દરિયાપારથી.../સ્વપ્નનું આકર્ષણ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
Line 12: Line 12:
વિશ્વમાંથી ખોવાઈ ગઈ છે સ્વપ્ન-લોકની ચાવી. ”</poem>}}
વિશ્વમાંથી ખોવાઈ ગઈ છે સ્વપ્ન-લોકની ચાવી. ”</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રવીન્દ્રનાથના શબ્દો જેવા રોમાંચક હોય છે, તેવા જ જાણે કૈંક રહસ્યમય પણ હોય છે. એમના તો સાદા શબ્દોમાં પણ બહુધા અર્થ-ગાંભીર્ય જણાતું હોય છે.  
રવીન્દ્રનાથના શબ્દો જેવા રોમાંચક હોય છે, તેવા જ જાણે કૈંક રહસ્યમય પણ હોય છે. એમના તો સાદા શબ્દોમાં પણ બહુધા અર્થ-ગાંભીર્ય જણાતું હોય છે.  
વળી, ઘણાંને એમ પણ લાગે કે જાગૃતાવસ્થામાં સ્વપ્ન જોવાં સહેલાં છે, પણ ખરેખર શું એવું હોય છે? સ્વપ્ન એટલે કાંઈ ફક્ત તીવ્ર ઈચ્છા નથી, ને કેવળ અદમ્ય મહત્ત્વાકાંક્શા પણ નથી. જિંદગીભર – એટલેકે ઘણા લાંબા સમય માટે – સંકોરી રખાતાં સ્વપ્ન સુષુપ્તાવસ્થા કે જાગૃતાવસ્થાની પણ પેલે પારથી ક્યાંકથી આવતાં હોય છે. એક બહુ ચતુર અંગ્રેજી ઉક્તિ છે, કે If wishes (or dreams) were horses, beggars would ride. હા, જો એટલું સહેલું હોત, અને હાથવગું, તો જેની પાસે કાંઈ નથી તેવા લોકો પણ મોટી મોટી ઇચ્છાઓ કરી શકત, ને અનેકવિધ સ્વપ્ન સેવી શકત. બેઠાં બેઠાં દિવાસ્વપ્ન જોવાની મઝા તો બહુ છે, પણ સાચવીએ નહીં, ને બસ, શેખચલ્લી બની જઈએ તો હાથમાં કશુંયે ના આવે, ને સમય તો ક્યાંયે છટકી ગયો હોય.  

સ્વપ્નને સિદ્ધ કરવા માટે શું ભાગ્ય પણ જરૂરી હશે? મને તો લાગે છે કે જરૂરી છે. ઉદાહરણ તરીકે, લાંબી વિગતોમાં ગયા વગર યાદ કરીએ તો – ૨૦૦૦માં શ્રી આલ્બર્ટ ગોર (Gore) જે રીતે અમેરિકાના મુખ્ય પ્રમુખની હરિફાઈમાં હાર્યા, તે ભાગ્ય દ્વારા થયેલો અકસ્માત જ નહતો?; અને પછી ૨૦૧૬માં શ્રીમતી હિલરી ક્લિન્ટન એ પદવી ના પામી શક્યાં તે? મન મક્કમ હોય, ને સ્વપ્નને સાકાર કરવા માટે બધા પ્રયત્ન કરવાની તૈયારી હોય, તો કેટલાયે જાણીતા, ને લાયક લોકો પોતાનાં સ્વપ્ન, ઇચ્છા, કે આદર્શ પરિપૂર્ણ કરી શક્યાના અસંખ્ય ઉદાહરણ મળી આવે છે, પણ એ દરેકની પાછળ એથીયે વધારે કૈં કેટલાં જણ અભાગી હશે જે નિરાશ થતાં રહ્યાં હશે?

Revision as of 01:33, 27 April 2026

સ્વપ્નનું આકર્ષણ

અચાનક ક્યારેક એમ વિચાર આવી જાય છે, કે આહા, વર્ષોનાં વર્ષો કઈ રીતે વીતી ગયાં? કેટલું બધું જીવન પાછળ રહી ગયું. આટલો બધો સમય જાણે સ્વપ્નની જેમ સરી ગયો, ને જાણે ખબર પણ ના પડી. ત્યારે મનમાં થયા કરે કે આ સ્વપ્ન ખરેખર શું હોય છે? પકડી અને જકડીને રાખી શકાય ખરું એને? ઈન્ડિયાના ૪૮૦ જેટલા ફોટાના, “અવર ઈન્ડિયા” નામના મારા ગ્રંથમાંની પ્રસ્તાવનાનું પહેલું વાક્ય મેં આમ લખ્યું છે, કે “ના, મને ઈન્ડિયાનાં સ્વપ્ન નથી આવતાં.” પણ તે કેમ, એનું કારણ પછીના આ વાક્યમાંથી ફલિત થાય છે- “કારણકે ઈન્ડિયા મને ઉજાગરા કરાવતું રહે છે.” દેશના વિચારો અને દેશની યાદો મારી ઊંઘ ઊડાડી મૂકે છે, એવું ખૂબ રોમાન્ટીક મારું કલ્પન છે. ઊંઘમાં આવે તે સ્વપ્નો તો ખરાં જ, પણ એની ચર્ચા તો અભ્યાસીઓ જ ભલે કરતા, કારણકે સુષુપ્તાવસ્થાનાં સ્વપ્ન વાસ્તવિક તો હોઈ જ શકે છે, છતાં એ કોઈ ગૂઢ ને ઊંડી જગ્યામાંથી આવી ચઢે ત્યારે ડરામણાં પણ બનતાં હોય છે. ને તેથી અલબત્ત, એ રીતસરનાં દુ:સ્વપ્ન બનતાં હોય છે, અને માનસિક તેમજ શારીરિક હાનિ કરી શકે છે. અહા, આપણે આ ‘સ્વપ્ન’ શબ્દને કેવળ કવિત્વમય જ રાખી શકીએ તો? અરે પણ, એવું ક્યારેય બની શકે ખરું, જ્યારે કોઈ સુંદર, તેમજ કવિત્વમય શબ્દનો અર્થ બીલકુલ સાદોસીધો જ થતો હોય? ના, આવા રોમાંચક લાગતા શબ્દ પણ, સપાટીની નીચે, રહસ્યગંભીર અને જટિલ જ હોય છે – જેમ રવીન્દ્રનાથના આ ગીતની પંક્તિઓમાં જણાય છે.

“સ્વપ્નની પેલે પારથી સાદ સાંભળ્યો છે.
જાગીને તેથી જ વિચારું છું,
કોઈ કયારેય શું શોધી શકે છે સ્વપ્ન-લોકની ચાવી?
વિશ્વમાંથી ખોવાઈ ગઈ છે સ્વપ્ન-લોકની ચાવી. ”

રવીન્દ્રનાથના શબ્દો જેવા રોમાંચક હોય છે, તેવા જ જાણે કૈંક રહસ્યમય પણ હોય છે. એમના તો સાદા શબ્દોમાં પણ બહુધા અર્થ-ગાંભીર્ય જણાતું હોય છે. વળી, ઘણાંને એમ પણ લાગે કે જાગૃતાવસ્થામાં સ્વપ્ન જોવાં સહેલાં છે, પણ ખરેખર શું એવું હોય છે? સ્વપ્ન એટલે કાંઈ ફક્ત તીવ્ર ઈચ્છા નથી, ને કેવળ અદમ્ય મહત્ત્વાકાંક્શા પણ નથી. જિંદગીભર – એટલેકે ઘણા લાંબા સમય માટે – સંકોરી રખાતાં સ્વપ્ન સુષુપ્તાવસ્થા કે જાગૃતાવસ્થાની પણ પેલે પારથી ક્યાંકથી આવતાં હોય છે. એક બહુ ચતુર અંગ્રેજી ઉક્તિ છે, કે If wishes (or dreams) were horses, beggars would ride. હા, જો એટલું સહેલું હોત, અને હાથવગું, તો જેની પાસે કાંઈ નથી તેવા લોકો પણ મોટી મોટી ઇચ્છાઓ કરી શકત, ને અનેકવિધ સ્વપ્ન સેવી શકત. બેઠાં બેઠાં દિવાસ્વપ્ન જોવાની મઝા તો બહુ છે, પણ સાચવીએ નહીં, ને બસ, શેખચલ્લી બની જઈએ તો હાથમાં કશુંયે ના આવે, ને સમય તો ક્યાંયે છટકી ગયો હોય. સ્વપ્નને સિદ્ધ કરવા માટે શું ભાગ્ય પણ જરૂરી હશે? મને તો લાગે છે કે જરૂરી છે. ઉદાહરણ તરીકે, લાંબી વિગતોમાં ગયા વગર યાદ કરીએ તો – ૨૦૦૦માં શ્રી આલ્બર્ટ ગોર (Gore) જે રીતે અમેરિકાના મુખ્ય પ્રમુખની હરિફાઈમાં હાર્યા, તે ભાગ્ય દ્વારા થયેલો અકસ્માત જ નહતો?; અને પછી ૨૦૧૬માં શ્રીમતી હિલરી ક્લિન્ટન એ પદવી ના પામી શક્યાં તે? મન મક્કમ હોય, ને સ્વપ્નને સાકાર કરવા માટે બધા પ્રયત્ન કરવાની તૈયારી હોય, તો કેટલાયે જાણીતા, ને લાયક લોકો પોતાનાં સ્વપ્ન, ઇચ્છા, કે આદર્શ પરિપૂર્ણ કરી શક્યાના અસંખ્ય ઉદાહરણ મળી આવે છે, પણ એ દરેકની પાછળ એથીયે વધારે કૈં કેટલાં જણ અભાગી હશે જે નિરાશ થતાં રહ્યાં હશે? હકીકતમાં, હંમેશાં, મને દુનિયાના અન્ય દેશોમાંથી, સુખ અને સંપત્તિની આશાથી આ દેશમાં આવી ચઢનારાંનો વિચાર આવ્યા કરતો હોય છે. એક અતિપ્રચલિત, અને સાધારણ માણસોમાં ઊંડી આશા જન્માવતી ઉક્તિ છે- “અમેરિકન ડ્રીમ”. એટલેકે, “અમેરિકામાં તમારું દરેક સ્વપ્ન સિદ્ધ થઈ શકે છે”, એવો આભાસી અર્થ એમાંથી ફલિત થતો ગણાય છે. ખૂબ લોભામણું, તેમજ ઘણું આકર્ષક લાગતું એ સ્વપ્ન સહેલાઈથી હાથમાં આવે તે કરતાં જલદી હાથમાંથી છટકી જતું હોય છે. “સ્વપ્નોથી સાવધાન” – એવાં પાટિયાં ઠેર ઠેર મૂકી શકાતાં હોય તો? સાધારણ નિરાંતની જિંદગી માટે પણ દયનીય ફાંફાં મારતાં રહેતાં હોય એવાં જણ સાથે ન્યૂયૉર્ક જેવા શહેરમાં તો દરરોજ અકસ્માત્ મળવાનું થઈ જાય. રસ્તા પર ફળ વેચતા, કે હાટડીમાં છાપાં વેચતા, રાત-દહાડો ટૅક્સી ચલાવતા, કે ભૂગર્ભ રેલમાં થાક્યા-પાક્યા દેખાતા લોકો જેમ અન્ય-દેશીય હોય તેમજ ઇન્ડિયન પણ હોય. એવા કોઈકની સાથે જરાક કાંઈ વાત કરવા જઈએ, કે તરત સ્વપ્ન-ભંગની ને હૃદય-ભંગની એમની કથની શબ્દરૂપ પામી બેસે. આપણે સાંભળવી પડે, અને એ લોકો માટે જીવ બાળતા રહેવું પડે. સ્વપ્નને જકડી લઈ શકાય કે નહીં, તેની તો મને ખબર નથી, પણ એની ઘણી આકર્ષક લાગતી, ને ખરેખર છેતરામણી હોઈ શકે છે તેવી, સપાટીની નીચે જે વિરૂપ વાસ્તવિકતા રહેલી હોય છે, તેણે મારું ધ્યાન તો જકડીને રાખેલું જ છે.