સાહિત્ય પલ્લવ – ભાગ ૧/થાળ ૧: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 16: Line 16:
પાંચકણીની પૂરી કીધી, પાશેર મેલ્યું દૂધ;
પાંચકણીની પૂરી કીધી, પાશેર મેલ્યું દૂધ;
નાનાના સ્વામી જમી ઊઠીને, કરજો કૂદાકૂદ. {{right|મારે૰ ૧૫}}
નાનાના સ્વામી જમી ઊઠીને, કરજો કૂદાકૂદ. {{right|મારે૰ ૧૫}}
{{right|—નાનો}}</poem>}}
{{right|'''—નાનો'''}}</poem>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 06:05, 22 March 2026

થાળ ૧

મારે ઘેર આવજો માવા, મઠાં ને કોદરી ખાવા.
કઢીમાં તો કર બોળીને, સૈડકા સૈડાસૈડ;
મુખડું મીઠું થાય રે માવા, પ્રીતે પાપડ કઈડ. મારે૰
આંબલીની તો કઢી કરી છે, માંહી મઠાંની દાળ;
છાંટો નાખું શામળા, તું તો ભાણા સામું ભાળ. મારે૰ ૫
ભાવના ભૂખ્યા છો ભૂધરજી, ગુણ મને લાધ્યા;
સંસેક પેલા સુદામાના તાંદુલ તમે ખાધા. મારે૰
કાંગ માટે કહાનજી તમે વિપ્રને કીધો રાજી;
કરમાબાઈનો કૂર ખાધો, ખાધી વિદુરની ભાજી. મારે૰
શરમાઓ તો શામળા, તમને મારા સમ; ૧૦
એકાંતે આવો એકલા, કોઈ નથી બીજું અન્ય. મારે૰
ભૈડકાનો તો ભાવ થયો છે, ભૈડકું ઝીણું ભઈ;
મોળી છાશમાં માવજી રે, તું નાનું કેરું કઈડ. મારે૰
પાંચકણીની પૂરી કીધી, પાશેર મેલ્યું દૂધ;
નાનાના સ્વામી જમી ઊઠીને, કરજો કૂદાકૂદ. મારે૰ ૧૫
—નાનો