વાચકનો પ્રતિભાવ અને વિવેચકે કરેલું રચનાનું મૂલ્યાંકન એક નથી. પ્રતિભાવ ઘણી વાર વ્યક્તિ-વાચક પૂરતો મર્યાદિત રહેતો હોય છે જ્યારે વિવેચન કોઈ સિદ્ધાંતપક્ષની, રાજકીય વાચનની પાયાની એક શરત છે અથવા તો મૂલ્યાંકન એ કૃતિપાઠના રાજકીય વાચનની પાયાની શરત છે. મોટે ભાગે તો દરેક મૂલ્યાંકન અન્ય મૂલ્યાંકનના વિરોધે આવે. સાધારણ રીતે મૂલ્યાંકન રાજકીય કાયદાઓ જેવાં હોય છે, સમર્થન અને પ્રતિકાર હંમેશાં કાયદા જોડે ભળેલા હોય છે. કાયદાઓ બનાવવા એ એક સામાજિક અનિવાર્યતા છે અને એ કાયદાઓને પડકારવા એ રાજકીય શક્યતાનો એક ભાગ છે. દરેક મૂલ્યાંકન પૂર્ણપણે સાચું ન સંભવી શકે કારણ કે એની રચના પાછળ આત્મલક્ષિતા રહેલી હોય છે. વિવેચકે કોઈ એક position લઈને જ ચાલવું પડતું હોય છે. તેથી આપણે જ્યારે વિવેચનને રાજકીય કહીએ છીએ ત્યારે તે એક રીતે જોઈએ તો મૂલ્યાંકનની પ્રક્રિયાનો જ એક ભાગ બની રહે છે. તેથી અમુક વાચન સાચું અમુક વાચન ખોટું એવા ભેદ જ અસ્થાને છે. વાચન ખરું ખોટું ન હોઈ શકે. તે હંમેશાં અન્ય વાચનના સંદર્ભમાં કે તેના અનુસન્ધાને કે તેના વિકલ્પે આવતું હોય છે. તેથી કોઈ એક પ્રકારના વાચનના પક્ષકાર બનવું કે વિરોધી બનવું તે પણ આમ જુઓ તો ‘રાજકીય વાચન’ જ બની રહે છે. આ જ સંદર્ભમાં કૃતિનિષ્ઠ વિવેચન, સંરચનાવાદી વિવેચન, નારીવાદી વિવેચન ઇત્યાદિ બધાં જ વાચન મૂળભૂત રીતે ‘રાજકીય વાચન’ જ ગણી શકાય. કારણ કે આ પ્રકારના વાચનમાં વિવેચક કાં તો પક્ષકારની ભૂમિકા ભજવે છે કાં તો વિરોધીની. તેથી પ્રશ્ન થાય કે સંયોજિત કે ટોટલ વિવેચન કેવું હોય? દરેકના જવાબો જુદા હોવાના. ઘણી વાર એવું બને કે સંસ્થાગત માર્ગોએ દોરેલા કે ઇતિહાસ દ્વારા સૂચવેલા વિવેચનના માર્ગોને અનુસરીને વાચન કરતા હોઈએ. Schools of Criticism આ રીતે જ આકાર લેતી હોય છે. જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે સંસ્થાઓએ નક્કી કરેલા સંકેતો(codes)ને ભૂલી શકતા નથી. શાળા, કૉલેજ, યુનિવર્સિટી ઇત્યાદિ સંસ્થાઓમાં થતા વાચનનો આ રીતે અભ્યાસ કરી શકાય. આથી જ શાળા-કૉલેજ, યુનિવર્સિટીની બહાર રહી વાંચનારાઓના કટાક્ષોના ભોગ ઘણી વાર અધ્યાપકોએ બનવું પડતું હોય છે. પણ વક્તા એ છે કે કટાક્ષ કરનારાઓ પણ આ સંસ્થાઓમાં એક વખત ભણી ગયેલા હોય છે અને અમુક પ્રકારના વાચનથી conditioned થયેલા હોય છે. સંસ્થાઓએ નક્કી કરેલા, એમની અપેક્ષા મુજબના સંકેતો પ્રમાણે મોટા ભાગના વાચકો વાંચતા હોય છે. નવલકથા હોય તો પાત્રો, પરિસ્થિતિ, વર્ણનો, ભાષાનું પ્રાવીણ્ય અને નવલકથા માનવીય પરિસ્થિતિ વિશે શું કહે છે તેની વાત સાધારણ રીતે આવે જ. આવું જ અન્ય સાહિત્યકૃતિઓ કે સાહિત્યપ્રકારો વિશે કહી શકાય. પ્રશ્ન એ છે કે આ બધી જ વસ્તુઓ વાચન માટેની અનિવાર્યતામાંથી આવી છે. આ વાચનપદ્ધતિ પણ ‘નિર્દોષ’ નથી. સંસ્થાઓએ નિર્માણ કરેલી આ વાચનપદ્ધતિ છે. સંસ્થાઓમાં આ રીતે આપણને વાંચતાં શીખવવામાં આવે છે. આ બધાં તત્ત્વો આપણા વાચનને ઘડવામાં પાયાનો ભાગ ભજવે છે. પ્રેમાનંદનાં આખ્યાનોનાં મોટા ભાગનાં વાચનો, નવલકથા-ટૂંકીવાર્તાનાં વાચનો, કવિતાના રસાસ્વાદની પરિપાટીઓ આ સંદર્ભમાં જરૂર જોઈ શકાય. આમ નિશ્ચિતતાના કાવ્યશાસ્ત્ર તથા અનિશ્ચિતતાના કાવ્યશાસ્ત્ર વચ્ચે, એક અને અન્ય સાહિત્યસિદ્ધાંતો, વાચન-પદ્ધતિઓ વચ્ચે ઘણી વાર તો વ્યર્થ વિતંડાઓ ચાલ્યા કરતી હોય છે. તેથી એકેડેમિક રીડિંગ કરનારા ગુનેગારો છે એવો આક્ષેપ કરનારા કે એમની મજાકો કરનારાઓએ વિચાર કરવો જોઈએ કે પોતે કોઈ નવું પાંજરું તો પોતાને માટે ઘડી રહ્યા નથી ને? બીજી વાત નક્કી છે કે અમુક સાહિત્યકૃતિઓ વિદ્યાપીઠો, સંસ્થાઓમાં જ, તથા કેટલાક મિત્રોમાં જ પોતાની ઓળખ ધરાવે છે. સંસ્થાઓની બહાર એ ભાગ્યે જ વંચાય છે. અહીંથી જ વિદ્યાલય તથા લોકાલયમાં થતા વાચનના ભેદ સ્પષ્ટ બને છે. Popular cultureના સંદર્ભમાં આ મુદ્દાની તપાસ કરી શકાય. ગુણવત્તા ને સંખ્યાગુણ વચ્ચેના ગજગ્રાહ આ રીતે જ ચાલ્યા કરતા હોય છે.