સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મોસાળા-ચરિત્રમાંથી: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|મહાભારત-યુદ્ધનો તણખો|નાકર}}
{{Heading|મોસાળા-ચરિત્રમાંથી|વિશ્વનાથ જાની}}
મોસાળા-ચરિત્રમાંથી
 
{{center|૧}}
{{center|૧}}


Line 77: Line 77:
નણદી કહે સહુ સમઝી લખાવ્યું, મહેતો ચતુરસુજાણ,  {{right|વહુજી.}}
નણદી કહે સહુ સમઝી લખાવ્યું, મહેતો ચતુરસુજાણ,  {{right|વહુજી.}}
લખ્યાથી એ ભિયા નહી ચૂકે, મોટા લખો હવાં બે પહાણ, {{right|વહુજી.}}
લખ્યાથી એ ભિયા નહી ચૂકે, મોટા લખો હવાં બે પહાણ, {{right|વહુજી.}}
વલણ
{{gap|6em}}'''વલણ'''
કહ્યા પ્રમાણે સહુ લખ્યું ને હસિયો સઘળો સાથ.  
કહ્યા પ્રમાણે સહુ લખ્યું ને હસિયો સઘળો સાથ.  
કુંઅરબાઈએ કાગળ લૈ આપ્યો પિતાજીને હાથ.</poem>}}
કુંઅરબાઈએ કાગળ લૈ આપ્યો પિતાજીને હાથ.</poem>}}

Revision as of 17:09, 31 March 2026

મોસાળા-ચરિત્રમાંથી

વિશ્વનાથ જાની

એક રથ મહેતે માગી આણ્યો શિથિલ સઘળે અંગ,
વૃદ્ધ બળદ ને આખલો જોતર્યા જોડી પ્રસંગ.
સહસ્ત્ર કટકે વણી સાંગી, શોભાનો નહીં પાર,
ખટખટ ચેંચ્યું ચાલતાં બહુ શબ્દ થાય સાર.
હાંકતાં બેસે બળદિયો, આખલો તાણી જાય,
નાથે ઝાલ્યો નવ રહે નકાંનતર બહુ થાય.
ચઢે બેસે ઊતરે તાણે ઝાલી નાથ,
જે કૃષ્ણ વાણી ઊચરે, એમ પોહોતો સઘળો સાથ.
ખાંતીલો ખોખલો પંડ્યો પહેલો પેઠો ગામ મોઝાર,
વાટના જે ઢંગ દીઠા તે કહ્યા સમાચાર.
સ્વર્ગથી જ્યમ અપછરા દોડે અમરપતિને કાજ,
ખલકતી ચૂડી રૂપે રૂડી નેહે નમતી લાજ :
‘અલી અહીં શું રહી ઊભી, મહેતોજી આવ્યા દ્વાર,
કાર્ય મેલ્યાં કામિની, સહુની લાગી લાર.
સુખણી! સામો કંથ ઊભો શીશ અંબર ઓઢ.
કુંઅર કેડે શું ચઢાવ્યો? તરુણી પરહો તે ઓડ.’
વલણ
જોવા લાગ ન મળે, ભીડ ભરાણી મહેતા કાજ,
અવસ્થા જોઈ સહુ હસે : એ આવી શું કરશે આજ?

મામેરાને શું આવિયો વહુજીનો તાત?
જોવા નરનારી મળ્યાં વીસમે લહી વાત. મામે૦
તરુણી એ તાલ વજાડશે, ફેરવશે માળા,
નટુઆની પેરે નાચશે, ચતુરા જોની ચાળા. મામે૦
જેજે કૃષ્ણ લાંબે સ્વરે કહેશે કર જોડી, ૫
કુંઅરબાઈને કામની ચંતા નહી થોડી. મામે૦
સાસરિયાં શેકે ઘણું, મહેણાં મુખે ભાખે,
તોપણ તાત વહુજીતણો, વાસી નવ રાખે : મામે૦
શાને અહીકણ આવિયો, સમઝી કેહે શાણી,
ધન વિના નાગરી નાતનું કહો ક્યમ રહે પાણી. મામે૦
દુર્બળ પીહર જેહેનું દુ:ખ સઘળું સહેવું,
મહેણાં નિશદિન સાંખવાં, કુંઅરી! ક્યાં કહેવું. મામે૦
નણંદ તણે નાકોટડે મહિલા એ મરશે :
આ સામગ્રી સામુ જુઓ મામેરું શું કરશે. મામે૦
સુખણી સાસુ બોલશે મુખે મરમની વાણી : ૧૫
લાડકી! લોનારું નથી કો નયણાંનું પાણી. મામે૦
અવસર માથે સાંભરે બાપ અને વીરો,
પુરુષ પુરુષને ઠામ છે, માતા તે હીરો. મામે૦
સાસુ સસરાનો જણ્યો સમઝણો સાથી
મન રાખે મહિલા તણું ત્રિભુવનમાં ક્યાંથી. મામે૦
સુંદરજી સસરા થકી લાજ્યો મનમાંહાં રંચ,
કુંઅરબાઈને એમ કહે : આ દીઠા સંચ? મામે૦
વલણ
સંચ જુઓ સસરા તણા મણા નથી કાંઈ સંગ,
લજામણા થૈ આવિયા, ક્યમ નાતમાં રહેશે રંગ.?

* * *

મુખ મરડીને સાસુ બોલ્યાં, વામા કરો વિશ્વાસ, વહુજી.
કાગળનો કથલો તો કીજે જો નાની હોય આશ, વહુજી.
માછર્ય ભરી મુખ નણદલ બોલી, લખાવતાં શું જાય, માડી.
કટકો કાગળ ખરચ થયે કાંઈ અધિક ઓછું નહી થાય, માડી.
વડસાસુ કેહે રહે રે છાની, હું રે લખાવું લેખ, વહુજી.
તે કાગળ મહેતાને આપજો વિગતે કરીને વિશેક. વહુજી.
લખો પડીકાં કંકુમ કેરાં, પટોળાં પાંત્રીસ, વહુજી.
નારીકુંજર નાના વિધનાં આપશે શ્રીજગદીશ, વહુજી.
રેંટા શણિયાં સાળુ સાવટુ, છાયલ લખો સેં સાત, વહુજી.
પામરી પટકા ને પછેડી, બહુમૂલ્ય સુંદર ભાત, વહુજી.
થોક લખો દશ થરમા કેરી, ચોલેરા પંચાસ, વહુજી.
કમખા કપડાં ઘણેરાં જોઈએ, લોક કરે સહુ આશ, વહુજી.
સહસ્ત્ર મહોર લખો સુનાની, શ્રીફળ લખો સેં સાત, વહુજી.
વીસ મણ વાંકડિયાં જોઈશે, મળશે નાગરી નાત, વહુજી.
ખીરોદક મસરુ ને મોળિયાં, મગિયા અમરી ઘાટ, વહુજી.
તાજાં ટબક ને રંગે રૂડાં નિરખી લેજો વાટ, વહુજી.
જેને જે જોઈએ તે લખાવ્યું, એટલું જોઈશે આજ, વહુજી.
પછે પોસાએ તેવું કરજો જ્યમ ઘરની રહે લાજ, વહુજી.
જો મહેતાને માથે પ્રભુ છે તો તે શાનો વાંક, વહુજી.
લખ્યા થકી રૂડેરું કરશે, જોતાં આડો આંક, વહુજી.
નણદી કહે સહુ સમઝી લખાવ્યું, મહેતો ચતુરસુજાણ, વહુજી.
લખ્યાથી એ ભિયા નહી ચૂકે, મોટા લખો હવાં બે પહાણ, વહુજી.
વલણ
કહ્યા પ્રમાણે સહુ લખ્યું ને હસિયો સઘળો સાથ.
કુંઅરબાઈએ કાગળ લૈ આપ્યો પિતાજીને હાથ.

* * *

ભામની ભાવતી મધુર ભાખતી, મૃગાવતી કહે વાણી રે,
જગતકુંઅરી કહે જો રે કમળા, આ અંબર તું પાણિ રે.
ઉદ્યોતકુંઅર આનંદ પામી, માનબાઈ મને ફૂલી રે.
ચાંપાં ચિત્ર લખીસી નીરખે, મોટી સુધબુધ ભૂલી રે.
લાખેણી લટ મૂકી મુખ પરિ, મરકલડે મૃગનેણી રે,
મકરધ્વજ સરખો મોહ પામે, નાગફણા તુલ્ય વેણી રે.
લોચન ઉપરિ લટ લલિતાની, નાગિણ સરખી લળકે રે,
લોકિક પુરુષતણું શું લેખું, મહા મુનિનાં મન ટળકે રે.
હસવું કહેવું સુણવું રમવું, કૌતક કેરી કોડ્ય રે;
સ્વર્ગભુવન સરખું કહીએ તો, કવિને મોટી ખોડ્ય રે.
સ્વર્ગથકી સહસ્ત્રગણી શોભા, ભૂતળ ઉપર ભાસી રે,
લાડ પાળવા લખમી સાથે, જાંહાં આવ્યા અવિનાશી રે.
માંઘરોલ માંહાં મોટા મહાજન, શેઠ સંઘવી શ્રીપાલ રે;
મોહન મહેતો પુંજો પારખ કીધા ઝાકઝમાલ રે.
દેપો દોશી ને સુરો સુની, ગણજી ગાંધી આવે રે.
સ્નેહી જે સસરાજી કેરા, સંભાળી તેડાવે રે.
કહાનો કણબી ને ધોળી ધોબણ, મોટી માલણ ડાહી રે,
નહાનો નાપિક ઊભો નીરખે, કર માંહાં વીજણો સાહી રે.
તેજપાળ તંબોળી તેડ્યો, ઊભા શારણ શેઠજી રે,
મેહેતાને મુખે ના ન નીસરે, લહી વીઠલની વેઠ રે.
પાણીહારી પુરીને આપો, નૂતન રંગની નાટી રે,
ભાટ રખે કો એક વીસરો, ગુણી પ્રગટ હોય ઘાટી રે.
ટોળાં સરવ ગાંધ્રવનાં તેડ્યાં, માંડ્યું હરિગુણગાન રે,
પ્રેમેસું પટકૂળ પામરી, આપે શ્રીભગવાન રે.
અશ્વતણા રક્ષકને તેડ્યો, દળનારી ને દાસી રે;
કરમશી કુંભાર સાંચર્યો, આપે શ્રીઅવિનાશી રે.
કર ઓડી જેણે જે માગ્યું, તેહેને તે આપ્યું સારજી,
કારીગર કો નવ વીસરે, પશુ તણો પિંડાર રે.
આપતાં ખૂટે નહી વસ્ત્રતણો અંબાર રે,
મહેતેજીએ કૃપા કરી તે, વહેંચી આપ્યા નગર મુઝાર રે.
વલણ
નગર આખે વહેંચી આપ્યાં, સહુના પૂરી કોડજી;
મહેતાને શિર હાથ ધરીને, શ્રી સહિત પધાર્યા રણછોડજી.

સ્વાધ્યાય

૧. રથનું અને તેને જોવા મળેલાંનું વર્ણન કરો.
૨. કુંવરબાઈની મુશ્કેલીઓનો આપો.
૩. મહેતાજીના સાથમાં તમે પણ હતા એમ કલ્પીને આખા પ્રસંગનું વર્ણન કરો.
૪. તમને ગમતી કોઈ પણ ચાર લીટી સમજાવો.