ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મણિલાલ હ. પટેલ/બાપાનો છેલ્લો કાગળ: Difference between revisions

No edit summary
No edit summary
 
Line 43: Line 43:
રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો :
રતિલાલે કાગળ આગળ વાંચવા માંડ્યો :


‘… મને બરોબર હાંભરે છે, તને કૉલેજ વખતે પૂરતા પૈસા ન’તા અપાતા. ચ્યાંયથી ના મળે ત્યારે માંણેકકાકા પાહે જતો ને એ આલતા. સગાં પાહે તો મેં ખાસ કરીને વેવાર પૂરતા માગેલા… ને દૂઝણી ભેંસો વેચીને એવાં દેવાં ભરેલાં. તું માંદો થૈને પૈસા લેવા આયેલો ને હું હાછેટ છૂટી પડેલો… તું ભાગલા પગલે પાછો વળી ગયેલો. એ ઘડીએ બઉ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તેં છાપાં વેચીને ભણવાના પૈસા જોડ્યા તો મેંય વાંસ-પુંવાડનો વેપાર કર્યો… તને બપોરની ચા મિતરો પાહેથી મળતી, ને મારે તો એય નઈ. વાંસ-પુવાડની ટ્રક ભરાવા જતો, તો ત્યાં ફાકો ભૂંસું ખાઈને બબ્બે દંન કાડવા પડતા. પેટમાં ચૂકનું દરદ મનેય પજવતું — ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ-ડુંગળી શેકી ખાઈને વાયુ ચકરી મટાડતો. ઝેર ખાવાય પૈસો ચ્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દરદ કાબૂમાં આયેલું… પણ તમાકુએ કાયાને ઓગાળી મેલી… છેવટે એ છોડી તો આજે ડિલમાં હાંધે હાંધે વા છે ભૈ… પણ હવે તો બૌત ગઈ ને થોડી રઈ - વાળી વાત છે. આપડે ક્યા રાજાને રાવ કરવા જવાના હતા, હેં? ને રાજાય જોઈ લીધા છે… મેં તો!
‘…મને બરોબર હાંભરે છે, તને કૉલેજ વખતે પૂરતા પૈસા ન’તા અપાતા. ચ્યાંયથી ના મળે ત્યારે માંણેકકાકા પાહે જતો ને એ આલતા. સગાં પાહે તો મેં ખાસ કરીને વેવાર પૂરતા માગેલા… ને દૂઝણી ભેંસો વેચીને એવાં દેવાં ભરેલાં. તું માંદો થૈને પૈસા લેવા આયેલો ને હું હાછેટ છૂટી પડેલો… તું ભાગલા પગલે પાછો વળી ગયેલો. એ ઘડીએ બઉ લાચારી હતી. મુદ્દાની વાત એટલી કે તેં છાપાં વેચીને ભણવાના પૈસા જોડ્યા તો મેંય વાંસ-પુંવાડનો વેપાર કર્યો… તને બપોરની ચા મિતરો પાહેથી મળતી, ને મારે તો એય નઈ. વાંસ-પુવાડની ટ્રક ભરાવા જતો, તો ત્યાં ફાકો ભૂંસું ખાઈને બબ્બે દંન કાડવા પડતા. પેટમાં ચૂકનું દરદ મનેય પજવતું — ઘર આખામાં પેટ દાબીને ગબડતો ને લહણ-ડુંગળી શેકી ખાઈને વાયુ ચકરી મટાડતો. ઝેર ખાવાય પૈસો ચ્યાં મળતો? પછી ખાવાની તમાકુથી એ દરદ કાબૂમાં આયેલું… પણ તમાકુએ કાયાને ઓગાળી મેલી… છેવટે એ છોડી તો આજે ડિલમાં હાંધે હાંધે વા છે ભૈ… પણ હવે તો બૌત ગઈ ને થોડી રઈ - વાળી વાત છે. આપડે ક્યા રાજાને રાવ કરવા જવાના હતા, હેં? ને રાજાય જોઈ લીધા છે… મેં તો!


પણ એક વાત લખતાં લખતાં આજેય આંખો મહીમાતાનું રૂપ ધારી લ્યે છે તે વાત… થાય છે કે રેવા દઉં નઈ કેહવી... તારી હમજણમાં એ આઈ જ હશે. આપડી તો નાતરિયા ન્યાત. હું ચાળીસની જોવનાઈમાં ઘરભંગ થયો ત્યારે બેત્રણ-રંડાપો ગાળતી ને છેડાછૂટ વાળી બાઈઓનાં માગાં આયેલાં. હું ન પૂરો ઘરમાં કે પૂરો ઘરબારો... જાંણે અડધી વાટે હતો ને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું ને ફજેતી જેવી ખેતી હંભાળતાં હંભાળતાં ગોબરા સમાજને પોંચી વળવાનું… ઘણાંએ વણમાગી સલ્લા આલેલી : ‘લવજીભઈ, નાતરું તો કરવું પડે… ઘર ચ્યમનું નભે…?’ ...પણ તારાં ભૈબુનોનાં —તમારાં હૌનાં નમાયાં મુઢાં ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી… હૌ હારાં વાનાં થયાં એમાં મારે ઓછું વેઠવાનું નથી આયું… તેં વેઠ્યું તો તું મોટો માંણસા થયો…! પણ આજે લાગી આવે છે એ વાતનું કે મેં વેઠ્યું-વેઠવામાં કસર નઈ રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું — એમ પૂછું તો તને નઈ ગમે. ને મારે કાંઈ જોઈતુંય નથી... પણ જશને માથે જૂતિયાં — વાળી કે’ત હાચી ઠરી. અરે જશની માને કૂતરાં પૈણી ગયાં… પણ લાખોના ધણીની બે ટંકના રોટલા માટેની થાળી ઓલા ઘેર ને પેલા ઘેર ઠેલાયા કરે… છીછરા પેટની, જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી બેય વઉઓ માણસાઈમાંથીય ગઈ ? દોષ કોનો? જેવાં આપણાં નસીબ! મેંઠા વેલાનાં તુંબડાંમાંય કડવાશ પેઠી… ભલા ભગવાન!!
પણ એક વાત લખતાં લખતાં આજેય આંખો મહીમાતાનું રૂપ ધારી લ્યે છે તે વાત… થાય છે કે રેવા દઉં નઈ કેહવી... તારી હમજણમાં એ આઈ જ હશે. આપડી તો નાતરિયા ન્યાત. હું ચાળીસની જોવનાઈમાં ઘરભંગ થયો ત્યારે બેત્રણ-રંડાપો ગાળતી ને છેડાછૂટ વાળી બાઈઓનાં માગાં આયેલાં... હું ન પૂરો ઘરમાં કે પૂરો ઘરબારો... જાંણે અડધી વાટે હતો ને તારી બા એકલો કરી ગઈ. હાથે બળવાનું ને ફજેતી જેવી ખેતી હંભાળતાં હંભાળતાં ગોબરા સમાજને પોંચી વળવાનું… ઘણાંએ વણમાગી સલ્લા આલેલી : ‘લવજીભઈ, નાતરું તો કરવું પડે… ઘર ચ્યમનું નભે?’ ...પણ તારાં ભૈબુનોનાં તમારાં હૌનાં નમાયાં મુઢાં ભાળીને મેં જોવનાઈને કબજે કરેલી… હૌ હારાં વાનાં થયાં એમાં મારે ઓછું વેઠવાનું નથી આયું… તે વેઠ્યું તો તું મોટો માંણસા થયો…! પણ આજે લાગી આવે છે એ વાતનું કે મેં વેઠ્યું-વેઠવામાં કસર નઈ રાખી તોય મારું શું થયું? મને શું મળ્યું — એમ પૂછું તો તને નઈ ગમે. ને મારે કાંઈ જોઈતુંય નથી... પણ જશને માથે જૂતિયાં — વાળી કે’ત હાચી ઠરી. અરે જશની માને કૂતરાં પૈણી ગયાં… પણ લાખોના ધણીની બે ટંકના રોટલા માટેની થાળી ઓલા ઘેર ને પેલા ઘેર ઠેલાયા કરે… છીછરા પેટની, જોકે ખાનદાન વેલાની ગણીને ઓરેલી બેય વઉઓ માંણસાઈમાંથીય ગઈ? દોષ કોનો? જેવાં આપણાં નસીબ! મેંઠા વેલાનાં તુંબડામાંય કડવાશ પેઠી… ભલા ભગવાન!!


‘ઘરડો માણસ છું તે ચિડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારોય — તમે ના પાડેલી તોય — છૂટતો નથી. દહેકથી તું વેગળો થયો તોય તઈણે ભઈનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા.
ઘરડો માણસ છું તે ચિડાતોય રહું, ખોટું થતું કે બગડતું ના દેખાય એનો ટકટકારોય — તમે ના પાડેલી તોય — છૂટતો નથી. દહકેથી તું વેગળો થયો તોય તઈણે ભઈનું મેં તો હરખું ભલું ચાયું છે. ભલે મોટી વાતોના મારા અભરખા અડધી વાટે અટવાયા.


‘બીજી એક વાત
બીજી એક વાત.


‘જૂનું ઘર પાડી-ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મનેય મારું કરેલું નવા જેવું ઘર પાડતાં મનમાં કળશી વલોપાત થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીનાં પાણી આંતરેવરહે ગાંમમાં પેસે. કાયમ ભો ને ભો રહે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચ્યાં મળવાની હતી? એમાંય કડાંણાનો ડૅમ બંધાયા પછી મારું મન નોતું માંનતું. મોરબીનો ડૅમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું તાણે આ તો મગતરા જેવડું ગાંમ…એને તણાતાં વાર થાય કાંઈ…? ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે, નેર પાહે — ચાર રસ્તાની બગલમાં બધાંને વસેલાં જોઈને પેલી કશી ચિંતા નથી રઈ. જૂના ઘરઆંગણામાંના, તારી ધોરી નસ જેવા, તેં પાંણી પાઈને ઉછેરેલા લેંબડા કાપતાં-કપાવતાંય મારું કાળજું કાંપેલું… પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે? ભઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે — એવી જોગવાઈ મેં તો કરી છે… અત્યારે એમનામાં કશ્શો કળજગ નઈ પેઠો… કાલની વાત જાંણે દુવારકાનો નાથ!
જૂનું ઘર પાડી-ઉતારીને નવી વસાહતમાં લાવ્યાની વાત તને નથી ગમી એ હું જાણું છું. મનેય મારું કરેલું નવા જેવું ઘર પાડતાં મનમાં કળશી વલોપાત થયેલો. પણ હું તો આવનારી પેઢીના ભલામાં રાજી. નદીનાં પાંણી આંતરેવરહે ગાંમમાં પેસે... કાયમ ભો ને ભો રહે. નવી વસાહતની મોખાની જગ્યા પછી ચ્યાં મળવાની હતી? એમાંય કડાંણાનો ડેમ બંધાયા પછી મારું મન નોતું માંનતું. મોરબીનો ડેમ તૂટ્યો ને શેર જેવું શેર તણાયું તાણે આ તો મગતરા જેવડું ગાંમ… એને તણાતાં વાર થાય કાંઈ? ને મેં ગાંઠ વાળેલી. આજે ટેકરી માથે, નેર પાહે — ચાર રસ્તાની બગલમાં બધાંને વસેલાં જોઈને પેલી કશી ચિંતા નથી રઈ. જૂના ઘરઆંગણામાંના, તારી ધોરી નસ જેવા, તેં પાંણી પાઈને ઉછેરેલા લેંબડા કાપતાં-કપાવતાંય મારું કાળજું કાંપેલું… પણ પૈસાના વખા ત્યાં શું કર્યા વના ચાલે? ભઈઓ તને તારો બધો ભાગ ગણીને આલે — એવી જોગવાઈ મેં તો કરી છે… અત્યારે એમનામાં કશો કળજગ નઈ પેઠો… કાલની વાત જાંણે દુવારકાનો નાથ!


‘છેલ્લી વાત.
છેલ્લી વાત.


‘મારી પાટી ચોખ્ખી રાખીને જીવ્યો છું. કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગડમાંય ન્યા-ને પક્ષે રયો છું. ન્યાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે. ને સમાજમાં વેવારો હાચવીને આબરૂ કમાયો છું. વાટે જતાંને બોલાઈને ખવડાવ્યું છે. બાપદાદાનાં જમીન ઘર હાચવીને એમાં ચપટી ઉમેરણ કરી હક્યો છું. ઊજળો વસ્તાર છે… વધારે શું જોઈએ…? ઘડપણમાં જે વેઠું છું, એ મારાં કરમ હશે. આ મોટો-નાનો તો આ સમાજમાં જ સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગન કર્યું. તેં એમાં સંમતિ આલી… જેવું ઘડતર એવું વરતવું પડે. તું હાંમે ચડીને કન્યા જોવા કૉલેજમાંથી સીધેસીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો — તને યાદ હશે? પણ, ના પાડીનેય મેં તારી મરજી વના ન’તો પઈણાયો… રેવતી તને ગમેલી… હાચું કઉં તો મને એ હમજી હકેલી… એની પાહે મને ફાવતું. એ જેટલું ઘેર રઈ એટલા દંન એને કોઈ વાતે કેવું પડ્યું નથી… પણ મને શેર નથી સદતું… ને આપણ બેને ઊભા રયેય ના બને… ત્યાં રેવતી વઉ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખમીજીઓને જ વેઠવાનીને? તારો ઊજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે — એટલે વધારે તો શી ચિંતા? પણ ન્યાત-સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બાર વરાવે એ ટીકાનો વિષય તો રેવાનો જ.
મારી પાટી ચોખ્ખી રાખીને જીવ્યો છું.


મનેય વહમું લાગે. પણ જમાનો બદલાયો ને શેરમાં ઊછરેલાં-પાછરેલાંને અહીં વનવગડાની જાડી પરજામાં હઘરું પડે… હમજું છું. લોક તો બે બાજુની કરવત છે… તો ઘણા વાયરો જોઈને ઊપણનારા છે. આ લોકો પછાત વિચારોના છે એમાં મીનમેખ નથી. જડતા ઝાઝી. જાડું ખાય, જાડું પેરે ને જાડું બોલે-વરતે. તારે હખ જોયતું હોય તો હવે આ પા લમણો ના વાળેશ… આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખેદ છે. મને જે એક વાતે દ:ખ રઈ ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપદાદાના ગાંમમાં, ઘરઆંગણે ઊજવાયો હોત ને ન્યાતને એંઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા-ઊજળા થવાની તક મળી હોત… ભલે તેં એવું ના ધાર્યું હોય. મારે તો હવે ન્યાત-સમાજના કશા ધખારા નથી રયા ને ટીકા કરનારાય જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી, ન્યાત સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાંને જોખે… આપણે તો આવનારી કાલને ભાળવી… જે થયું તે ગયું.
કોઈનું ખોટું તાક્યું નથી ને ભાંજગડમાંય ન્યા-ને પક્ષે રયો છું. ન્યાતમાં ખવડાઈને હાથ ઉપર રાખ્યો છે ને સમાજમાં વેવારો હાચવીને આબરૂ કમાયો છું. વાટે જતાંને બોલાઈને ખવડાવ્યું છે. બાપદાદાનાં જમીન ઘર હાચવીને એમાં ચપટી ઉમેરણ કરી હક્યો છું. ઉજળો વસ્તાર છે… વધારે શું જોઈએ…? ઘડપણમાં જે વેઠું છું એ મારાં કરમ હશે. આ મોટો-નાંનો તો આ સમાજમાં જ સમાવેશ પામે એવા છે. તારા મોટા છોકરે મનગમતું લગન કર્યું — તેં એમાં સંમતિ આલી… જેવું ઘડતર એવું વરતવું પડે. તું હાંમે ચડીને કન્યા જોવા કૉલેજમાંથી સીધેસીધો ગયેલો ને એ વાતે હું નામક્કર ગયેલો — તને યાદ હશે? પણ, ના પાડીનેય મેં તારી મરજી વના ન’તો પઈણાયો… રેવતી તને ગમેલી… હાચું કઉં તો મને એ હમજી હકેલી… એની પાહે મને ફાવતું... એ જેટલું ઘેર રઈ એટલા દંન એને કોઈ વાતે કેવું પડ્યું નથી… પણ મને શેર નથી સદતું… ને આપણ બેને ઊભાર્યેય ના બને… ત્યાં રેવતી વઉ લાખ રૂપિયાની હોય તોય મારે તો આ લગડા તળેની લખમીજીઓને જ વેઠવાનીને? તારો ઊજળો વસ્તાર ડુંગરોમાં વાટ પાડી લેનારો છે — એટલે વધારે તો શી ચિંતા? પણ ન્યાત-સમાજ છોડીને લવજી કોદરનો છોકરો એના વસ્તારને બાર વરાવે એ ટીકાનો વિષય તો રેવાનો જ. મનેય વહમું લાગે. પણ જમાનો બદલાયો ને શેરમાં ઉછરેલાં-પાછરેલાંને અહીં વનવગડાની જાડી પરજામાં અઘરું પડે… હમજું છું. લોક તો બેઉ બાજુની કરવત છે… તો ઘણા વાયરો જોઈને ઉપણનારા છે. આ લોકો પછાત વિચારોના છે એમાં મીનમેખ નથી. જડતા ઝાઝી. જાડું ખાય જાડું પેરે ને જાડું બોલે-વરતે. તારે હરખ જોયતું હોય તો હવે આ પા લમણો ના વાળેશ… આ મલકને ભૂલવામાં જ તારી ભલાઈ છે. અહીં તો ભણેલાય જૂની પેઢીને સારી કેવડાવે એવા નખેદ છે. મને જે એક વાતે દઃખ રઈ ગયું તે એટલું કે જો તારા જીવતરનો એકાદો અવસર આ બાપદાદાના ગાંમમાં, ઘરઆંગણે ઉજવાયો હોત ને ન્યાતને એંઠો હાથ કરાવ્યો હોત તો તને અહીં મોટા-ઊજળા થવાની તક મળી હોત… ભલે તેં એવું ના ધાર્યું હોય. મારે તો હવે ન્યાત-સમાજના કશા ધખારા નથી રયા ને ટીકા કરનારાય જાણે છે કે રતિલાલે જે કહ્યું છે એ કાંઈ ખોટું નથી, ન્યાત-સમાજને ટકવું છે એટલે એ તો એને કાટલે બધાંને જોખે… આપણે તો આવનારી કાલને ભાળવી… જે થયું તે ગયું. લાંબી વાતનાં ગાલ્લાં થાય. ઓછું લખ્યું ઝાઝું કરી માંનશો... ને રતિભૈ, વખતે આ મોટા-નાંનાની ખબર્ય તો રાખજો જ… દૂરથી થાય એ ટેકો કરજો… મારો રાંમ તમને ઘણું આલશે. જીવતેજીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો આલવા આવજે… હું મશાણની આગ હુધી તારી વાટ જોતો હઈશ… એ જ લિખિતંગ લવજી કોદરના રાંમરાંમ સઈ દસ્કત પોતે…’


લાંબી વાતનાં ગાલ્લાં થાય. ઓછું લખ્યું ઝાઝું કરી માંનશો. ને રતિભૈ, વખતે આ મોટા-નાનાની ખબર્ય તો રાખજો જ… દૂરથી થાય એ ટેકો કરજો… મારો રાંમ તમને ઘણું આલશે.
રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ કયા લવજી કોદર હતા? જાતને સો સો ફટકા મારવાનું મન થયું આંખો સૂકા ખંખ કૂવા બની રહી. રતિલાલે તો જાણ્યુંય નહીં ને કંપાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કંપાઉન્ડને ખૂણે રદ્દી કાગળ—કાપડના ડૂચા સળગતાં હતાં ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ના હોય! બધું બળતું હતું. એ નીચે નમ્યા. કોઈએ પકડાવી હોય એમ એમણે સળગતી દંડી પકડી… મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા શું? ક્ષણ વાર થયું કે ના એ આગમાં લવજી કોદર નહીં, પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે... દંડીનો દેવતા ઢગલામાં ચાંપતાં એમનાથી બોલાઈ ગયું : ‘નાસજે પ્રાણિયા, આગ આવે…’ બધું બળીને ખાખ થઈ ગયું ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઊઠીને બારણાં તરફ વળ્યા… બારણું જાણે જોજનો છેટું હોય એમ એ હાંફી ગયા. છેક પાસે પહોંચ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે લાઇટ ગઈ છે… એ અટક્યા... આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો… એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા. પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઊતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો’તો…
 
જીવતેજીવ ના મળીએ તો મારા ખોળિયાને ખભો આલવા આવજે… હું મશાણની આગ હુધી તારી વાટ જોતો હઈશ…
 
‘એ જ લિખિતંગ લવજી કોદરના રાંમ. રાંમ સઈ, દસ્કત પોતે…’
 
રતિલાલ માંડ માંડ ટકી રહ્યા. આ કયા લવજી કોદર હતા? જાતને સો સો ફટકા મારવાનું મન થયું. આંખો સુક્કા ખંખ કૂવા બની રહી. રતિલાલે તો જાણ્યુંય નહીં ને કંપાઉન્ડમાં વેરાયેલું ઘર પાછું સંકેલાઈ ગયું હતું. કંપાઉન્ડને ખૂણે રદ્દી કાગળ — કાપડના ડૂચા સળગતા હતા ને સાંજ ઘેરાતી હતી. રતિલાલ આગ તરફ વળ્યા. જાણે એમને કોઈ દોરતું ના હોય! બધું બળતું હતું. એ નીચે નમ્યા. કોઈએ પકડાવી હોય એમ એમણે સળગતી દંડી પકડી… મનોમન એ તાપણાની ગોળ ગોળ ફરતા હતા શું…? ક્ષણ વાર થયું કે ના, એ આગમાં લવજી કોદર નહીં, પણ રતિલાલ લવજીની કાયાને ખડકવામાં આવી છે. દંડીનો દેવતા ઢગલામાં ચાંપતાં એમનાથી બોલાઈ ગયું: ‘નાસજે પ્રાણિયા, આગ આવે…’ બધું બળીને ખાખ થઈ ગયું, ત્યાં સુધી એ બેસી રહ્યા. પછી ઊઠીને બારણાં તરફ વળ્યા… બારણું જાણે જોજનો છેટું હોય એમ એ હાંકી ગયા. છેક પાસે પહોંચ્યા, ત્યારે ખ્યાલ આવ્યો કે લાઇટ ગઈ છે… એ અટક્યા. આખો કાગળ પાછો મનમાં વંચાવા લાગ્યો… એ ટીપે ટીપે ઓગળતા હોય એવું અનુભવી રહ્યા… પાછી બધે નજર કરી તો કશું જ નહોતું. બધી બાજુથી ઊતરી આવેલો અંધકાર વધુ ને વધુ ઘટ્ટ થતો જતો’તો…
{{Poem2Close}}
{{Poem2Close}}