ભાષાવિજ્ઞાન/ધ્વનિલેખન – લિપિવિચાર: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 56: | Line 56: | ||
સરખાવો: Diringer, op. cit., p 35</ref> આદિમ જાતિઓની પુરાતન ચિત્રાંકનલિપિમાંથી કાળક્રમે વિચારસંકેતોનો ઉદ્ભવ થયાનાં ઉદાહરણો મળે છે. સાદા વિચારસંકેતો ઘણી પુરાતન લેખનપદ્ધતિઓમાં લગભગ એકસરખા હોય છે. પૃથ્વીને દૂર દૂરને છેડે ઉદય પામીને વિકસેલી પુરાતન (તેમ આદિમ) જાતિઓની લેખનરીતિમાં વિચાર-સંકેતો એકબીજાને પુષ્કળ મળતા આવે એ જેમ કુતૂહલજનક છે તેમ ભાષાની ઉત્પત્તિની સમાન પ્રણાલિકાનું પણ નિદર્શક છે. સામેના પૃષ્ઠ ઉપર ભિન્ન ભિન્ન વિચારસંકેતાત્મક ભાષાઓના થોડાક વિચારસંકેતોની સરખામણી કરી છે તે જુઓ. | સરખાવો: Diringer, op. cit., p 35</ref> આદિમ જાતિઓની પુરાતન ચિત્રાંકનલિપિમાંથી કાળક્રમે વિચારસંકેતોનો ઉદ્ભવ થયાનાં ઉદાહરણો મળે છે. સાદા વિચારસંકેતો ઘણી પુરાતન લેખનપદ્ધતિઓમાં લગભગ એકસરખા હોય છે. પૃથ્વીને દૂર દૂરને છેડે ઉદય પામીને વિકસેલી પુરાતન (તેમ આદિમ) જાતિઓની લેખનરીતિમાં વિચાર-સંકેતો એકબીજાને પુષ્કળ મળતા આવે એ જેમ કુતૂહલજનક છે તેમ ભાષાની ઉત્પત્તિની સમાન પ્રણાલિકાનું પણ નિદર્શક છે. સામેના પૃષ્ઠ ઉપર ભિન્ન ભિન્ન વિચારસંકેતાત્મક ભાષાઓના થોડાક વિચારસંકેતોની સરખામણી કરી છે તે જુઓ. | ||
એ સંકેતો તે તે પુરાતન દેશોની પ્રાચીનતમ લેખનરીતિમાંથી ઉતાર્યા છે.૧૪<ref>૧૪ જુઓ: Thompson, op. cit., pp. 12-13.</ref> ઉત્તરકાલીન સમયમાં એમાં અસાધારણ રૂપાન્તર થઈ ગયું હોય છે. એનું મુખ્ય કારણ છે લેખનસામગ્રીને (ચીની લેખનમાં પીંછી, એસિરિયન કીલકાકૃતિલેખનમાં માટીની તખતી ને લોખંડની લેખિની-stylus) અનુકૂલ રેખાંકનપદ્ધતિ અને લેખનત્વરા. | એ સંકેતો તે તે પુરાતન દેશોની પ્રાચીનતમ લેખનરીતિમાંથી ઉતાર્યા છે.૧૪<ref>૧૪ જુઓ: Thompson, op. cit., pp. 12-13.</ref> ઉત્તરકાલીન સમયમાં એમાં અસાધારણ રૂપાન્તર થઈ ગયું હોય છે. એનું મુખ્ય કારણ છે લેખનસામગ્રીને (ચીની લેખનમાં પીંછી, એસિરિયન કીલકાકૃતિલેખનમાં માટીની તખતી ને લોખંડની લેખિની-stylus) અનુકૂલ રેખાંકનપદ્ધતિ અને લેખનત્વરા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>{{rotate|90|[[file:BV Image 6.6.jpg|centert|300px]]}}</center> | <center>{{rotate|90|[[file:BV Image 6.6.jpg|centert|300px]]}}</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નીચે પ્રાચીન ચીની વિચારસંકેતોને અર્વાચીન ચીની ભાષાના સંકેતો સાથે સરખાવ્યા છે તે જુઓ.૧૫<ref>૧૫ જુઓ: Concise English-Chinese Dictionary, & Concise Chinese-English Dictionary, (Romanized) - James c Quo, pub. Charles E. Tuttle Co., Tokyo, Japan, 1959-1960.</ref> | નીચે પ્રાચીન ચીની વિચારસંકેતોને અર્વાચીન ચીની ભાષાના સંકેતો સાથે સરખાવ્યા છે તે જુઓ.૧૫<ref>૧૫ જુઓ: Concise English-Chinese Dictionary, & Concise Chinese-English Dictionary, (Romanized) - James c Quo, pub. Charles E. Tuttle Co., Tokyo, Japan, 1959-1960.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>[[file:BV Image 6.7.jpg|center|500px]]</center> | <center>[[file:BV Image 6.7.jpg|center|500px]]</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એવું જ અસાધારણ રૂપાંતર પુરાતન સુમેરિયન (= પુરાતન મેસોપોટેમિયન) ચિત્રસંકેતલિપિમાંથી વિકસેલા ઉત્તરકાલીન એસીરિયન કીલકાકૃતિ સંકેતોમાં નજરે પડે છે.૧૬<ref>૧૬ જુઓ: Thompson, op. cit., p. 45.</ref> | એવું જ અસાધારણ રૂપાંતર પુરાતન સુમેરિયન (= પુરાતન મેસોપોટેમિયન) ચિત્રસંકેતલિપિમાંથી વિકસેલા ઉત્તરકાલીન એસીરિયન કીલકાકૃતિ સંકેતોમાં નજરે પડે છે.૧૬<ref>૧૬ જુઓ: Thompson, op. cit., p. 45.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<center>[[file:BV Image 6.8.jpg|center|500px]]</center> | <center>[[file:BV Image 6.8.jpg|center|500px]]</center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રાગૈતિહાસિક માનવે ઉપર દર્શાવ્યા પ્રમાણે વિચારસંકેતો પ્રથમ પ્રાકૃતિક પદાર્થો ઉપરથી બનાવ્યા હતા. પછી ક્રિયાઓ દર્શાવવાને એણે માનવશરીરનાં અંગોનાં ચિત્રો આલેખ્યાં – ચાલવાની ક્રિયા માટે પગનું ચિત્ર, જોવાની ક્રિયા માટે આંખનું ચિત્ર, રુદન માટે આંસુ ટપકતી આંખનું ચિત્ર, ઈ૰. આ ચિત્રો પ્રતીકરૂપનાં (symbolic) હતાં. પછી એણે વિચારો વ્યક્ત કરવાને અમુક વિશિષ્ટ ગુણવાળા પદાર્થોનાં ચિત્રો આલેખ્યાં; જેમકે, શક્તિ દર્શાવવાને હાથનું ચિત્ર, વિવેકદર્શન (judgment) માટે આંખનું ચિત્ર ઈ૰. | પ્રાગૈતિહાસિક માનવે ઉપર દર્શાવ્યા પ્રમાણે વિચારસંકેતો પ્રથમ પ્રાકૃતિક પદાર્થો ઉપરથી બનાવ્યા હતા. પછી ક્રિયાઓ દર્શાવવાને એણે માનવશરીરનાં અંગોનાં ચિત્રો આલેખ્યાં – ચાલવાની ક્રિયા માટે પગનું ચિત્ર, જોવાની ક્રિયા માટે આંખનું ચિત્ર, રુદન માટે આંસુ ટપકતી આંખનું ચિત્ર, ઈ૰. આ ચિત્રો પ્રતીકરૂપનાં (symbolic) હતાં. પછી એણે વિચારો વ્યક્ત કરવાને અમુક વિશિષ્ટ ગુણવાળા પદાર્થોનાં ચિત્રો આલેખ્યાં; જેમકે, શક્તિ દર્શાવવાને હાથનું ચિત્ર, વિવેકદર્શન (judgment) માટે આંખનું ચિત્ર ઈ૰. | ||
આ રીતે વિચારસંકેત દ્વારા એક વિચારવિનિમયનું માધ્યમ નિર્માણ થયું. ભિન્ન ભિન્ન ભાષાઓ બોલનાર માણસો એ ગ્રહણ કરી શકતા, એ એની એક નોંધપાત્ર વિશેષતા હતી. એ નૌકાસૈન્યની સંકેતભાષા (code of signals)ની માફક સીધા વિચારો જ દર્શાવતા, એના ધ્વનિઓ નહિ. એથી મૂર્ત વિચારો–પક્ષીઓ, પ્રાણીઓ, પ્રકૃતિના પદાર્થો ઈ૰.–દર્શાવવામાં તો કશી મુશ્કેલી જ નહોતી. પણ એનાથી અમૂર્ત વિચારો–ઉ. ત. શક્તિ, સામર્થ્ય, સંપત્તિ, ન્યાય, ઈ૰–દર્શાવવાનું અશક્યવત્ હતું. ઉપરાંત આ સંકેતો ભાષાનું અતિ પ્રાથમિક રૂપનું વ્યાકરણ–નામ અને ક્રિયાપદ, નામનાં જાતિવચન, ક્રિયાપદના કાળ અને અર્થ, વિવિધ પદોના પરસ્પર સંબંધ, ઈ૰ – દર્શાવવા માટે પણ સર્વથા અસમર્થ હતા. જેમાં પદક્રમ (word-order) વડે પદનું સ્વરૂપ વ્યક્ત થતું હોય એવી ચીની જેવી કેવળ અન્વયાનુસારિણી ભાષાનું કામ કદાચ આનાથી નભી રહે, પરંતુ એ સિવાય કોઈ પણ પ્રત્યયાત્મિકા ભાષા માટે વિચારસંકેતલિપિ અપર્યાપ્ત હતી. ચીની ભાષામાં પણ પૂર્ણ વિચાર-સંકેતોની (full signs) સાથે કેટલાક રિક્ત સંકેતો (empty signs) ઉમેરાયા. પૂર્ણ સંકેત સાથે ખાલી સંકેત જોડવાથી પૂર્ણ સંકેતનું પદસ્વરૂપ તેમજ અન્ય પદો સાથેનો એનો સંબંધ સુનિશ્ચિત થતો. | આ રીતે વિચારસંકેત દ્વારા એક વિચારવિનિમયનું માધ્યમ નિર્માણ થયું. ભિન્ન ભિન્ન ભાષાઓ બોલનાર માણસો એ ગ્રહણ કરી શકતા, એ એની એક નોંધપાત્ર વિશેષતા હતી. એ નૌકાસૈન્યની સંકેતભાષા (code of signals)ની માફક સીધા વિચારો જ દર્શાવતા, એના ધ્વનિઓ નહિ. એથી મૂર્ત વિચારો–પક્ષીઓ, પ્રાણીઓ, પ્રકૃતિના પદાર્થો ઈ૰.–દર્શાવવામાં તો કશી મુશ્કેલી જ નહોતી. પણ એનાથી અમૂર્ત વિચારો–ઉ. ત. શક્તિ, સામર્થ્ય, સંપત્તિ, ન્યાય, ઈ૰–દર્શાવવાનું અશક્યવત્ હતું. ઉપરાંત આ સંકેતો ભાષાનું અતિ પ્રાથમિક રૂપનું વ્યાકરણ–નામ અને ક્રિયાપદ, નામનાં જાતિવચન, ક્રિયાપદના કાળ અને અર્થ, વિવિધ પદોના પરસ્પર સંબંધ, ઈ૰ – દર્શાવવા માટે પણ સર્વથા અસમર્થ હતા. જેમાં પદક્રમ (word-order) વડે પદનું સ્વરૂપ વ્યક્ત થતું હોય એવી ચીની જેવી કેવળ અન્વયાનુસારિણી ભાષાનું કામ કદાચ આનાથી નભી રહે, પરંતુ એ સિવાય કોઈ પણ પ્રત્યયાત્મિકા ભાષા માટે વિચારસંકેતલિપિ અપર્યાપ્ત હતી. ચીની ભાષામાં પણ પૂર્ણ વિચાર-સંકેતોની (full signs) સાથે કેટલાક રિક્ત સંકેતો (empty signs) ઉમેરાયા. પૂર્ણ સંકેત સાથે ખાલી સંકેત જોડવાથી પૂર્ણ સંકેતનું પદસ્વરૂપ તેમજ અન્ય પદો સાથેનો એનો સંબંધ સુનિશ્ચિત થતો. | ||