રણજિતરામ ગદ્યસંચય – ૨/જૈનો અને ગુજરાતનું નવજીવન: Difference between revisions

+1
 
No edit summary
Line 34: Line 34:
આ સંબંધમાં હવે કાંઈ વ્યાવહારિક કાર્ય કરવાનો અવસર આવ્યો છે એવું મને લાગે છે : (૧) જૈનોની જેટલી સંસ્થાઓ હોય તેમાં બની શકે તેવી થોડીવત્તી જૈનેતરોની સંખ્યાના સ્વીકાર, સમાસ અને સહકાર્ય થવાં જોઈએ. પાઠશાળા હોય તો તેમાં જૈનેતરોને ભણવા થોડીક અનુકૂળતા કરી આપવી. સંસ્થાના વ્યવસ્થાપક મંડળમાં જૈનેતરોને સ્થાન આપવું. સંસ્થાઓને દેશની બીજી સાર્વજનિક સંસ્થાઓના ગાઢ સંબંધમાં લાવવા જેટલા પ્રયત્ન થઈ શકે તેટલા કરવા. (૨) જ્યારે દાન કરવાનો અથવા નવી સંસ્થા સ્થાપવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે ત્યારે દાનનો અમુક અંશ સાર્વજનિક લાભાર્થે કરવાની અને નવી સંસ્થાને વત્તુંઓછું સાર્વજનિક સ્વરૂપ આપવાની વૃત્તિ થવી જોઈએ. દરવર્ષે જૈન દાનોનું સરવૈયું કાઢવામાં આવે અને પ્રશંસવામાં આવે ત્યારે સાર્વજનિક દાનની ખાસ નોંધ અને પ્રશંસા થવી જોઈએ.

આ બાબતો પરત્વે માત્ર જૈનોએ જ લક્ષ નથી આપવાનું પરંતુ જેટલી જેટલી કોમી હિલચાલો ચાલે છે તેમના સર્વે સૂત્રધારોએ આપવાનું છે.
આ બાબતો પરત્વે માત્ર જૈનોએ જ લક્ષ નથી આપવાનું પરંતુ જેટલી જેટલી કોમી હિલચાલો ચાલે છે તેમના સર્વે સૂત્રધારોએ આપવાનું છે.
૨. જૈનની વસ્તી આખા હિન્દુસ્તાનમાં છૂટક છૂટક પુષ્કળ છે. આપણા ગુજરાતમાં વસ્તી સારા પ્રમાણમાં છે. એકંદર સ્થિતિ દ્રવ્ય સંબંધે સારી છે. વિદ્યાનું પ્રસારણ ઓછું હોવાથી સાર્વજનિક સેવાના પ્રદેશોમાં જોઈએ તેટલી પ્રતિષ્ઠા – દ્રવ્ય અને સંખ્યાના પ્રમાણમાં હોવી જોઈએ તેટલી નથી. ગુજરાતના ઇતિહાસ ઉપર અને વર્તમાન જીવન ઉપર જૈન સંસ્કૃતિનો સબળ પ્રભાવ છે. બીજા પ્રાંતોમાં વિદ્યાનુરાગી બ્રાહ્મણોનો જે પ્રભાવ છે તેવો પ્રભાવ ગુજરાતમાં ગુજરાતી બ્રાહ્મણોનો નથી. બીજા પ્રાંતોમાં બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો(શૂદ્રો) સિવાય બીજા વર્ણો નથી હોતા. પરંતુ ગુજરાતમાં બ્રાહ્મણો, વૈશ્યો અને શૂદ્રો એ ત્રણ વર્ણો છે. બ્રાહ્મણો અને શૂદ્રો વચ્ચે જે મોટું અંતર બીજા પ્રાંતોમાં છે તે આપણા પ્રાંતમાં નથી. બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો વચ્ચે તીખાશ મહારાષ્ટ્ર કે મદ્રાસ ઈલાકામાં છે તેવી આપણે ત્યાં નથી. ગુજરાતમાં સમાજના થર અન્યોન્ય સાથે ગાઢ સંબંધવાળા છે; તેમની વચ્ચે વિશાળ અવકાશ નથી. એક ઘરમાંથી બીજા ઘરમાં જવાની અમુક રીતે સુગમતા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અનુકૂળતાએ વૈશ્ય થઈ શકે છે અને વૈશ્ય બ્રાહ્મણ અથવા શૂદ્ર થઈ શકે છે. ઘર ઘર વચ્ચે અનુરાગ, વિરોધ કે શત્રુતા નથી. આ સર્વ શુભ વસ્તુસ્થિતિનું કારણ કેટલેક અંશે જૈન વેપારી કોમ(વૈષ્ણવ વેપારી કોમોમાંની પણ ઘણી પૂર્વે જૈન હોવાનો સંભવ લાગે છે એટલે તેમની અલાયદી ગણતરી નથી કરી)નું અસ્તિત્વ છે., આમ વૈશ્યોનો જે પ્રભાવ ગુજરાતના જીવન ઉપર છે તેથી જેમ લાભ થયા છે તેમ ગેરલાભ પણ થયા છે, હવે જે લાભ છે તેથી ગુજરાતનું સાર્વજનિક જીવન વધારે ખીલે અને ગેરલાભો દૂર થાય એવી વાંછના પ્રગટવી જોઈએ, જૈન કોમે પોતાને પ્રશ્ન કરવો જોઈએ કે ગુજરાતની પ્રગતિ માટે એમણે શું શું કરવું જોઈએ? પ્રો. બ. ક. ઠાકોર કહે છે કેળવણીવાળા સર્વે પ્રાંતોમાં ગુજરાત પાછળ છે,’ ગુજરાતમાં કેળવણીનો પ્રચાર જેવો તેવો નથી પણ કેળવણીના પ્રમાણમાં સાર્વજનિક જીવન જોઈએ તેવું ઉજ્જવળ નથી. મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબની જેવી પ્રતિષ્ઠા હિન્દુસ્તાનમાં અને હિન્દુસ્તાન બહાર છે તેવી આપણા ગુજરાત પ્રાંતની અને આપણા ગુજરાતી લોકોની છે? નથી તો શી રીતે લાવી શકાય? જે પ્રાંતોની પ્રતિષ્ઠા છે તે પ્રતિષ્ઠાનાં કારણો વિચારી તે આપણે ત્યાં પ્રવર્તમાન થાય એવા સંજોગો ઊભા કરવા આપણે કટિબદ્ધ થવું જોઈએ.
૨. જૈનની વસ્તી આખા હિન્દુસ્તાનમાં છૂટક છૂટક પુષ્કળ છે. આપણા ગુજરાતમાં વસ્તી સારા પ્રમાણમાં છે. એકંદર સ્થિતિ દ્રવ્ય સંબંધે સારી છે. વિદ્યાનું પ્રસારણ ઓછું હોવાથી સાર્વજનિક સેવાના પ્રદેશોમાં જોઈએ તેટલી પ્રતિષ્ઠા – દ્રવ્ય અને સંખ્યાના પ્રમાણમાં હોવી જોઈએ તેટલી નથી. ગુજરાતના ઇતિહાસ ઉપર અને વર્તમાન જીવન ઉપર જૈન સંસ્કૃતિનો સબળ પ્રભાવ છે. બીજા પ્રાંતોમાં વિદ્યાનુરાગી બ્રાહ્મણોનો જે પ્રભાવ છે તેવો પ્રભાવ ગુજરાતમાં ગુજરાતી બ્રાહ્મણોનો નથી. બીજા પ્રાંતોમાં બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો(શૂદ્રો) સિવાય બીજા વર્ણો નથી હોતા. પરંતુ ગુજરાતમાં બ્રાહ્મણો, વૈશ્યો અને શૂદ્રો એ ત્રણ વર્ણો છે. બ્રાહ્મણો અને શૂદ્રો વચ્ચે જે મોટું અંતર બીજા પ્રાંતોમાં છે તે આપણા પ્રાંતમાં નથી. બ્રાહ્મણો અને બ્રાહ્મણેતરો વચ્ચે તીખાશ મહારાષ્ટ્ર કે મદ્રાસ ઈલાકામાં છે તેવી આપણે ત્યાં નથી. ગુજરાતમાં સમાજના થર અન્યોન્ય સાથે ગાઢ સંબંધવાળા છે; તેમની વચ્ચે વિશાળ અવકાશ નથી. એક ઘરમાંથી બીજા ઘરમાં જવાની અમુક રીતે સુગમતા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અનુકૂળતાએ વૈશ્ય થઈ શકે છે અને વૈશ્ય બ્રાહ્મણ અથવા શૂદ્ર થઈ શકે છે. ઘર ઘર વચ્ચે અનુરાગ, વિરોધ કે શત્રુતા નથી. આ સર્વ શુભ વસ્તુસ્થિતિનું કારણ કેટલેક અંશે જૈન વેપારી કોમ(વૈષ્ણવ વેપારી કોમોમાંની પણ ઘણી પૂર્વે જૈન હોવાનો સંભવ લાગે છે એટલે તેમની અલાયદી ગણતરી નથી કરી)નું અસ્તિત્વ છે., આમ વૈશ્યોનો જે પ્રભાવ ગુજરાતના જીવન ઉપર છે તેથી જેમ લાભ થયા છે તેમ ગેરલાભ પણ થયા છે, હવે જે લાભ છે તેથી ગુજરાતનું સાર્વજનિક જીવન વધારે ખીલે અને ગેરલાભો દૂર થાય એવી વાંછના પ્રગટવી જોઈએ, જૈન કોમે પોતાને પ્રશ્ન કરવો જોઈએ કે ગુજરાતની પ્રગતિ માટે એમણે શું શું કરવું જોઈએ? પ્રો. બ. ક. ઠાકોર કહે છે<ref>એમનો ‘ગાંડી ગુજરાત’વાળો લેખ વાંચવા સર્વે ગુજરાતીઓને મારી ખાસ ભલામણ છે.</ref> કેળવણીવાળા સર્વે પ્રાંતોમાં ગુજરાત પાછળ છે,’ ગુજરાતમાં કેળવણીનો પ્રચાર જેવો તેવો નથી પણ કેળવણીના પ્રમાણમાં સાર્વજનિક જીવન જોઈએ તેવું ઉજ્જવળ નથી. મહારાષ્ટ્ર, બંગાળ, પંજાબની જેવી પ્રતિષ્ઠા હિન્દુસ્તાનમાં અને હિન્દુસ્તાન બહાર છે તેવી આપણા ગુજરાત પ્રાંતની અને આપણા ગુજરાતી લોકોની છે? નથી તો શી રીતે લાવી શકાય? જે પ્રાંતોની પ્રતિષ્ઠા છે તે પ્રતિષ્ઠાનાં કારણો વિચારી તે આપણે ત્યાં પ્રવર્તમાન થાય એવા સંજોગો ઊભા કરવા આપણે કટિબદ્ધ થવું જોઈએ.
૩. રાજ્યતંત્રમાં માત્ર વકીલો કે દાક્તરોને જ સ્થાન નથી પણ વેપારીઓને અને ખેડૂતોને પણ હોવું જોઈએ. જૈન જેવી વેપારી કોમના કેટલા પ્રતિનિધિઓ ધારાસભામાં જઈ બિરાજ્યા? રાજદ્વારી પ્રવૃત્તિમાં કેમ જૈનો સામેલ નથી થતા? રાજ્યશાસ્ત્ર અને રાજ્યના પ્રશ્નોની ચર્ચા જૈનોમાં જેવી થવી જોઈએ તેવી થાય છે? ન થતી હોય તો તે કેવી રીતે કરવી? જૈનો રાજદ્વારી કાર્યોમાં રસ લેતા થાય અને પોતાનાં શક્તિ, અનુભવ અને સાધનોથી એ પ્રદેશમાં ગુજરાતની કીર્તિ વધારે એવો પ્રસંગ લાવવા હવે શરૂઆત થવી જોઈએ.

ટૂંકામાં જૈન સભાઓનું ત્રણ દૃષ્ટિબિન્દુ પ્રત્યે લક્ષ ખેંચ્યું છે. આ પ્રશ્નોની સવિસ્તર ચર્ચા કરાઈ હોત તો સારું. પણ તેવી ચર્ચા જુદે પ્રસંગે કરવા અભિલાષ છે એટલે હાલ તો આટલાથી સંતોષ માનવો. પરિણામ આવશે તો ગુજરાતને લાભ થશે.