ભાષાવિજ્ઞાન/અર્થવિચાર: Difference between revisions

Paragraphs
No edit summary
Line 34: Line 34:
આ રીતે આપણી ચેતનામાં સ્ફુરતા શબ્દો એકાકી અવસ્થિતિમાં હોતા નથી. એમની સાથે એમના ધ્વનિ દ્વારા ઉત્પન્ન થતી વિવિધ અર્થછટાઓ અને ભાવચ્છાયાઓ, એમની સાથે પરિસંકલિત સંબદ્ધ શબ્દરૂપો અને એમનો અર્થવિસ્તાર ઈ૰ પણ સહજ જ સ્ફુરી રહે છે, અને આવશ્યક હોય ત્યાં એ અર્થની અભિવ્યક્તિને વિશિષ્ટ રૂપે સહાયક બને છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''શબ્દકોશ'''}}
{{center|'''શબ્દકોશ'''}}
{{Poem2Open}}
ભિન્ન ભિન્ન સ્તરના વક્તાઓનો શબ્દકોશ (vocabulary) કેટલો હોય એનો અડસટ્ટો કાઢવાનો ભાષાવૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો છે. મૅક્સમૂલરે ગામડાના કોઈ પાદરીએ આપેલી માહિતી ઉપરથી ઇંગ્લાંડનો સામાન્ય અશિક્ષિત ખેડૂત જીવનવ્યવહારમાં આશરે ૩૦૦ જેટલા શબ્દો વાપરે છે એવો અડસટ્ટો કાઢ્યો હતો. શેકસ્પિયરની સર્વ રચનાઓમાં બધું મળીને ૧૫૦૦૦ — કે અન્ય ભાષાવિદોને મતે ૨૪૦૦૦ — શબ્દોનો પ્રયોગ કર્યો છે. મિલ્ટને સાતથી આઠ હજાર શબ્દો વાપર્યા છે. હોમરનાં કાવ્યોમાં આશરે નવ હજાર શબ્દો છે, અને બાઈબલના જૂના કરારમાં ૫૬૪૨ શબ્દો અને નવા કરારમાં ૪૮૦૦ શબ્દો છે.૧૨<ref>૧૨ સરખાવો: Vendryes, op. cit., p. 186; Bloomfield, op. cit., p. 277; Sturtevant, op. cit., p. 123.</ref> સંસ્કૃત મહાકવિઓની કૃતિઓ કે વર્તમાન ભારતીય ભાષાઓના સમર્થ કવિઓની કૃતિઓ લઈને આવી કોઈ શબ્દગણતરી કરવામાં આવી નથી. તોપણ વ્યાસ કે વાલ્મીકિનો શબ્દભંડાર અખૂટ હશે, તેમ બાણ અને માઘની શબ્દસમૃદ્ધિ અતિ વિશાળ હશે એ નિઃશંક છે.૧૩<ref>૧૩ સરખાવો પ્રસિદ્ધ ઉક્તિઓ: ‘बाणोच्छिष्टं जगत् सर्वम्’, ‘नवसर्गगते माघे नवशब्दो न विद्यते.’</ref> (પુરાની) અવધીમાં તુલસી કે જાયસીની, વ્રજભાષામાં સુરદાસની, અને પુરાની હિંદીમાં કબીરની, કે મધ્યકાલીન ગુજરાતીમાં પ્રેમાનંદની શબ્દસમૃદ્ધિ અસાધારણ હતી. પ્રેમાનંદની ‘મામેરું’ જેવી એક નાનીસરખી રચના પણ એની વિપુલ શબ્દસમૃદ્ધિથી આપણને છક કરી દે છે.