ભાષાવિજ્ઞાન/ભાષાનું ઘડતર: Difference between revisions

Raw Draft
 
સંદર્ભો અંકિત કર્યા
Line 12: Line 12:
પ્રત્યેક ભાષામાં એ પ્રજાની વિશિષ્ટ મનોવૃત્તિ પ્રતિફલિત થાય છે એમ કેટલાક વિદ્વાનો માને છે. ઉ. ત. જર્મન ભાષામાં જર્મન પ્રજાની, ફ્રેન્ચ ભાષામાં ફ્રેન્ચ પ્રજાની, અંગ્રેજી ભાષામાં અંગ્રેજોની વિશિષ્ટ મનોવૃત્તિ પ્રગટ થાય છે એમ તેઓ પ્રતિપાદિત કરે છે. ભાષામાં મનોવૃત્તિની અભિવ્યક્તિ થાય છે એ સ્વીકારીએ તોપણ કેવળ આનુવંશિક જાતિવિભિન્નતાને કારણે વિચારવિભિન્નતા ઉદ્ભવે છે એમ કોઈ રીતે માન્ય થઈ શકે તેમ નથી. અંગ્રેજો અને જર્મનો વચ્ચે, કે જર્મનો અને ફ્રેન્ચો વચ્ચે એવો કયો જાતિભેદ રહેલો છે? પ્રજા પ્રજા વચ્ચે વિચારસરણીમાં, પ્રકૃતિમાં, રુચિઓમાં અવશ્ય ભેદ હોય છે; પણ તેનું મૂળ તે તે પ્રજાઓના સંસ્કૃતિભેદમાં છે. માનવપ્રકૃતિમાંથી ભાષાનું સ્વરૂપઘડતર, કે ભાષામાંથી માનવ-પ્રકૃતિની ઉત્ક્રાન્તિ કલ્પવાને કશો આધાર નથી.

વસ્તુતઃ તો ઘણી વાર અનેક જાતિઓનું ઐતિહાસિક પરિબળોને કારણે એક જ પ્રદેશમાં સંમીલન થયું હોય છે, જ્યાં એમની ભાષા એક જ સ્વરૂપે સમુત્ક્રાન્ત થઈ છે. ભાષાઓ પોતાની મૂળ ભૂમિમાંથી વિસ્તરીને અન્ય જાતિઓ અને સંસ્કૃતિઓના પ્રદેશમાં જઈને સ્થિર થયાનાં ઉદાહરણો મળે છે. ઉ. ત. આજે અંગ્રેજી ભાષા લાખો હબસીઓની માતૃભાષા બની ગઈ છે; તેમ, અમેરિકામાં જઈને વસેલી અનેક યુરોપીય પ્રજાઓએ પણ એતદ્દેશીય અંગ્રેજીને સ્વભાષા-રૂપે અપનાવી લીધી છે. વળી, એક અંગ્રેજ પ્રજામાં જ ઉત્તરીય જર્મન, નૉર્મન ફ્રેન્ચ, સ્કેન્ડિનેવિયન, કેલ્ટિક, ઈ૰ કેટલીકટલી જાતિઓનું મિશ્રણ થયેલું છે! આમ, ભાષા સમાન હોય અને જાતિ વિભિન્ન હોય એવાં અનેક ઉદાહરણો મળે છે. ઉ. ત. ઉત્તર ભારતમાં ઊર્દૂ ભાષા મુસ્લિમ મૌલાના જેટલી સ્વાભાવિકતાથી પ્રયોજે છે તેટલી જ સહજતાથી ને પ્રભુત્વથી બ્રાહ્મણ વિદ્વાન પણ વાપરે છે.

ભાષા જેમ જાતિ સાથે અવશ્યપણે સંકળાયેલી નથી હોતી, તેમ સંસ્કૃતિ સાથે પણ એનો સમવાયસંબંધ મળતો નથી. સંસ્કૃતિ એ સમાજની કૃતિ (action) અને વિચાર (thought)નું પ્રતિબિંબ છે; ભાષા એ વિચારની અભિવ્યક્તિનું વિશિષ્ટ સ્વરૂપ છે. સમાજની અનુભૂતિ (=સંસ્કૃતિ) અને એની અભિવ્યક્તિરીતિ (=ભાષા) વચ્ચે કાર્યકારણ સંબંધ કલ્પી શકાતો નથી. ભાષાને પોતાનું એક આગવું વિશિષ્ટ સ્વરૂપ એના ધ્વનિતંત્ર અને રૂપતંત્ર દ્વારા પ્રાપ્ત થયું છે, જે વક્તાનાં માનસિક વલણોથી સ્વતંત્ર છે. બે ભાષાઓ વચ્ચેનો ભેદ એના અંતર્ગત ભાષાકીય તત્ત્વોને કારણે હોય છે, એ બોલનારી પ્રજાઓની મન:સ્થિતિ (mentality) ની ભિન્નતાને કારણે નહીં. ઉ. ત. જર્મન, આઈરિશ, કે અર્વાચીન આર્મેનિયન ભાષાઓમાં વિભિન્ન પદક્રમ—જે ભાષાનું અતિ મહત્ત્વનું અંગ છે—તે તે ભાષાઓનાં સ્વરૂપબંધારણના વિશિષ્ટ વિકાસનું પરિણામ છે; તે તે પ્રજાઓનાં મનોવલણ સાથે એને સંબંધ નથી. ઉ. ત. લૅટિન liber Petri (=the book of Peter) એ વિભક્ત્યન્ત પદ દ્વારા વ્યક્ત થતું સંબંધતત્ત્વ ફ્રેન્ચ le livre de Pierre (=the book of Pierre) એ પુરઃસર્ગ વડે વ્યક્ત થતા સંબંધતત્ત્વથી કોઈ રીતે નિરાળું નથી.૧ તેમ સં. जिगमिषति કે गमिष्यतिની અર્થાભિવ્યક્તિ ગુજ૰ ‘તે જવાને ઇચ્છે છે’, અને ‘તે જશે’ કરતાં તાત્ત્વિક રીતે જુદી પડતી નથી.  
ભાષા જેમ જાતિ સાથે અવશ્યપણે સંકળાયેલી નથી હોતી, તેમ સંસ્કૃતિ સાથે પણ એનો સમવાયસંબંધ મળતો નથી. સંસ્કૃતિ એ સમાજની કૃતિ (action) અને વિચાર (thought)નું પ્રતિબિંબ છે; ભાષા એ વિચારની અભિવ્યક્તિનું વિશિષ્ટ સ્વરૂપ છે. સમાજની અનુભૂતિ (=સંસ્કૃતિ) અને એની અભિવ્યક્તિરીતિ (=ભાષા) વચ્ચે કાર્યકારણ સંબંધ કલ્પી શકાતો નથી. ભાષાને પોતાનું એક આગવું વિશિષ્ટ સ્વરૂપ એના ધ્વનિતંત્ર અને રૂપતંત્ર દ્વારા પ્રાપ્ત થયું છે, જે વક્તાનાં માનસિક વલણોથી સ્વતંત્ર છે. બે ભાષાઓ વચ્ચેનો ભેદ એના અંતર્ગત ભાષાકીય તત્ત્વોને કારણે હોય છે, એ બોલનારી પ્રજાઓની મન:સ્થિતિ (mentality) ની ભિન્નતાને કારણે નહીં. ઉ. ત. જર્મન, આઈરિશ, કે અર્વાચીન આર્મેનિયન ભાષાઓમાં વિભિન્ન પદક્રમ—જે ભાષાનું અતિ મહત્ત્વનું અંગ છે—તે તે ભાષાઓનાં સ્વરૂપબંધારણના વિશિષ્ટ વિકાસનું પરિણામ છે; તે તે પ્રજાઓનાં મનોવલણ સાથે એને સંબંધ નથી. ઉ. ત. લૅટિન liber Petri (=the book of Peter) એ વિભક્ત્યન્ત પદ દ્વારા વ્યક્ત થતું સંબંધતત્ત્વ ફ્રેન્ચ le livre de Pierre (=the book of Pierre) એ પુરઃસર્ગ વડે વ્યક્ત થતા સંબંધતત્ત્વથી કોઈ રીતે નિરાળું નથી.૧<ref>૧ સરખાવો: Vendryes, op. cit., p. 238</ref> તેમ સં. जिगमिषति કે गमिष्यतिની અર્થાભિવ્યક્તિ ગુજ૰ ‘તે જવાને ઇચ્છે છે’, અને ‘તે જશે’ કરતાં તાત્ત્વિક રીતે જુદી પડતી નથી.  
 
૧ સરખાવો: Vendryes, op. cit., p. 238

શબ્દકોષની ભિન્નતા પણ અમુક અંશે જ પ્રજાનાં મનોવલણોની ભિન્નતા સૂચવી શકે. ઉ. ત. જર્મન lehnen જેવો શબ્દ બે વિભિન્ન અર્થો ‘ઉછીનું આપવું’(‘to lend’) અને ‘ઉછીનું લેવું’ (‘to borrow’) દર્શાવે છે, એટલા ઉપરથી જ જર્મન પ્રજામાં અન્ય પ્રજાઓના કરતાં ઉછીનું આપવા-લેવાનો વિચાર-ભાવ (idea) નિરાળા પ્રકારનો છે એવું અનુમાન કરી શકાય નહીં. માનવની મનોભૂમિકામાં જે અસંખ્ય વિચારભાવો સ્ફુરી રહે છે, એ સર્વને નિરનિરાળી રીતે વ્યક્ત કરાય એટલો પરિસમૃદ્ધ શબ્દકોષ કોઈ ભાષાનો હોતો નથી. તેથી જ મર્યાદિત શબ્દો વડે ભાષા સંદર્ભનો ટેકો લઈને કામ ચલાવી લે છે. આ રીતે જ સં. वधूનો અર્થ તત્સ્થાને ‘પત્ની’ કે ‘પુત્રવધૂ’ છે, કે मृगનો અર્થ ‘હરણ’ કે ‘પ્રાણી’ છે એ સંદર્ભ નક્કી કરી આપે છે.

બેશક, ભિન્ન ભિન્ન ભાષાની વિશિષ્ટ ઉક્તિભંગિઓ વક્તાની-પ્રકૃતિની વિશિષ્ટતા સૂચવે છે એમ કહી શકાય. ઉ. ત. જ્યાં કોઈ ફ્રેન્ચ ‘charmant’ (=charming, delightful) કે ‘ravi-ssante’ (=ravishing) કહેશે ત્યાં અંગ્રેજ ‘not bad’ કે ‘rather good’ કહેશે; અને જ્યાં જર્મન ‘kolossal’ (=colossal, huge) કે ‘fabelhaft’ (=amazing, marvellous) કહેશે ત્યાં અંગ્રેજ માત્ર ‘great’ કે ‘big’ કહેશે. એ અંગ્રેજ પ્રજાની લાગણી વ્યક્ત કરવામાં સંકોચશીલતા, સંયમ દર્શાવે છે.૨  
બેશક, ભિન્ન ભિન્ન ભાષાની વિશિષ્ટ ઉક્તિભંગિઓ વક્તાની-પ્રકૃતિની વિશિષ્ટતા સૂચવે છે એમ કહી શકાય. ઉ. ત. જ્યાં કોઈ ફ્રેન્ચ ‘charmant’ (=charming, delightful) કે ‘ravi-ssante’ (=ravishing) કહેશે ત્યાં અંગ્રેજ ‘not bad’ કે ‘rather good’ કહેશે; અને જ્યાં જર્મન ‘kolossal’ (=colossal, huge) કે ‘fabelhaft’ (=amazing, marvellous) કહેશે ત્યાં અંગ્રેજ માત્ર ‘great’ કે ‘big’ કહેશે. એ અંગ્રેજ પ્રજાની લાગણી વ્યક્ત કરવામાં સંકોચશીલતા, સંયમ દર્શાવે છે.૨<ref>૨ જુઓ: Otto Jespersen, Growth and Structure of the English Language, 1945, p. 8.</ref>
એ જ પ્રમાણે જ્યાં ગુજરાતી ‘પધારો’ કે ‘આવો’ કહે ત્યાં ઉત્તર ભારતીય(હિંદી) तशरीफ़ लाइये (‘આપનું ગૌરવ લાવશો’; અર્થાત્ ‘પધારો’) કહેશે, એ ગુજરાતીઓની વ્યવહારુતા અને ઉત્તર ભારતીયોની રાજદરબારી વાક્પટુતા કે વિવેકનું સૂચક છે.  

૨ જુઓ: Otto Jespersen, Growth and Structure of the English Language, 1945, p. 8.

આ ભાષાની ભિન્ન ભિન્ન ઉક્તિભંગિની વાત થઈ. બોલનાર પ્રજાની રહેણીકરણીનું એમાં અવશ્ય પ્રતિબિંબ પડે. વિલાસી પ્રજાની ભાવની અભિવ્યક્તિમાં ઊર્મિતત્ત્વની કમી ન હોય, જ્યારે વ્યવહારુ પ્રજાની ઉક્તિ પ્રમાણમાં વધારે વાસ્તવદર્શી હોય, એ સ્વાભાવિક છે. પરંતુ, એથી પ્રજાની મનોદશા અને ભાષાના તાર્કિક બંધારણ વચ્ચે સંબંધ સ્થાપિત થઈ શકતો નથી. એથી ઊલટું, ભાષાના સ્વરૂપ-બંધારણની અસર પ્રજાની વિચારશૈલી ઉપર અવશ્ય પડે છે. હળવા વ્યાકરણબંધવાળી ભાષામાં જે રીતે મુક્તપણે વિચારની અભિવ્યક્તિ થાય તે ભારે વ્યાકરણબંધમાં જકડાયેલી ભાષામાં સંભવતી નથી. એ રીતે વર્તમાન ભારતીય આર્યભાષાઓ પ્રાચીન ભારતીય(સંસ્કૃતાદિ) અને મધ્યભારતીય (પ્રાકૃત, અપભ્રંશ આદિ) આર્ય ભાષાઓ કરતાં વિશેષ મુક્ત અને તરલ છે. છતાં, એકંદરે તો, સમર્થ વક્તાને માટે કોઈ પણ ભાષા પોતાના વિચારોની પરિપૂર્ણ અભિવ્યક્તિ માટે પર્યાપ્ત વાહન બની રહે છે, એમાં શંકા નથી.  

ભાષા એ સમાજને સુગ્રથિત, સુસંકલિત કરનાર એક મહત્ત્વનું તત્ત્વ છે. સમાજના સહજીવનનું, એની વિશિષ્ટતાનું ભાષા એક પ્રતીક છે. સમાન ભાષા સહજ રીતે જ બોલનારાઓના મનમાં ભ્રાતૃભાવની લાગણી જન્માવે છે. એથી ઊલટું, ભિન્ન ભાષાભાષી પ્રત્યે શંકા, સ્પર્ધા, ક્વચિત્ વૈમનસ્યની વૃત્તિ સહજ રીતે થાય એવું બને છે.  

સર્વ બોલનારાઓ ભાષાના અંતર્ગત નિયમોનું અનુવર્તન કરીને ભાષાનો વ્યવહાર કરતા હોય છે. એ નિયમો રૂઢિ કે પરંપરાએ સ્થાપેલા હોય છે. એમાં સ્વૈરતા હોતી નથી; પણ પરસ્પર વિચારવિનિમયમાં કેમ સુગમતા રહે એ જ દૃષ્ટિ એમાં પ્રધાન હોય છે. કોઈ ભાષારૂઢિનું પાલન ન કરતાં નવતર સ્વૈર પ્રયોગ કરે તો સમાજની અન્ય વ્યક્તિઓ એની હાંસી ઉડાવે છે. સમાજનું આટલું શાસન પૂરતું થઈ પડે છે. એનાથી ભાષારૂઢિની પરંપરા જળવાઈ રહે છે. ભાષારૂઢિનું આ પ્રાબલ્ય ગ્રામ્ય બોલીઓમાં પણ આટલું જ સબળ હોય છે. વસ્તુતઃ તો ભાષાના પ્રયોગોમાં શંકા પડે ત્યારે લોકબોલી ઉપરથી જ એની સત્યાસત્યતાનો નિર્ણય થઈ શકે છે. કોઈ પણ એક વક્તાની ભાષા — એ પોતે ગમે તેટલો મહાન હોય છતાં — ‘આદર્શ ભાષા’ ગણાતી નથી. એમાં ક્વચિત્ ક્યાંક ક્યાંક સ્ખલનો કે અપૂર્ણતાઓ હોવાની જ. ‘આદર્શ ભાષા’ એ કેવળ એક કલ્પના કે આદર્શ માત્ર છે — એ સમાજના સર્વ બોલનારાઓની ભાષાનો એ નિષ્કર્ષ છે. કોઈ પણ પ્રજામાં લિખિત ભાષા (written language), કથ્ય બોલીઓ (dialects), અને તેનીયે પેટાબોલીઓ (sub-dialects), સમાજના ભિન્ન ભિન્ન વર્ગોની (ઉ. ત. સૈનિકોની, વેપારીઓની, કૉર્ટકચેરીની ઈ૰) વિશિષ્ટ ભાષાઓ, ઈ૰ ભાષાસ્વરૂપો હોય છે, જેનો એકબીજા ઉપર પ્રભાવ પડતો હોય છે. આમ ભાષામાં વિભિન્નતા (differentiation) તેમ સામાજિક સંપર્કોને કારણે એકીકરણ (unification) બંને પરિબળો એક સાથે કામ કરતાં હોય છે. આ રીતે એક તરફ ભિન્ન ભિન્ન કથ્ય બોલીઓ અને વિશિષ્ટ ભાષાઓ ઘડાય છે, તો બીજી તરફ એક પ્રમુખ સાર્વત્રિક શિષ્ટમાન્ય ભાષા (standard language) ઉદય પામે છે. આ ભાષાસ્વરૂપોની હવે ક્રમશઃ ચર્ચા કરીશું.

બોલીઓ (Dialects)
બોલીઓ (Dialects)
આપણે આગળ જોઈ ગયા કે પાસેપાસે વસેલાં અને એકબીજાના નિત્ય સંપર્કમાં રહેલાં ગામોની બોલી સામાન્યતયા એક પ્રકારની હોય છે. એને બોલી (dialect) કહે છે.
આપણે આગળ જોઈ ગયા કે પાસેપાસે વસેલાં અને એકબીજાના નિત્ય સંપર્કમાં રહેલાં ગામોની બોલી સામાન્યતયા એક પ્રકારની હોય છે. એને બોલી (dialect) કહે છે.
ક્વચિત્, કોઈ મહત્ત્વનાં ભૌગોલિક કે ઐતિહાસિક કારણોને લીધે પાસેપાસેનાં ગામોની બોલીમાં વિભિન્નતા આવી જાય છે. જેમકે, અતિ વિશાળ નદીને સામસામે કિનારે વસેલાં બે ગામો વચ્ચે પુરાતન સમયમાં સંપર્ક ઓછો રહેતો, તેથી એમની બોલીમાં નોંધપાત્ર ગણાય તેવો ભેદ નજરે પડે છે.૩ એ જ પ્રમાણે બે સ્થળો વચ્ચે ગાઢ જંગલો કે દુર્ગમ પર્વતો આવ્યા હોય તો તેમની વચ્ચે સંપર્ક રહેતો નહીં અને તેથી બોલીભેદ ઉત્પન્ન થતો. બોલીભેદમાં એવું જ મહત્ત્વનું બીજું કારણ માનવ ભૂગોળ (human geography) કે વિશિષ્ટ ઐતિહાસિક પરિસ્થિતિ હોય છે. ઉ. ત. સ્વિટ્ઝર્લેન્ડમાં સમાન ભૌગોલિક પરિસ્થિતિવાળાં એકબીજાની તદ્દન પાસે આવેલાં બે ગામો La Ferrière અને Les Bois ની બોલી તદ્દન નિરનિરાળી છે. એકની Franco-Provencal (દક્ષિણ ફ્રાન્સની બોલી)ને મળતી અને બીજાની North French ને મળતી બોલી છે. આ વિલક્ષણ પરિસ્થિતિ માટે સામાજિક પરિસ્થિતિની વિભિન્નતા કારણભૂત છે. એક ગામના લોકો પ્રોટેસ્ટંટ છે ને હુન્નરઉદ્યોગોથી જીવનનિર્વાહ કરે છે; બીજાની વસતિ રોમન કૅથોલિક છે અને પશુપાલનથી જીવન ગુજારે છે. બંને વચ્ચે લગ્નસંબંધો થતા નથી. એક ગામ, Le Bois ૧૪મા સૈકામાં ફ્રાન્સના એક પ્રદેશમાંથી આવેલા લોકોએ વસાવ્યું હતું; બીજું ગામ બે સૈકા પછી અન્ય સ્થળેથી આવેલા લોકોએ જંગલો સાફ કરીને વસાવ્યું હતું. આથી બંને વચ્ચે એટલો બધો ભાષાભેદ પડી ગયો હતો કે એકની બોલી બીજાથી સમજી શકાતી નહોતી.૪
ક્વચિત્, કોઈ મહત્ત્વનાં ભૌગોલિક કે ઐતિહાસિક કારણોને લીધે પાસેપાસેનાં ગામોની બોલીમાં વિભિન્નતા આવી જાય છે. જેમકે, અતિ વિશાળ નદીને સામસામે કિનારે વસેલાં બે ગામો વચ્ચે પુરાતન સમયમાં સંપર્ક ઓછો રહેતો, તેથી એમની બોલીમાં નોંધપાત્ર ગણાય તેવો ભેદ નજરે પડે છે.૩<ref>૩ સરખાવો: “......a broad river like the Garonne did in old days separate the people on its two banks and led to marked differences of language.”
— Otto Jespersen, Mankind, Nation and Individual, p. 41.</ref> એ જ પ્રમાણે બે સ્થળો વચ્ચે ગાઢ જંગલો કે દુર્ગમ પર્વતો આવ્યા હોય તો તેમની વચ્ચે સંપર્ક રહેતો નહીં અને તેથી બોલીભેદ ઉત્પન્ન થતો. બોલીભેદમાં એવું જ મહત્ત્વનું બીજું કારણ માનવ ભૂગોળ (human geography) કે વિશિષ્ટ ઐતિહાસિક પરિસ્થિતિ હોય છે. ઉ. ત. સ્વિટ્ઝર્લેન્ડમાં સમાન ભૌગોલિક પરિસ્થિતિવાળાં એકબીજાની તદ્દન પાસે આવેલાં બે ગામો La Ferrière અને Les Bois ની બોલી તદ્દન નિરનિરાળી છે. એકની Franco-Provencal (દક્ષિણ ફ્રાન્સની બોલી)ને મળતી અને બીજાની North French ને મળતી બોલી છે. આ વિલક્ષણ પરિસ્થિતિ માટે સામાજિક પરિસ્થિતિની વિભિન્નતા કારણભૂત છે. એક ગામના લોકો પ્રોટેસ્ટંટ છે ને હુન્નરઉદ્યોગોથી જીવનનિર્વાહ કરે છે; બીજાની વસતિ રોમન કૅથોલિક છે અને પશુપાલનથી જીવન ગુજારે છે. બંને વચ્ચે લગ્નસંબંધો થતા નથી. એક ગામ, Le Bois ૧૪મા સૈકામાં ફ્રાન્સના એક પ્રદેશમાંથી આવેલા લોકોએ વસાવ્યું હતું; બીજું ગામ બે સૈકા પછી અન્ય સ્થળેથી આવેલા લોકોએ જંગલો સાફ કરીને વસાવ્યું હતું. આથી બંને વચ્ચે એટલો બધો ભાષાભેદ પડી ગયો હતો કે એકની બોલી બીજાથી સમજી શકાતી નહોતી.૪<ref>૪ સર૰: Encyclopaedia Britannica, 1946, Vol. 13, (‘Language’), p. 698.</ref>

૩ સરખાવો: “......a broad river like the Garonne did in old days separate the people on its two banks and led to marked differences of language.”
આપણે આગળ જોઈ ગયા કે એક ગામની બોલી કરતાં પાસેના બીજા ગામની બોલી મહત્ત્વના અંશોમાં સમાન હોવા છતાં કંઈક કંઈક અંશોમાં જુદી પડતી હોય છે. ત્રીજા ગામની બોલી વળી બીજા કરતાં કોઈક કોઈક અંશમાં જુદી પડતી હોય છે, તો અન્ય કોઈ અંશોમાં વળી એ પહેલા ગામને મળતી હોય છે. સમાન-ભાષાલક્ષણવાળા પ્રદેશવિસ્તારને isogloss (સમભાષી પ્રદેશવિસ્તાર) કહેવામાં આવે છે. પ્રત્યેક ભાષાલક્ષણની વિસ્તારસીમા (isogloss) નિરનિરાળી હોય છે.૫<ref>૫ સરખાવો: Vendryes, op. cit., p. 245.</ref> ભિન્ન ભિન્ન ભાષાલક્ષણોના સમૂહની એકસરખી જ વિસ્તારસીમા હોય એવું સામાન્ય રીતે બનતું નથી.૬<ref>૬ સરખાવો: “As a rule we find that the frontiers for one phenomenon do not exactly coincide with the frontiers for another, so that the isoglosses sometimes agree, sometimes run somewhat parallel with one-another, but fairly often cross one-another in the most distracting manner.” —Otto Jespersen, Mankind, Nation and Individual, p. 41.</ref>
— Otto Jespersen, Mankind, Nation and Individual, p. 41.
૪ સર૰: Encyclopaedia Britannica, 1946, Vol. 13, (‘Language’), p. 698.
 
આપણે આગળ જોઈ ગયા કે એક ગામની બોલી કરતાં પાસેના બીજા ગામની બોલી મહત્ત્વના અંશોમાં સમાન હોવા છતાં કંઈક કંઈક અંશોમાં જુદી પડતી હોય છે. ત્રીજા ગામની બોલી વળી બીજા કરતાં કોઈક કોઈક અંશમાં જુદી પડતી હોય છે, તો અન્ય કોઈ અંશોમાં વળી એ પહેલા ગામને મળતી હોય છે. સમાન-ભાષાલક્ષણવાળા પ્રદેશવિસ્તારને isogloss (સમભાષી પ્રદેશવિસ્તાર) કહેવામાં આવે છે. પ્રત્યેક ભાષાલક્ષણની વિસ્તારસીમા (isogloss) નિરનિરાળી હોય છે.૫ ભિન્ન ભિન્ન ભાષાલક્ષણોના સમૂહની એકસરખી જ વિસ્તારસીમા હોય એવું સામાન્ય રીતે બનતું નથી.૬  
ઉ. ત. ભારતના પ્રાચીનતમ ઉત્કીર્ણલેખોમાં અશોકના શિલાલેખોમાં પશ્ચિમ ભારતના ગિરનાર, અને ઉત્તરીય ભારતના શાહબાઝગઢી અને મન્સેરામાં એકજ – પશ્ચિમી બોલી (western dialect) — અંકિત થઈ છે; જ્યારે પૂર્વ ભારતના કાલ્સી, ધૌલી અને જૌગડાની ભાષા એનાથી વિભિન્ન—પૂર્વીય બોલી (eastern dialect)—છે. સામાન્ય રીતે પશ્ચિમી બોલી સંયુક્ત વર્ણોમાંનો र् સાચવે છે, જ્યારે પૂર્વીય બોલીમાં એનો લોપ થાય છે. ઉ. ત. भ्रात्रा (ગિરનાર શિલાલેખ–૯), भ्रातुना (શાહબાઝગઢી શિલાલેખ–૧૦); પણ भातिना કા૰ ધૌ૰. ब्राह्मण (ગિર૰ શિ. લે. ૪), ब्रामण (શાહ૰), પણ बांभण (કા૰), बाभन ધૌ૰. છતાં प्रियदर्शि શાહ૰, પણ (प्रियदसि ઉપરાંત) पियदसि ગિર૰ અને पियदसी ધૌ૰. તે જ પ્રમાણે (સં. वर्धित) वधिते શાહ૰, वढयति (ગિર૰ શિ. લે. ૧૨), वढसियति (ધૌ૰ શિ. લે. ૪).

૫ સરખાવો: Vendryes, op. cit., p. 245.
૬ સરખાવો: “As a rule we find that the frontiers for one phenomenon do not exactly coincide with the frontiers for another, so that the isoglosses sometimes agree, sometimes run somewhat parallel with one-another, but fairly often cross one-another in the most distracting manner.” —Otto Jespersen, Mankind, Nation and Individual, p. 41.

આ જ પ્રમાણે શિષ્ટ ગુજરાતી ‘नहीं’ સૂરતીમાં नी (ઉ. ત. नी मले), સૌરાષ્ટ્રી (અર્થાત્, કાઠિયાવાડી) માં नॉ (ઉ. ત. नॉ मळे),
આ જ પ્રમાણે શિષ્ટ ગુજરાતી ‘नहीं’ સૂરતીમાં नी (ઉ. ત. नी मले), સૌરાષ્ટ્રી (અર્થાત્, કાઠિયાવાડી) માં नॉ (ઉ. ત. नॉ मळे),

— ગુજરાતની કેટલીક વિશિષ્ટ પ્રાદેશિક બોલીઓ —
— ગુજરાતની કેટલીક વિશિષ્ટ પ્રાદેશિક બોલીઓ —
Line 50: Line 38:
બનાવ્યું | ચાલ્યું, પણ | ખવાયું, પેલું | કર્યું, પ્હેર્યું, જઇએ | પટ્ટણી (કે ઉત્તર ગુજરાતીમાં) તેમજ ચરોતરી (કે મધ્ય ગુજરાતીમાં) नै (ઉ. ત. नै मळॅ) એમ બોલાય છે. છતાં સૂરતી चाय्लुं કે चाइलुं (= શિષ્ટ ગુજ. ‘ચાલ્યું’) અને ઉત્તર સૌરાષ્ટ્રી कइरुं (=શિ. ગુજ. ‘કર્યું’) માં સમાનતા છે, તો સૂરતી लाख (શિ. ગુ. नांख), કે नाल्लु (શિ. ગુ. न्हानुं) સૌરાષ્ટ્રી नाख, મધ્ય ને ઉત્તર ગુજ. नॉंख કરતાં ભિન્ન છે.

આ જ રીતે પદરચનામાં તેમ શબ્દના વપરાશમાં પણ બોલી-બોલીએ ઘણી વાર ભિન્નતા નજરે પડે છે. ઉ. ત. ઉ. ગુજ. काल लायॉ (= હું કાલે લાવીશ) અને સૂરતી काल लावा વિભિન્ન સ્વરૂપના પ્રયોગો છે. એ જ પ્રમાણે સૌરાષ્ટ્રી (तुं) न्यां शुं करॉ छॉ? (=શિ. ગુ. ‘તું ત્યાં શું કરે છે’?), અને મધ્ય ગુજરાતી (ચરોતરી) (तु) तां शु करु छु? શિષ્ટ ગુજ. तुं त्यां शुं करॅ छे? કરતાં ભિન્નરૂપના પ્રયોગો છે.

સમાનાર્થ શબ્દોમાંથી એક પ્રદેશ એક શબ્દનો વ્યાપકપણે ઉપયોગ કરે અને બીજો બીજા શબ્દનો પ્રચુરપણે ઉપયોગ કરે એમ બને છે. ઉ. ત. શિ. ગુ. छोकरी, ઉત્તર અને વિશેષપણે ઉત્તરપૂર્વ (=ઈશાન) ગુજરાતમાં (માળવી રાજસ્થાની અસરને કારણે) छोरी, સૌરાષ્ટ્રીમાં दीकरी (ઉ. ત. ओल्यी निशाळ्यमां त्रणसें दीकरीयुं भणॅ सॅ), અને સૂરતીમાં (લોકભાષામાં) पोरी વ્યાપકપણે બોલાય છે. સંબંધતત્ત્વરૂપ શબ્દોમાં પણ પ્રદેશે પ્રદેશે વિભિન્નતા નજરે પડે છે. ઉ. ત. શિ. ગુ. त्यारे, ઉત્તર ને મધ્ય ગુજ. ताणे, સૌરા. तारे, સુરતી तियारे, तीवारे; ઈ૰. આવાં અનેક ઉદાહરણો આપી શકાય. પરંતુ બોલીના અભ્યાસમાં શબ્દોની વિભિન્નતા (lexical differences)નું મહત્ત્વ ઉચ્ચારભેદ ને પદરચનાની ભિન્નતા કરતાં ઘણું ઓછું છે. તો એથી ઊલટું પુરાતન રૂપો (relic forms) બોલીઓનો સ્થળવિસ્તાર (dialect geography) નક્કી કરવામાં અતીવ ઉપયોગી છે. પુરાતન રૂપો ખૂણે પડી ગયેલા (remote) પ્રદેશમાં વિશેષ જળવાઈ રહે છે. ઉ. ત. ડુંગરપુર બાજુ (ઇશાન ગુજરાત)ની બોલીમાં જળવાઈ રહેલો સ્વર-મધ્યવર્તી (medial) ण (ઉ. ત. बणाव्युं, = શિ. ગુજ. बनाव्युं), કે ભવિષ્ય૰ ૧ લો પુરુષ એકવચનનાં करेश, बोलेश (= શિ. ગુજ. ‘કરીશ’, ‘બોલીશ’) માળવી રાજસ્થાની સાથેની એની નિકટતા સૂચવે છે. ઉત્તર ગુજરાતનાં ભવિષ્ય૰ ૩ જો પુ. એકવચનનાં आवशि, करशि (= શિ. ગુજ. ‘આવશે’, ‘કરશે’) કે ૭મી એકવચનના घरि (શિ. ગુ. ‘ઘેર’) જેવાં રૂપો સોળમા સત્તરમા સૈકાની જૂની ગુજરાતી ભાષાના અવશેષ છે; તો સૌરાષ્ટ્રી (=કાઠિયાવાડી)નાં સ્ત્રીલિંગી નામોનાં પ્રથમા દ્વિતીયા બહુવચનનાં आंगळियुं, गायुं, भेंश्युं જેવાં રૂપો છેક અપભ્રંશકાલીન ભાષાસ્વરૂપ (સર૰ अंगुलिउ जज्जरिआउ नहेण। सिद्धहेम૰ ૮-૪-૩૩૩) સાચવી રાખે છે. આમ પુરાતન ભાષારૂપો નિશ્ચિતપણે બોલીનું પ્રદેશરેખાંકન કરવામાં અત્યંત ઉપયોગી થઈ પડે છે.૭  
સમાનાર્થ શબ્દોમાંથી એક પ્રદેશ એક શબ્દનો વ્યાપકપણે ઉપયોગ કરે અને બીજો બીજા શબ્દનો પ્રચુરપણે ઉપયોગ કરે એમ બને છે. ઉ. ત. શિ. ગુ. छोकरी, ઉત્તર અને વિશેષપણે ઉત્તરપૂર્વ (=ઈશાન) ગુજરાતમાં (માળવી રાજસ્થાની અસરને કારણે) छोरी, સૌરાષ્ટ્રીમાં दीकरी (ઉ. ત. ओल्यी निशाळ्यमां त्रणसें दीकरीयुं भणॅ सॅ), અને સૂરતીમાં (લોકભાષામાં) पोरी વ્યાપકપણે બોલાય છે. સંબંધતત્ત્વરૂપ શબ્દોમાં પણ પ્રદેશે પ્રદેશે વિભિન્નતા નજરે પડે છે. ઉ. ત. શિ. ગુ. त्यारे, ઉત્તર ને મધ્ય ગુજ. ताणे, સૌરા. तारे, સુરતી तियारे, तीवारे; ઈ૰. આવાં અનેક ઉદાહરણો આપી શકાય. પરંતુ બોલીના અભ્યાસમાં શબ્દોની વિભિન્નતા (lexical differences)નું મહત્ત્વ ઉચ્ચારભેદ ને પદરચનાની ભિન્નતા કરતાં ઘણું ઓછું છે. તો એથી ઊલટું પુરાતન રૂપો (relic forms) બોલીઓનો સ્થળવિસ્તાર (dialect geography) નક્કી કરવામાં અતીવ ઉપયોગી છે. પુરાતન રૂપો ખૂણે પડી ગયેલા (remote) પ્રદેશમાં વિશેષ જળવાઈ રહે છે. ઉ. ત. ડુંગરપુર બાજુ (ઇશાન ગુજરાત)ની બોલીમાં જળવાઈ રહેલો સ્વર-મધ્યવર્તી (medial) ण (ઉ. ત. बणाव्युं, = શિ. ગુજ. बनाव्युं), કે ભવિષ્ય૰ ૧ લો પુરુષ એકવચનનાં करेश, बोलेश (= શિ. ગુજ. ‘કરીશ’, ‘બોલીશ’) માળવી રાજસ્થાની સાથેની એની નિકટતા સૂચવે છે. ઉત્તર ગુજરાતનાં ભવિષ્ય૰ ૩ જો પુ. એકવચનનાં आवशि, करशि (= શિ. ગુજ. ‘આવશે’, ‘કરશે’) કે ૭મી એકવચનના घरि (શિ. ગુ. ‘ઘેર’) જેવાં રૂપો સોળમા સત્તરમા સૈકાની જૂની ગુજરાતી ભાષાના અવશેષ છે; તો સૌરાષ્ટ્રી (=કાઠિયાવાડી)નાં સ્ત્રીલિંગી નામોનાં પ્રથમા દ્વિતીયા બહુવચનનાં आंगळियुं, गायुं, भेंश्युं જેવાં રૂપો છેક અપભ્રંશકાલીન ભાષાસ્વરૂપ (સર૰ अंगुलिउ जज्जरिआउ नहेण। सिद्धहेम૰ ૮-૪-૩૩૩) સાચવી રાખે છે. આમ પુરાતન ભાષારૂપો નિશ્ચિતપણે બોલીનું પ્રદેશરેખાંકન કરવામાં અત્યંત ઉપયોગી થઈ પડે છે.૭<ref>૭ સર૰: “The best data of dialect geography are furnished by relic forms, which attest some older feature of speech.” —Bloomfield, Language, p. 331.</ref>
બોલીભેદોનું અસ્તિત્વ ઘણા પ્રાચીન કાળથી છે. કોઈ પણ મોટા પ્રદેશવિસ્તારમાં પથરાયેલી ભાષામાં બોલીભેદ ઉત્પન્ન થયા વિના રહેતા નથી, કારણ કે બહુસંખ્ય પ્રજા નાના સ્થાનિક સમૂહો (local groups) માં વિભાજિત થયા વિના રહેતી નથી. પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં આવું વિભાજન અતિ સ્વાભાવિક હતું.૮ મેય્યેએ તો છેક ઇન્ડોયુરોપિયન કાળથી બોલીભેદોનું અસ્તિત્વ પ્રતિપાદિત કર્યું છે.૯ વૈદિક સંહિતાઓમાં તો બે સ્પષ્ટ કથ્યસ્વરૂપો (બોલીઓ) નજરે પડે છે—એક ઉત્તરી પશ્ચિમી, જેમાં આદિ र् યથાવત્ રહેતો (ઉ. ત. रोम, रोमश, इ૰), અને બીજી (ગંગાની પૂર્વ બાજુના પ્રદેશની) પૂર્વી, જેમાં બહુધા र् નો ल् થતો (ઉ. ત. लोम, लोमश), જે એ જ પ્રદેશની ઉત્તરકાલીન માગધી ભાષાનું એક વ્યાવર્તક લક્ષણ છે. અશોકના શિલાલેખોમાં પણ બે મુખ્ય ભાષાભેદો નજરે પડે છે – એક ગિરનાર, શાહબાઝગઢી અને મન્સેરાના શિલાલેખોની પશ્ચિમી ભાષા; અને બીજી, ધૌલી, જૌગડા, કાલ્સી વગેરે પૂર્વ ભારતીય પ્રદેશોની પૂર્વી ભાષા. આ ભાષાભેદો છેક હિંદીના ઉદ્ગમકાળ સુધી ચાલુ રહ્યા છે: વર્તમાન પશ્ચિમી હિંદી, રાજસ્થાની, ગુજરાતી એ પશ્ચિમ ભારતીય જૂથની ભાષા છે; જ્યારે બિહારી, ઉત્કલી આદિ પૂર્વી જૂથની ભાષા છે. એ જ પ્રમાણે, વર્તમાન ફ્રાન્સમાં ઐતિહાસિક કારણોને પરિણામે ઉત્તરીય ફ્રાન્સની ફ્રેન્ચ ભાષા–જે પછીથી સ્ટાન્ડર્ડ ફ્રેન્ચ ભાષા બની રહી—અને દક્ષિણની પ્રોવેન્શલ (Provençal), બે સ્પષ્ટ બોલીભેદો ઘણો સમયથી પડેલા છે. જે ઐતિહાસિક પરિબળોથી ગુજરાત છેલ્લાં હજારેક વર્ષમાં ઘડાયું, એનું પ્રતિબિંબ એની બોલીઓમાં સુરેખપણે ઝિલાયું છે.૧૦ પ્રાચીન ગુજરાતની સીમાઓ દક્ષિણ રાજસ્થાનથી લગભગ મહી-નર્મદા સુધી વિસ્તરેલી હતી. એમાં બહુધા ગુર્જર જેવી પ્રજાઓ ચોથા સૈકાથી ઉત્તરભારતમાંથી ખસતી ખસતી આવીને વસી હતી. સૌરાષ્ટ્ર છેક સિદ્ધરાજના સમય સુધી ગુજરાતથી રાજકીય રીતે અલગ હતું—એની વસતી – શકઆદિ પ્રજાઓ – બહુધા જળમાર્ગે સિંધ-કચ્છ બાજુથી ઈસવીસનની પણ પૂર્વેથી આવીને વસી હતી. દક્ષિણ ગુજરાતનો સંબંધ કોંકણપટ્ટીના અને દક્ષિણના રાષ્ટ્રકૂટો સાથે સવિશેષ હતો. આને પરિણામે ઉત્તર અને મધ્યગુજરાતની લોકબોલી એક પ્રકારની તળ ગુજરાતી સૌરાષ્ટ્રની (ઝાલાવાડનો પ્રદેશ જે પાટણ આદિ ગુજરાતનાં નગરોની સમીપ હોઈ એમની સાથે વિશેષ સંસર્ગમાં હતો, તે સિવાયની) સૌરાષ્ટ્રી કે કાઠીયાવાડી ભાષા, અને નર્મદાની દક્ષિણે સૂરત અને તેની આસપાસના પ્રદેશની સૂરતી કે દક્ષિણ ગુજરાતી ભાષા—એમ ત્રણ સુસ્પષ્ટ સુરેખ બોલીભેદો નજરે પડે છે. એના પાછા અનેક પેટાભેદો પડે છે, તેમજ ભિન્ન ભિન્ન જાતિઓના (મેમણ, મેર, કાઠી, કોળી આદિની) બોલીભેદો પણ છે. પણ આ સર્વ ભૌગોલિક બોલીભેદો (geographical dialects) માં મુખ્ય સાર્વત્રિક ભાષા માળાના મણકામાં સૂત્રની માફક રહેલી હોય છે જ. એક બોલીભેદ અન્યમાં એવો તો સાહજિક રીતે સંક્રાન્ત થઈ જાય છે કે આપણને એ પરિવર્તન લક્ષમાં આવતું નથી.
બોલીભેદોનું અસ્તિત્વ ઘણા પ્રાચીન કાળથી છે. કોઈ પણ મોટા પ્રદેશવિસ્તારમાં પથરાયેલી ભાષામાં બોલીભેદ ઉત્પન્ન થયા વિના રહેતા નથી, કારણ કે બહુસંખ્ય પ્રજા નાના સ્થાનિક સમૂહો (local groups) માં વિભાજિત થયા વિના રહેતી નથી. પ્રાચીન અને મધ્યકાલીન યુગમાં આવું વિભાજન અતિ સ્વાભાવિક હતું.૮<ref>૮ સર૰ : Edward Sapir, Language, p. 151.</ref> મેય્યેએ તો છેક ઇન્ડોયુરોપિયન કાળથી બોલીભેદોનું અસ્તિત્વ પ્રતિપાદિત કર્યું છે.૯<ref>૯ સર૰ : M. Meillet, Les dialects indo-europeens, 1908; cited by Vendryes, Language, p. 247.</ref> વૈદિક સંહિતાઓમાં તો બે સ્પષ્ટ કથ્યસ્વરૂપો (બોલીઓ) નજરે પડે છે—એક ઉત્તરી પશ્ચિમી, જેમાં આદિ र् યથાવત્ રહેતો (ઉ. ત. रोम, रोमश, इ૰), અને બીજી (ગંગાની પૂર્વ બાજુના પ્રદેશની) પૂર્વી, જેમાં બહુધા र् નો ल् થતો (ઉ. ત. लोम, लोमश), જે એ જ પ્રદેશની ઉત્તરકાલીન માગધી ભાષાનું એક વ્યાવર્તક લક્ષણ છે. અશોકના શિલાલેખોમાં પણ બે મુખ્ય ભાષાભેદો નજરે પડે છે – એક ગિરનાર, શાહબાઝગઢી અને મન્સેરાના શિલાલેખોની પશ્ચિમી ભાષા; અને બીજી, ધૌલી, જૌગડા, કાલ્સી વગેરે પૂર્વ ભારતીય પ્રદેશોની પૂર્વી ભાષા. આ ભાષાભેદો છેક હિંદીના ઉદ્ગમકાળ સુધી ચાલુ રહ્યા છે: વર્તમાન પશ્ચિમી હિંદી, રાજસ્થાની, ગુજરાતી એ પશ્ચિમ ભારતીય જૂથની ભાષા છે; જ્યારે બિહારી, ઉત્કલી આદિ પૂર્વી જૂથની ભાષા છે. એ જ પ્રમાણે, વર્તમાન ફ્રાન્સમાં ઐતિહાસિક કારણોને પરિણામે ઉત્તરીય ફ્રાન્સની ફ્રેન્ચ ભાષા–જે પછીથી સ્ટાન્ડર્ડ ફ્રેન્ચ ભાષા બની રહી—અને દક્ષિણની પ્રોવેન્શલ (Provençal), બે સ્પષ્ટ બોલીભેદો ઘણો સમયથી પડેલા છે. જે ઐતિહાસિક પરિબળોથી ગુજરાત છેલ્લાં હજારેક વર્ષમાં ઘડાયું, એનું પ્રતિબિંબ એની બોલીઓમાં સુરેખપણે ઝિલાયું છે.૧૦<ref>૧૦ સરખાવો: “A set of isoglosses running close together in much the same direction—a so-called bundle of isoglosses—evidences a larger historical process...... ......important lines of dialectal division run close to political lines.”<br>
 
{{right|— Bloomfield, Language, pp. 342-343.}}</ref> પ્રાચીન ગુજરાતની સીમાઓ દક્ષિણ રાજસ્થાનથી લગભગ મહી-નર્મદા સુધી વિસ્તરેલી હતી. એમાં બહુધા ગુર્જર જેવી પ્રજાઓ ચોથા સૈકાથી ઉત્તરભારતમાંથી ખસતી ખસતી આવીને વસી હતી. સૌરાષ્ટ્ર છેક સિદ્ધરાજના સમય સુધી ગુજરાતથી રાજકીય રીતે અલગ હતું—એની વસતી – શકઆદિ પ્રજાઓ – બહુધા જળમાર્ગે સિંધ-કચ્છ બાજુથી ઈસવીસનની પણ પૂર્વેથી આવીને વસી હતી. દક્ષિણ ગુજરાતનો સંબંધ કોંકણપટ્ટીના અને દક્ષિણના રાષ્ટ્રકૂટો સાથે સવિશેષ હતો. આને પરિણામે ઉત્તર અને મધ્યગુજરાતની લોકબોલી એક પ્રકારની તળ ગુજરાતી સૌરાષ્ટ્રની (ઝાલાવાડનો પ્રદેશ જે પાટણ આદિ ગુજરાતનાં નગરોની સમીપ હોઈ એમની સાથે વિશેષ સંસર્ગમાં હતો, તે સિવાયની) સૌરાષ્ટ્રી કે કાઠીયાવાડી ભાષા, અને નર્મદાની દક્ષિણે સૂરત અને તેની આસપાસના પ્રદેશની સૂરતી કે દક્ષિણ ગુજરાતી ભાષા—એમ ત્રણ સુસ્પષ્ટ સુરેખ બોલીભેદો નજરે પડે છે. એના પાછા અનેક પેટાભેદો પડે છે, તેમજ ભિન્ન ભિન્ન જાતિઓના (મેમણ, મેર, કાઠી, કોળી આદિની) બોલીભેદો પણ છે. પણ આ સર્વ ભૌગોલિક બોલીભેદો (geographical dialects) માં મુખ્ય સાર્વત્રિક ભાષા માળાના મણકામાં સૂત્રની માફક રહેલી હોય છે જ. એક બોલીભેદ અન્યમાં એવો તો સાહજિક રીતે સંક્રાન્ત થઈ જાય છે કે આપણને એ પરિવર્તન લક્ષમાં આવતું નથી.
 
૭ સર૰: “The best data of dialect geography are furnished by relic forms, which attest some older feature of speech.” —Bloomfield, Language, p. 331.
૮ સર૰ : Edward Sapir, Language, p. 151.
૯ સર૰ : M. Meillet, Les dialects indo-europeens, 1908; cited by Vendryes, Language, p. 247.
૧૦ સરખાવો: “A set of isoglosses running close together in much the same direction—a so-called bundle of isoglosses—evidences a larger historical process...... ......important lines of dialectal division run close to political lines.”
— Bloomfield, Language, pp. 342-343.
 
આવી બોલીઓમાંથી કોઈક વિશિષ્ટ સામર્થ્યવાળી બોલીનાં તત્ત્વોનો વિનિયોગ કરીને સાહિત્યની ભાષા ઘડાય છે. આ રીતે પ્રાચીન ભારતમાં ગંગા-યમુનાની અંતર્વેદીની ભાષાના પાયા ઉપર સંસ્કૃતની ઇમારત રચાઈ; Picardy ની બોલીનો ફ્રેન્ચ સાહિત્યમાં વિનિયોગ થયો; પ્રાચીન ગ્રીક મહાકાવ્યોનો ભાષાભેદ(epic dialect) અને પ્રાચીન ગ્રીક નાટકોનાં ગીતોનો ભાષાપ્રભેદ (lyric dialect) અલગ અલગ હતા, જેની પશ્ચાદ્ભૂમિમાં કોઈ પ્રાદેશિક બોલી અવશ્ય હતી. આવી જ વ્યવસ્થા સંસ્કૃત નાટકોના કાળમાં સંસ્કારી સ્ત્રીપાત્રોની બોલચાલની શૌરસેની ભાષામાં અને એમના ભાવોદ્રેકપૂર્ણ ગીતોની મહારાષ્ટ્રી ભાષામાં નજરે પડે છે. મધ્યકાલીન ગુજરાતી કવિતામાં—વિશેષે તો પ્રેમાનંદનાં આખ્યાનોની ભાષામાં, તેમ ગો. મા. ત્રિ. આદિ પંડિતયુગના પ્રારંભકાળના સાહિત્યકારોની ભાષામાં મધ્ય ગુજરાતની—ચરોતરની—બોલી ભૂમિકારૂપે હતી એમ નિઃસંકોચ કહી શકાય. બેશક, તે તે વિદ્વાનોના અન્ય પ્રદેશોના લોકો સાથેના સંપર્કને કારણે સાર્વત્રિક તત્ત્વો પુષ્કળ આવ્યાં હશે એમાં પણ શંકા નથી.

વિશિષ્ટ ભાષાઓ (Special Languages)
વિશિષ્ટ ભાષાઓ (Special Languages)
વિશિષ્ટ પ્રકારનાં કામકાજ કે ધંધામાં રોકાયેલા માણસો ‘વિશિષ્ટ ભાષા’ (special language) વાપરતા હોય છે. ઉ. ત. કાયદાની ભાષા, પુરોહિતોની ભાષા, જ્યોતિષીઓની ભાષા, વેપારીઓની ભાષા, ઈ૰. ‘વિશિષ્ટ ભાષા’ માં સ્લૅન્ગ (‘slang’ = ‘વિકૃત બોલી’)નો પણ સમાવેશ થાય છે. એક જ ધંધાના માણસો પરસ્પરના કામકાજમાં વિશિષ્ટ ભાષાનો ઉપયોગ કરે તેથી ઘણી સુગમતા રહે છે. આ પ્રકારની પ્રત્યેક વિશિષ્ટ ભાષાનો પાયો (base) તો કોઈ ને કોઈ કથ્યભાષાનો જ હોય છે, માત્ર એનું શબ્દભંડોળ વિશિષ્ટ પ્રકારનું, સામાન્ય ભાષા કરતાં કેટલેક અંશે નિરાળા પ્રકારનું હોય છે. ઉ. ત. ગુજરાતીમાં તાલુકા કે જિલ્લા કોરટોમાં — જ્યાં ગુજરાતીમાં કામકાજ થતું હોય ત્યાં — વકીલો દાવાઅરજી આદિમાં તેમજ એમની દલીલોમાં દાવો, અસીલ, મુકદ્દમો, પુરસીસ (exhibit), મુદત, અદાલત, દિવાની, ફોજદારી, નાજર, આદિ ફારસી-અરબી શબ્દો; કોરટ, અપીલ, સેશન, પિનલ કોડ, બેલીફ આદિ અંગ્રેજી શબ્દો; અને સુનવણી, બજવણી ઈ૰ તળપદા, પણ વિશિષ્ટ અધ્યાસવાળા ગુજરાતી શબ્દો વાપરતા હોય છે.૧૧
૧૧ ગુજરાતમાં છેક સલ્તનતના સમયથી અદાલતના કામકાજના અનેક ફારસી-અરબી વિશિષ્ટ શબ્દો પ્રચલિત થયા છે. અખાએ એના ‘છપ્પા’ આદિ કાવ્યોમાં ‘દાવો’, ‘નિરદાવો’ (છપ્પા ૧૯૦), ‘કાજી’, ‘કજા’ (છપ્પા ૩૦૭), ‘અદલ’, ‘દાવાગીર’ (છપ્પા ૩૪૨) વગેરે શબ્દો વાપર્યા છે. સર૰ ‘અખાના સમકાલીન સમાજનું રેખાદર્શન’, —કાન્તિલાલ બ વ્યાસ, પ્રકા૰ ‘Journal of the Gujarat Research Society,’ 1940.

વિશિષ્ટ પ્રકારનાં કામકાજ કે ધંધામાં રોકાયેલા માણસો ‘વિશિષ્ટ ભાષા’ (special language) વાપરતા હોય છે. ઉ. ત. કાયદાની ભાષા, પુરોહિતોની ભાષા, જ્યોતિષીઓની ભાષા, વેપારીઓની ભાષા, ઈ૰. ‘વિશિષ્ટ ભાષા’ માં સ્લૅન્ગ (‘slang’ = ‘વિકૃત બોલી’)નો પણ સમાવેશ થાય છે. એક જ ધંધાના માણસો પરસ્પરના કામકાજમાં વિશિષ્ટ ભાષાનો ઉપયોગ કરે તેથી ઘણી સુગમતા રહે છે. આ પ્રકારની પ્રત્યેક વિશિષ્ટ ભાષાનો પાયો (base) તો કોઈ ને કોઈ કથ્યભાષાનો જ હોય છે, માત્ર એનું શબ્દભંડોળ વિશિષ્ટ પ્રકારનું, સામાન્ય ભાષા કરતાં કેટલેક અંશે નિરાળા પ્રકારનું હોય છે. ઉ. ત. ગુજરાતીમાં તાલુકા કે જિલ્લા કોરટોમાં — જ્યાં ગુજરાતીમાં કામકાજ થતું હોય ત્યાં — વકીલો દાવાઅરજી આદિમાં તેમજ એમની દલીલોમાં દાવો, અસીલ, મુકદ્દમો, પુરસીસ (exhibit), મુદત, અદાલત, દિવાની, ફોજદારી, નાજર, આદિ ફારસી-અરબી શબ્દો; કોરટ, અપીલ, સેશન, પિનલ કોડ, બેલીફ આદિ અંગ્રેજી શબ્દો; અને સુનવણી, બજવણી ઈ૰ તળપદા, પણ વિશિષ્ટ અધ્યાસવાળા ગુજરાતી શબ્દો વાપરતા હોય છે.૧૧<ref>૧૧ ગુજરાતમાં છેક સલ્તનતના સમયથી અદાલતના કામકાજના અનેક ફારસી-અરબી વિશિષ્ટ શબ્દો પ્રચલિત થયા છે. અખાએ એના ‘છપ્પા’ આદિ કાવ્યોમાં ‘દાવો’, ‘નિરદાવો’ (છપ્પા ૧૯૦), ‘કાજી’, ‘કજા’ (છપ્પા ૩૦૭), ‘અદલ’, ‘દાવાગીર’ (છપ્પા ૩૪૨) વગેરે શબ્દો વાપર્યા છે. સર૰ ‘અખાના સમકાલીન સમાજનું રેખાદર્શન’, —કાન્તિલાલ બ વ્યાસ, પ્રકા૰ ‘Journal of the Gujarat Research Society,’ 1940.</ref>

પુરોહિતોની ભાષામાં અક્ષત, મૂરત (=મુહૂર્ત), સરવણી, દશા, એકાદશા (શ્રાદ્ધ), ષોડશોપચાર (પૂજા), પાઠ (= ચંડીપાઠ), અભિષેક (રુદ્રાભિષેક), ભૂરસી (દક્ષિણા), ગંધ (= ચંદન આદિ સુગંધિદ્રવ્યો) ઈ. અનેક સામાન્ય લોકવ્યવહારમાં અલ્પપ્રયુક્ત શબ્દો વિશેષતયા વપરાતા જણાશે. એ જ પ્રમાણે જ્યોતિષીઓની ભાષામાં જાતક, ચલિત, નવાંશ, લગ્ન, લગ્નેશ, ભુવન, સ્થાન, (સ્ત્રીભુવન, આયભુવન, વિદ્યાસ્થાન), પાપગ્રહ, પુણ્યગ્રહ, દૃષ્ટિ આદિ વિશિષ્ટ શબ્દો વપરાય છે. વેપારીઓની ભાષામાં લેવાલ, વેચવાલ, બંધ ભાવ, (બજાર) ઊંચકાવું, હોલસેલ, પડતર (ભાવ), આડત, નૂર, હાંસલ ઈ૰ શબ્દોનો ઉપયોગ સામાન્ય હોય છે. વિદ્યાર્થીઓની, ચોરોની, કારીગરોની બધા પ્રકારની ‘સ્લૅન્ગ’ પણ ‘વિશિષ્ટ ભાષા’નું જ સ્વરૂપ છે. પોતાનું કથયિતવ્ય પોતપોતાનાં મંડળોમાં સુગમતાથી સમજાય છતાં અન્યથી ગુપ્ત રહે, એ જ આ સર્વ વિશિષ્ટ ભાષાઓનો પ્રધાન ઉદ્દેશ હોય છે.  

‘વિશિષ્ટ ભાષા’ઓની માંડણી સામાન્ય રીતે પ્રચલિત લોકભાષા ઉપર હોય છે. પણ કોઈ કોઈ વાર વિશિષ્ટ ભાષા સામાન્ય જનસમુદાયની ભાષા કરતાં તદ્દન જુદી જ હોય એમ બને છે. ઉ. ત. રોમન કૅથલિક ધર્મગુરુઓની પ્રાર્થના-ઉપાસનાની ભાષા હમેશાં લૅટિન હોય છે, જેનો યુરોપીય વિદ્વાનો આંતરરાષ્ટ્રીય લખાણોમાં ઘણા સમયથી — મધ્યયુગમાં ખાસ,૧૨ અને ક્વચિત્ ક્વચિત્ એ પછી પણ — ઉપયોગ કરતા આવ્યા છે. એ જ પ્રમાણે ભારતમાં વિદ્વદ્-મંડળમાં સંસ્કૃતનો આજે પણ છૂટથી ઉપયોગ થાય છે.૧૩ અરબી ભાષા બોલતી પ્રજાઓમાં ધાર્મિક ભાષા આર્મેનિયન (Armenian) તથા કૉપ્ટિક (Coptic) હોય તેનું કારણ પણ આ જ છે. ઉપરનાં ઉદાહરણોમાં યુરોપીય વિદ્વાનોએ ઘણા સમય સુધી લૅટિન વાપરવાનું અને ભારતીય વિદ્વાનોએ સંસ્કૃત વાપરવાનું કારણ એ ભાષાઓ પ્રશિષ્ટ (classical) અને વિદ્વદ્-મંડળોમાં સાર્વત્રિક રીતે સુજ્ઞાત હતી તે છે. જ્યાં લોકભાષા કરતાં ધાર્મિક ભાષાઓ જુદી છે ત્યાં લોકવ્યવહારથી ધર્મતત્ત્વને પૃથક્ રાખવાની દૃષ્ટિ રહેલી છે.
‘વિશિષ્ટ ભાષા’ઓની માંડણી સામાન્ય રીતે પ્રચલિત લોકભાષા ઉપર હોય છે. પણ કોઈ કોઈ વાર વિશિષ્ટ ભાષા સામાન્ય જનસમુદાયની ભાષા કરતાં તદ્દન જુદી જ હોય એમ બને છે. ઉ. ત. રોમન કૅથલિક ધર્મગુરુઓની પ્રાર્થના-ઉપાસનાની ભાષા હમેશાં લૅટિન હોય છે, જેનો યુરોપીય વિદ્વાનો આંતરરાષ્ટ્રીય લખાણોમાં ઘણા સમયથી — મધ્યયુગમાં ખાસ,૧૨<ref>૧૨ સરખાવો: “John Milton (1608-74) was occupied as a controversialist and Latin secretary”....“Even as late as the seventeenth century, Francis Bacon was afraid that English would ‘play bankrupt’ with authors, and determined that all he valued most in his work should exist in a Latin version.”.. -- “Most of Bacon’s work is in Latin.” <br>
 
{{right|—B. Ifor Evans, A short History of English Literature, pp. 33, 184, 189.}}<br>
૧૨ સરખાવો: “John Milton (1608-74) was occupied as a controversialist and Latin secretary”....“Even as late as the seventeenth century, Francis Bacon was afraid that English would ‘play bankrupt’ with authors, and determined that all he valued most in his work should exist in a Latin version.”.. -- “Most of Bacon’s work is in Latin.”  
—B. Ifor Evans, A short History of English Literature, pp. 33, 184, 189.  
વળી સરખાવો : “Newton’s great book(Principia) was written in Latin, and, in order to make it intelligible to current habits of mind, it was couched in the style of Greek geometry.”
વળી સરખાવો : “Newton’s great book(Principia) was written in Latin, and, in order to make it intelligible to current habits of mind, it was couched in the style of Greek geometry.”
—James R. Newman, The World of Mathematics, (London, 1961), Vol I, p. 145.
{{right|—James R. Newman, The World of Mathematics, (London, 1961), Vol I, p. 145.}}</ref> અને ક્વચિત્ ક્વચિત્ એ પછી પણ — ઉપયોગ કરતા આવ્યા છે. એ જ પ્રમાણે ભારતમાં વિદ્વદ્-મંડળમાં સંસ્કૃતનો આજે પણ છૂટથી ઉપયોગ થાય છે.૧૩<ref>૧૩  ઉ. ત. સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાનાં વ્યાખ્યાનો (હિંદી ઉપરાંત) સંસ્કૃતમાં આપ્યાં હતાં. કેરલના ટાગોર તરીકે ઓળખાતા કવિ વલ્લતૉલે ઈતર પ્રદેશોમાં સંસ્કૃતમાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. જગદ્ગુરુ શંકરાચાર્યનાં વિદ્વદ્-પ્રવચનો સંસ્કૃતમાં જ હોય છે. પંડિતોની ધર્મચર્ચા બહુધા સંસ્કૃતમાં થાય છે.</ref> અરબી ભાષા બોલતી પ્રજાઓમાં ધાર્મિક ભાષા આર્મેનિયન (Armenian) તથા કૉપ્ટિક (Coptic) હોય તેનું કારણ પણ આ જ છે. ઉપરનાં ઉદાહરણોમાં યુરોપીય વિદ્વાનોએ ઘણા સમય સુધી લૅટિન વાપરવાનું અને ભારતીય વિદ્વાનોએ સંસ્કૃત વાપરવાનું કારણ એ ભાષાઓ પ્રશિષ્ટ (classical) અને વિદ્વદ્-મંડળોમાં સાર્વત્રિક રીતે સુજ્ઞાત હતી તે છે. જ્યાં લોકભાષા કરતાં ધાર્મિક ભાષાઓ જુદી છે ત્યાં લોકવ્યવહારથી ધર્મતત્ત્વને પૃથક્ રાખવાની દૃષ્ટિ રહેલી છે.  
૧૩  ઉ. ત. સ્વામી દયાનંદ સરસ્વતીએ પોતાનાં વ્યાખ્યાનો (હિંદી ઉપરાંત) સંસ્કૃતમાં આપ્યાં હતાં. કેરલના ટાગોર તરીકે ઓળખાતા કવિ વલ્લતૉલે ઈતર પ્રદેશોમાં સંસ્કૃતમાં વ્યાખ્યાનો આપ્યાં હતાં. જગદ્ગુરુ શંકરાચાર્યનાં વિદ્વદ્-પ્રવચનો સંસ્કૃતમાં જ હોય છે. પંડિતોની ધર્મચર્ચા બહુધા સંસ્કૃતમાં થાય છે.

સામાન્ય રીતે વિશિષ્ટ ભાષાઓ કોઈ ને કોઈ કથ્ય ભાષા-સ્વરૂપમાંથી વિકસી હોય છે. એમાંથી લૅટિન કે સંસ્કૃત જેવી ભાષાઓ આજે મૃત ભાષા છે; પણ અન્ય સર્વ ભાષાઓનું મંડાણ કોઈ ને કોઈ કથ્ય ભાષાસ્વરૂપ ઉપર છે. આ વિશિષ્ટ ભાષાઓ પ્રધાનપણે શાસ્ત્રીય, વ્યાવસાયિક પરિભાષાવાળી (technical) ભાષાઓ છે. સામાન્ય વ્યવહારમાં જે પદાર્થો કે વિચારોને માટે શબ્દો નથી હોતા, તે ઘડવાનું કાર્ય એ કરે છે. કેટલીક વાર પ્રચલિત શબ્દોને એ નવીન સંકેત (connotation) અર્પે છે (ઉ. ત. ‘પદાર્થવિજ્ઞાન’ માં ‘mass’, ‘velocity’, ‘force’ આદિ શબ્દોનો વિનિયોગ); તો કોઈકવાર એ તદ્દન નવીન શબ્દો પણ ઘડે છે (ઉ. ત. telecommunication, radar, sonar, ઈ૰ શબ્દો). આ દૃષ્ટિએ ટેક્નિકલ ભાષાઓ ‘સ્લૅન્ગ’ની ઘણી સમીપ આવી રહે છે.

‘સ્લૅન્ગ’ (Slang)
‘સ્લૅન્ગ’ (Slang)
‘સ્લૅન્ગ’ એક પ્રકારની વિશિષ્ટ ભાષા જ છે. સમાજમાં જેટલા માનવ સમુદાયો (specialized groups) હોય તેટલી ‘સ્લૅન્ગ’ કે ‘વિકૃત બોલીઓ’ સંભવે છે. પ્રત્યેક ધંધા કે વ્યવસાયને પોતાની વિશિષ્ટ સ્લૅન્ગ હોય છે. ઉ. ત. વિદ્યાર્થીઓની સ્લૅન્ગ, વેપારીઓની સ્લૅન્ગ, સૈનિકોની સ્લૅન્ગ’ ઈ૰. ચોરોની ને ઠગોની સ્લૅન્ગ પણ હોય છે. ઓગણીસમા સૈકા સુધી ફ્રાન્સમાં એક ગુનેગારોનો સમાજ હતો, અને તેની એક વિશિષ્ટ ગુપ્ત ભાષા હતી, જે પહેલાં jargonના અને પછી argot ના નામથી પ્રસિદ્ધ હતી.૧૪ અંગ્રેજીમાં એવી બોલીને cant કે jargon કે lingo કહે છે. આ પ્રકારની તસ્કર-બોલીને જર્મનમાં Rotwelsch (=thieves’ cant) કે Gaunersprache (=swindler’s speech), ઈટાલિયનમાં, furbesche, સ્પેનિશમાં germania અને પોર્ટુગીઝમાં calão કહે છે.૧૫
 
‘સ્લૅન્ગ’ એક પ્રકારની વિશિષ્ટ ભાષા જ છે. સમાજમાં જેટલા માનવ સમુદાયો (specialized groups) હોય તેટલી ‘સ્લૅન્ગ’ કે ‘વિકૃત બોલીઓ’ સંભવે છે. પ્રત્યેક ધંધા કે વ્યવસાયને પોતાની વિશિષ્ટ સ્લૅન્ગ હોય છે. ઉ. ત. વિદ્યાર્થીઓની સ્લૅન્ગ, વેપારીઓની સ્લૅન્ગ, સૈનિકોની સ્લૅન્ગ’ ઈ૰. ચોરોની ને ઠગોની સ્લૅન્ગ પણ હોય છે. ઓગણીસમા સૈકા સુધી ફ્રાન્સમાં એક ગુનેગારોનો સમાજ હતો, અને તેની એક વિશિષ્ટ ગુપ્ત ભાષા હતી, જે પહેલાં jargonના અને પછી argot ના નામથી પ્રસિદ્ધ હતી.૧૪<ref>૧૪ વર્તમાનમાં બંનેનો અર્થ માત્ર slang કે cant છે.</ref> અંગ્રેજીમાં એવી બોલીને cant કે jargon કે lingo કહે છે. આ પ્રકારની તસ્કર-બોલીને જર્મનમાં Rotwelsch (=thieves’ cant) કે Gaunersprache (=swindler’s speech), ઈટાલિયનમાં, furbesche, સ્પેનિશમાં germania અને પોર્ટુગીઝમાં calão કહે છે.૧૫<ref>૧૫ જુઓ: Vendryes, op. cit., p. 251.</ref>
સ્લૅન્ગ બોલી સામાન્ય ભાષાનું એક વિશિષ્ટ સ્વરૂપ છે; સામાન્ય ભાષાથી એની ભિન્નતા વિશિષ્ટ શબ્દોના ઉપયોગમાં રહેલી છે. સ્લૅન્ગના(વિશિષ્ટ શબ્દોના) ઉપયોગમાત્રથી બોલનારના સામાજિક દરજ્જાનો ખ્યાલ આવી શકતો નથી, કારણ કે slang એ ગ્રામ્યબોલી નથી; પરંતુ સ્લૅન્ગના ઉચ્ચારણથી બોલનાર કયા સામાજિક થરનો છે એ પરખાઈ આવે છે.

૧૪ વર્તમાનમાં બંનેનો અર્થ માત્ર slang કે cant છે.
સ્લૅન્ગના શબ્દભંડોળ(vocabulary)નો અભ્યાસ કરતાં એમ જણાય છે કે સ્લૅન્ગના ઘડતરમાં અર્થવૈશિષ્ટ્ય (semantic specialization, = સામાન્ય શબ્દોનો વિશિષ્ટ અર્થમાં ઉપયોગ) મુખ્ય તત્ત્વ છે. સ્લૅન્ગમાં રૂપકોનો અને લક્ષ્યોક્તિ(Metonymy)નો ઉપયોગ સવિશેષ થાય છે, તેમ સંજ્ઞાવાચક નામો સામાન્ય નામ તરીકે વારંવાર વાપરવામાં આવે છે. ઉ. ત. વિકૃત અંગોવાળો માણસ ‘अष्टावक्र’, ખુશામદ ‘पोल्सन’ કે ‘पांचसो पंचावन’, ‘खोखलो पंड्यो’ (=‘દીન, દુર્બળ પુરોહિત’) ઈ૰. સ્લૅન્ગ ભાષાની એક રમત સમી છે. યુવાનોમાં વિશેષે કરીને એનો સમાદર થાય છે. એમાં કેટલીક વાર વ્યંગ્યાર્થમાં પ્રયોજાતા શબ્દોમાં કલ્પનાનું પ્રાચુર્ય અને અભિનવતાને કારણે રોચકતા હોય છે. એમાં નર્મમર્મ કે ટોળટપ્પાનું તત્ત્વ હંમેશાં હોય છે. ઉ. ત. સંસ્કૃતમાં મૂર્ખને देवानांप्रिय કે કેવળ બ્રાહ્મણનામધારી અશિક્ષિત જનને महाब्राह्मण કે ब्रह्मबंधु કહેલો છે ત્યાં આ હાસ્યવૃત્તિનાં જ દર્શન થાય છે. ગુજરાતીમાં પણ રસોઈઆને महाराज કે સોનીને महाजन, કોઈ પણ સામાન્ય ગરાસિયાને दरबार કે રબારીને देसाई કહેવામાં શિષ્ટાચારની સાથે હાસ્યવૃત્તિ પણ રહેલી છે એમાં શંકા નથી. કવચિત્ સભાનપણે, તો ક્વચિત્ સાહજિક રીતે, કોઈ પ્રત્યુત્પન્ન ચબરાક માણસના કલ્પનાતરંગમાંથી સ્લૅન્ગનો ઉદ્ગમ છે.૧૬<ref>૧૬ સરખાવોઃ Otto Jespersen, Mankind, Nation and Individual, pp. 150-153.</ref> ઉ. ત. ‘ખાલી’ના અર્થમાં ठंठंगोपाळ કે ‘સાવ જર્જરિત ઉપસ્કર કે વાહન’ માટે खडखडपंचम કે खटारो કે ठाठियुं એક પ્રકારનાં ચબકારિયાં છે, જેની અર્થાભિવ્યક્તિ સામાન્ય ભાષા કરતાં ઘણી ધારદાર છે. આમ ભાષાના આંતર તત્ત્વમાં સ્લૅન્ગ એક સ્વાભાવિક ભાષાસ્વરૂપ હોવા છતાં એમાં ‘કૃત્રિમ બોલી’ (artificial speech)નાં લક્ષણો છે. એનો પ્રચાર અત્યંત ઝડપથી થાય છે, તો એને વાસી થતાં પણ વાર લાગતી નથી. એથી વારંવાર એમાં પરિવર્તન થતાં રહે છે.
૧૫ જુઓ: Vendryes, op. cit., p. 251.
 
સ્લૅન્ગના શબ્દભંડોળ(vocabulary)નો અભ્યાસ કરતાં એમ જણાય છે કે સ્લૅન્ગના ઘડતરમાં અર્થવૈશિષ્ટ્ય (semantic specialization, = સામાન્ય શબ્દોનો વિશિષ્ટ અર્થમાં ઉપયોગ) મુખ્ય તત્ત્વ છે. સ્લૅન્ગમાં રૂપકોનો અને લક્ષ્યોક્તિ(Metonymy)નો ઉપયોગ સવિશેષ થાય છે, તેમ સંજ્ઞાવાચક નામો સામાન્ય નામ તરીકે વારંવાર વાપરવામાં આવે છે. ઉ. ત. વિકૃત અંગોવાળો માણસ ‘अष्टावक्र’, ખુશામદ ‘पोल्सन’ કે ‘पांचसो पंचावन’, ‘खोखलो पंड्यो’ (=‘દીન, દુર્બળ પુરોહિત’) ઈ૰. સ્લૅન્ગ ભાષાની એક રમત સમી છે. યુવાનોમાં વિશેષે કરીને એનો સમાદર થાય છે. એમાં કેટલીક વાર વ્યંગ્યાર્થમાં પ્રયોજાતા શબ્દોમાં કલ્પનાનું પ્રાચુર્ય અને અભિનવતાને કારણે રોચકતા હોય છે. એમાં નર્મમર્મ કે ટોળટપ્પાનું તત્ત્વ હંમેશાં હોય છે. ઉ. ત. સંસ્કૃતમાં મૂર્ખને देवानांप्रिय કે કેવળ બ્રાહ્મણનામધારી અશિક્ષિત જનને महाब्राह्मण કે ब्रह्मबंधु કહેલો છે ત્યાં આ હાસ્યવૃત્તિનાં જ દર્શન થાય છે. ગુજરાતીમાં પણ રસોઈઆને महाराज કે સોનીને महाजन, કોઈ પણ સામાન્ય ગરાસિયાને दरबार કે રબારીને देसाई કહેવામાં શિષ્ટાચારની સાથે હાસ્યવૃત્તિ પણ રહેલી છે એમાં શંકા નથી. કવચિત્ સભાનપણે, તો ક્વચિત્ સાહજિક રીતે, કોઈ પ્રત્યુત્પન્ન ચબરાક માણસના કલ્પનાતરંગમાંથી સ્લૅન્ગનો ઉદ્ગમ છે.૧૬ ઉ. ત. ‘ખાલી’ના અર્થમાં ठंठंगोपाळ કે ‘સાવ જર્જરિત ઉપસ્કર કે વાહન’ માટે खडखडपंचम કે खटारो કે ठाठियुं એક પ્રકારનાં ચબકારિયાં છે, જેની અર્થાભિવ્યક્તિ સામાન્ય ભાષા કરતાં ઘણી ધારદાર છે. આમ ભાષાના આંતર તત્ત્વમાં સ્લૅન્ગ એક સ્વાભાવિક ભાષાસ્વરૂપ હોવા છતાં એમાં ‘કૃત્રિમ બોલી’ (artificial speech)નાં લક્ષણો છે. એનો પ્રચાર અત્યંત ઝડપથી થાય છે, તો એને વાસી થતાં પણ વાર લાગતી નથી. એથી વારંવાર એમાં પરિવર્તન થતાં રહે છે.
 
૧૬ સરખાવોઃ Otto Jespersen, Mankind, Nation and Individual, pp. 150-153.

સ્લૅન્ગમાં વારંવાર નવીન, નવીનતર શબ્દોની ભરતી કરવામાં સામાન્ય લોકભાષા કે ચબરાક લોકોનાં ‘ચબરાકિયાં’ પૂરતાં થઈ પડતાં નથી. એ માટે અન્ય તળપદી બોલીઓમાંથી તેમ અન્ય બહારની ભાષાઓમાંથી સ્થાનિક શબ્દો લેવામાં આવે છે. ઉ. ત. જર્મનની તસ્કરબોલી Rotwelschમાં યહુદીઓની યિડ્ડીશ (Yiddish) ભાષાના શબ્દો, સ્પૅનિશની germania માં પ્રચુર જિપ્સી તત્ત્વ, અંગ્રેજી સ્લૅન્ગમાં આઈરિશ શબ્દો મળે છે. ફ્રેન્ચમાં argot બોલીમાં એતદ્દેશીય (indegenous) તત્ત્વ વિશેષ છે.  

સ્લૅન્ગમાં ઘણાં પ્રાચીન તત્ત્વો (archaic elements) મળે છે. એક વાર સ્લૅન્ગમાં પ્રવેશ પામ્યા પછી શબ્દો લાંબા સમય સુધી ટકી રહે છે, જ્યારે સામાન્ય ભાષાપ્રવાહમાંથી એ કાળક્રમે લુપ્ત થતા જાય છે. કહેવતોમાંના કેટલાયે શબ્દો આ પ્રકારના જૂના ભાષાસ્તરના શબ્દો છે (ઉ. ત. ‘મિયાંબીબી રાજી તો ક્યા કરે મીયાં કાજી,’ ‘જર, જમીન ને જોરુ એ ત્રણે કજિયાનાં છોરુ,’ ‘મીયાં પડ્યા પણ ટંગડી ઊંચી,’ ઈ૰).

ગ્રંથસ્થ ભાષામાંથી પણ કેટલીક વાર સ્લૅન્ગ શબ્દો ઉપાડે છે. ઉ. ત. આગળ ઉલ્લેખાયેલો શબ્દ देवानांप्रिय એ અશોકે સ્વીકારેલું એક બિરુદ છે.૧૭ Quixotic એ ‘Don Quixote’ ઉપરથી નિર્માણ થયો છે. ‘ભદ્રંભદ્રીય’ (ભાષા) એ સર રમણભાઈની અમર હાસ્યકૃતિ ‘ભદ્રંભદ્ર’ના નાયકની વિચિત્ર, અતિ આડંબરી સંસ્કૃતપ્રચુર ભાષાશૈલીને અનુલક્ષે છે.
ગ્રંથસ્થ ભાષામાંથી પણ કેટલીક વાર સ્લૅન્ગ શબ્દો ઉપાડે છે. ઉ. ત. આગળ ઉલ્લેખાયેલો શબ્દ देवानांप्रिय એ અશોકે સ્વીકારેલું એક બિરુદ છે.૧૭<ref>૧૭ બૌદ્ધધર્મના લોપ પછી બૌદ્ધધર્મના દ્વેષી જનોએ બૌદ્ધધર્મના મહાન આશ્રયદાતા અને પ્રવર્તક પ્રિયદર્શી રાજા અશોકના આ ઉપનામની હાંસી ઉડાવવાને આ શબ્દમાં નવીન સંકેત (=‘મૂર્ખ’)નો અધ્યાસ કર્યો.</ref> Quixotic એ ‘Don Quixote’ ઉપરથી નિર્માણ થયો છે. ‘ભદ્રંભદ્રીય’ (ભાષા) એ સર રમણભાઈની અમર હાસ્યકૃતિ ‘ભદ્રંભદ્ર’ના નાયકની વિચિત્ર, અતિ આડંબરી સંસ્કૃતપ્રચુર ભાષાશૈલીને અનુલક્ષે છે.

૧૭ બૌદ્ધધર્મના લોપ પછી બૌદ્ધધર્મના દ્વેષી જનોએ બૌદ્ધધર્મના મહાન આશ્રયદાતા અને પ્રવર્તક પ્રિયદર્શી રાજા અશોકના આ ઉપનામની હાંસી ઉડાવવાને આ શબ્દમાં નવીન સંકેત (=‘મૂર્ખ’)નો અધ્યાસ કર્યો.
સ્લૅન્ગમાં શબ્દોના રૂપને વિકૃત કરવામાં આવ્યું હોય છે. કેટલીક વાર સામાન્ય ભાષાના શબ્દોને સ્લૅન્ગ અનુસર્ગો (કે પદો) લગાડ્યા હોય છે. ઉ. ત. અંગ્રેજી સ્લૅન્ગ ragamuffin (=a ragged, dirty fellow),૧૮<ref>૧૮ સરખાવો: Mrs. S. T. Coleridgeનું નીચેનું લખાણ, જેમાં ઘણા નવતર સ્લૅન્ગ શબ્દો સરજાવ્યા છે: “.. she is red-raggifying, ....she has called us persecutorums, has told us not to be such a stuposity..” ઇ૦. —જુઓ: Jespersen, Mankind, Nation and Individual, p. 154.</ref> chatter-box; ફ્રેન્ચ epismar (‘épicier’ = a grocer ને બદલે), જર્મન Rotwelsch માં Kaufmann (= a grocer)ને બદલે Kofmisch; સં. भडभडायिता (= ચટ કરી, ચાવી ગયા)૧૯<ref>૧૯ સરખાવો: ભવભૂતિપ્રણીત उत्तररामचरित, अङ्क 4: ‘सा वराइआ कल्लाणिआ मडमडाइआ’ (= सा वराकिका कल्याणिका मडमडायिता).</ref>; ગુજ. સ્લૅન્ગ ‘સ્પીચીફાઇંગ’, ‘મસ્કાફાઇંગ’, ‘ફેંકોલોજી’ (= બડાઈ હાંકવી), ‘લૅકચરબાજી’,૨૦<ref>૨૦ સરખાવો: ‘સાલે સુસરે લૅક્ચરબાજી કરતે હૈં!’ — ‘હિમાલયનો પ્રવાસ’, કાકા કાલેલકર, ૧૯૫૭, પૃ. ૭૦.</ref> ઈ૰.

સ્લૅન્ગમાં શબ્દોના રૂપને વિકૃત કરવામાં આવ્યું હોય છે. કેટલીક વાર સામાન્ય ભાષાના શબ્દોને સ્લૅન્ગ અનુસર્ગો (કે પદો) લગાડ્યા હોય છે. ઉ. ત. અંગ્રેજી સ્લૅન્ગ ragamuffin (=a ragged, dirty fellow),૧૮ chatter-box; ફ્રેન્ચ epismar (‘épicier’ = a grocer ને બદલે), જર્મન Rotwelsch માં Kaufmann (= a grocer)ને બદલે Kofmisch; સં. भडभडायिता (= ચટ કરી, ચાવી ગયા)૧૯; ગુજ. સ્લૅન્ગ ‘સ્પીચીફાઇંગ’, ‘મસ્કાફાઇંગ’, ‘ફેંકોલોજી’ (= બડાઈ હાંકવી), ‘લૅકચરબાજી’,૨૦ ઈ૰.
સ્લૅન્ગના એક પ્રકારમાં શબ્દરૂપનો સંક્ષેપ કરવામાં આવે છે. એમાં સામાન્ય રીતે અંત્યવર્ણો ને ક્વચિત્ મધ્યવર્ણોનો ત્યાગ કરીને શબ્દને ટૂંકાવવામાં આવ્યો હોય છે. પ્રાચીન કરતાં હાલની સ્લૅન્ગમાં આ તત્ત્વ સવિશેષ નજરે પડે છે.૨૧<ref>૨૧ સરખાવો: Jespersen, ibid, p. 159</ref> વિદ્યાર્થીઓની સ્લૅન્ગમાં સંક્ષેપનો સવિશેષ ઉપયોગ થાય છે. ઉ. ત. ડેન્માર્કની એક શાળાના વિદ્યાર્થીઓ tykmælk ને બદલે tælk, અને tykmælkkonen ને બદલે tonen બોલતા હતા.૨૨<ref>૨૨ સરખાવો: Jespersen, ibid., p. 154</ref>  અંગ્રેજી વિદ્યાર્થીઓમાં laboratory ને બદલે lab (ફ્રેન્ચમાં labo), gymnasium ને બદલે gym, mathematics ને બદલે maths કહેવાનો વિશેષ પ્રચાર છે. ફ્રેન્ચ વિદ્યાર્થીઓ pneumatique ને બદલે pneu કે vélocipède ને બદલે vélo કહેતા હોય છે.૨૩<ref>૨૩ કેટલીકવાર વિદ્યાર્થીઓની ભાષામાં લાંબાં શબ્દાંગને બદલે ટૂંકો સરખો પ્રત્યય લગાડીને કામ ચલાવ્યું હોય છે. ઉ. ત. freshman ને બદલે fresher, comfortable ને બદલે cumfy, lunatic ને બદલે luny, કે bookmaker ને બદલે bookie બોલતા હોય છે.<br>
સ્લૅન્ગના એક પ્રકારમાં શબ્દરૂપનો સંક્ષેપ કરવામાં આવે છે. એમાં સામાન્ય રીતે અંત્યવર્ણો ને ક્વચિત્ મધ્યવર્ણોનો ત્યાગ કરીને શબ્દને ટૂંકાવવામાં આવ્યો હોય છે. પ્રાચીન કરતાં હાલની સ્લૅન્ગમાં આ તત્ત્વ સવિશેષ નજરે પડે છે.૨૧ વિદ્યાર્થીઓની સ્લૅન્ગમાં સંક્ષેપનો સવિશેષ ઉપયોગ થાય છે. ઉ. ત. ડેન્માર્કની એક શાળાના વિદ્યાર્થીઓ tykmælk ને બદલે tælk, અને tykmælkkonen ને બદલે tonen બોલતા હતા.૨૨ અંગ્રેજી વિદ્યાર્થીઓમાં laboratory ને બદલે lab (ફ્રેન્ચમાં labo), gymnasium ને બદલે gym, mathematics ને બદલે maths કહેવાનો વિશેષ પ્રચાર છે. ફ્રેન્ચ વિદ્યાર્થીઓ pneumatique ને બદલે pneu કે vélocipède ને બદલે vélo કહેતા હોય છે.૨૩ ગુજરાતમાં તેમ અન્યત્ર વિદ્યાર્થીઆલમમાં examinationને બદલે exam કે preliminary examination ને બદલે prelim ઈ૰ સંક્ષેપો અત્યંત સામાન્ય છે. આવા કેટલાક શબ્દો પછી સામાન્ય ભાષામાં સ્થિર થઈ ગયા છે. ઉ. ત. Kilo (સમગ્ર યુરોપમાં kilogram ને બદલે), piano (pianoforte ને બદલે), auto (ફ્રેન્ચમાં ને જર્મનમાં automobil ને બદલે), cab (અંગ્રેજીમાં cabriolet ને બદલે), bus (ઘણી ભાષાઓમાં omnibus ને બદલે), photo (અંગ્રેજીમાં photograph, ફ્રેન્ચમાં photographic ને બદલે).
— સરખાવો: Jespersen, op. cit., p. 162</ref> ગુજરાતમાં તેમ અન્યત્ર વિદ્યાર્થીઆલમમાં examinationને બદલે exam કે preliminary examination ને બદલે prelim ઈ૰ સંક્ષેપો અત્યંત સામાન્ય છે. આવા કેટલાક શબ્દો પછી સામાન્ય ભાષામાં સ્થિર થઈ ગયા છે. ઉ. ત. Kilo (સમગ્ર યુરોપમાં kilogram ને બદલે), piano (pianoforte ને બદલે), auto (ફ્રેન્ચમાં ને જર્મનમાં automobil ને બદલે), cab (અંગ્રેજીમાં cabriolet ને બદલે), bus (ઘણી ભાષાઓમાં omnibus ને બદલે), photo (અંગ્રેજીમાં photograph, ફ્રેન્ચમાં photographic ને બદલે).
શરીરનાં અંગોનો અગંભીર રીતે ઉલ્લેખ કરવાને માટે સ્લૅન્ગ શબ્દો પ્રયોજાય છે. ઉ. ત. અંગ્રેજી ‘nut’ (=brain), ‘upper storey’ (=head); ‘beak’, ‘snout’ (=nose); ‘pegs’, ‘trampers’ (=legs), ઈ૰; ગુજ૰ ‘ભોડું’, ‘ત્રીજો માળ (ખાલી છે)’ (=માથું), ‘નળિયું’ (=નાક),૨૪ ‘ટાંટિયા’, ‘ટાંગ’ (=પગ), ‘ડોઝું’ (=પેટ) ઈ૰.
શરીરનાં અંગોનો અગંભીર રીતે ઉલ્લેખ કરવાને માટે સ્લૅન્ગ શબ્દો પ્રયોજાય છે. ઉ. ત. અંગ્રેજી ‘nut’ (=brain), ‘upper storey’ (=head); ‘beak’, ‘snout’ (=nose); ‘pegs’, ‘trampers’ (=legs), ઈ૰; ગુજ૰ ‘ભોડું’, ‘ત્રીજો માળ (ખાલી છે)’ (=માથું), ‘નળિયું’ (=નાક),૨૪<ref>૨૪ સરખાવો: ફટાણાની પંક્તિ: ‘હાં રે તમારે નાક છે કે નળિયાં?’</ref> ‘ટાંટિયા’, ‘ટાંગ’ (=પગ), ‘ડોઝું’ (=પેટ) ઈ૰.
 
૧૮ સરખાવો: Mrs. S. T. Coleridgeનું નીચેનું લખાણ, જેમાં ઘણા નવતર સ્લૅન્ગ શબ્દો સરજાવ્યા છે: “.. she is red-raggifying, ....she has called us persecutorums, has told us not to be such a stuposity..” ઇ૦. —જુઓ: Jespersen, Mankind, Nation and Individual, p. 154.
૧૯ સરખાવો: ભવભૂતિપ્રણીત उत्तररामचरित, अङ्क 4: ‘सा वराइआ कल्लाणिआ मडमडाइआ’ (= सा वराकिका कल्याणिका मडमडायिता).
૨૦ સરખાવો: ‘સાલે સુસરે લૅક્ચરબાજી કરતે હૈં!’ — ‘હિમાલયનો પ્રવાસ’, કાકા કાલેલકર, ૧૯૫૭, પૃ. ૭૦.
૨૧ સરખાવો: Jespersen, ibid, p. 159
૨૨ સરખાવો: Jespersen, ibid., p. 154
૨૩ કેટલીકવાર વિદ્યાર્થીઓની ભાષામાં લાંબાં શબ્દાંગને બદલે ટૂંકો સરખો પ્રત્યય લગાડીને કામ ચલાવ્યું હોય છે. ઉ. ત. freshman ને બદલે fresher, comfortable ને બદલે cumfy, lunatic ને બદલે luny, કે bookmaker ને બદલે bookie બોલતા હોય છે.
— સરખાવો: Jespersen, op. cit., p. 162
૨૪ સરખાવો: ફટાણાની પંક્તિ: ‘હાં રે તમારે નાક છે કે નળિયાં?’

કેટલીક વાર સ્લૅન્ગમાં સામાન્ય શબ્દોનો અર્થવિસ્તાર કરવામાં આવ્યો હોય છે. ઉ. ત. ‘એના બાપનું કપાળ ભણે છે,’ ‘અભ્યાસમાં ભમરડો છે,’ ‘પપેટી’ (મુંબઈના વિદ્યાર્થીઓની ભાષામાં, =‘મીંડું’), ‘ગોટલી મારી’ (=‘વગર રજાએ ગેરહાજર રહ્યો’) ઈ૰.

સ્લૅન્ગના કેટલાક પ્રકારમાં શબ્દરૂપો જાણીબૂજીને, મારીમચડીને, અમુક પદ્ધતિએ આગંતુક વર્ણો શબ્દની વચ્ચે ઘુસાડીને વાપર્યા હોય છે. ફ્રેન્ચ વિદ્યાર્થીઓ શબ્દોમાં કેટલાક વર્ણો (બહુધા av કે va) ઉમેરીને ગુપ્ત ભાષા બોલે છે તેને Javanais (=Javanese) કહે છે. અંગ્રેજ અને જર્મન શાળાઓમાં પણ છોકરા-છોકરીઓમાં આ પ્રકારની ભાષા બોલાતી હોય છે. ગુજરાતના વિદ્યાર્થીઓમાં પણ આ પ્રકારની કેટલીક બોલીઓ પ્રચારમાં છે. ઉ. ત. (શબ્દ વચ્ચે ‘સ’ અને ‘મ’ ઉમેરીને) ‘ગોસમોટાળો’ (= ગોટાળો); (શબ્દના પ્રત્યેક વર્ણને ‘ક ડ’ લગાડીને) ‘ફકડૂઅકડા’ (= ફૂઆ), ઈ૰.  

પાંચમા સૈકાના કોઈ Virgilius Maro નામધારી વ્યાકરણકારે એક વિશિષ્ટ ભાષા સરજાવી હતી, જે ઘણા કાળપર્યંત આઇરિશ નિશાળોમાં પ્રચારમાં રહી હતી. એમાં સામાન્ય શબ્દોના વર્ણો બેવડાવ્યા હતા, કે એમાં કાપકૂપ કરી હતી. એમાંથી આઇરિશ berba na filed (= ‘the poet’s language’) ઉત્પન્ન થઈ, જેમાં પુરાતન ગ્રંથોમાંથી લીધેલા લૅટિન, ગ્રીક અને હિબ્રૂ શબ્દો, અને ઊંધાચત્તા કરેલા સામાન્ય શબ્દોનો શંભુમેળો હતો. પરંપરાએ આ ભાષાના અંશો આજે પણ આઇરિશ શાળાઓમાં એક ગુપ્ત ભાષારૂપે સચવાઈ રહ્યા છે–જોકે એના અર્થો બેસાડવા અશક્યવત્ છે.૨૫  
પાંચમા સૈકાના કોઈ Virgilius Maro નામધારી વ્યાકરણકારે એક વિશિષ્ટ ભાષા સરજાવી હતી, જે ઘણા કાળપર્યંત આઇરિશ નિશાળોમાં પ્રચારમાં રહી હતી. એમાં સામાન્ય શબ્દોના વર્ણો બેવડાવ્યા હતા, કે એમાં કાપકૂપ કરી હતી. એમાંથી આઇરિશ berba na filed (= ‘the poet’s language’) ઉત્પન્ન થઈ, જેમાં પુરાતન ગ્રંથોમાંથી લીધેલા લૅટિન, ગ્રીક અને હિબ્રૂ શબ્દો, અને ઊંધાચત્તા કરેલા સામાન્ય શબ્દોનો શંભુમેળો હતો. પરંપરાએ આ ભાષાના અંશો આજે પણ આઇરિશ શાળાઓમાં એક ગુપ્ત ભાષારૂપે સચવાઈ રહ્યા છે–જોકે એના અર્થો બેસાડવા અશક્યવત્ છે.૨૫<ref>૨૫ સરખાવો: Vendryes, op. cit., p. 255.</ref>
 
૨૫ સરખાવો: Vendryes, op. cit., p. 255.

ભાષાની રહસ્યાત્મકતા (Mysticism of Language)
ભાષાની રહસ્યાત્મકતા (Mysticism of Language)
આદિમ જાતિઓની ભાષામાં રહસ્યાત્મક તત્ત્વ (mystic element) સહેજે તરી આવે છે, જો કે સભ્ય ગણાતી જાતિઓની ભાષામાં પણ એના અવશેષ તો મળે જ છે. ગ્રીન્લૅન્ડની આદિમ વસતીમાં નામ એક પ્રકારનું આત્મતત્ત્વ છે—નામની સાથે એને અનુરૂપ શક્તિ, સામર્થ્ય, કૌશલ, ઈ૰ સંકળાયેલાં હોય છે.૨૬ કેટલીક જાતિઓમાં નવજાત બાળકોને એમનાં ગત દાદા-દાદીનાં નામ આપવામાં આવે છે, જેથી સદ્ગતની શક્તિઓનો વારસો તેઓ પામે. ઘણી આદિમ જાતિઓ આગંતુકોને પોતાનાં નામો જણાવતાં આંચકો ખાય છે. નામ જાણવાથી આગંતુકો એમના વ્યક્તિત્વ ઉપર કદાચ કાબૂ મેળવી લેશે એવી દહેશત એમને લાગે છે. આપણે ત્યાં આગલા જમાનાની સ્ત્રીઓ પતિનું નામ લેતી નહોતી, કે જૂની પરંપરાના શિષ્યો ગુરુનું નામ નહોતા લેતા, તેની પાછળ આવુંજ કાંઈક કારણ હશે એમ કલ્પી શકાય છે. કેટલીક ઑસ્ટ્રેલિયન જાતિઓમાં આ કારણથી દરેક વ્યક્તિને બે નામો હોય છે—એક સામાન્ય, સૌને પરિચિત નામ; અને બીજું, ખાસ નામ, જેની માત્ર એમના ‘ટોટેમ’ (totem) વર્ગને, અર્થાત્ સ્વવર્ગને જ માહિતી હોય.

૨૬ સરખાવો: “.........Greenlanders’ view of the Name as something self-existent: They divide a person into a soul, a body, and a name.... The name is a soul, with which a certain stock of vital power and dexterity is bound up. A person, who is named after a dead man, inherits his qualities.........”
આદિમ જાતિઓની ભાષામાં રહસ્યાત્મક તત્ત્વ (mystic element) સહેજે તરી આવે છે, જો કે સભ્ય ગણાતી જાતિઓની ભાષામાં પણ એના અવશેષ તો મળે જ છે. ગ્રીન્લૅન્ડની આદિમ વસતીમાં નામ એક પ્રકારનું આત્મતત્ત્વ છે—નામની સાથે એને અનુરૂપ શક્તિ, સામર્થ્ય, કૌશલ, ઈ૰ સંકળાયેલાં હોય છે.૨૬<ref>૨૬ સરખાવો: “.........Greenlanders’ view of the Name as something self-existent: They divide a person into a soul, a body, and a name.... The name is a soul, with which a certain stock of vital power and dexterity is bound up. A person, who is named after a dead man, inherits his qualities.........”<br>{{right}—Otto Jespersen, Mankind, Nation and Individual, p. 170.}}</ref> કેટલીક જાતિઓમાં નવજાત બાળકોને એમનાં ગત દાદા-દાદીનાં નામ આપવામાં આવે છે, જેથી સદ્ગતની શક્તિઓનો વારસો તેઓ પામે. ઘણી આદિમ જાતિઓ આગંતુકોને પોતાનાં નામો જણાવતાં આંચકો ખાય છે. નામ જાણવાથી આગંતુકો એમના વ્યક્તિત્વ ઉપર કદાચ કાબૂ મેળવી લેશે એવી દહેશત એમને લાગે છે. આપણે ત્યાં આગલા જમાનાની સ્ત્રીઓ પતિનું નામ લેતી નહોતી, કે જૂની પરંપરાના શિષ્યો ગુરુનું નામ નહોતા લેતા, તેની પાછળ આવુંજ કાંઈક કારણ હશે એમ કલ્પી શકાય છે. કેટલીક ઑસ્ટ્રેલિયન જાતિઓમાં આ કારણથી દરેક વ્યક્તિને બે નામો હોય છે—એક સામાન્ય, સૌને પરિચિત નામ; અને બીજું, ખાસ નામ, જેની માત્ર એમના ‘ટોટેમ’ (totem) વર્ગને, અર્થાત્ સ્વવર્ગને જ માહિતી હોય.
—Otto Jespersen, Mankind, Nation and Individual, p. 170.

ગ્રીસ, ઈટાલિ અને આફ્રિકાની કબરોમાં સીસાની તખતીઓ ઉપર લખેલા રહસ્યાત્મક મંત્રો કે આપણા સુભાષિતસંગ્રહાદિકમાં સર્પાદિકના વિષનિવારણના મંત્રોમાં વિદેશીય તત્ત્વ અને સ્થાનિક ભાષાના શબ્દોનાં વિકૃત રૂપોનું બાહુલ્ય હોય છે. આદિમ જાતિઓમાં પણ ભિન્નભિન્ન ધાર્મિક વિધિઓ માટે—જેમાં કેટલેક અંશે જાદુનું તત્ત્વ સંમિશ્રિત હોય છે—વિશિષ્ટ, સામાન્ય જનને દુર્ગ્રાહ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. આદિમ લોકોમાં શિકાર, માછલાં પકડવાં, પડોશી ટોળીઓ સાથે યુદ્ધ કરવું ઈ૰ જીવનના અનેક અનેક વ્યવહારો માટે આવી

વિધિઓ વિહિત હોય છે.
વિધિઓ વિહિત હોય છે.
ઘણી વાર એક જ જાતિના પુરુષો અને સ્ત્રીઓની પોતપોતાની જુદી જુદી વિશિષ્ટ ભાષા હોય એમ બને છે. ઉ. ત. કરીબ (Carib) જાતિના પુરુષો ‘કરીબ’ ભાષા બોલે છે, ત્યારે તેમની સ્ત્રીઓ ‘એરાવક’ (Arowak) ભાષા બોલે છે, જે ‘કરીબ’થી જુદા પ્રકારની છે. સંસ્કૃત નાટકોમાં ઉચ્ચજાતીય પુરુષો સંસ્કૃત બોલે, અને સ્ત્રીઓ વાતચીતમાં ‘શૌરસેની’ પણ ગીતોમાં ‘મહારાષ્ટ્રી’ બોલે, એ પરિપાટી વ્યવહારમાં બંનેની બોલીમાં એ પ્રકારનો વાસ્તવિક ભાષાભેદ રહેતો એમ દર્શાવે છે. કૅલિફોર્નિયાની ઉત્તરના પ્રદેશમાં Yana જાતિના ઈન્ડિયનોમાં પુરુષોની અને સ્ત્રીઓની ભાષામાં આવો જ ભેદ નજરે પડે છે.૨૭ ઉ. ત.
ઘણી વાર એક જ જાતિના પુરુષો અને સ્ત્રીઓની પોતપોતાની જુદી જુદી વિશિષ્ટ ભાષા હોય એમ બને છે. ઉ. ત. કરીબ (Carib) જાતિના પુરુષો ‘કરીબ’ ભાષા બોલે છે, ત્યારે તેમની સ્ત્રીઓ ‘એરાવક’ (Arowak) ભાષા બોલે છે, જે ‘કરીબ’થી જુદા પ્રકારની છે. સંસ્કૃત નાટકોમાં ઉચ્ચજાતીય પુરુષો સંસ્કૃત બોલે, અને સ્ત્રીઓ વાતચીતમાં ‘શૌરસેની’ પણ ગીતોમાં ‘મહારાષ્ટ્રી’ બોલે, એ પરિપાટી વ્યવહારમાં બંનેની બોલીમાં એ પ્રકારનો વાસ્તવિક ભાષાભેદ રહેતો એમ દર્શાવે છે. કૅલિફોર્નિયાની ઉત્તરના પ્રદેશમાં Yana જાતિના ઈન્ડિયનોમાં પુરુષોની અને સ્ત્રીઓની ભાષામાં આવો જ ભેદ નજરે પડે છે.૨૭<ref>૨૭ સરખાવો: Bloomfield, Language, p. 46.</ref> ઉ. ત.
પુરુષોની ભાષા સ્ત્રીઓની ભાષા
પુરુષોની ભાષા સ્ત્રીઓની ભાષા
’auna (अउन, = fire) ’auh (अउह्)
’auna (अउन, = fire) ’auh (अउह्)
Line 130: Line 90:
t`en’na (तेन्न, = grizzly-bear) t`et` ( तेत)
t`en’na (तेन्न, = grizzly-bear) t`et` ( तेत)
જાવાના મૂળ વતનીઓમાં ઉચ્ચ વર્ગના લોકો નીચલા વર્ગના લોકો સાથે ‘ન્ગોકો’ (Ngoko) બોલીમાં વાત કરે છે, પણ નીચ વર્ગના લોકો તેનો “ક્રોમો” (Kromo) બોલીમાં ઉત્તર આપે છે.  
જાવાના મૂળ વતનીઓમાં ઉચ્ચ વર્ગના લોકો નીચલા વર્ગના લોકો સાથે ‘ન્ગોકો’ (Ngoko) બોલીમાં વાત કરે છે, પણ નીચ વર્ગના લોકો તેનો “ક્રોમો” (Kromo) બોલીમાં ઉત્તર આપે છે.  
૨૭ સરખાવો: Bloomfield, Language, p. 46.

પૂર્વ આફ્રિકાના મસાઈ (Masai) લોકોમાં પુરુષોના એમની ઉમ્મર અનુસાર બે વર્ગ પડે છે. એ પ્રત્યેક વર્ગને અમુક અમુક ખાદ્ય પદાર્થોનો પ્રતિબંધ હોય છે; અને તેમનાં નામો લેવાનો નિષેધ હોય છે. ઉ. ત. મોટી ઉંમરના માણસો શિકાર કરેલા પ્રાણીના માથાને કે પૂંછડાને સ્પર્શ નહીં કરે તેમ તેનું નામ પણ નહીં લે. તો, એથી ઊલટું, યુવાનોને કોળું ખાવાનો સખત નિષેધ હોય છે. આની પાછળ ઘણુંખરું ધાર્મિક કારણો રહેલાં હોય છે.

પારસીઓના ધર્મગ્રંથમાં વીસેક એવા શબ્દો છે, જેનાં બેવડાં રૂપો છે. ઈશ્વરે (Ormuzd) સરજેલા – શુભ – પદાર્થ કે કાર્ય માટે એક રૂપ, અને શેતાને (Ahirman) ઉત્પન્ન કરેલા – અમંગલ – પદાર્થ કે કાર્ય માટે બીજું રૂપ વપરાય છે.૨૮ આમાંના કેટલાક શબ્દો આંખ આદિ શરીરનાં અંગોના દ્યોતક છે. આ જ પ્રકારે જર્મનીના જે યહુદીઓ યીડીશ (Yiddish) ભાષા બોલે છે, તેમાં પદાર્થનો યહુદી સંબંધે ઉલ્લેખ હોય તો એક શબ્દ, અને ઈતર જનો માટે હોય તો અન્ય શબ્દ વપરાય છે. આપણે ત્યાં સામાન્ય વ્યવહારમાં જેને ‘ભાત’ કે ‘ચોખા’ કહીએ તેને ધર્મવિધિઓમાં अक्षत (અખંડિત) કહેવામાં આવે છે, તે આવા પ્રકારનું જ ઉદાહરણ છે. બધી ધાર્મિક ભાષાઓમાં આવું રહસ્યાત્મક તત્ત્વ નજરે પડે છે, જે આદિમ જીવનસ્થિતિનું સ્મરણ કરાવે છે.  
પારસીઓના ધર્મગ્રંથમાં વીસેક એવા શબ્દો છે, જેનાં બેવડાં રૂપો છે. ઈશ્વરે (Ormuzd) સરજેલા – શુભ – પદાર્થ કે કાર્ય માટે એક રૂપ, અને શેતાને (Ahirman) ઉત્પન્ન કરેલા – અમંગલ – પદાર્થ કે કાર્ય માટે બીજું રૂપ વપરાય છે.૨૮<ref>૨૮ જુઓઃ Vendryes, op. cit., p. 257.</ref> આમાંના કેટલાક શબ્દો આંખ આદિ શરીરનાં અંગોના દ્યોતક છે. આ જ પ્રકારે જર્મનીના જે યહુદીઓ યીડીશ (Yiddish) ભાષા બોલે છે, તેમાં પદાર્થનો યહુદી સંબંધે ઉલ્લેખ હોય તો એક શબ્દ, અને ઈતર જનો માટે હોય તો અન્ય શબ્દ વપરાય છે. આપણે ત્યાં સામાન્ય વ્યવહારમાં જેને ‘ભાત’ કે ‘ચોખા’ કહીએ તેને ધર્મવિધિઓમાં अक्षत (અખંડિત) કહેવામાં આવે છે, તે આવા પ્રકારનું જ ઉદાહરણ છે. બધી ધાર્મિક ભાષાઓમાં આવું રહસ્યાત્મક તત્ત્વ નજરે પડે છે, જે આદિમ જીવનસ્થિતિનું સ્મરણ કરાવે છે.  

૨૮ જુઓઃ Vendryes, op. cit., p. 257.
જર્મનીના યહુદીઓમાં પરસ્પરનું અભિવાદન કરતાં પુરુષો હીબ્રૂ (Hebrew) માં બોલે છે, પણ સ્ત્રીઓ સદાયે જર્મનમાં બોલે છે. સંસ્કૃત નાટકોમાં સંસ્કારી પુરુષો સંસ્કૃતમાં વ્યવહાર કરે ત્યાં નીચલા વર્ગના લોકો—દાસ, ચાંડાલ આદિ—સામાન્ય પ્રાકૃત ભાષાઓમાં બોલે છે એ તત્કાલીન જનસ્થિતિનું નિદર્શક છે. આપણે ત્યાં પણ સામાજિક પરિસ્થિતિ અનુસાર ભાષાસ્વરૂપમાં ફરક પડે છે. ઉ. ત. આપણાથી ઊંચી પદવીવાળાઓને સંબોધતાં ‘આપ’, સમાનોને સંબોધતાં ‘તમે’, અને નોકર આદિ આપણાથી ઊતરતા માણસોને ‘તું’ કારથી સામાન્ય રીતે બોલાવવામાં આવે છે. એ જ પ્રમાણે સમાન કે ઉચ્ચ સ્તરના અતિથિને ‘જમવા ચાલો’ કે ‘જમવા પધારો’ કહીએ, ત્યાં નિમ્ન સ્તરના માણસને ‘ખાવા ચાલો’ કેટલી સાહજિકતાથી કહી દેવાય છે! પદવી અનુસાર ભાષાભેદનાં આવાં કેટલાંયે ઉદાહરણો મળશે.

સાર્વત્રિક શિષ્ટમાન્ય ભાષા (Standard Language)
સાર્વત્રિક શિષ્ટમાન્ય ભાષા (Standard Language)
સાર્વત્રિક શિષ્ટમાન્ય ભાષાનો ઉદ્ગમ – ભાષામાં બે પ્રકારના વ્યાપારો પ્રવર્તતા હોય છે – એક વિઘટન કે વિભાગીકરણ (splitting)નો, અને બીજો એકીકરણ(unification)નો. એમાં એકીકરણનો વ્યાપાર બળવત્તર હોય છે. એનાથી જ ભાષાને સાર્વત્રિક, શિષ્ટમાન્ય રૂપ પ્રાપ્ત થાય છે.

સાર્વત્રિક ભાષામાં બોલી કરતાં કેટલોક સ્વરૂપગત ભેદ હોય છે. અમુક નિશ્ચિત પ્રદેશવિસ્તારમાં બોલાતી સમાન લક્ષણોવાળી કથ્ય ભાષાને ‘બોલી’ કહે છે. સાર્વત્રિક શિષ્ટમાન્ય ભાષા તમામ વિસ્તારોમાં સમાન રીતે પ્રચલિત હોય છે. એ પોતાના વિસ્તારની જુદી જુદી બોલીઓથી કેટલેક અંશે ભિન્ન, પણ અધિકાંશે સમાન હોય છે. સર્વ બોલીઓના સમાન અવયવની એ બનેલી છે.

Line 144: Line 104:
કોઈક વાર ધાર્મિક કારણો, યાત્રા, વિશિષ્ટ તીર્થસ્થાનોના મેળાઓ ઈ૰ ભાષાના એકીકરણમાં નિમિત્તરૂપ બને છે. તીર્થસ્થાનો કે મેળામાંથી પાછા ફરેલા યાત્રીઓ પોતપોતાના પ્રદેશવિસ્તારમાં નવીન ભાષાવલણો દાખલ કરે છે. વેપારઉદ્યોગનાં મોટાં મથકોની પણ ભાષાના એકીકરણમાં આવી જ અસર થાય છે. મધ્યયુગ પછી જુદા જુદા દેશોની રાજધાનીઓ આ પ્રકારે સમગ્ર દેશનાં સર્વોપરી ભાષાકેન્દ્રો (supreme speech-centres) બન્યાં છે. એમનાં ભાષારૂપે ક્રમે ક્રમે પ્રાદેશિક ભાષારૂપોને (provincial types) આક્રાન્ત કરીને બહુધા પોતાનામાં સમાવી દીધાં છે.

ઉત્કૃષ્ટ સાહિત્યની રચના જેમાં થઈ હોય એવી ભાષા પણ સાર્વત્રિક ભાષાના વિકાસમાં એક મહત્ત્વનું બળ બની રહે છે. ઉ. ત. ऋग्वेदના દ્રષ્ટા ઋષિઓની ભાષા વેદકાળમાં સર્વમાન્ય, શિષ્ટ ભાષા બની રહી. એ પ્રમાણે સુરદાસ આદિ વૈષ્ણવ કવિઓની ઉત્કૃષ્ટ રચનાઓને કારણે મથુરા-વૃન્દાવનના પ્રદેશની વ્રજભાષા મહત્ત્વ પામી અને મધ્યયુગમાં ઉત્તર ભારતવર્ષની એક પ્રશિષ્ટ ભાષા બની રહી. તેવી રીતે તુલસીદાસ અને જાયસીની રચનાઓને કારણે અવધીને મહત્ત્વ પ્રાપ્ત થયું. પછીની રાજકીય પરિસ્થિતિ અનુકૂળ હોત તો આ ભાષાઓ ઉત્તર ભારતના તે તે પ્રદેશની સ્ટાન્ડર્ડ ભાષાઓ બની રહી હોત. પણ ઉત્તરકાળમાં રાજ્યશાસનનું કેન્દ્ર દિલ્હી બન્યું. એટલે એ પ્રદેશની ભાષા હિંદી ખડી બોલીને રાજ્યશાસનનું પીઠબળ મળ્યું. એથી એણે વ્રજ અને અવધીને પશ્ચાદ્ભૂમિમાં ખસેડીને સર્વમાન્ય (સ્ટાન્ડર્ડ) ભાષાનું સ્થાન મેળવ્યું.  

સર્વમાન્ય ભાષાના વિકાસમાં એક વિશિષ્ટ સ્વરૂપની સાહિત્ય-ભાષાની અસર અહીં નોંધવી ઘટે છે. ઈંગ્લાંડની પ્રવાસી નાટ્યમંડળીઓ એ દેશમાં જ નહીં, પણ ઉત્તર અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સુધી ઘૂમતી હોય છે. એમનાં પાત્રોની ભાષા પ્રેક્ષકો સમક્ષ એક આદર્શ (model) રજૂ કરે છે, જેનું જાણ્યેઅજાણ્યે પ્રેક્ષકો અનુકરણ કરે છે. આમ પ્રવાસી નાટ્યમંડળીઓ પણ ભાષાનાં એકીકરણમાં કારણરૂપ બને છે. એ જ રીતે ઈ. સ. ૧૮૭૦ પહેલાં જર્મનીમાં ઉચ્ચારભિન્નતા ઘણી હતી. ત્યારે પ્રાદેશિક નાટ્યમંડળીઓની ભાષા—Bühnendeutsch (= Theatre-German)—એ પ્રમાણભૂત સર્વશ્રેષ્ઠ જર્મન ભાષા (the best German) ના નમૂનારૂપ લેખાતી.૨૯  
સર્વમાન્ય ભાષાના વિકાસમાં એક વિશિષ્ટ સ્વરૂપની સાહિત્ય-ભાષાની અસર અહીં નોંધવી ઘટે છે. ઈંગ્લાંડની પ્રવાસી નાટ્યમંડળીઓ એ દેશમાં જ નહીં, પણ ઉત્તર અમેરિકા અને ઑસ્ટ્રેલિયા સુધી ઘૂમતી હોય છે. એમનાં પાત્રોની ભાષા પ્રેક્ષકો સમક્ષ એક આદર્શ (model) રજૂ કરે છે, જેનું જાણ્યેઅજાણ્યે પ્રેક્ષકો અનુકરણ કરે છે. આમ પ્રવાસી નાટ્યમંડળીઓ પણ ભાષાનાં એકીકરણમાં કારણરૂપ બને છે. એ જ રીતે ઈ. સ. ૧૮૭૦ પહેલાં જર્મનીમાં ઉચ્ચારભિન્નતા ઘણી હતી. ત્યારે પ્રાદેશિક નાટ્યમંડળીઓની ભાષા—Bühnendeutsch (= Theatre-German)—એ પ્રમાણભૂત સર્વશ્રેષ્ઠ જર્મન ભાષા (the best German) ના નમૂનારૂપ લેખાતી.૨૯<ref>૨૯ સરખાવો: Otto Jerpersen, Mankind, Nation and Individual, pp. 55-56.</ref>
સામાન્ય રીતે રાજધાનીના ઉચ્ચ સ્તરના સંસ્કારી લોકોની ભાષા સર્વમાન્ય ભાષા બની રહે છે. ઉચ્ચ સ્તરના લોકો પ્રવાસ વિશેષ ખેડે છે; દેશના જુદા જુદા ભાગના ઉચ્ચ વર્ગના લોકો સાથે તેઓ વારંવાર સંપર્કમાં આવતા હોય છે. એમનાં સંતાનો દેશની સર્વોત્તમ છાત્રાવાસી શાળાઓ(boarding schools)માં ભણતાં હોય છે. કેટલીક વાર એમનાં સંતાનો એક કરતાં વધારે યુનિવર્સિટીઓમાં શિક્ષણ લે છે. આ સર્વ કારણો એક સર્વમાન્ય પ્રમાણિત (standard) ભાષાના વિકાસમાં નિમિત્તરૂપ બને છે.

૨૯ સરખાવો: Otto Jerpersen, Mankind, Nation and Individual, pp. 55-56.

સ્ટાન્ડર્ડ ભાષાના ઉદ્ગમનાં આ કારણોમાં સૌથી મહત્ત્વનું કારણ વિશાળ રાજધાનીનાં નગરોની ઉત્પત્તિ એ ગણાય. ઍથેન્સ કે રોમ, લંડન કે પારિસ જેવાં વિશાળ નગરોની ભાષા કેવી રીતે કાળક્રમે સાર્વત્રિક શિષ્ટમાન્ય ભાષા બની રહી એની ચર્ચા હવે કરીશું, તેમ એથી વિભિન્ન સંયોગોમાં ઉદ્ભવેલી સર્વમાન્ય ભાષાઓ સંબંધે વિચારણા કરીશું.

Line 155: Line 113:
સ્ટાન્ડર્ડ સ્પૅનિશ ભાષાનો ઉદ્ગમ ફ્રેન્ચ આદિ ભાષાઓ કરતાં ઘણો પ્રાચીન છે. ઈ. સ. ના ૮ મા શતકમાં સ્પેનમાં ત્રણ પરસ્પરથી અતિ વિભિન્ન બોલીઓ પ્રચલિત હતી—પશ્ચિમમાં ગૅલિશિઅન (Galician) બોલાતી, પૂર્વમાં કેતેલન (Catalan) બોલાતી, અને મધ્ય સ્પેનના વિશાળ પ્રદેશમાં એ બંનેથી જુદી બોલી પ્રચલિત હતી. સ્ટાન્ડર્ડ સ્પેનિશ ભાષા ઉત્તરીય સ્પેનના બાસ્ક (Basque) પ્રાન્તની પ્રાચીન કેસ્તિલિઅન (Old Castilian) માંથી વિકસી છે. કેસ્તિલ (Castile) પ્રદેશે તેરમા સૈકામાં રાજકીય અને સાંસ્કૃતિક મહત્ત્વ પ્રાપ્ત કર્યું, ત્યારે સ્વાભાવિક રીતે જ કેસ્તિલની ભાષા સર્વમાન્ય સ્પૅનિશ ભાષાનું સ્થાન પામી.  

પોર્ટુગલમાં સોળમા સૈકામાં થઈ ગયેલા મહાકવિ કેમોએન્સે (Camoens) દેશના મધ્યપ્રદેશની ભાષામાં ઉત્તમ રચના કરીને એનું મહત્ત્વ વધાર્યું; જેને પરિણામે એ પ્રાદેશિક ભાષા સાર્વત્રિક શિષ્ટ સાહિત્યભાષા બની.  
પોર્ટુગલમાં સોળમા સૈકામાં થઈ ગયેલા મહાકવિ કેમોએન્સે (Camoens) દેશના મધ્યપ્રદેશની ભાષામાં ઉત્તમ રચના કરીને એનું મહત્ત્વ વધાર્યું; જેને પરિણામે એ પ્રાદેશિક ભાષા સાર્વત્રિક શિષ્ટ સાહિત્યભાષા બની.  
સ્ટાન્ડર્ડ અંગ્રેજીનો ઉદ્ભવ આથી જુદે પ્રકારે થયો છે. લંડન જુદા જુદા ઘણા પ્રાદેશિક બોલીવિસ્તારને અડીને આવેલું છે. દરેક પ્રાદેશિક વિસ્તારમાંથી આવેલા લોકોથી લંડન શહેરનો વિકાસ થયો છે. સત્તરમા સૈકા સુધી તો એ સર્વની બોલીની છાંટ લંડનની ભાષામાં નજરે પડતી હતી. લંડનમાંથી અન્ય વિસ્તારોમાં લોકોની આવજા પુષ્કળ રહેતી. આથી ભાષાના એકીકરણને ખૂબ વેગ મળ્યો હતો. ઓગણીસમા શતક સુધીમાં લંડનના શિષ્ટ વર્ગની ભાષા સર્વમાન્ય પ્રમાણિત ભાષા તરીકે સ્થાપિત થઈ ચૂકી હતી.૩૦  
સ્ટાન્ડર્ડ અંગ્રેજીનો ઉદ્ભવ આથી જુદે પ્રકારે થયો છે. લંડન જુદા જુદા ઘણા પ્રાદેશિક બોલીવિસ્તારને અડીને આવેલું છે. દરેક પ્રાદેશિક વિસ્તારમાંથી આવેલા લોકોથી લંડન શહેરનો વિકાસ થયો છે. સત્તરમા સૈકા સુધી તો એ સર્વની બોલીની છાંટ લંડનની ભાષામાં નજરે પડતી હતી. લંડનમાંથી અન્ય વિસ્તારોમાં લોકોની આવજા પુષ્કળ રહેતી. આથી ભાષાના એકીકરણને ખૂબ વેગ મળ્યો હતો. ઓગણીસમા શતક સુધીમાં લંડનના શિષ્ટ વર્ગની ભાષા સર્વમાન્ય પ્રમાણિત ભાષા તરીકે સ્થાપિત થઈ ચૂકી હતી.૩૦<ref>૩૦ સરખાવો: “ ‘The habit of speech among the educated classes in London may be looked upon as a basis of received speech and pronunciation.’....‘in the present day we may recognize a received pronunciation all over the country,....may be especially considered as the educated pronunciation of the metropolis, of the court, the pulpit, and the bar.’”
જર્મનીનું રાજકીય એકીકરણ મોડું થયું; એની રાજધાની પ્રમાણમાં ઘણી મોડી નિશ્ચિત થઈ. ત્યાં રાજકીય એકતાથી અતિરિક્ત રીતે સામાન્ય ભાષાનો ઉદ્ગમ થયો. સ્ટાન્ડર્ડ જર્મન ભાષા એ મુખ્યત્વે લિખિત ભાષા હતી. તેરમા ચૌદમા સૈકાથી જર્મન નગર-સભાઓની કચેરીમાં, જર્મન ઠકરાતોના દરબારોમાં એક સામાન્ય ભાષા વપરાવી શરૂ થઈ હતી, જે પ્રાદેશિક બોલીઓથી ભિન્ન હતી. જર્મન રાષ્ટ્ર બનતાં એનો સાર્વત્રિક ઉપયોગ થવો શરૂ થયો. ધાર્મિક કારણોથી એનો વિકાસ થયો. લ્યુથરે સોળમા શતકમાં આ ભાષાનો ઉપયોગ કર્યો, એથી દક્ષિણ જર્મનીમાં પણ એનો પ્રચાર થયો.૩૧ મુદ્રણકળાની શોધ થતાં એ સુસ્થિર થઈ, અને સમસ્ત જર્મનીના સંસ્કારી વર્ગની લિખિત ભાષા બની રહી.
—A. J. Ellis, ‘Early English Pronunciation,’ London, 1869; cited by Jespersen, Mankind, Nation and Individual, p. 69.</ref>
 
જર્મનીનું રાજકીય એકીકરણ મોડું થયું; એની રાજધાની પ્રમાણમાં ઘણી મોડી નિશ્ચિત થઈ. ત્યાં રાજકીય એકતાથી અતિરિક્ત રીતે સામાન્ય ભાષાનો ઉદ્ગમ થયો. સ્ટાન્ડર્ડ જર્મન ભાષા એ મુખ્યત્વે લિખિત ભાષા હતી. તેરમા ચૌદમા સૈકાથી જર્મન નગર-સભાઓની કચેરીમાં, જર્મન ઠકરાતોના દરબારોમાં એક સામાન્ય ભાષા વપરાવી શરૂ થઈ હતી, જે પ્રાદેશિક બોલીઓથી ભિન્ન હતી. જર્મન રાષ્ટ્ર બનતાં એનો સાર્વત્રિક ઉપયોગ થવો શરૂ થયો. ધાર્મિક કારણોથી એનો વિકાસ થયો. લ્યુથરે સોળમા શતકમાં આ ભાષાનો ઉપયોગ કર્યો, એથી દક્ષિણ જર્મનીમાં પણ એનો પ્રચાર થયો.૩૧<ref>૩૧ સરખાવો: “Modern standard German is not based on any provincial dialect, but seems to have crystallized out of an official and commercial type of speech that developed in the eastern frontier region. It was not created, but only helped toward supremacy, by Luther’s use in his Bible-translation.” — Bloomfield, Language, p. 483.</ref> મુદ્રણકળાની શોધ થતાં એ સુસ્થિર થઈ, અને સમસ્ત જર્મનીના સંસ્કારી વર્ગની લિખિત ભાષા બની રહી.
૩૦ સરખાવો: “ ‘The habit of speech among the educated classes in London may be looked upon as a basis of received speech and pronunciation.’....‘in the present day we may recognize a received pronunciation all over the country,....may be especially considered as the educated pronunciation of the metropolis, of the court, the pulpit, and the bar.’”
—A. J. Ellis, ‘Early English Pronunciation,’ London, 1869; cited by Jespersen, Mankind, Nation and Individual, p. 69.
૩૧ સરખાવો: “Modern standard German is not based on any provincial dialect, but seems to have crystallized out of an official and commercial type of speech that developed in the eastern frontier region. It was not created, but only helped toward supremacy, by Luther’s use in his Bible-translation.” — Bloomfield, Language, p. 483.

રશિયાની લિખિત ભાષા મધ્યયુગમાં દક્ષિણની સ્લાવોનિક (Salvonic) હતી. એમાં બાઈબલનો પ્રથમ અનુવાદ થયો હતો. મહાન પિટરના સમય પછી દાક્ષિણાત્ય અસરમાંથી મુક્ત થઈને મધ્ય રશિયાની અને વિશેષતઃ તો એની રાજધાની મોસ્કોની ભાષા સર્વમાન્ય ભાષા બની.  

ઈટાલિયન ભાષાનો વિકાસ આથી તદ્દન ભિન્ન સ્વરૂપનો છે. દાન્તે, પેત્રાર્ક, બોક્કેશિયો જેવા મહાન સાહિત્યકારોએ જે સાહિત્ય-ભાષામાં પોતાની અમર રચનાઓ કરી એ ભાષા કાળક્રમે સર્વમાન્ય બની. દાન્તેએ ફ્લોરેન્સ નગરની—એના ભદ્ર વર્ગની ભાષામાં પોતાની રચનાઓ કરી છે. ફ્લોરેન્સ ઈટાલિના મહત્ત્વનાં નગરોની વચ્ચે આવેલું છે, અને એની ભાષા મૂળ લૅટિનની વધારે સમીપ છે. એથી એની ભાષા સરળતાથી સ્વીકૃત સર્વમાન્ય ભાષા બની શકી.  

આમ પ્રત્યેક આધુનિક રાજ્યમાં એક સાર્વત્રિક, પ્રમાણિત ભાષા હોય છે, જેનો ઉપયોગ વહીવટી કામકાજમાં, દેવળોમાં ને શાળાઓમાં અને સર્વ લખાણોમાં થાય છે. કોઈ પણ પ્રજા સ્વાધીનતા માટે પ્રયાસ કરતી હોય, કે સ્વાધીનતા પ્રાપ્ત કરે, કે છેવટે પોતાની સાંસ્કૃતિક વિશેષતા પ્રસ્થાપિત કરે, તો એ પોતાની એક સ્વકીય ભાષાને સર્વમાન્ય પ્રમાણિત (સ્ટાન્ડર્ડ) ભાષા તરીકે સ્થાપવાને માટે અવશ્ય મથશે. આ સંબંધે નૉર્વેનું ઉદાહરણ બહુ રસપ્રદ છે. ઘણાં સૈકાંઓ સુધી નૉર્વે રાજકીય રીતે ડેન્માર્કના અધિકારમાં હતું, તેથી ડેનિશ ભાષાનો રાષ્ટ્રભાષા તરીકે ઉપયોગ કરતું. નૉર્વેજિયન અને ડેનિશ ભાષા વચ્ચે ઘણી સમાનતા હતી તેથી એમાં સુગમતા થઈ હતી. નૉર્વેજિયનોએ સ્ટાન્ડર્ડ ડેનિશનો ઉપયોગ કરતાં કરતાં એને નૉર્વેજિયન ભાષાવલણોનો પાશ આપ્યો. આ ડેનો–નૉર્વેજિયન ‘રિક્સમાલ’ (Riksmal = રાષ્ટ્રીય ભાષા) ઉપલા શિક્ષિત વર્ગોની ભાષા બની રહી. ઈ. સ. ૧૮૧૩માં નૉર્વે ડેન્માર્કથી અલગ થયું તે પછી ઈ. સ. ૧૮૪૦ માં ઈવાર આસેન (Ivar Aasen નામના ભાષાવિદે નૉર્વેજિયન ભાષા ઉપર આધારિત એક પ્રમાણભૂત રાષ્ટ્રભાષા સરજી અને ડેનો–નૉર્વેજિયનને બદલે એનો ઉપયોગ કરવાને સૂચવ્યું. આ નવી સ્ટાન્ડર્ડ ભાષા –(Landsmaal = native language) – નો પ્રચુરતયા સ્વીકાર થયો, અને પરિણામે આજે નૉર્વેમાં બે અધિકૃત સ્ટાન્ડર્ડ ભાષાઓ ચાલે છે.૩૨
આમ પ્રત્યેક આધુનિક રાજ્યમાં એક સાર્વત્રિક, પ્રમાણિત ભાષા હોય છે, જેનો ઉપયોગ વહીવટી કામકાજમાં, દેવળોમાં ને શાળાઓમાં અને સર્વ લખાણોમાં થાય છે. કોઈ પણ પ્રજા સ્વાધીનતા માટે પ્રયાસ કરતી હોય, કે સ્વાધીનતા પ્રાપ્ત કરે, કે છેવટે પોતાની સાંસ્કૃતિક વિશેષતા પ્રસ્થાપિત કરે, તો એ પોતાની એક સ્વકીય ભાષાને સર્વમાન્ય પ્રમાણિત (સ્ટાન્ડર્ડ) ભાષા તરીકે સ્થાપવાને માટે અવશ્ય મથશે. આ સંબંધે નૉર્વેનું ઉદાહરણ બહુ રસપ્રદ છે. ઘણાં સૈકાંઓ સુધી નૉર્વે રાજકીય રીતે ડેન્માર્કના અધિકારમાં હતું, તેથી ડેનિશ ભાષાનો રાષ્ટ્રભાષા તરીકે ઉપયોગ કરતું. નૉર્વેજિયન અને ડેનિશ ભાષા વચ્ચે ઘણી સમાનતા હતી તેથી એમાં સુગમતા થઈ હતી. નૉર્વેજિયનોએ સ્ટાન્ડર્ડ ડેનિશનો ઉપયોગ કરતાં કરતાં એને નૉર્વેજિયન ભાષાવલણોનો પાશ આપ્યો. આ ડેનો–નૉર્વેજિયન ‘રિક્સમાલ’ (Riksmal = રાષ્ટ્રીય ભાષા) ઉપલા શિક્ષિત વર્ગોની ભાષા બની રહી. ઈ. સ. ૧૮૧૩માં નૉર્વે ડેન્માર્કથી અલગ થયું તે પછી ઈ. સ. ૧૮૪૦ માં ઈવાર આસેન (Ivar Aasen નામના ભાષાવિદે નૉર્વેજિયન ભાષા ઉપર આધારિત એક પ્રમાણભૂત રાષ્ટ્રભાષા સરજી અને ડેનો–નૉર્વેજિયનને બદલે એનો ઉપયોગ કરવાને સૂચવ્યું. આ નવી સ્ટાન્ડર્ડ ભાષા –(Landsmaal = native language) – નો પ્રચુરતયા સ્વીકાર થયો, અને પરિણામે આજે નૉર્વેમાં બે અધિકૃત સ્ટાન્ડર્ડ ભાષાઓ ચાલે છે.૩૨<ref>૩૨ સરખાવોઃ Bloomfield, Language, p. 483-484.</ref>
સ્વાતંત્ર્ય પૂર્વે ઉત્તર ભારતમાં કેટલેક અંશે આને મળતી પરિસ્થિતિ હતી. એકજ ભાષા-ખડી બોલી-ફારસીના રંગે રંગાઈને ‘ઉર્દૂ’ બની અને સંસ્કૃત આદિ આર્ય ભાષાઓનો પટ પામીને હિંદી બની. મુસ્લિમ જનતાએ ઉર્દૂને સ્વભાષા બનાવી જ્યારે ઈતર હિંદુ વર્ગો હિંદીનો સવિશેષતયા ઉપયોગ કરતા હતા. બંને ભાષારૂપોનાં મૂળમાં એકજ મૂળ ભાષા—ખડી બોલી રહેલી હતી.

૩૨ સરખાવોઃ Bloomfield, Language, p. 483-484.

કોઈક વાર એમ પણ બને છે કે એક વાર સર્વમાન્ય થયેલી ભાષા પાછી કાળાન્તરે અન્ય ભાષાની ઉપભાષા કે બોલી (dialect) રૂપ બની જાય છે. અવધી અને વ્રજ એક વખતે સ્વતંત્ર ભાષાઓ હતી, જેમાં ઉત્કૃષ્ટ કોટિનું વિપુલ સાહિત્યસર્જન થયું હતું; આજે એમનું સ્થાન હિંદીની ઉપભાષા કે બોલીનું છે. એ જ પ્રમાણે એક યુગમાં મહારાષ્ટ્રી, માગધી, અર્ધમાગધી, આદિ પ્રાકૃત ભાષાઓ વિશિષ્ટ પ્રદેશોની સર્વમાન્ય ભાષાઓ હતી અને એમાં પુષ્કળ સાહિત્ય રચાયું હતું. પણ એ પછી એમનામાંથી જ ભાષાના સ્વાભાવિક ક્રમે ઉત્ક્રાન્ત થયેલા ભિન્ન ભિન્ન પ્રાદેશિક અપભ્રંશોનું એ પ્રકારનું મહત્ત્વ રહ્યું નહીં, તો વળી એ અપભ્રંશોમાંથી વિકસેલી ગુજરાતી, હિંદી, બંગાળી, આદિ ભાષાઓ પુનઃ મહત્ત્વની સર્વમાન્ય પ્રાદેશિક ભાષાઓનું સ્થાન પામી છે. પશ્ચિમ ભારતીય અપભ્રંશમાંથી તેરમાથી પંદરમા-સોળમા શતક દરમિયાન વિકસેલી ગુજરાતી અને રાજસ્થાની ભગિનીભાષાઓનું મહત્ત્વ પાછું એકસરખું નથી એ ભાષાઓના વિકાસમાં ઐતિહાસિક પરિબળો કેટલો મહત્ત્વનો ભાગ ભજવે છે એનું નિદર્શન છે.  

સર્વમાન્ય ભાષા અને બોલીઓ-સર્વમાન્ય (સ્ટાન્ડર્ડ) ભાષાનો ઉદ્ગમ નિરનિરાળી રીતે ભિન્ન ભિન્ન સંયોગોમાં થાય છે એ આપણે જોઈ ગયા. સર્વમાન્ય ભાષા મૂળ કોઈ પ્રાદેશિક બોલીમાંથી ઉદ્ભવેલી હોય તો એ અન્ય સર્વ બોલીઓને પોતાનામાં અંતર્ગત કરી લે છે. સાથે સાથે સ્ટાન્ડર્ડ ભાષાનાં મૂળમાં રહેલી એ પ્રધાન બોલીની મહત્ત્વની કેટલીક વિશેષતાઓ ઘસાઈ જાય છે. તો અન્ય સર્વ બોલીઓ સર્વમાન્ય ભાષાના સંપર્કમાં આવતાં પોતાની તમામ વિશેષતાઓ ગુમાવી દે છે—એને સ્થાને સર્વમાન્ય ભાષાનાં તે તે લક્ષણો સ્થાપિત થઈ જાય છે. સર્વમાન્ય ભાષામાં અપાતું શિક્ષણ, વર્તમાનપત્રો, નાટ્યપ્રયોગો, ભાષણો ઈ૰ સર્વમાં પ્રયોજાતી શિષ્ટમાન્ય ભાષા, ઈ૰ સર્વની સંમીલિત અસર વ્યક્તિ ઉપર એવી પ્રબળ થાય છે કે એની પોતાની સ્થાનિક બોલીનો ક્રમશઃ પણ સચોટ રીતે હ્રાસ થતો જાય છે અને એને સ્થાને સાર્વત્રિક શિષ્ટ ભાષા પદારૂઢ થતી જાય છે. આ રીતે લંડનની આજૂબાજૂમાં ત્રીસ ત્રીસ માઈલ પર્યંત,૩૩ કે ઉત્તર ફ્રાન્સમાં ક્યાંયે કોઈ બોલી પોતાનું અસ્તિત્વ જાળવી રાખી શકી નથી. એ રીતે ગુજરાતમાં અમદાવાદથી પૂર્વમાં, ઉત્તરમાં કે દક્ષિણમાં ત્રીસ ચાળીસ માઈલ સુધી કોઈ સ્થાનિક બોલી સંભળાતી નથી. પૂનાની આસપાસના વિશાળ પ્રદેશમાં ભદ્રલોકની ભાષા શુદ્ધ મરાઠી જ છે. તેમ અલાહાબાદ કે કાશી, આગરા કે દિલ્હી જેવાં નગરોની આજૂબાજૂના વિશાળ પ્રદેશમાં  એકસરખી તે તે નગરની શિષ્ટમાન્ય ભાષાજ સંભળાશે; દેહાતી બોલીઓ એની સંનિધિમાંથી લુપ્ત થઈ ગઈ છે.  
સર્વમાન્ય ભાષા અને બોલીઓ-સર્વમાન્ય (સ્ટાન્ડર્ડ) ભાષાનો ઉદ્ગમ નિરનિરાળી રીતે ભિન્ન ભિન્ન સંયોગોમાં થાય છે એ આપણે જોઈ ગયા. સર્વમાન્ય ભાષા મૂળ કોઈ પ્રાદેશિક બોલીમાંથી ઉદ્ભવેલી હોય તો એ અન્ય સર્વ બોલીઓને પોતાનામાં અંતર્ગત કરી લે છે. સાથે સાથે સ્ટાન્ડર્ડ ભાષાનાં મૂળમાં રહેલી એ પ્રધાન બોલીની મહત્ત્વની કેટલીક વિશેષતાઓ ઘસાઈ જાય છે. તો અન્ય સર્વ બોલીઓ સર્વમાન્ય ભાષાના સંપર્કમાં આવતાં પોતાની તમામ વિશેષતાઓ ગુમાવી દે છે—એને સ્થાને સર્વમાન્ય ભાષાનાં તે તે લક્ષણો સ્થાપિત થઈ જાય છે. સર્વમાન્ય ભાષામાં અપાતું શિક્ષણ, વર્તમાનપત્રો, નાટ્યપ્રયોગો, ભાષણો ઈ૰ સર્વમાં પ્રયોજાતી શિષ્ટમાન્ય ભાષા, ઈ૰ સર્વની સંમીલિત અસર વ્યક્તિ ઉપર એવી પ્રબળ થાય છે કે એની પોતાની સ્થાનિક બોલીનો ક્રમશઃ પણ સચોટ રીતે હ્રાસ થતો જાય છે અને એને સ્થાને સાર્વત્રિક શિષ્ટ ભાષા પદારૂઢ થતી જાય છે. આ રીતે લંડનની આજૂબાજૂમાં ત્રીસ ત્રીસ માઈલ પર્યંત,૩૩<ref>૩૩ Bloomfield, Language, p. 485.</ref> કે ઉત્તર ફ્રાન્સમાં ક્યાંયે કોઈ બોલી પોતાનું અસ્તિત્વ જાળવી રાખી શકી નથી. એ રીતે ગુજરાતમાં અમદાવાદથી પૂર્વમાં, ઉત્તરમાં કે દક્ષિણમાં ત્રીસ ચાળીસ માઈલ સુધી કોઈ સ્થાનિક બોલી સંભળાતી નથી. પૂનાની આસપાસના વિશાળ પ્રદેશમાં ભદ્રલોકની ભાષા શુદ્ધ મરાઠી જ છે. તેમ અલાહાબાદ કે કાશી, આગરા કે દિલ્હી જેવાં નગરોની આજૂબાજૂના વિશાળ પ્રદેશમાં  એકસરખી તે તે નગરની શિષ્ટમાન્ય ભાષાજ સંભળાશે; દેહાતી બોલીઓ એની સંનિધિમાંથી લુપ્ત થઈ ગઈ છે.  
 
૩૩ Bloomfield, Language, p. 485.
 
પ્રાચીન કાળમાં પણ આવું જ બન્યું હશે એમ કલ્પી શકાય છે. પુરાતન ગ્રીસમાં જે ‘કોઈને’ (Koiné) ભાષા શિષ્ટમાન્ય બની હતી એમાં અન્ય સર્વ બોલીઓ સમાઈ ગઈ હશે એમ લાગે છે; કારણકે આજની સર્વ ગ્રીક બોલીઓની ઉત્પત્તિ Koiné માંથી જ થઈ છે. પ્રાચીન ઈટાલિમાં લૅટિનમાં અનેક તત્કાલીન બોલીઓ વિલીન થઈ ગઈ, જેમાંની કેટલીક રોમની બોલી જેવી જ હતી, તો કેટલીક ભિન્ન હતી.  

Line 180: Line 130:
સર્વમાન્ય કે સ્ટાન્ડર્ડ ભાષા એક તરફથી બોલાતી ભાષા કરતાં દૂર જતી જાય છે, તો બીજી તરફ એનો ભાષાના સ્વાભાવિક વિકાસક્રમ સાથે મેળ બેસાડવાનો પ્રયત્ન પણ ચાલુ હોય છે. એ તદ્દન સ્થિર થઈ ગયેલી ભાષા નથી, તેમ એમાં નિયમિત ઉત્ક્રાન્તિ થતી રહે છે એમ પણ નથી. એમાં હંમેશાં સ્થિરતા અને વિકાસ વચ્ચે સંતુલિત સ્થિતિ હોય છે. પ્રદેશ વિશાળ હોય, પ્રજામાં વારંવાર સ્થિત્યંતરો થતાં રહે, અને સમાજના ભિન્ન ભિન્ન સ્તરો વચ્ચે ઘનિષ્ઠ સંપર્ક હોય, તો ભાષામાં પરિવર્તનનો સંભવ વધારે રહે છે, અને ફેરફારોનું પ્રમાણ વધારે રહે તો ભાષા શીર્ણવિશીર્ણ થઈ જાય છે. ભારતમાં ઈ. સ. ના ચોથા શતકથી સાતમા આઠમા શતક સુધી ગુર્જરો, હૂણો વગેરે વિશાળ ટોળીઓ આવીને સ્થિર થઈ તેને પરિણામે પ્રાકૃત ભાષાઓમાં અત્યંત મૂલગત પરિવર્તનો થતાં ગયાં અને છેવટે પ્રાકૃતો વિચ્છિન્ન થઈ ગઈ અને એમને સ્થાને ભિન્ન ભિન્ન અપભ્રંશો સ્થાપિત થયા.

લિખિત ભાષાની સર્વમાન્ય ભાષા ઉપર અસર – લિખિત ભાષા (written language)નો સર્વમાન્ય (સ્ટાન્ડર્ડ) ભાષા ઉપર કેવો પ્રભાવ પડે છે તેનો વિચાર કરીએ. લિખિત ભાષા પરંપરાને પ્રતિરૂપિત (represent) કરે છે, અને નિશ્ચિત નિયમોનું અનુવર્તન કરે છે. કવચિત્ ભાષાની સુબદ્ધ પરંપરા લિખિત સ્વરૂપ વિના પણ સંભવે છે. ઉ. ત. પ્રાચીન ભારતમાં વેદકાળમાં ऋग्वेद આદિ સંહિતાઓની પરંપરા લાંબા વખત સુધી લિખિત રૂપ પામ્યા વિના માત્ર કંઠોપકંઠ જળવાઈ રહી હતી તોપણ એમાં લેશમાત્ર પરિવર્તન થયું નહોતું. છતાં સામાન્ય રીતે તો લિખિત પરંપરા એ જ ભાષાના સ્થિરીકરણમાં મહત્ત્વનું બળ બની રહે છે. એમાં ભાષાનાં વિશેષ અધિકૃત રૂપોનો સ્વીકાર થયો હોય છે.

લિખિત ભાષા (written language) એ સાહિત્યભાષા (literary language)થી જુદી છે. કેટલીક વાર લિખિત ભાષા તેમજ સાહિત્ય-ભાષા એકજ હોય છે, તો કોઈ કોઈ વાર એ બંને તદ્દન નિરાળી પણ હોય છે.૩૪ લિખિત ભાષા ઘણુંખરું તો સર્વમાન્ય ભાષાનું લિખિત સ્વરૂપ હોય છે, ત્યારે સાહિત્યની ભાષા એનાથી સાવ નિરાળા સ્વરૂપની હોય છે. ઘણા દેશોમાં લેખકો, કવિઓ, કથકો (story-tellers) નો એક વિશિષ્ટ સામાજિક વર્ગ હતો, જેમની પરંપરા, જીવનપ્રણાલી ઈ૰ અન્ય વર્ગોથી જુદી તરેહનાં હતાં. એમની ભાષા વસ્તુતઃ તો એક વિશિષ્ટ ભાષા (special language)ના સ્વરૂપની હતી. કેટલાક દેશોમાં કવિ, ધર્મગુરુ કે દૃષ્ટા પણ હતો. એથી કેટલીક સાહિત્યભાષાઓ સાથે સાથે ધાર્મિક ભાષાઓના રૂપની પણ હતી. સંસ્કૃત આ પ્રકારે સાહિત્યભાષા સાથે ધર્મભાષા પણ હતી. પ્રાચીન ગ્રીસની લિરિક કવિતાનાં વિશિષ્ટ ભાષાવલણો કોઈ વિશિષ્ટ ધાર્મિક ભાષાભૂમિકાનું સૂચન કરે છે. ગ્રીક મહાકાવ્યોની ભાષા વિશિષ્ટ સાહિત્યભાષાનો એક પ્રકાર છે, જેને કવિઓએ વિકસાવીને સુનિશ્ચિત સ્વરૂપ આપ્યું છે. કોઈ પણ કથ્ય ભાષાસ્વરૂપ સાથે એનો સંબંધ નથી. પ્રાચીન ભારતમાં સાર્વત્રિક શિષ્ટમાન્ય ભાષા (संस्कृत) ઉપરાંત એથી નિરાળા સ્વરૂપની કેટલીક એવી પ્રાદેશિક ભાષાઓ (प्राकृत) હતી કે જેમનો નાટકોમાં અને ગાથાસાહિત્યમાં ઉપયોગ થયો છે. મલય દેશના વતનીઓની ભાષા ઈન્ડો-યુરોપિયન વર્ગની નથી; પરંતુ એમનાં સાહિત્યમાં તેઓ જે ‘કવિ’ (Kawi) ભાષાનો ઉપયોગ કરે છે એ સંસ્કૃત ભાષાનાં તત્ત્વોથી સભર છે.૩૫
લિખિત ભાષા (written language) એ સાહિત્યભાષા (literary language)થી જુદી છે. કેટલીક વાર લિખિત ભાષા તેમજ સાહિત્ય-ભાષા એકજ હોય છે, તો કોઈ કોઈ વાર એ બંને તદ્દન નિરાળી પણ હોય છે.૩૪<ref>૩૪ ઉ. ત. ઉત્તર ભારતની સર્વમાન્ય ભાષા ‘ખડી બોલી ‘સાહિત્યની ભાષા—હિંદી-ઉર્દૂ—કરતાં ઠીક ઠીક અંશે જુદી પડે છે.<br>
 
જુઓ: બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, પૃ. 139.</ref> લિખિત ભાષા ઘણુંખરું તો સર્વમાન્ય ભાષાનું લિખિત સ્વરૂપ હોય છે, ત્યારે સાહિત્યની ભાષા એનાથી સાવ નિરાળા સ્વરૂપની હોય છે. ઘણા દેશોમાં લેખકો, કવિઓ, કથકો (story-tellers) નો એક વિશિષ્ટ સામાજિક વર્ગ હતો, જેમની પરંપરા, જીવનપ્રણાલી ઈ૰ અન્ય વર્ગોથી જુદી તરેહનાં હતાં. એમની ભાષા વસ્તુતઃ તો એક વિશિષ્ટ ભાષા (special language)ના સ્વરૂપની હતી. કેટલાક દેશોમાં કવિ, ધર્મગુરુ કે દૃષ્ટા પણ હતો. એથી કેટલીક સાહિત્યભાષાઓ સાથે સાથે ધાર્મિક ભાષાઓના રૂપની પણ હતી. સંસ્કૃત આ પ્રકારે સાહિત્યભાષા સાથે ધર્મભાષા પણ હતી. પ્રાચીન ગ્રીસની લિરિક કવિતાનાં વિશિષ્ટ ભાષાવલણો કોઈ વિશિષ્ટ ધાર્મિક ભાષાભૂમિકાનું સૂચન કરે છે. ગ્રીક મહાકાવ્યોની ભાષા વિશિષ્ટ સાહિત્યભાષાનો એક પ્રકાર છે, જેને કવિઓએ વિકસાવીને સુનિશ્ચિત સ્વરૂપ આપ્યું છે. કોઈ પણ કથ્ય ભાષાસ્વરૂપ સાથે એનો સંબંધ નથી. પ્રાચીન ભારતમાં સાર્વત્રિક શિષ્ટમાન્ય ભાષા (संस्कृत) ઉપરાંત એથી નિરાળા સ્વરૂપની કેટલીક એવી પ્રાદેશિક ભાષાઓ (प्राकृत) હતી કે જેમનો નાટકોમાં અને ગાથાસાહિત્યમાં ઉપયોગ થયો છે. મલય દેશના વતનીઓની ભાષા ઈન્ડો-યુરોપિયન વર્ગની નથી; પરંતુ એમનાં સાહિત્યમાં તેઓ જે ‘કવિ’ (Kawi) ભાષાનો ઉપયોગ કરે છે એ સંસ્કૃત ભાષાનાં તત્ત્વોથી સભર છે.૩૫<ref>૩૫ સરખાવો: Vendryes, op. cit., p 273.</ref>
૩૪ ઉ. ત. ઉત્તર ભારતની સર્વમાન્ય ભાષા ‘ખડી બોલી ‘સાહિત્યની ભાષા—હિંદી-ઉર્દૂ—કરતાં ઠીક ઠીક અંશે જુદી પડે છે.
જુઓ: બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, પૃ. 139.
૩૫ સરખાવો: Vendryes, op. cit., p 273.

જ્યાં સાહિત્યની કોઈ વિશિષ્ટ ભાષા નથી, ત્યાં પણ સાહિત્યની અને સર્વમાન્ય ભાષા વચ્ચે અમુક પ્રકારનો ફરક રહે જ છે. સર્વમાન્ય ભાષા એ વિભિન્ન બોલીઓનાં સામાન્ય લક્ષણોને સમાવી લેતી એક મધ્યવર્તી (mean) ભાષા છે. એનો જેમ જેમ પ્રસ્તાર થાય તેમ તેમ એ લોકોના નિમ્ન સ્તરની વાણીમાંથી વધારે ને વધારે તત્ત્વો ગ્રહણ કરે છે. એથી એ ઝડપથી નિઃસત્ત્વ, નિર્જીવ અને વૈશિષ્ટ્યહીન બની જાય છે. સાહિત્યસ્વામીઓને તો પોતાનું વ્યક્તિત્વ, સંવેદન પૂર્ણપણે વ્યક્ત કરી શકે એવા સબળ માધ્યમની આવશ્યકતા હોય છે. એથી તેઓ સાહિત્યની એક વિશિષ્ટ ભાષા સરજે છે, જે સ્ટાન્ડર્ડ ભાષાથી જુદા પ્રકારની હોય છે. એ રીતે એને ‘સ્લૅન્ગ’ના વર્ગની ગણાય. એની કક્ષા સ્વાભાવિક રીતે જ સર્વમાન્ય ભાષા કરતાં ઊંચી હોય છે. સામાન્ય ભાષા એમાંથી અનેક શબ્દો અને વિચારવલણો ગ્રહણ કરે છે.

Line 190: Line 137:
સામાન્ય ભાષા એ ભાષાના વિકાસનું ચરમ બિન્દુ નથી—ભાષાની ઉત્ક્રાન્તિના સુદીર્ઘ ઇતિહાસમાં એ એક કાલબિંદુ માત્ર છે. લિખિત ભાષા કથ્યભાષા કરતાં વિકાસક્રમમાં સદૈવ થોડીક પાછળ હોય છે. ભાષા લિખિત રૂપે સ્થિર થતાં એનાં રૂપોમાંથી જીવનને અનુરૂપ વિકાસશીલતા ચાલી જાય છે અને જડતા પ્રવેશે છે. ભાષાનું લિખિત સ્વરૂપ નિશ્ચલ, અપ્રાગતિક બની જાય છે ત્યારે પણ એના અંતરંગમાં સદૈવ વિકાસશીલ, પ્રગતિશીલ લોકભાષાનો જીવન્ત આંતર પ્રવાહ વહેતો હોય છે. ભાષાના આ બંને સ્વરૂપો વચ્ચે પ્રથમ તો બહુ જ થોડું અંતર હોય છે, પણ ધીરે ધીરે, કાળક્રમે એ વધતું જાય છે, અને અંતે તો બંને પ્રવાહો કેવળ વિભિન્ન થઈ જાય છે.

ભાષાની આ પરિવર્તનશીલતાને થીજી ગયેલી નદી સાથે સરખાવી શકાય. એની સપાટી ઉપર બરફ જામી ગયો હોય છે, પણ અંદર તો પાણીનો પ્રવાહ અસ્ખલિત વહેતો હોય છે. લિખિત ભાષા સપાટી ઉપરના બરફના પડ સમી છે; લોકભાષા એ એના અંતરંગમાં વહેતા જલસ્રોત સમી છે. જેમ ઠંડી પાણીને જમાવી દે છે તેમ વૈયાકરણો અને પંડિતોના પ્રભાવથી ભાષાનું લિખિત સ્વરૂપ સ્થિર થઈ જાય છે. જેમ સૂર્યના તાપથી બરફ ઓગળે છે, તેમ જીવનનાં નૈસર્ગિક બળોથી ભાષા પરંપરાની પકડમાંથી મુક્ત થાય છે.૩૬

વૈદિક સાહિત્યભાષા જ્યારે કાળક્રમે જનતાની લોકભાષાથી અતિ વિદૂર પડી ગઈ, ત્યારે એ ઉત્તરકાલીન લોકભાષાનો સાહિત્યભાષા તરીકે સમાદર થયો, અને પાણિનિએ ‘संस्कृत’રૂપે એનું વ્યવસ્થિત સંકલન કર્યું. વૈદિકોત્તર સમયથી લોકભાષાનો તો વિકાસ થતો જ રહ્યો, અને ભગવાન બુદ્ધ અને મહાવીરના સમય સુધીમાં તો વૈદિકોત્તર સાહિત્યભાષા (संस्कृत) અને લોકભાષા વચ્ચે મોટું અંતર પડી ગયું હતું. એથી બૌદ્ધોએ પોતાના ધર્મગ્રંથોમાં પ્રાચીન માગધી (पालि), અને જૈનોએ પોતાના અંગાદિ ગ્રંથોમાં અર્ધમાગધી કે આર્ષ પ્રાકૃતનો ઉપયોગ કર્યો. ઈ. સ. ના દશમા શતક સુધી પ્રાકૃત ભાષાઓ સાહિત્યમાં વ્યવહૃત થતી રહી, પણ ચોથા-પાંચમા શતકથી જ પ્રાકૃતો અને લોકબોલીઓ વચ્ચે અંતર પડતું જતું હતું, અને છઠ્ઠાસાતમા શતકથી તો આ લોકબોલીઓ (अपभ्रंश) સાહિત્યમાં પણ પ્રયોજાવા લાગી હતી. આ અપભ્રંશ ભાષા આચાર્ય હેમચંદ્રથી માંડીને ધાહિલ, અબદુર રહેમાન કે વિદ્યાપતિ-ચંડીદાસના સમય સુધી—લગભગ ઈ. સ. ના ૧૪મા સૈકા સુધી—સાહિત્યમાં પ્રયોજાતી હતી, જો કે સમસ્ત ભારતવર્ષમાં ઈ. સ. ના ૧૨ મા – ૧૩ મા સૈકાથી નૂતન ભારતીય આર્ય ભાષાઓ (New Indo-Aryan) ઉદય પામી રહી હતી.૩૭ આ રીતે લિખિત ભાષા તેમ સાહિત્યભાષા સદાકાળને માટે સમાન રહી શકતી નથી. ભાષાના સ્વાભાવિક ક્રમે—ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિબળોને કારણે—નવ્ય ભાષારૂપો વિકસતાં જાય છે અને એ સ્વરૂપો પાછાં લિખિત ભાષાસ્વરૂપ તરીકે સાહિત્યમાં સ્થાન પામતાં રહે છે.
<ref>૩૬ સરખાવો: Vendryes, op. cit., pp 275-6.</ref>
વૈદિક સાહિત્યભાષા જ્યારે કાળક્રમે જનતાની લોકભાષાથી અતિ વિદૂર પડી ગઈ, ત્યારે એ ઉત્તરકાલીન લોકભાષાનો સાહિત્યભાષા તરીકે સમાદર થયો, અને પાણિનિએ ‘संस्कृत’રૂપે એનું વ્યવસ્થિત સંકલન કર્યું. વૈદિકોત્તર સમયથી લોકભાષાનો તો વિકાસ થતો જ રહ્યો, અને ભગવાન બુદ્ધ અને મહાવીરના સમય સુધીમાં તો વૈદિકોત્તર સાહિત્યભાષા (संस्कृत) અને લોકભાષા વચ્ચે મોટું અંતર પડી ગયું હતું. એથી બૌદ્ધોએ પોતાના ધર્મગ્રંથોમાં પ્રાચીન માગધી (पालि), અને જૈનોએ પોતાના અંગાદિ ગ્રંથોમાં અર્ધમાગધી કે આર્ષ પ્રાકૃતનો ઉપયોગ કર્યો. ઈ. સ. ના દશમા શતક સુધી પ્રાકૃત ભાષાઓ સાહિત્યમાં વ્યવહૃત થતી રહી, પણ ચોથા-પાંચમા શતકથી જ પ્રાકૃતો અને લોકબોલીઓ વચ્ચે અંતર પડતું જતું હતું, અને છઠ્ઠાસાતમા શતકથી તો આ લોકબોલીઓ (अपभ्रंश) સાહિત્યમાં પણ પ્રયોજાવા લાગી હતી. આ અપભ્રંશ ભાષા આચાર્ય હેમચંદ્રથી માંડીને ધાહિલ, અબદુર રહેમાન કે વિદ્યાપતિ-ચંડીદાસના સમય સુધી—લગભગ ઈ. સ. ના ૧૪મા સૈકા સુધી—સાહિત્યમાં પ્રયોજાતી હતી, જો કે સમસ્ત ભારતવર્ષમાં ઈ. સ. ના ૧૨ મા – ૧૩ મા સૈકાથી નૂતન ભારતીય આર્ય ભાષાઓ (New Indo-Aryan) ઉદય પામી રહી હતી.૩૭<ref>૩૭ આ સર્વ ભાષાપરિવર્તન દરમિયાન સંસ્કૃતનો ધર્મભાષા અને પાંડિત્યની ભાષા તરીકે ઉપયોગ ચાલુ જ હતો, અને ભારતની બહાર સુવર્ણદ્વીપ કે કંબોજ આદિ ઉપનિવેશો સુધી એનો પ્રસાર થયો હતો એ યાદ રાખવું જોઈએ.</ref> આ રીતે લિખિત ભાષા તેમ સાહિત્યભાષા સદાકાળને માટે સમાન રહી શકતી નથી. ભાષાના સ્વાભાવિક ક્રમે—ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરિબળોને કારણે—નવ્ય ભાષારૂપો વિકસતાં જાય છે અને એ સ્વરૂપો પાછાં લિખિત ભાષાસ્વરૂપ તરીકે સાહિત્યમાં સ્થાન પામતાં રહે છે.

૩૬ સરખાવો: Vendryes, op. cit., pp 275-6.
અતિ ખેડાયેલી વર્તમાન ભાષાઓમાં લિખિત અને કથ્ય રૂપ વચ્ચે ઘણું અંતર પડી જાય છે. ઉ. ત. વર્તમાન અંગ્રેજીનું લિખિત સ્વરૂપ સામાન્ય બોલાતી અંગ્રેજી કરતાં પદક્રમમાં, શબ્દભંડોળમાં અને ક્વચિત્ ક્વચિત્ રૂપબંધ (morphology)માં જુદું પડે છે. આજે લિખિત અંગ્રેજીનો વિચારવળોટ, શબ્દભંડોળ ઈ૰ ઓગણીસમા શતકના ઉત્તરાર્ધના અને વીસમા શતકના પ્રારંભકાળનાં છે, જ્યારે કથ્યભાષા એથી ઘણી આગળ ચાલી ગઈ છે. ઉ. ત. ‘o. k.’, ‘go ahead’, ‘nothing doing’, ‘we’ll see’, ‘I’ll look into it’ જેવા દૈનંદિન વ્યવહારના અનેક અનેક પ્રયોગો લિખિત સ્વરૂપમાં ભાગ્યે મળશે.૩૮<ref>૩૮ ટૂંકી વાર્તા અને નવલકથા આમાં અપવાદરૂપ સમજવાની છે. એમાં ભાષાના કથ્ય સ્વરૂપનો આવશ્યક હોય ત્યાં યથાસ્થાન ઉપયોગ થાય છે.</ref> એ જ પ્રમાણે અર્વાચીન લિખિત ફ્રેન્ચ ભાષા વસ્તુતઃ સત્તરમા સૈકાના લેખકોની ભાષાનું પ્રતિફલન છે; આજે બોલાતી ફ્રેન્ચ ભાષા એનાથી ઘણી જુદી છે. પરિણામે એક દિવસ સાહિત્યની ફ્રેન્ચ ભાષા લૅટિનની માફક નિશ્ચલ (dead) ભાષા બની જશે અને બોલાતી ફ્રેન્ચ ભાષા વિકાસ પામીને એનાથી ભિન્ન રૂપની બની ગઈ હશે.૩૯<ref>૩૯ સરખાવોઃ ``… it can be seen that the fate of this literary French will be that of Latin. It will be preserved as a dead language with its rules and vocabulary fixed once for all. The living language will continue to develop independently of it, as the Romance languages have done.”<br>
૩૭ આ સર્વ ભાષાપરિવર્તન દરમિયાન સંસ્કૃતનો ધર્મભાષા અને પાંડિત્યની ભાષા તરીકે ઉપયોગ ચાલુ જ હતો, અને ભારતની બહાર સુવર્ણદ્વીપ કે કંબોજ આદિ ઉપનિવેશો સુધી એનો પ્રસાર થયો હતો એ યાદ રાખવું જોઈએ.
—Vendryes, op. cit., p. 278.</ref>
 
અતિ ખેડાયેલી વર્તમાન ભાષાઓમાં લિખિત અને કથ્ય રૂપ વચ્ચે ઘણું અંતર પડી જાય છે. ઉ. ત. વર્તમાન અંગ્રેજીનું લિખિત સ્વરૂપ સામાન્ય બોલાતી અંગ્રેજી કરતાં પદક્રમમાં, શબ્દભંડોળમાં અને ક્વચિત્ ક્વચિત્ રૂપબંધ (morphology)માં જુદું પડે છે. આજે લિખિત અંગ્રેજીનો વિચારવળોટ, શબ્દભંડોળ ઈ૰ ઓગણીસમા શતકના ઉત્તરાર્ધના અને વીસમા શતકના પ્રારંભકાળનાં છે, જ્યારે કથ્યભાષા એથી ઘણી આગળ ચાલી ગઈ છે. ઉ. ત. ‘o. k.’, ‘go ahead’, ‘nothing doing’, ‘we’ll see’, ‘I’ll look into it’ જેવા દૈનંદિન વ્યવહારના અનેક અનેક પ્રયોગો લિખિત સ્વરૂપમાં ભાગ્યે મળશે.૩૮ એ જ પ્રમાણે અર્વાચીન લિખિત ફ્રેન્ચ ભાષા વસ્તુતઃ સત્તરમા સૈકાના લેખકોની ભાષાનું પ્રતિફલન છે; આજે બોલાતી ફ્રેન્ચ ભાષા એનાથી ઘણી જુદી છે. પરિણામે એક દિવસ સાહિત્યની ફ્રેન્ચ ભાષા લૅટિનની માફક નિશ્ચલ (dead) ભાષા બની જશે અને બોલાતી ફ્રેન્ચ ભાષા વિકાસ પામીને એનાથી ભિન્ન રૂપની બની ગઈ હશે.૩૯
 
૩૮ ટૂંકી વાર્તા અને નવલકથા આમાં અપવાદરૂપ સમજવાની છે. એમાં ભાષાના કથ્ય સ્વરૂપનો આવશ્યક હોય ત્યાં યથાસ્થાન ઉપયોગ થાય છે.
૩૯ સરખાવોઃ ``… it can be seen that the fate of this literary French will be that of Latin. It will be preserved as a dead language with its rules and vocabulary fixed once for all. The living language will continue to develop independently of it, as the Romance languages have done.”
—Vendryes, op. cit., p. 278.

અર્વાચીન હિંદી સાહિત્યભાષા અને વર્તમાન બોલાતી હિંદી વચ્ચે કેટલું અંતર પડે છે એ તો સમર્થ લેખકો અને શિષ્ટ સામયિકોની ભાષાને સામાન્ય વર્તમાનપત્રોની ને બોલચાલની ભાષા સાથે સરખાવતાં તરત જ માલમ પડી આવે છે. અર્વાચીન લિખિત ગુજરાતી ભાષા પંડિતયુગના સાહિત્યકારોની ભાષા અને ગાંધીયુગના વિદ્વાનોની ભાષા વડે ઘડાયેલી છે. સામાન્ય જનસમાજમાં બોલાતી ગુજરાતી ભાષા એનાં શબ્દભંડોળમાં, એનાં ધ્વનિતંત્રમાં, અને ક્વચિત્ એના રૂપબંધમાં જુદી પડે છે. કથ્યભાષાનાં વાક્યો ટૂંકાં હોય છે, પદક્રમ કેટલીક વાર ભિન્ન હોય છે, તેમ શબ્દપસંદગીમાં પણ ફરક પડે છે. ઉ. ત. લેખનમાં, શિષ્ટ સાહિત્યમાં, સામાન્યપણે વપરાતા ‘પુત્ર’, ‘આપ’, ‘મૂક’, ‘તરફ’, ‘ફરીને’ ઈ૰ શબ્દોને બદલે કથ્યભાષામાં બહુધા ‘દીકરો’ (કે ‘છોકરો’) ‘આલ’, ‘મેલ’, ‘પા’ કે ‘ગમ’ (ઉ. ત. ‘આ ’પા’, ‘આણીગમ’), ‘ફેર’, ઈ૰ શબ્દરૂપો વિશેષ બોલાય છે. બરાબર લિખિતરૂપની ભાષા બોલચાલમાં વાપરનાર માણસ આડંબરીમાં ખપે છે. સંકેત દર્શાવતાં સંબંધવાચક અવ્યયોમાં પૂર્વસ્થાનીય અવ્યય લેખનમાં ઘણુંખરું હંમેશાં વપરાયેલું હોય છે, પણ બોલચાલની ભાષામાં એ બહુધા અધ્યાહૃત રહે છે. ઉ. ત. ‘જો એણે બરાબર મહેનત કરી હોત તો એ જરૂર સફળ થાત’ (લિખિતરૂપ); ‘એણે મહેનત બરાબર કરી હોત તો જરૂર સફળ થાત’ (કથ્યરૂપ). બંને સ્વરૂપો વચ્ચે મૂલગત ભેદનાં આવાં બીજાં અનેક ઉદાહરણો આપી શકાય.

સમાજના ઉપલા વર્ગો અગાઉ લિખિતરૂપની અસરવાળાં જૂનાં (archaic) ભાષારૂપોનો વ્યવહાર કરતા, જ્યારે નીચલા વર્ગો સ્વાભાવિક ક્રમે વિકાસ પામતી ભાષા બોલતા. આજે હવે ઉપલા વર્ગોમાં પણ સ્વાભાવિક વિકાસશીલ લોકભાષાનો ઉપયોગ થાય છે. એનું કારણ વર્તમાનપત્રોનો પ્રચાર, અને એમાં પ્રયોજાતી સામાન્ય લોકભાષાની અસર ઈ૰ ગણાવી શકાય. આ સર્વનો સાર્વત્રિક શિષ્ટમાન્ય ભાષાને લોકભાષા સાથે સાંકળી રાખવામાં મહત્ત્વનો ફાળો છે.

ભાષાઓમાં પરસ્પર આદાનપ્રદાન
ભાષાઓમાં પરસ્પર આદાનપ્રદાન
આદાનપ્રદાનમાં કારણભૂત પરિબળો — ઐતિહાસિક પરિબળોને કારણે ભાષાઓ પરસ્પરના સંપર્કમાં આવે જ છે. કેટલીક વાર આપણે સાંભરણમાં ભિન્ન ભિન્ન ભાષાઓ બોલતા લોકોએ એક પ્રદેશમાંથી બીજામાં સ્થળાન્તર કર્યું છે. આમ પાસે પાસે આવેલા પ્રદેશોની ભાષાઓની પરસ્પર ઉપર અસર થાય જ છે. ભાષાના વિકાસમાં આ પારસ્પરિક અસર એક મહત્ત્વનું પરિબળ છે. આથી કેટલાક ભાષાશાસ્ત્રીઓ તો એટલે સુધી કહે છે કે દરેક ભાષા કેટલેક અંશે મિશ્ર સ્વરૂપની હોય જ છે.

ઐતિહાસિક કારણોથી પ્રજાઓ, ભાષાઓ તેમ ધર્મોનો કેવો શંભુમેળો સરજાય છે એનું સરસ ઉદાહરણ બાલ્કન દ્વીપકલ્પ છે. વિભિન્ન ભાષાઓ આ રીતે પરસ્પર સંપર્કમાં આવે ત્યારે જે ભાષા-પરિવર્તન સરજાય તે હમેશાં એકસરખું હોતું નથી; ભાષાના સ્વકીય સામર્થ્ય અને બલાબલ ઉપર એનો આધાર રહે છે. ઉદાહરણ તરીકે સ્વિટ્ઝર્લેન્ડમાં તેમ અન્યત્ર જ્યાં જર્મન અને ફ્રેન્ચ જેવી મહાન સમૃદ્ધ ભાષાઓ સ્પર્ધામાં ઊતરી છે ત્યાં કોઈક વાર ફ્રેન્ચ તો કોઈક વાર જર્મન સર્વોપરી બની છે. એમાં તે ગામ કે પ્રદેશનું વિશિષ્ટ અર્થકારણ નિર્ણાયક કારણ હોય છે — એ પ્રજાના અર્થકારણમાં બેમાંથી જે ભાષા સવિશેષ ઉપકારક હોય તે ભાષા રહે છે, અને બીજી ધીમે ધીમે લુપ્ત થઈ જાય છે.  

Line 210: Line 154:
ભાષાની પ્રતિષ્ઠા અને ગૌરવ એને કપરા સંજોગોમાં પણ જીવન્ત રાખે છે. પોતાની સ્વકીય પ્રતિષ્ઠાને બળે લૅટિન ભાષાએ એટ્રુસ્કન (Etruscan), ઓસ્કન (Oscan) આદિ ભાષાઓને પદાક્રાન્ત કરીને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું, અને ગ્રીકે તુર્કી આદિ વિજેતા ભાષાઓને જરાયે મચક ન આપતાં સૈકાઓ સુધી પોતાનું સ્વત્વ જાળવી રાખ્યું.

ભાષાની પ્રતિષ્ઠા એની આંતરિક ગુણવત્તા કે સત્ત્વશીલતા (intrinsic worth) ઉપર અવલંબે છે. ગ્રીક ભાષા તુર્કી કરતાં અનેકગણી સત્ત્વશાળી હતી તેથી એ વિજેતા તુર્કીના ધસારા સામે ટકી રહી. યુરોપમાં રશિયન ભાષા સામે આર્મેનિયન ભાષામાં એટલું સત્ત્વ ન હોવાથી ન ટકી શકી, જ્યારે પશ્ચિમમાં પોલિશ ભાષા આંતરિક સત્ત્વશીલતામાં રશિયનની સમોવડી હોઈ રશિયન ભાષાના આક્રમણનો પ્રતિકાર કરી શકી. ભાષાનાં વૈશિષ્ટ્ય (genius)માં એની આંતરિક ગુણવત્તા મહત્ત્વનું તત્ત્વ છે. જુદી ભાષા બોલનારા પ્રદેશની વચ્ચે અકસ્માત છૂટાછવાયા રહી ગયેલા અન્યભાષાભાષી સમૂહો ઝડપથી પોતાની ભાષા ગુમાવી દે છે અને આસપાસના વિશાળ સમૂહોની ભાષા ગ્રહણ કરી લે છે. આમ, અમેરિકામાં વસેલી ભિન્ન ભિન્ન પ્રજાઓ આસપાસના અંગ્રેજી ભાષાવિસ્તારની વચ્ચે પોતાની મૂળ ભાષા સાચવી રાખી શકી નથી. એ જ પ્રમાણે જર્મનીમાં અને નેધરલૅન્ડ્ઝ (હોલૅન્ડ-બેલ્જિયમ)માં જઈ વસેલા ફ્રેન્ચ લોકોની મૂળ ભાષા થોડા સમયમાં જ તે તે પ્રદેશની ભાષામાં લુપ્ત થઈ ગઈ. ઉ. ત. ફ્રાન્કફૉર્ટની ઉત્તરે આવેલાં કેટલાંક ગામોની વસતી ફ્રેન્ચ છે, પણ એમની ભાષા જર્મન છે. ક્વચિત્

એથી ઊલટું પણ બને છે. ઉ. ત. Gottschee ખીણમાં સ્લોવેનિઅન (Slovenian) પ્રદેશની બરાબર વચ્ચે વસેલા જર્મનોની ભાષા સ્લોવેનિઅનની અસરથી મુક્ત રહી શકી છે. એમાં આર્થિક પરિસ્થિતિ, તેમ જર્મનોની સ્વદેશભક્તિ ઉપરાંત સ્લોવેનિઅન કરતાં જર્મન ભાષાની સવિશેષ સત્ત્વશીલતા પણ કારણભૂત છે.૪૦
એથી ઊલટું પણ બને છે. ઉ. ત. Gottschee ખીણમાં સ્લોવેનિઅન (Slovenian) પ્રદેશની બરાબર વચ્ચે વસેલા જર્મનોની ભાષા સ્લોવેનિઅનની અસરથી મુક્ત રહી શકી છે. એમાં આર્થિક પરિસ્થિતિ, તેમ જર્મનોની સ્વદેશભક્તિ ઉપરાંત સ્લોવેનિઅન કરતાં જર્મન ભાષાની સવિશેષ સત્ત્વશીલતા પણ કારણભૂત છે.૪૦<ref>૪૦ સરખાવો: Vendryes, op. cit., pp. 283-284.</ref>

૪૦ સરખાવો: Vendryes, op. cit., pp. 283-284.
સાર્વત્રિક ભાષાની લોકબોલીઓ ઉપર અસર – હવે સાર્વત્રિક કે શિષ્ટમાન્ય ભાષા—જે એક સમૃદ્ધ, સુવ્યવસ્થિત ભદ્રવર્ગની ભાષા છે તે—લોકબોલીઓ (જે બોલનાર વર્ગ એવો સુસંગઠિત કે વ્યવસ્થિત નથી તેના) ઉપર કેવી અસર ઉપજાવે છે તેનો વિચાર કરીએ. પ્રથમ, ફ્રાન્સના બ્રિટ્ટની (Brittany) પ્રાન્તમાં ભદ્રવર્ગીય સાર્વત્રિક (સ્ટાન્ડર્ડ) ફ્રેન્ચ ભાષા અને ત્યાંની સ્થાનિક બોલી બ્રેટન (Breton) વચ્ચેના પરસ્પર સંબંધનું અવલોકન કરીએ. એમાં પ્રથમ દૃષ્ટિએ જ બંને ભાષાસ્વરૂપો વચ્ચે સતત આદાનપ્રદાન આપણું ધ્યાન ખેંચે છે. ‘બ્રેટન’ બોલીમાં સ્ટાન્ડર્ડ ફ્રેન્ચ ભાષામાંથી અનેક નવા શબ્દો—નવીન વસ્તુઓ, વિચારો અને જીવનપ્રણાલિકા સંબંધેના—પ્રવેશ્યા છે. બ્રેટન બોલીનો ઉપયોગ ગ્રામ્યજીવનને લગતા અને અન્ય કેટલાક વિશિષ્ટ પ્રયોગોમાં સીમિત થઈ ગયો છે. સ્ટાન્ડર્ડ ફ્રેન્ચ નગરોના ભદ્રવર્ગની ભાષા હોવાથી એનો ઉપયોગ કરવો એ સંસ્કારિતાની નિશાની ગણાય છે. કામગારો અને નોકરો પોતાના માલિકો સાથે ફ્રેન્ચમાં વાત કરે છે. બ્રેટનનું અસ્તિત્વ—ફ્રેન્ચ તત્ત્વોથી પરિપ્લાવિત સ્વરૂપે પણ—આજે ટક્યું છે, કારણ કે એક વિશિષ્ટ ભાષા (special language) તરીકે એનો આજે ઉપયોગ થાય છે. પણ કાળક્રમે એ લુપ્ત થઈ જશે એમાં શંકા નથી. વસ્તુતઃ તો બ્રિટ્ટનીના કેટલાક ભાગોમાંથી તો એ લુપ્ત થવા લાગી જ છે.૪૧<ref>૪૧ સરખાવો: Vendryes, op. cit., pp. 285-286.</ref>
 
સાર્વત્રિક ભાષાની લોકબોલીઓ ઉપર અસર – હવે સાર્વત્રિક કે શિષ્ટમાન્ય ભાષા—જે એક સમૃદ્ધ, સુવ્યવસ્થિત ભદ્રવર્ગની ભાષા છે તે—લોકબોલીઓ (જે બોલનાર વર્ગ એવો સુસંગઠિત કે વ્યવસ્થિત નથી તેના) ઉપર કેવી અસર ઉપજાવે છે તેનો વિચાર કરીએ. પ્રથમ, ફ્રાન્સના બ્રિટ્ટની (Brittany) પ્રાન્તમાં ભદ્રવર્ગીય સાર્વત્રિક (સ્ટાન્ડર્ડ) ફ્રેન્ચ ભાષા અને ત્યાંની સ્થાનિક બોલી બ્રેટન (Breton) વચ્ચેના પરસ્પર સંબંધનું અવલોકન કરીએ. એમાં પ્રથમ દૃષ્ટિએ જ બંને ભાષાસ્વરૂપો વચ્ચે સતત આદાનપ્રદાન આપણું ધ્યાન ખેંચે છે. ‘બ્રેટન’ બોલીમાં સ્ટાન્ડર્ડ ફ્રેન્ચ ભાષામાંથી અનેક નવા શબ્દો—નવીન વસ્તુઓ, વિચારો અને જીવનપ્રણાલિકા સંબંધેના—પ્રવેશ્યા છે. બ્રેટન બોલીનો ઉપયોગ ગ્રામ્યજીવનને લગતા અને અન્ય કેટલાક વિશિષ્ટ પ્રયોગોમાં સીમિત થઈ ગયો છે. સ્ટાન્ડર્ડ ફ્રેન્ચ નગરોના ભદ્રવર્ગની ભાષા હોવાથી એનો ઉપયોગ કરવો એ સંસ્કારિતાની નિશાની ગણાય છે. કામગારો અને નોકરો પોતાના માલિકો સાથે ફ્રેન્ચમાં વાત કરે છે. બ્રેટનનું અસ્તિત્વ—ફ્રેન્ચ તત્ત્વોથી પરિપ્લાવિત સ્વરૂપે પણ—આજે ટક્યું છે, કારણ કે એક વિશિષ્ટ ભાષા (special language) તરીકે એનો આજે ઉપયોગ થાય છે. પણ કાળક્રમે એ લુપ્ત થઈ જશે એમાં શંકા નથી. વસ્તુતઃ તો બ્રિટ્ટનીના કેટલાક ભાગોમાંથી તો એ લુપ્ત થવા લાગી જ છે.૪૧  
આ રીતે ઇંગ્લાંડમાંથી મધ્યયુગોમાં ડેવનશાયર આદિ ભાગમાં વ્યાપકપણે બોલાતી કૉર્નિશ (Cornish) નામની કૅલ્ટિક બોલી લુપ્ત થઈ ગઈ છે.  
આ રીતે ઇંગ્લાંડમાંથી મધ્યયુગોમાં ડેવનશાયર આદિ ભાગમાં વ્યાપકપણે બોલાતી કૉર્નિશ (Cornish) નામની કૅલ્ટિક બોલી લુપ્ત થઈ ગઈ છે.  
૪૧ સરખાવો: Vendryes, op. cit., pp. 285-286.

ગુજરાત રાજ્યમાં જામનગર આદિ ઉત્તર સૌરાષ્ટ્રના પ્રદેશમાં ભાટિયા વગેરે કોમોમાં બોલાતી ‘હાલાઈ’ (કચ્છીને મળતી) બોલી હવે લગભગ લુપ્ત થઈ ગઈ છે; આસપાસ વ્યાપકપણે બોલાતી સૌરાષ્ટ્રી (ઉત્તર સૌરાષ્ટ્રી) બોલીના ધસારા સામે એ ટકી શકી નથી. તો, શાળાઓ અને કૉલેજોમાં લિખિત રૂપની સાર્વત્રિક, શિષ્ટમાન્ય ગુજરાતી વર્ષો સુધી શીખવાથી સૌરાષ્ટ્રીની વિશિષ્ટતાઓ પણ નવી પેઢીની ભાષામાંથી ઘસાતી ચાલી છે.

મુંબઈમાં જ્યાં બજારોમાં પહેલાં કચ્છી પુષ્કળ સંભળાતી, ત્યાં હવે એની વ્યાપકતા ઘણી ઘટી ગઈ છે; જૂની પેઢીના માણસો જેટલી નવી પેઢીના યુવાનોમાં એ હવે સંભળાતી નથી. તો મહારાષ્ટ્રમાં કોંકણપટ્ટીની સ્થાનિક બોલીમાં ‘કોંકણી’ની સ્થિતિ બરાબર બ્રેટન જેવી થઈ ગઈ છે. ભદ્રવર્ગની શિષ્ટ મરાઠીના આક્રમણ સામે કોંકણી દબાઈ ગઈ છે; માત્ર એક વિશિષ્ટ ભાષા તરીકે એનું અસ્તિત્વ રહ્યું છે. કોંકણી, કચ્છી અને હાલાઈ ભાષાઓને ઘણા સમય સુધી લિખિત રૂપ પ્રાપ્ત નહોતું એથી એનું વિશિષ્ટ વ્યક્તિત્વ, આંતરસત્ત્વ ખીલ્યું નહીં હોય એવું અનુમાન થઈ શકે.

ભાષાઓ કે બોલીઓ ક્યારે લુપ્ત થઈ ગણાય એનો અહીં વિચાર કરવો ઘટે છે. ઉ. ત. ઇંગ્લાંડમાં કૉર્નવૉલની ભાષામાં કૉર્નિશ શબ્દો તો આવ્યા હોય જ, પણ એની કેટલીક ભાષાછટામાં પુરાતન કૉર્નિશ ભાષાનાં તત્ત્વો નજરે પડે છે. બ્રિટ્ટનીમાં બોલાતી ફ્રેન્ચ ઉપર ‘બ્રેટન’ની અને આયર્લેન્ડમાં બોલાતી અંગ્રેજી ઉપર આઇરિશની અસર વરતાય છે. ઉ. ત. બ્રિટ્ટનીમાં ફ્રેન્ચનું ઉચ્ચારણ (accent) ‘બ્રેટન’ ભાષાની રીતે થાય છે. આયર્લેન્ડમાં બોલાતા અંગ્રેજીમાં પ્રાચીન આઈરિશ પ્રયોગોની છાયા હોય છે. ઉ. ત. શિષ્ટ અંગ્રેજી ‘from you’ ને બદલે આઈરિશ અંગ્રેજીમાં ‘of you’; શિષ્ટ અંગ્રેજી ‘with’ ને બદલે ‘against’; શિષ્ટ અંગ્રેજી ‘how’ ને બદલે ‘what way’, ઈ૰ બોલાય છે. આમ, ‘બ્રેટન’ ઉપર ફ્રેન્ચની અને આઈરિશના ઉપર અંગ્રેજીની ગાઢ છાયા પડેલી હોવા છતાં, ઊલટપક્ષે, એ બંને ભાષાઓની આક્રમક ભાષાઓ (ફ્રેન્ચ અને અંગ્રેજી) ઉપર પણ ઠીક ઠીક અસર પડી છે.૪૨
ભાષાઓ કે બોલીઓ ક્યારે લુપ્ત થઈ ગણાય એનો અહીં વિચાર કરવો ઘટે છે. ઉ. ત. ઇંગ્લાંડમાં કૉર્નવૉલની ભાષામાં કૉર્નિશ શબ્દો તો આવ્યા હોય જ, પણ એની કેટલીક ભાષાછટામાં પુરાતન કૉર્નિશ ભાષાનાં તત્ત્વો નજરે પડે છે. બ્રિટ્ટનીમાં બોલાતી ફ્રેન્ચ ઉપર ‘બ્રેટન’ની અને આયર્લેન્ડમાં બોલાતી અંગ્રેજી ઉપર આઇરિશની અસર વરતાય છે. ઉ. ત. બ્રિટ્ટનીમાં ફ્રેન્ચનું ઉચ્ચારણ (accent) ‘બ્રેટન’ ભાષાની રીતે થાય છે. આયર્લેન્ડમાં બોલાતા અંગ્રેજીમાં પ્રાચીન આઈરિશ પ્રયોગોની છાયા હોય છે. ઉ. ત. શિષ્ટ અંગ્રેજી ‘from you’ ને બદલે આઈરિશ અંગ્રેજીમાં ‘of you’; શિષ્ટ અંગ્રેજી ‘with’ ને બદલે ‘against’; શિષ્ટ અંગ્રેજી ‘how’ ને બદલે ‘what way’, ઈ૰ બોલાય છે. આમ, ‘બ્રેટન’ ઉપર ફ્રેન્ચની અને આઈરિશના ઉપર અંગ્રેજીની ગાઢ છાયા પડેલી હોવા છતાં, ઊલટપક્ષે, એ બંને ભાષાઓની આક્રમક ભાષાઓ (ફ્રેન્ચ અને અંગ્રેજી) ઉપર પણ ઠીક ઠીક અસર પડી છે.૪૨<ref>૪૨ સરખાવોઃ Vendryes, op. cit., p. 288.</ref>
આ રીતે જ કચ્છી-હાલાઈની સૌરાષ્ટ્રી ઉપર અસર પડી છે. ઉ. ત. સૌરાષ્ટ્રી ભાષામાં આજે વ્યાપકપણે વપરાતા ‘માથે’, ‘વયો ગયો’ આદિ ઘણા પ્રયોગોમાં मध्ये, वीओ આદિ કચ્છી(-સિંધી) પ્રયોગોની અસર સંભવે છે.
આ રીતે જ કચ્છી-હાલાઈની સૌરાષ્ટ્રી ઉપર અસર પડી છે. ઉ. ત. સૌરાષ્ટ્રી ભાષામાં આજે વ્યાપકપણે વપરાતા ‘માથે’, ‘વયો ગયો’ આદિ ઘણા પ્રયોગોમાં मध्ये, वीओ આદિ કચ્છી(-સિંધી) પ્રયોગોની અસર સંભવે છે.
જ્યાં સુધી આક્રમક ભાષામાં આવા પ્રયોગો વપરાશમાં ચાલુ રહે ત્યાં સુધી મૂળ ભાષાનું અસ્તિત્વ છે એમ ગણાય.
જ્યાં સુધી આક્રમક ભાષામાં આવા પ્રયોગો વપરાશમાં ચાલુ રહે ત્યાં સુધી મૂળ ભાષાનું અસ્તિત્વ છે એમ ગણાય.
મેય્યે જેવા ભાષાશાસ્ત્રીઓ તો ભાષાઓ પરસ્પર સંપર્કે મિશ્રિત રૂપ ધારણ કરે છે એમ માનતા નથી. એમના મત પ્રમાણે કોઈપણ કાલબિંદુએ એક જ વિશિષ્ટ, સુવ્યક્ત ભાષાસ્વરૂપ બોલાતું હોય છે. ભાષાના સ્વરૂપનો વિકાસ થતાં પણ એનો પ્રવાહ અવિચ્છિન્ન રહે છે. આ દૃષ્ટિએ ફ્રેન્ચ એ લૅટિન ભાષાનું અને અંગ્રેજી એ જર્મૅનિક ભાષાનું કાળક્રમે સતત વિકાસ પામીને અર્વાચીન સ્થિતિએ પહોંચેલું સ્વરૂપ છે. એના વિકાસના પ્રત્યેક તબક્કે એના બોલનાર માણસો અવશ્ય હતા. એ પ્રમાણે અર્વાચીન ગુજરાતી ભાષા એ મૂળ પુરાતન ઇન્ડો – આર્યન (વૈદિક અને સંસ્કૃત ભાષાની સમકાલીન આર્ય કથ્ય ભાષા)માંથી પ્રાકૃત – અપભ્રંશ – જૂની ગુજરાતી આદિ સોપાનો દ્વારા વર્તમાન સ્વરૂપમાં અવતીર્ણ થઈ છે. એના પ્રત્યેક ક્રમના વક્તાઓ હતા; એની એકે એક વિકાસસ્થિતિનાં નિદર્શનો મળે છે.૪૩ એ રીતે એને એકજ વિકાસશીલ ભાષાના પ્રવાહ તરીકે ઓળખાવવામાં કશું અનુચિત નથી.
મેય્યે જેવા ભાષાશાસ્ત્રીઓ તો ભાષાઓ પરસ્પર સંપર્કે મિશ્રિત રૂપ ધારણ કરે છે એમ માનતા નથી. એમના મત પ્રમાણે કોઈપણ કાલબિંદુએ એક જ વિશિષ્ટ, સુવ્યક્ત ભાષાસ્વરૂપ બોલાતું હોય છે. ભાષાના સ્વરૂપનો વિકાસ થતાં પણ એનો પ્રવાહ અવિચ્છિન્ન રહે છે. આ દૃષ્ટિએ ફ્રેન્ચ એ લૅટિન ભાષાનું અને અંગ્રેજી એ જર્મૅનિક ભાષાનું કાળક્રમે સતત વિકાસ પામીને અર્વાચીન સ્થિતિએ પહોંચેલું સ્વરૂપ છે. એના વિકાસના પ્રત્યેક તબક્કે એના બોલનાર માણસો અવશ્ય હતા. એ પ્રમાણે અર્વાચીન ગુજરાતી ભાષા એ મૂળ પુરાતન ઇન્ડો – આર્યન (વૈદિક અને સંસ્કૃત ભાષાની સમકાલીન આર્ય કથ્ય ભાષા)માંથી પ્રાકૃત – અપભ્રંશ – જૂની ગુજરાતી આદિ સોપાનો દ્વારા વર્તમાન સ્વરૂપમાં અવતીર્ણ થઈ છે. એના પ્રત્યેક ક્રમના વક્તાઓ હતા; એની એકે એક વિકાસસ્થિતિનાં નિદર્શનો મળે છે.૪૩<ref>૪૩ જુઓઃ પાછળ પૃ. 65.</ref> એ રીતે એને એકજ વિકાસશીલ ભાષાના પ્રવાહ તરીકે ઓળખાવવામાં કશું અનુચિત નથી.
 
૪૨ સરખાવોઃ Vendryes, op. cit., p. 288.
૪૩ જુઓઃ પાછળ પૃ. 65.

આદાનપ્રદાનમાં ભાષાનાં વિવિધ તત્ત્વોનાં મહત્ત્વનું તારતમ્ય –
આદાનપ્રદાનમાં ભાષાનાં વિવિધ તત્ત્વોનાં મહત્ત્વનું તારતમ્ય –
ભાષાઓની પરસ્પર અસર વિષે વિચાર કરતાં શબ્દોનાં આદાનપ્રદાનને લક્ષમાં લેવાની આવશ્યકતા નથી.૪૪ ઉ. ત. ફ્રેન્ચ ભાષામાં રમતગમતોના અંગ્રેજી શબ્દો પુષ્કળ વપરાય છે; છતાં એટલાથીજ અંગ્રેજીની ફ્રેન્ચ ઉપર નોંધપાત્ર અસર પડી છે એમ કહી શકાય નહીં. એજ પ્રકારે ગુજરાતીમાં અનેક ફારસી-અરબી શબ્દો ઘર કરી ગયા છે, અને સંખ્યાબંધ અંગ્રેજી શબ્દો વ્યાપકપણે પ્રયોજાય છે, છતાં એ બંને ભાષાઓની એવી કોઈ તાત્ત્વિક અસર ગુજરાતી ઉપર થઈ નથી.
બીજા પ્રકારનાં આદાનપ્રદાન—ખાસ કરીને એક ભાષાની વિશિષ્ટ વાક્યરચનાનો અન્ય ભાષામાં સ્વીકાર—ભાષાના આદાન-પ્રદાનમાં વધારે મહત્ત્વની વસ્તુ છે. ઉ. ત. કોઈ ન્હાનો અંગ્રેજ વિદ્યાર્થી ઈટાલિઅનમાં (શુદ્ધ રચના ‘dammi la mia vacca’ ને બદલે) ‘da mihi mea vacca’ કહે ત્યારે એની મનોભૂમિકામાં રહેલી અંગ્રેજી વાક્યરચના ‘give me my cow’ નું શબ્દશઃ રૂપાન્તર કરતો હોય છે. અનિર્બન્ધ પદક્રમવાળી સ્લાવોનિક (Slavonic) ભાષાની અસરથી કોઈ ઑસ્ટ્રીઅન-જર્મન શિષ્ટ જર્મન રચના ‘Ich wünsch Ihnen guten Morgen’ ને બદલે ‘guten Morgen wünsch’ ich Ihnen’ (=‘good morning wish I you’) કહે તેમાં સ્લાવોનિક ભાષાની વાક્યરચનાનો જર્મન ઉપર અધ્યારોપ થયેલો છે.૪૫ ગુજરાતીમાં કર્મણિ રચના અને શક્યાર્થનો પ્રચાર એ અંગ્રેજી વાક્યરચનાની અસર છે. ઉ. ત. ‘એ મારાથી કરાયું છે’ (કર્મણિ પ્રયોગ) એ ‘It is done by me’, એ વાક્યરચનાનું સીધું રૂપાન્તર છે. ગુજરાતી ભાષાની પ્રકૃતિ અનુસાર તો ‘આ મેં કર્યું છે’ એ જાતે જ કર્મણિ રચના છે. (સરખાવો: ‘मइं भणिअ तुहुं’, ‘मइ जाणिउं’ ઇ૰ અનેક અપભ્રંશ પ્રયોગો). એ જ પ્રમાણે ગુજરાતી શક્યાર્થની ઉત્પત્તિ પણ અંગ્રેજી વાક્યરચનાની અસરને કારણે છે. ‘I cannot say’ જેવી રચનાઓમાંથી અર્વાચીન ગુજરાતીમાં ‘મારાથી કહી શકાતું નથી’ જેવી વાક્યરચના ઉત્ક્રાન્ત થઈ લાગે છે, કારણ કે ૧૫મા-૧૬મા શતકની ગુજરાતી ભાષામાં તો આને સ્થાને ‘मेंथी कह्युं नव जाय’ જેવા પ્રયોગો મળે છે.૪૬ અર્વાચીન ગુજરાતીમાં કેટલીક વાર વર્તમાનમાં ચાલુ ક્રિયા આવી રીતે દર્શાવાય છે: ‘આશ્રમવાસીઓ ઘણાં વર્ષોથી રચનાત્મક કામ કરી રહ્યા છે.’ આ પ્રયોગ સ્પષ્ટપણે જ હિંદીમાંથી આયાત થયેલો છે (ઉ. ત. आश्रमवासीयों बहुत सालों से रचनात्मक कार्य कर रहे हैं ।), અને ઘણું કરીને ગાંધીજી દ્વારા એ આવ્યો છે. ગુજરાતી ભાષાના સ્વાભાવિક આંતર સ્વરૂપ (genius) અનુસાર તો એવો પ્રયોગ માત્ર પૂર્ણ ક્રિયા જ (=‘કામ પૂર્ણ કરી નાંખ્યું છે’) દર્શાવી શકે.

૪૪ સરખાવો: “Thus vocabulary borrowings, no matter how extensive they may be, remain in a certain sense outside the language.” — Vendryes, op. cit., p. 289.
ભાષાઓની પરસ્પર અસર વિષે વિચાર કરતાં શબ્દોનાં આદાનપ્રદાનને લક્ષમાં લેવાની આવશ્યકતા નથી.૪૪<ref>૪૪ સરખાવો: “Thus vocabulary borrowings, no matter how extensive they may be, remain in a certain sense outside the language.” — Vendryes, op. cit., p. 289.</ref> ઉ. ત. ફ્રેન્ચ ભાષામાં રમતગમતોના અંગ્રેજી શબ્દો પુષ્કળ વપરાય છે; છતાં એટલાથીજ અંગ્રેજીની ફ્રેન્ચ ઉપર નોંધપાત્ર અસર પડી છે એમ કહી શકાય નહીં. એજ પ્રકારે ગુજરાતીમાં અનેક ફારસી-અરબી શબ્દો ઘર કરી ગયા છે, અને સંખ્યાબંધ અંગ્રેજી શબ્દો વ્યાપકપણે પ્રયોજાય છે, છતાં એ બંને ભાષાઓની એવી કોઈ તાત્ત્વિક અસર ગુજરાતી ઉપર થઈ નથી.
૪૫ સરખાવોઃ Vendryes, op. cit., p. 290.
બીજા પ્રકારનાં આદાનપ્રદાન—ખાસ કરીને એક ભાષાની વિશિષ્ટ વાક્યરચનાનો અન્ય ભાષામાં સ્વીકાર—ભાષાના આદાન-પ્રદાનમાં વધારે મહત્ત્વની વસ્તુ છે. ઉ. ત. કોઈ ન્હાનો અંગ્રેજ વિદ્યાર્થી ઈટાલિઅનમાં (શુદ્ધ રચના ‘dammi la mia vacca’ ને બદલે) ‘da mihi mea vacca’ કહે ત્યારે એની મનોભૂમિકામાં રહેલી અંગ્રેજી વાક્યરચના ‘give me my cow’ નું શબ્દશઃ રૂપાન્તર કરતો હોય છે. અનિર્બન્ધ પદક્રમવાળી સ્લાવોનિક (Slavonic) ભાષાની અસરથી કોઈ ઑસ્ટ્રીઅન-જર્મન શિષ્ટ જર્મન રચના ‘Ich wünsch Ihnen guten Morgen’ ને બદલે ‘guten Morgen wünsch’ ich Ihnen’ (=‘good morning wish I you’) કહે તેમાં સ્લાવોનિક ભાષાની વાક્યરચનાનો જર્મન ઉપર અધ્યારોપ થયેલો છે.૪૫<ref>૪૫ સરખાવોઃ Vendryes, op. cit., p. 290.</ref> ગુજરાતીમાં કર્મણિ રચના અને શક્યાર્થનો પ્રચાર એ અંગ્રેજી વાક્યરચનાની અસર છે. ઉ. ત. ‘એ મારાથી કરાયું છે’ (કર્મણિ પ્રયોગ) એ ‘It is done by me’, એ વાક્યરચનાનું સીધું રૂપાન્તર છે. ગુજરાતી ભાષાની પ્રકૃતિ અનુસાર તો ‘આ મેં કર્યું છે’ એ જાતે જ કર્મણિ રચના છે. (સરખાવો: ‘मइं भणिअ तुहुं’, ‘मइ जाणिउं’ ઇ૰ અનેક અપભ્રંશ પ્રયોગો). એ જ પ્રમાણે ગુજરાતી શક્યાર્થની ઉત્પત્તિ પણ અંગ્રેજી વાક્યરચનાની અસરને કારણે છે. ‘I cannot say’ જેવી રચનાઓમાંથી અર્વાચીન ગુજરાતીમાં ‘મારાથી કહી શકાતું નથી’ જેવી વાક્યરચના ઉત્ક્રાન્ત થઈ લાગે છે, કારણ કે ૧૫મા-૧૬મા શતકની ગુજરાતી ભાષામાં તો આને સ્થાને ‘मेंथी कह्युं नव जाय’ જેવા પ્રયોગો મળે છે.૪૬<ref>૪૬ સરખાવો: ‘ए वडु रोस न सहिणउ जाइ’ (= એ અત્યંત રોષ સહી શકાતો નથી); कान्हडदेप्रबन्ध ૧-૨૬. ‘पग मेल्हणउ न जाइ’ (= પગ મૂકી શકાતો નથી); कान्हडदेप्रबंध ૧-૨૧૫.</ref> અર્વાચીન ગુજરાતીમાં કેટલીક વાર વર્તમાનમાં ચાલુ ક્રિયા આવી રીતે દર્શાવાય છે: ‘આશ્રમવાસીઓ ઘણાં વર્ષોથી રચનાત્મક કામ કરી રહ્યા છે.’ આ પ્રયોગ સ્પષ્ટપણે જ હિંદીમાંથી આયાત થયેલો છે (ઉ. ત. आश्रमवासीयों बहुत सालों से रचनात्मक कार्य कर रहे हैं ।), અને ઘણું કરીને ગાંધીજી દ્વારા એ આવ્યો છે. ગુજરાતી ભાષાના સ્વાભાવિક આંતર સ્વરૂપ (genius) અનુસાર તો એવો પ્રયોગ માત્ર પૂર્ણ ક્રિયા જ (=‘કામ પૂર્ણ કરી નાંખ્યું છે’) દર્શાવી શકે.
૪૬ સરખાવો: ‘ए वडु रोस न सहिणउ जाइ’ (= એ અત્યંત રોષ સહી શકાતો નથી); कान्हडदेप्रबन्ध ૧-૨૬. ‘पग मेल्हणउ न जाइ’ (= પગ મૂકી શકાતો નથી); कान्हडदेप्रबंध ૧-૨૧૫.

કોઈક વાર કેવળ શબ્દો કે આવી વાક્યરચનાપદ્ધતિ ઉપરાંત સંબંધતત્ત્વ પણ અન્ય ભાષામાંથી આયાત થાય છે. ઉ. ત. મેંગલોરમાં બોલાતી પોર્ટુગીઝ ભાષામાં અંગ્રેજીમાંથી પ્રથમ ‘governor’s casa’ (= the governor’s house) એ પ્રયોગ આયાત થયો, અને પછી તો પોર્ટુગીઝ શબ્દને જ અંગ્રેજી ષષ્ઠી પ્રત્યય (’s) લગાડીને governador’s casa એમ કહેવાનું શરૂ થયું. ગુજરાતમાં ગામડાંઓ ને કસબાઓમાં મુસલમાનો લગભગ સંપૂર્ણપણે ગુજરાતી શબ્દોને ઉર્દૂ પ્રત્યયો લગાડીને ઉર્દૂ સમી જણાતી, પણ વસ્તુતાએ ગુજરાતી ભાષા વાપરતા હોય છે. ઉ. ત. ‘अपणे पाणी पीणेका है’ (=‘આપણે પાણી પીવાનું છે’); ‘मेरे चोपडी वांचणी है’ (=‘મારે ચોપડી વાંચવાની છે’).

કેટલીક વાર સમીપસ્થ પ્રદેશોની ભાષામાં વિશિષ્ટ ધ્વનિઓ સમાન હોય છે. ઉ. ત. છેક ઉત્તર અને ઈશાન ગુજરાતમાં રાજસ્થાની – માળવીની અસરને કારણે શિષ્ટ ગુજરાતી ભાષાના સ્વરમધ્યવર્તી न ને સ્થાને ण બોલાતો સંભળાય છે. ઉ. ત. बणाव्युं (= શિ૰ ગુ૰ બનાવ્યું), नांणु (શિ૰ ગુ૰ ‘ન્હાનું’). આ જ રીતે ઉત્તર સૌરાષ્ટ્રની ભાષામાં य–શ્રુતિ પ્લાવિત સ્વરો સંભળાય છે (ઉ. ત. ‘इ वात्यमां स्यो माल छे?’), ત્યાં સિંધીની અસર સ્પષ્ટ છે. ભાષામાં આવા થોડાક જ પ્રયોગો મળતા હોય તો એને શબ્દ–ગ્રહણ (vocabulary–borrowing) માં ખપાવી શકાય; પરંતુ, જો આવા પ્રયોગો ભાષામાં વ્યાપકપણે સ્થિર થયા હોય તો એને ભાષાએ પ્રાપ્ત કરેલી નવીન પ્રયોગરચના ગણવી ઘટે.  

મિશ્ર ભાષાઓ (Mixed Languages) – એક ભાષામાંથી બીજી ભાષામાં આવા એટલા બધા પ્રયોગો ઊતરે કે બોલનાર પોતાની (મૂળ) ભાષા બોલે છે, કે (જેમાંથી પ્રયોગો આવ્યા છે તે) બીજી, એનો પણ સંશય પડે એવું બને. ત્યારે એ બંનેના સંકરમાંથી મિશ્ર ભાષા ઉદ્ભવે છે. આવી કેટલીક ભાષાઓ આજે પણ અસ્તિત્વમાં છે.  

યુરોપમાં ભટકતા જિપ્સી લોકોની રોમાની (Romany) ભાષા આ પ્રકારની મિશ્ર ભાષા છે. આર્મેનિયન જિપ્સીઓ રોમાની શબ્દોને આર્મેનિયન (Armenian) પ્રત્યયો લગાડે છે. ઈંગ્લાંડમાં પૂર્વે જિપ્સીઓ શુદ્ધ રોમાની ભાષા બોલતા: ઉ. ત. ‘Komóve te jal adré mi Duvelésko kēri kana mervóa.’ (=I wish to go to the house of God when I die). પણ પછી, ઉત્તરકાળમાં, એમણે રોમાની શબ્દોને અંગ્રેજી સંબંધતત્ત્વો લગાડવાં શરૂ કર્યાં. ઉ. ત. ઉપરના જ વાક્યનું ઉત્તરકાળમાં ‘I’d kom to jal adré mi Duvel’s ker when mandi mer’s.’ એમ રૂપાન્તર થયું.૪૭ આ પ્રકારની રચના જરા વિચિત્ર લાગે છે. એ ઉપરથી એ કેટલેક અંશે એક પ્રકારની કૃત્રિમ ભાષા છે એમ પણ શંકા પડે. કદાચ બોલનાર ગુપ્તતા જાળવવા ઈચ્છતો હોય એથી આર્મેનિયન અને અંગ્રેજી શબ્દોને સ્થાને રોમાની શબ્દો મૂકીને ભાષાને સાંકેતિક બનાવવાનો એનો પ્રયત્ન હોય એમ પણ બને. તો એમાં અન્ય ભાષાની અસર નહીં ગણાય, અને એ મિશ્ર ભાષાનો નમૂનો રહેશે નહીં.
યુરોપમાં ભટકતા જિપ્સી લોકોની રોમાની (Romany) ભાષા આ પ્રકારની મિશ્ર ભાષા છે. આર્મેનિયન જિપ્સીઓ રોમાની શબ્દોને આર્મેનિયન (Armenian) પ્રત્યયો લગાડે છે. ઈંગ્લાંડમાં પૂર્વે જિપ્સીઓ શુદ્ધ રોમાની ભાષા બોલતા: ઉ. ત. ‘Komóve te jal adré mi Duvelésko kēri kana mervóa.’ (=I wish to go to the house of God when I die). પણ પછી, ઉત્તરકાળમાં, એમણે રોમાની શબ્દોને અંગ્રેજી સંબંધતત્ત્વો લગાડવાં શરૂ કર્યાં. ઉ. ત. ઉપરના જ વાક્યનું ઉત્તરકાળમાં ‘I’d kom to jal adré mi Duvel’s ker when mandi mer’s.’ એમ રૂપાન્તર થયું.૪૭<ref>૪૭ સરખાવો: Vendryes, op. cit., p. 292.</ref> આ પ્રકારની રચના જરા વિચિત્ર લાગે છે. એ ઉપરથી એ કેટલેક અંશે એક પ્રકારની કૃત્રિમ ભાષા છે એમ પણ શંકા પડે. કદાચ બોલનાર ગુપ્તતા જાળવવા ઈચ્છતો હોય એથી આર્મેનિયન અને અંગ્રેજી શબ્દોને સ્થાને રોમાની શબ્દો મૂકીને ભાષાને સાંકેતિક બનાવવાનો એનો પ્રયત્ન હોય એમ પણ બને. તો એમાં અન્ય ભાષાની અસર નહીં ગણાય, અને એ મિશ્ર ભાષાનો નમૂનો રહેશે નહીં.
મિશ્ર ભાષાઓ સામાન્ય રીતે ખૂબ ઘસાઈ ગયેલી ભાષાઓ હોય છે. બે ભાષાઓ પરસ્પર એવા ઘનિષ્ઠ સંપર્કમાં આવે કે એને પરિણામે એ બંનેની લાક્ષણિક વિશિષ્ટતાઓ લુપ્ત થઇ જાય, અને બંનેનાં કેવળ સામાન્ય પ્રકારનાં લક્ષણોનો શંભુમેળો થઈ એક ભાષાસ્વરૂપ બની જાય.  

૪૭ સરખાવો: Vendryes, op. cit., p. 292.
બે પાસેપાસે વસતી પ્રજાઓને ધંધા અર્થે અતિ નિકટ આવવાનું બને તો આવી રીતે મિશ્ર ભાષા સરજાય છે. ઉ. ત. કૉકેસસના પ્રદેશમાં વસતી પ્રજામાં તાર્તર (Tartar), આર્મેનિઅન, જ્યોર્જિઅન (Georgian) સિરકૅસ્સિઅન (Circassian) આદિ ભાષાઓની એટલી બધી પરસ્પર મિશ્ર બોલીઓ બોલાય છે કે ભાષાશાસ્ત્રીઓને પણ તેમનાં મૂળ શોધવાં મુશ્કેલ પડે. આવી મિશ્રબોલીઓમાં રૂપબંધ (morphology)નું સરલીકરણ (simplification) ધ્યાન ખેંચતું તત્ત્વ છે. પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ગ્રિમ્મે (Grimm) ઓગણીસમા સૈકાને પ્રારંભે જ દર્શાવ્યું હતું કે ભાષાઓના સંઘર્ષને પરિણામે સૌ પ્રથમ તેમનું વ્યાકરણ (રૂપરચના) લુપ્ત થઈ જાય છે. આવું બનવું જ જોઈએ એમ ન કહી શકાય; તોપણ સામાન્ય રીતે એમ બને છે એ નિર્વિવાદ છે. એમાંયે, જે ભાષાઓનો વિદેશમાં પ્રસાર થાય છે તેમની કેટલીક લાક્ષણિક વિશિષ્ટતાઓ તે તે દેશોની અત્યંત વિભિન્ન પ્રકારની સ્થાનિક ભાષાઓની અસરને કારણે જલદી લુપ્ત થઈ જાય છે એમ બન્યું છે. આ રીતે પ્રાચીન ગ્રીક ઉપનિવેશોની ભાષામાં રાજધાનીની ગ્રીક ભાષા કરતાં રૂપરચનામાં સવિશેષ સરળતા અને ઘણા વિશિષ્ટ ધ્વનિઓનો લોપ થયેલો નજરે પડે છે.૪૮<ref>૪૮ સરખાવો: Vendryes, op. cit., p. 294.</ref> ઉપનિવેશોમાં નવીન પ્રજાઓ ગ્રીક બોલતી થઈ એમણે ઘણા નવતર પ્રયોગો પ્રચલિત કર્યા, જે ધીરે ધીરે ત્યાંની
 
બે પાસેપાસે વસતી પ્રજાઓને ધંધા અર્થે અતિ નિકટ આવવાનું બને તો આવી રીતે મિશ્ર ભાષા સરજાય છે. ઉ. ત. કૉકેસસના પ્રદેશમાં વસતી પ્રજામાં તાર્તર (Tartar), આર્મેનિઅન, જ્યોર્જિઅન (Georgian) સિરકૅસ્સિઅન (Circassian) આદિ ભાષાઓની એટલી બધી પરસ્પર મિશ્ર બોલીઓ બોલાય છે કે ભાષાશાસ્ત્રીઓને પણ તેમનાં મૂળ શોધવાં મુશ્કેલ પડે. આવી મિશ્રબોલીઓમાં રૂપબંધ (morphology)નું સરલીકરણ (simplification) ધ્યાન ખેંચતું તત્ત્વ છે. પ્રસિદ્ધ ભાષાશાસ્ત્રી ગ્રિમ્મે (Grimm) ઓગણીસમા સૈકાને પ્રારંભે જ દર્શાવ્યું હતું કે ભાષાઓના સંઘર્ષને પરિણામે સૌ પ્રથમ તેમનું વ્યાકરણ (રૂપરચના) લુપ્ત થઈ જાય છે. આવું બનવું જ જોઈએ એમ ન કહી શકાય; તોપણ સામાન્ય રીતે એમ બને છે એ નિર્વિવાદ છે. એમાંયે, જે ભાષાઓનો વિદેશમાં પ્રસાર થાય છે તેમની કેટલીક લાક્ષણિક વિશિષ્ટતાઓ તે તે દેશોની અત્યંત વિભિન્ન પ્રકારની સ્થાનિક ભાષાઓની અસરને કારણે જલદી લુપ્ત થઈ જાય છે એમ બન્યું છે. આ રીતે પ્રાચીન ગ્રીક ઉપનિવેશોની ભાષામાં રાજધાનીની ગ્રીક ભાષા કરતાં રૂપરચનામાં સવિશેષ સરળતા અને ઘણા વિશિષ્ટ ધ્વનિઓનો લોપ થયેલો નજરે પડે છે.૪૮ ઉપનિવેશોમાં નવીન પ્રજાઓ ગ્રીક બોલતી થઈ એમણે ઘણા નવતર પ્રયોગો પ્રચલિત કર્યા, જે ધીરે ધીરે ત્યાંની
શિષ્ટ ગ્રીક ભાષામાં પણ પેસી ગયા.
શિષ્ટ ગ્રીક ભાષામાં પણ પેસી ગયા.
આ જ પ્રકારે સંસ્કૃતમાં પણ દ્રાવિડી વગેરે અન્ય પ્રજાઓના સંપર્કને કારણે ભૂતકાળ દર્શાવવાને કર્મણિ ભૂતકૃદંતનો વ્યાપક પ્રયોગ (ઉ. ત. सः गतः), વિસ્તૃત ભૂતકાળ (Periphrastic Perfect) (ઉ. ત. कारयामास प्रभ्रंशयांचकार, ઈ૰) ઈ૰ અનેક રચનાઓ પ્રવેશી છે.

કોઈકવાર ઘણી ભાષાઓનું સમાન પ્રમાણમાં સંમિશ્રણ થઈને કોઈ ભાષા નિર્માણ થાય છે. ઉ. ત. ભૂમધ્ય સમુદ્રનાં બંદરોમાં બોલાતી ‘સાબિર’ (Sabir) ભાષામાં ફ્રેન્ચ, સ્પૅનિશ, ગ્રીક, ઈટાલિયન અને અરબીનું મિશ્રણ છે. આમાંની પ્રત્યેક ભાષામાંથી એમાં શબ્દો લેવામાં આવ્યા છે; તો એમની દરેકની વિશિષ્ટ વ્યાકરણરચના (grammatical peculiarities) નો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવ્યો છે.

૪૮ સરખાવો: Vendryes, op. cit., p. 294.
દૂર પૂર્વનાં બંદરોમાં૪૯ પિડજિન અંગ્રેજી (Pidgin English) બોલાય છે, અને આફ્રિકાની સિએરા લિઓનિ (Sierra Leone)માં ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી (Broken English) બોલાય છે, તે પણ સાબિરના જેવી મિશ્ર ભાષાઓ છે.
પિડજિન અંગ્રેજીના૫૦ પાયામાં ચીની ભાષાસ્વરૂપ રહેલું છે. ચીની ભાષામાં ઓછામાં ઓછું વ્યાકરણતત્ત્વ છે; તેમ અંગ્રેજીમાં પણ વ્યાકરણતત્ત્વ અતિ મિત પ્રમાણમાં છે. એથી અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીને ચીની વાક્યરચના બનાવવી ઘણી સુગમ થઈ પડે છે. પિડજિન અંગ્રેજીમાં સંબંધતત્ત્વોનો અભાવ હોય છે અને પદક્રમ ચીની ભાષા અનુસાર હોય છે. એમાં કેટલાક શબ્દો ચીની જ હોય છે—ઉ. ત. ‘chow chow’ (=food, to eat), ‘amah’ (=nurse), ‘taipan’ (=a boss); તેમ અંગ્રેજી શબ્દોનાં લાક્ષણિક ચીની ઉચ્ચારણ થાય છે, ઉ. ત. ‘plopa’ (=proper), ‘flin’ (= friend), ‘melican’ (American). ક્રિયાપદને ee પદાન્ત (endings) લગાડવામાં આવ્યાં હોય છે. ઉ. ત. ‘makee’ (= to make), ‘tinkee’ (= to think). નીચેના ઉદાહરણથી ચીની Pidgin English ના સ્વરૂપનો વિશેષ ખ્યાલ આવશે:

૪૯ બ્લૂમફિલ્ડે દક્ષિણ મહાસાગરના ટાપુઓમાં બોલાતી અંગ્રેજી (Beach-la-Mar)નું એક ઉદાહરણ આપ્યું છેઃ
દૂર પૂર્વનાં બંદરોમાં૪૯<ref>૪૯ બ્લૂમફિલ્ડે દક્ષિણ મહાસાગરના ટાપુઓમાં બોલાતી અંગ્રેજી (Beach-la-Mar)નું એક ઉદાહરણ આપ્યું છેઃ<br>
`Kai-kai he finish?’ (= Is dinner ready?)
`Kai-kai he finish?’ (= Is dinner ready?)<br>
`You not like soup? He plenty good kai-kai.’
`You not like soup? He plenty good kai-kai.’<br>
(= Don’t you like the soup? It is very good?
(= Don’t you like the soup? It is very good?<br>
-- Bloomfield Langauge, p. 472
-- Bloomfield Langauge, p. 472</ref> પિડજિન અંગ્રેજી (Pidgin English) બોલાય છે, અને આફ્રિકાની સિએરા લિઓનિ (Sierra Leone)માં ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી (Broken English) બોલાય છે, તે પણ સાબિરના જેવી મિશ્ર ભાષાઓ છે.
૫૦ સરખાવોઃ ``Pidgin is… the lingua franca of a goodly portion of the Pecific lands, and an estimated 30 to 50 million people speak some of it, either solely or as an adjunct to their native tongues… Known as `business’ language; the closest a Chinese could come to pronouncing `business’ was `bishin’ or `bijin’ – eventually `pidgin’.’’
પિડજિન અંગ્રેજીના૫૦<ref>૫૦ સરખાવોઃ ``Pidgin is… the lingua franca of a goodly portion of the Pecific lands, and an estimated 30 to 50 million people speak some of it, either solely or as an adjunct to their native tongues… Known as `business’ language; the closest a Chinese could come to pronouncing `business’ was `bishin’ or `bijin’ – eventually `pidgin’.’’<br>
-- Gary Jennings, ``The `can-do’ Language,’’ pub. `Harper’s Magazine’, 1963.
{{right|-- Gary Jennings, ``The `can-do’ Language,’’ pub. `Harper’s Magazine’, 1963.}}</ref> પાયામાં ચીની ભાષાસ્વરૂપ રહેલું છે. ચીની ભાષામાં ઓછામાં ઓછું વ્યાકરણતત્ત્વ છે; તેમ અંગ્રેજીમાં પણ વ્યાકરણતત્ત્વ અતિ મિત પ્રમાણમાં છે. એથી અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીને ચીની વાક્યરચના બનાવવી ઘણી સુગમ થઈ પડે છે. પિડજિન અંગ્રેજીમાં સંબંધતત્ત્વોનો અભાવ હોય છે અને પદક્રમ ચીની ભાષા અનુસાર હોય છે. એમાં કેટલાક શબ્દો ચીની જ હોય છે—ઉ. ત. ‘chow chow’ (=food, to eat), ‘amah’ (=nurse), ‘taipan’ (=a boss); તેમ અંગ્રેજી શબ્દોનાં લાક્ષણિક ચીની ઉચ્ચારણ થાય છે, ઉ. ત. ‘plopa’ (=proper), ‘flin’ (= friend), ‘melican’ (American). ક્રિયાપદને ee પદાન્ત (endings) લગાડવામાં આવ્યાં હોય છે. ઉ. ત. ‘makee’ (= to make), ‘tinkee’ (= to think). નીચેના ઉદાહરણથી ચીની Pidgin English ના સ્વરૂપનો વિશેષ ખ્યાલ આવશે:

“Chainaman he makee allotim so-fashee China-side. Supposey one piece fata flog he bull-chilo, supposey that chilo too muchee largo man, all-same olo man—he must catchee floggum, no other ting can do.”

(અંગ્રેજી અનુવાદ: “A Chinaman always acts in this way in China. Suppose a father wants to flog his son; if that child is as big as a grown man, the father must catch him to flog him. He can’t do anything else.”૫૧
(અંગ્રેજી અનુવાદ: “A Chinaman always acts in this way in China. Suppose a father wants to flog his son; if that child is as big as a grown man, the father must catch him to flog him. He can’t do anything else.”૫૧<ref>૫૧ સરખાવો: Encyclopaedia Britannica, (1946), Vol 17, pp. 914A.</ref>
ઉત્તર ઑસ્ટ્રેલિયામાં બોલાતી Australian Pidginનો નીચેનો નમૂનો જુઓ. એ ચીની ‘પિડજિન’થી વિભિન્ન સ્વરૂપનો છે.
ઉત્તર ઑસ્ટ્રેલિયામાં બોલાતી Australian Pidginનો નીચેનો નમૂનો જુઓ. એ ચીની ‘પિડજિન’થી વિભિન્ન સ્વરૂપનો છે.
“Big Name watchem sheepysheep. No more belly cry fella hab. Big Name makum camp alonga grass. Big Boss longa sky makum inside glad.”
“Big Name watchem sheepysheep. No more belly cry fella hab. Big Name makum camp alonga grass. Big Boss longa sky makum inside glad.”
(અંગ્રેજી અનુવાદ: “The Lord is my shepherd. I shall not want. He maketh me to lie down in green pastures. He restoreth my soul.”૫૨
(અંગ્રેજી અનુવાદ: “The Lord is my shepherd. I shall not want. He maketh me to lie down in green pastures. He restoreth my soul.”૫૨<ref>પર સરખાવો: E. Sheappard Sayer, Pidgin English, cited by Encyclopaedia Britannica, Vol 17, pp. 914 A.</ref>
 
૫૧ સરખાવો: Encyclopaedia Britannica, (1946), Vol 17, pp. 914A.

‘ક્રેઓલ’ (Creole) બોલીઓ પણ મિશ્ર ભાષાઓ જ ગણાય. એમના પાયામાં ફ્રેન્ચ, સ્પૅનિશ કે અંગ્રેજી જેવી કોઈ યુરોપિયન ભાષા હોય છે; પણ એનું વ્યાકરણ લુપ્તવત્ હોય છે અને ભાષાનાં અન્ય અંગો – શબ્દાદિક - જાણે કણ કણ સમાં છૂટાં હોય છે. વિદેશી વેપારીઓ સાથે એમની ભાષામાં વાત કરવી ધંધા માટે અનિવાર્ય હોવાથી દેશીઓ (natives) તદ્દન ભાંગીતૂટી, શીર્ણવિશીર્ણ રૂપની પણ પોતાનું કામ સારે તેવી, વિદેશી ભાષા શીખ્યા, ને કાળક્રમે પોતાની ભાષા વિસારે પડી. આવી ‘ક્રેઓલ’ બોલી જીવનની મહત્ત્વની જરૂરિયાતો અને સામાન્ય વસ્તુઓ જ દર્શાવી શકતી; મૂળ ભાષાનું આંતર સત્ત્વ એમાં સદંતર લુપ્ત હતું. સમાજના નીચલા થરની એ બોલી હતી, જેને કદીએ વ્યવસ્થિત રીતે મૂળ વિદેશી ભાષા ગ્રહણ કરવાનો અવસર મળ્યો ન હતો. ડચ ગિઆનામાં Suriname માં બોલાતી ભાંગીતૂટી (creolized) અંગ્રેજી—જેને ‘Ningre Tongo કે ‘taki-taki’ કહે છે તેનું ઉદાહરણ જુઓ:

“ˈKom na ˈini:–sej. mi: sɛˈgi: ju wan ˈsani: fo: ju: de ˈnjam.” (= Come inside. I shall give you something to eat.)પ૩
“ˈKom na ˈini:–sej. mi: sɛˈgi: ju wan ˈsani: fo: ju: de ˈnjam.” (= Come inside. I shall give you something to eat.)પ૩<ref>પ૩  સરખાવો: Bloomfield, Language, p. 475.</ref>
આ સર્વ મિશ્ર ભાષાઓ—સાબિર, પિડજિન અંગ્રેજી, તૂટીફૂટી અંગ્રેજી, અને ક્રેઓલ બોલીઓ—ભાષાઓના સંકરનાં ઉદાહરણો છે.  
આ સર્વ મિશ્ર ભાષાઓ—સાબિર, પિડજિન અંગ્રેજી, તૂટીફૂટી અંગ્રેજી, અને ક્રેઓલ બોલીઓ—ભાષાઓના સંકરનાં ઉદાહરણો છે.  

વિજેતા પ્રજાનું પરાજિત પ્રજાની ભાષામાંથી આદાન – અહીં સુધી આપણે પરસ્પરના ઘનિષ્ઠ સંપર્કમાં રહેલી ભાષાઓના અરસપરસ આદાનપ્રદાન સંબંધે વિવેચન કર્યું. એક પ્રજા અન્ય પ્રજા ઉપર વિજય મેળવીને એ પ્રદેશમાં સ્થાયી થાય, કે કોઈક ઐતિહાસિક કે ભૌગોલિક કારણોથી કોઈ પ્રજા પોતાના મુલકમાંથી હિજરત કરીને અન્ય પ્રજાના દેશમાં જઈને વસે ત્યારે ભાષાઓનો આવો ઘનિષ્ઠ સંપર્ક થાય છે. ત્યારે ઘણુંખરું પરાજિત પ્રજાની ભાષા વિજેતાની ભાષામાંથી પુષ્કળ અંશો ગ્રહણ કરતી હોય છે, જે એના સ્વરૂપ ઉપર વ્યાપક અસર કરે છે. વિજેતા પ્રજાની ભાષા જો કાળક્રમે લુપ્ત ન થઈ જાય તો એમાં સંપર્કમાં આવેલી ભાષામાંથી થોડાક સાંસ્કૃતિક અંશો (cultural borrowings) માત્ર પ્રવિષ્ટ થાય છે. ઉ. ત. ઈંગ્લાંડની અંગ્રેજી ભાષામાં બ્રિટનની કેલ્ટિક (Celtic) ભાષામાંથી કેવળ થોડાંક સ્થળનામો પ્રવિષ્ટ થયાં છે. અમેરિકન અંગ્રેજીમાં ‘ઈન્ડિયન’ ભાષાઓમાંથી કેટલાંક સ્થળનામો આવ્યાં છે. ઉ. ત. Massachusetts, Illinois, Wisconsin, Chicago, ઈ૰. આ રીતે બોહેમિઆ (Bohemia) થી ઈંગ્લાંડ સુધીનાં કેટલાંયે સ્થળનામો કેલ્ટિક છે. (ઉ. ત. Vienna, Paris, London, ઈ૰); જ્યારે પૂર્વ જર્મનીમાં ઘણાં સ્થળનામો સ્લાવિક (Slavic) છે. (ઉ. ત Berlin, Leipzig, Dresden ઈ૰).૫૪<ref>૫૪ સરખાવો: Bloomfield, op. cit., p. 464.</ref>
પર સરખાવો: E. Sheappard Sayer, Pidgin English, cited by Encyclopaedia Britannica, Vol 17, pp. 914 A.
પ૩  સરખાવો: Bloomfield, Language, p. 475.
 
વિજેતા પ્રજાનું પરાજિત પ્રજાની ભાષામાંથી આદાન – અહીં સુધી આપણે પરસ્પરના ઘનિષ્ઠ સંપર્કમાં રહેલી ભાષાઓના અરસપરસ આદાનપ્રદાન સંબંધે વિવેચન કર્યું. એક પ્રજા અન્ય પ્રજા ઉપર વિજય મેળવીને એ પ્રદેશમાં સ્થાયી થાય, કે કોઈક ઐતિહાસિક કે ભૌગોલિક કારણોથી કોઈ પ્રજા પોતાના મુલકમાંથી હિજરત કરીને અન્ય પ્રજાના દેશમાં જઈને વસે ત્યારે ભાષાઓનો આવો ઘનિષ્ઠ સંપર્ક થાય છે. ત્યારે ઘણુંખરું પરાજિત પ્રજાની ભાષા વિજેતાની ભાષામાંથી પુષ્કળ અંશો ગ્રહણ કરતી હોય છે, જે એના સ્વરૂપ ઉપર વ્યાપક અસર કરે છે. વિજેતા પ્રજાની ભાષા જો કાળક્રમે લુપ્ત ન થઈ જાય તો એમાં સંપર્કમાં આવેલી ભાષામાંથી થોડાક સાંસ્કૃતિક અંશો (cultural borrowings) માત્ર પ્રવિષ્ટ થાય છે. ઉ. ત. ઈંગ્લાંડની અંગ્રેજી ભાષામાં બ્રિટનની કેલ્ટિક (Celtic) ભાષામાંથી કેવળ થોડાંક સ્થળનામો પ્રવિષ્ટ થયાં છે. અમેરિકન અંગ્રેજીમાં ‘ઈન્ડિયન’ ભાષાઓમાંથી કેટલાંક સ્થળનામો આવ્યાં છે. ઉ. ત. Massachusetts, Illinois, Wisconsin, Chicago, ઈ૰. આ રીતે બોહેમિઆ (Bohemia) થી ઈંગ્લાંડ સુધીનાં કેટલાંયે સ્થળનામો કેલ્ટિક છે. (ઉ. ત. Vienna, Paris, London, ઈ૰); જ્યારે પૂર્વ જર્મનીમાં ઘણાં સ્થળનામો સ્લાવિક (Slavic) છે. (ઉ. ત Berlin, Leipzig, Dresden ઈ૰).૫૪
પરાજિતનું વિજેતા ભાષામાંથી આદાન – અંગ્રેજીનું ઉદાહરણ –
પરાજિતનું વિજેતા ભાષામાંથી આદાન – અંગ્રેજીનું ઉદાહરણ –
આથી ઊલટું, પરાજિત પ્રજાની ભાષા જીવન્ત રહે તો એમાં સંપર્કમાં આવેલી તે તે આક્રમક પ્રજાઓની ભાષામાંથી
આથી ઊલટું, પરાજિત પ્રજાની ભાષા જીવન્ત રહે તો એમાં સંપર્કમાં આવેલી તે તે આક્રમક પ્રજાઓની ભાષામાંથી
પુષ્કળ અંશો ઊતર્યા હોય છે. અંગ્રેજી આ પ્રકારના આદાનનું એક જ્વલન્ત ઉદાહરણ છે. એમાં સૌથી પ્રથમ ભાષાના ઊગમકાળે, રોમન સામ્રાજ્યના યુગમાં, લૅટિન શબ્દો પ્રવેશ્યા. ઉ. ત. Wine (< લૅ. vinum), street (< લૅ. strata). એ પછી સાતમા શતકમાં પાદરીઓ દ્વારા church (< લૅ. cyriaca), bishop (< O. E. biscop < લૅ. episcopus) ઈ૰ શબ્દો આવ્યા.

૫૪ સરખાવો: Bloomfield, op. cit., p. 464.
નવમાથી અગિયારમા સૈકા સુધીમાં ડેનિશ આક્રમણો દરમિયાન અનેક સ્કૅન્ડિનેવિઅન (Scandinavian) શબ્દો અંગ્રેજીમાં પ્રવેશ્યા: ઉ. ત. they, them, their, are, call, die, hit, law, wrong; અને skirt, sky, skin જેવા અનેક sk–આરંભી શબ્દો.૫૫<ref>૫૫ સરખાવો: E. H. Sturtevant, An Introduction to Linguistic Science, p. 142.</ref> આ સર્વ પરકીય શબ્દો ભાષાના અંતસ્તલ સુધી પહોંચી ગયા છે એ નોંધવા જેવી બીના ગણાય.
 
નૉર્મન વિજય બાદ કેટલાયે સૈકાઓ સુધી ઈંગ્લાંડમાં ફ્રેન્ચનું વર્ચસ્વ હતું. ચૌદમા શતકમાં તો ઉચ્ચ સ્તરના અંગ્રેજો અંગ્રેજી ને ફ્રેન્ચ બંને ભાષાઓ સમાન રીતે જાણતા, કે છેવટ ફ્રેન્ચ આસાનીથી બોલી શકતા, જ્યારે સામાન્ય પ્રજા માત્ર અંગ્રેજી બોલતી. આ યુગમાં અનેક ફ્રેન્ચ શબ્દો અંગ્રેજીમાં પ્રવેશ્યા. ઉ. ત. state, crown, people, duke, court, judge, crime, prove, plea આદિ કાયદો અને રાજ્યવ્યવસ્થાના શબ્દો; war, battle, soldier, navy, enemy, march આદિ યુદ્ધને લગતા શબ્દો; religion, angel, saint, pray, virtue, grace, pity આદિ ધર્મને લગતા શબ્દો; falcon, scent, track, sport, dice, trump આદિ શિકાર અને રમતગમતના શબ્દો; glory, art, beauty, colour, figure, paint, arch ઈ૰ કલાને લગતા શબ્દો; chair, table, furniture, soup, jelly, boil, fry આદિ ગૃહજીવનને અંગેના શબ્દો; beef, pork, mutton ઈ૰ વિવિધ ખાદ્ય આમિષના શબ્દો (—જો કે એ પ્રાણીઓનાં નામો—ox, swine, sheep ઈ૰—અંગ્રેજી છે); અને છેલ્લે, John, James, Helen, ઈ૰ અનેક વ્યક્તિનામો (personal names).૫૬<ref>૫૬ સરખાવો: Bloomfield, op. cit., p. 465.</ref>  કોઈ કોઈ વાર સમાન અંગ્રેજી અને ફ્રેન્ચ નામો એક સાથે પ્રચલિત હોય છે: ઉ. ત. અં. yearly, ફ્રે૰ annual; hearty, cordial; answer, reply; ghost, spirit.
નવમાથી અગિયારમા સૈકા સુધીમાં ડેનિશ આક્રમણો દરમિયાન અનેક સ્કૅન્ડિનેવિઅન (Scandinavian) શબ્દો અંગ્રેજીમાં પ્રવેશ્યા: ઉ. ત. they, them, their, are, call, die, hit, law, wrong; અને skirt, sky, skin જેવા અનેક sk–આરંભી શબ્દો.૫૫ આ સર્વ પરકીય શબ્દો ભાષાના અંતસ્તલ સુધી પહોંચી ગયા છે એ નોંધવા જેવી બીના ગણાય.
નૉર્મન વિજય બાદ કેટલાયે સૈકાઓ સુધી ઈંગ્લાંડમાં ફ્રેન્ચનું વર્ચસ્વ હતું. ચૌદમા શતકમાં તો ઉચ્ચ સ્તરના અંગ્રેજો અંગ્રેજી ને ફ્રેન્ચ બંને ભાષાઓ સમાન રીતે જાણતા, કે છેવટ ફ્રેન્ચ આસાનીથી બોલી શકતા, જ્યારે સામાન્ય પ્રજા માત્ર અંગ્રેજી બોલતી. આ યુગમાં અનેક ફ્રેન્ચ શબ્દો અંગ્રેજીમાં પ્રવેશ્યા. ઉ. ત. state, crown, people, duke, court, judge, crime, prove, plea આદિ કાયદો અને રાજ્યવ્યવસ્થાના શબ્દો; war, battle, soldier, navy, enemy, march આદિ યુદ્ધને લગતા શબ્દો; religion, angel, saint, pray, virtue, grace, pity આદિ ધર્મને લગતા શબ્દો; falcon, scent, track, sport, dice, trump આદિ શિકાર અને રમતગમતના શબ્દો; glory, art, beauty, colour, figure, paint, arch ઈ૰ કલાને લગતા શબ્દો; chair, table, furniture, soup, jelly, boil, fry આદિ ગૃહજીવનને અંગેના શબ્દો; beef, pork, mutton ઈ૰ વિવિધ ખાદ્ય આમિષના શબ્દો (—જો કે એ પ્રાણીઓનાં નામો—ox, swine, sheep ઈ૰—અંગ્રેજી છે); અને છેલ્લે, John, James, Helen, ઈ૰ અનેક વ્યક્તિનામો (personal names).૫૬ કોઈ કોઈ વાર સમાન અંગ્રેજી અને ફ્રેન્ચ નામો એક સાથે પ્રચલિત હોય છે: ઉ. ત. અં. yearly, ફ્રે૰ annual; hearty, cordial; answer, reply; ghost, spirit.
 
૫૫ સરખાવો: E. H. Sturtevant, An Introduction to Linguistic Science, p. 142.
 
એ યુગમાં ફ્રેન્ચનું રાજકીય અને સાંસ્કૃતિક વર્ચસ્વ હતું. એથી ફ્રેન્ચમાંથી અંગ્રેજીએ આટલા બધા શબ્દો સ્વીકાર્યા. એની સામે, અંગ્રેજીમાંથી ફ્રેન્ચમાં આવેલા શબ્દો બહુ જ થોડા—મુખ્યત્વે રમતગમતને લગતા—છે.  
એ યુગમાં ફ્રેન્ચનું રાજકીય અને સાંસ્કૃતિક વર્ચસ્વ હતું. એથી ફ્રેન્ચમાંથી અંગ્રેજીએ આટલા બધા શબ્દો સ્વીકાર્યા. એની સામે, અંગ્રેજીમાંથી ફ્રેન્ચમાં આવેલા શબ્દો બહુ જ થોડા—મુખ્યત્વે રમતગમતને લગતા—છે.  
ઈંગ્લાંડનો દૂર દૂરના દેશો સાથે દરિયાઈ વેપાર જામ્યા પછી અને દૂર દૂરના પ્રદેશોમાં ઉપનિવેશો સ્થપાયા પછી અંગ્રેજીમાં ઘણી ઘણી ભાષાઓમાંથી શબ્દો આયાત થયા છે. ઉ. ત. અમેરિકન ઈન્ડિયન ભાષાઓમાંથી igloo, moccasin, ઈ૰; નૈઋત્ય અમેરિકાની સ્પેનિશ બોલીઓમાંથી corral, ranch, ઈ૰; અમેરિકાનાં શહેરોમાં વસેલા જર્મનોની ભાષામાંથી smearcase, wiener-wurst, ઈ૰; ચીની ભાષામાંથી tea, chow, Shanghai ઈ૰; જાપાની ભાષામાંથી kimono, jin-riki-sha; મલય ભાષામાંથી bamboo, gong, kampong, orang-utan; દ્રાવિડી ભાષામાંથી betel, calico, ઈ૰; બંગાળીમાંથી bungalow; હિંદીમાંથી jungle, punch, ઈ૰; ફારસીમાંથી shah; અરબીમાંથી harem, sherbet, sultan, ઈ૰; તુર્કીમાંથી bey, kiosk; ઑસ્ટ્રેલિયન ભાષાઓમાંથી kangaroo, boomrang; આફ્રિકન ભાષાઓમાંથી chimpanzee, gorilla, zebra, ઈ૰.૫૭
ઈંગ્લાંડનો દૂર દૂરના દેશો સાથે દરિયાઈ વેપાર જામ્યા પછી અને દૂર દૂરના પ્રદેશોમાં ઉપનિવેશો સ્થપાયા પછી અંગ્રેજીમાં ઘણી ઘણી ભાષાઓમાંથી શબ્દો આયાત થયા છે. ઉ. ત. અમેરિકન ઈન્ડિયન ભાષાઓમાંથી igloo, moccasin, ઈ૰; નૈઋત્ય અમેરિકાની સ્પેનિશ બોલીઓમાંથી corral, ranch, ઈ૰; અમેરિકાનાં શહેરોમાં વસેલા જર્મનોની ભાષામાંથી smearcase, wiener-wurst, ઈ૰; ચીની ભાષામાંથી tea, chow, Shanghai ઈ૰; જાપાની ભાષામાંથી kimono, jin-riki-sha; મલય ભાષામાંથી bamboo, gong, kampong, orang-utan; દ્રાવિડી ભાષામાંથી betel, calico, ઈ૰; બંગાળીમાંથી bungalow; હિંદીમાંથી jungle, punch, ઈ૰; ફારસીમાંથી shah; અરબીમાંથી harem, sherbet, sultan, ઈ૰; તુર્કીમાંથી bey, kiosk; ઑસ્ટ્રેલિયન ભાષાઓમાંથી kangaroo, boomrang; આફ્રિકન ભાષાઓમાંથી chimpanzee, gorilla, zebra, ઈ૰.૫૭<ref>૫૭ સરખાવો: Sturtevant, op. cit., p. 143; ઉપરાંત, જુઓ પાછળ, પૃ. ૩૧૫.</ref>
 
૫૬ સરખાવો: Bloomfield, op. cit., p. 465.
૫૭ સરખાવો: Sturtevant, op. cit., p. 143; ઉપરાંત, જુઓ પાછળ, પૃ. ૩૧૫.

વર્તમાનની સમીપના કાળમાં વિદ્વાનોએ અંગ્રેજી આદિ યુરોપિયન ભાષાઓમાં લખતાં અનેક લૅટિન અને ગ્રીક શાસ્ત્રીય શબ્દો લીધા છે. આ પ્રકારે લૅટિનમાંથી adjective, function જેવા, અને ગ્રીકમાંથી arterio – sclerosis, thermo – dynamic જેવા શબ્દો લીધા છે. આજે તો આવા શાસ્ત્રીય શબ્દોના પણ સંક્ષેપો સવિશેષ પ્રચલિત બને છે. ઉ. ત. ion, proton, neutron ઈ૰.  

Line 306: Line 220:
પ્રાચીન ઈન્ડો-આર્યનમાં—જેનું શ્રેષ્ઠ સાહિત્યિક રૂપ વૈદિક ભાષા અને પછી સંસ્કૃત છે—કાળક્રમે ધ્યાનખેંચતા ફેરફારો થતા રહ્યા છે એ તો સુસ્પષ્ટ છે. મૂર્ધન્ય વર્ણોનો ઉદ્ભવ, (સંસ્કૃતોત્તર કાળમાં) કેટલીક વ્યાકરણકોટિઓનો સર્વથા લોપ, ઈ૰ ભાષા-પરિવર્તનો અન્ય ભાષાઓ બોલનારી જાતિઓએ આર્ય ભાષાઓ અપનાવતાં થયાં છે.  

ઈન્ડો-યુરોપિયન ભાષામાં નહોતા એવા શબ્દો ઈતર ભાષાઓમાંથી ઈન્ડો-આર્યનમાં આવ્યા છે એ સુસ્પષ્ટ છે. પ્રારંભમાં આ આદાનનું પ્રમાણ થોડું હતું, પછી ઉત્તરોત્તર વધતું ગયું. ઉછીના લેવાયેલા શબ્દો સંસ્કૃત કરતાં પ્રાકૃતમાં વધારે છે, અને પ્રાકૃત કરતાં વર્તમાન ભાષાઓમાં એથીયે વધારે છે.  

કોઈ કોઈ વાર આવા ઉછીના લેવાયેલા શબ્દો પ્રાચીન સંસ્કૃત શબ્દની સાથોસાથ વપરાતા રહ્યા છે. ઉ. ત. (પ્રાચીન) अश्व અને (ઉત્તરકાલીન) घोटक, श्वान અને कुक्कुर, मार्जार અને बिडाल, ऋक्ष અને भल्लूक૫૮. આ રીતે પ્રાગાર્ય (pre-Aryan) ભાષાઓમાંથી પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય-આર્ય ભાષામાં ઊતરેલા શબ્દોની સંખ્યા ઘણી વિપુલ છે.  
કોઈ કોઈ વાર આવા ઉછીના લેવાયેલા શબ્દો પ્રાચીન સંસ્કૃત શબ્દની સાથોસાથ વપરાતા રહ્યા છે. ઉ. ત. (પ્રાચીન) अश्व અને (ઉત્તરકાલીન) घोटक, श्वान અને कुक्कुर, मार्जार અને बिडाल, ऋक्ष અને भल्लूक૫૮<ref>૫૮ સરખાવો: T. Burrow, The Sanskrit Language, P. 374.</ref>. આ રીતે પ્રાગાર્ય (pre-Aryan) ભાષાઓમાંથી પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય-આર્ય ભાષામાં ઊતરેલા શબ્દોની સંખ્યા ઘણી વિપુલ છે.  
એમાં સૌથી જૂનો સ્તર અત્યંત પુરાતન નિગ્રિટો (negrito) જાતિની ભાષામાંથી લેવાયેલા શબ્દોનો છે. ‘નિગ્રિટો’ કે ‘કાલેય’ જાતિના લોકો ભારતના સૌથી આદિમ નિવાસીઓ હતા. એમની સંસ્કૃતિ કેવળ પાષાણયુગની કક્ષાની હતી. ખેતી કે પશુપાલનનું એમને જ્ઞાન નહોતું. ભારતમાં આજે શુદ્ધ નિગ્રિટો જાતિ અવશિષ્ટ રહી નથી; પણ દક્ષિણ બલુચિસ્તાનમાં તેમજ દક્ષિણની કેટલીક જાતિઓમાં ‘નિગ્રિટો’ તત્ત્વ છે. નિગ્રિટોની એક જાતિ હિંદની બહાર આંડામાન ટાપુઓ ઉપર વસી હતી; એની સંતતિ આંડામાની (Andamanese) ભાષા બોલે છે. નિગ્રિટો

જાતિઓની ભાષામાંથી ઈન્ડો-આર્યનમાં વૃક્ષોનાં અને પ્રાણીઓનાં નામો ગ્રહણ કર્યાં હશે એમ કલ્પના થઈ શકે છે. ડૉ. સુનીતિકુમાર ચેટરજીએ बादुड (= ચામાચીડિયું) જેવા કેટલાક પ્રાચીન શબ્દોનું મૂળ નિગ્રિટો ભાષામાં દર્શાવ્યું છે.૫૯  
જાતિઓની ભાષામાંથી ઈન્ડો-આર્યનમાં વૃક્ષોનાં અને પ્રાણીઓનાં નામો ગ્રહણ કર્યાં હશે એમ કલ્પના થઈ શકે છે. ડૉ. સુનીતિકુમાર ચેટરજીએ बादुड (= ચામાચીડિયું) જેવા કેટલાક પ્રાચીન શબ્દોનું મૂળ નિગ્રિટો ભાષામાં દર્શાવ્યું છે.૫૯ <ref>૫૯ સરખાવો: Suniti Kumar Chatterji. ‘Indo-Aryan and Hindi,’ 1942, P. 33.</ref>

૫૮ સરખાવો: T. Burrow, The Sanskrit Language, P. 374.
એ પછી ભારતમાં ઑસ્ટ્રિક જાતિઓ આવીને વસી. આસામના ખાસી (Khasis) તેમજ સાંતાલી-મુંડારી જેવી કોલ કે મુંડા( Kol or Munda) જાતિઓ ઑસ્ટ્રિક છે. તેઓ ઉત્તર હિન્દમાં પંજાબ સુધી, તેમ મધ્ય હિન્દમાં અને દક્ષિણમાં પ્રસરી હતી. ઇ. સ. પૂર્વે કેટલાંયે હજાર વર્ષ ઉપર એમનું આગમન થયું હશે એમ ધારવામાં આવે છે. એમને પ્રાથમિક સ્વરૂપની ખેતીનું જ્ઞાન હતું. તેઓ પશુપાલક નહોતા તો પણ હાથીને કેળવવાનું એમને આવડતું, અને તેઓ મરઘાંબતકાં (fowls) પાળતા. ઑસ્ટ્રિક ભાષા-સ્વરૂપમાં પૂર્વગ (prefix), અનુસર્ગ (suffix) અને અંત:સર્ગ (infix) ત્રણે છે. એમની સંખ્યાગણનાપદ્ધતિનો એકમ કોડી (=૨૦)નો હતો. એમની પાસેથી પ્રાચીન ઈન્ડો-આર્યનમાં नारिकेल, कदल, ताम्बूल, हरिद्रा (=હળદર), वार्तिगण, (=રીંગણાં), अलाबू (=કોળું), कर्पास, उन्दुरु (=ઉંદર), लाङ्गल (=હળ), सर्षप (=સરસવ) આદિ શબ્દો આવ્યા છે.૬૦<ref>૬૦ સરખાવો: Suniti Kumar Chatterji, op. cit., p. 35; T. Burrow, op. cit., pp. 378-379.</ref>
૫૯ સરખાવો: Suniti Kumar Chatterji. ‘Indo-Aryan and Hindi,’ 1942, P. 33.
ઑસ્ટ્રિકની પછી, કે કદાચ એમની સાથે જ, ભારતમાં દ્રાવિડી પ્રજાઓનું આગમન થયું હશે. આજે બલુચિસ્તાનમાં કવેટાની આજુબાજુ બોલાતી ‘બ્રાહુઇ’ (Brahui) ભાષા દ્રાવિડી વર્ગની છે; એટલે પુરાતન સમયમાં એ પ્રદેશમાં દ્રાવિડી પ્રજાઓની વસાહતો હશે એમ કલ્પના થઈ શકે છે. દ્રાવિડી લોકો મૂળ પૂર્વ ભૂમધ્ય પ્રદેશમાંથી (Eastern Mediterranean) લિસિઆ અને ક્રીટ (Crete) માંથી ઊતરી આવ્યા હોય એ સંભવિત છે. કદાચ હૅલેનિક ગ્રીકોની પૂર્વે થઈ ગયેલી સુપ્રસિદ્ધ ઈજિઅન પ્રજા જ દ્રાવિડી હોય. ‘દ્રાવિડ’નું એક રૂપ દ્રામિળ (Dramila) કે તામિલ (Tamil) છે—જેનું લિસિઅન શિલાલેખોના Trmmili ની સાથે નિકટનું સામ્ય છે.૬૧<ref>૬૧ સરખાવો: Suniti Kumar Chatterji, op. cit., p. 39.</ref>
 
એ પછી ભારતમાં ઑસ્ટ્રિક જાતિઓ આવીને વસી. આસામના ખાસી (Khasis) તેમજ સાંતાલી-મુંડારી જેવી કોલ કે મુંડા( Kol or Munda) જાતિઓ ઑસ્ટ્રિક છે. તેઓ ઉત્તર હિન્દમાં પંજાબ સુધી, તેમ મધ્ય હિન્દમાં અને દક્ષિણમાં પ્રસરી હતી. ઇ. સ. પૂર્વે કેટલાંયે હજાર વર્ષ ઉપર એમનું આગમન થયું હશે એમ ધારવામાં આવે છે. એમને પ્રાથમિક સ્વરૂપની ખેતીનું જ્ઞાન હતું. તેઓ પશુપાલક નહોતા તો પણ હાથીને કેળવવાનું એમને આવડતું, અને તેઓ મરઘાંબતકાં (fowls) પાળતા. ઑસ્ટ્રિક ભાષા-સ્વરૂપમાં પૂર્વગ (prefix), અનુસર્ગ (suffix) અને અંત:સર્ગ (infix) ત્રણે છે. એમની સંખ્યાગણનાપદ્ધતિનો એકમ કોડી (=૨૦)નો હતો. એમની પાસેથી પ્રાચીન ઈન્ડો-આર્યનમાં नारिकेल, कदल, ताम्बूल, हरिद्रा (=હળદર), वार्तिगण, (=રીંગણાં), अलाबू (=કોળું), कर्पास, उन्दुरु (=ઉંદર), लाङ्गल (=હળ), सर्षप (=સરસવ) આદિ શબ્દો આવ્યા છે.૬૦  
ઑસ્ટ્રિકની પછી, કે કદાચ એમની સાથે જ, ભારતમાં દ્રાવિડી પ્રજાઓનું આગમન થયું હશે. આજે બલુચિસ્તાનમાં કવેટાની આજુબાજુ બોલાતી ‘બ્રાહુઇ’ (Brahui) ભાષા દ્રાવિડી વર્ગની છે; એટલે પુરાતન સમયમાં એ પ્રદેશમાં દ્રાવિડી પ્રજાઓની વસાહતો હશે એમ કલ્પના થઈ શકે છે. દ્રાવિડી લોકો મૂળ પૂર્વ ભૂમધ્ય પ્રદેશમાંથી (Eastern Mediterranean) લિસિઆ અને ક્રીટ (Crete) માંથી ઊતરી આવ્યા હોય એ સંભવિત છે. કદાચ હૅલેનિક ગ્રીકોની પૂર્વે થઈ ગયેલી સુપ્રસિદ્ધ ઈજિઅન પ્રજા જ દ્રાવિડી હોય. ‘દ્રાવિડ’નું એક રૂપ દ્રામિળ (Dramila) કે તામિલ (Tamil) છે—જેનું લિસિઅન શિલાલેખોના Trmmili ની સાથે નિકટનું સામ્ય છે.૬૧
દ્રાવિડી લોકો વિશાળ નગરો બાંધીને રહેનારી પ્રજા હતી. શાંતિના સમયમાં એમની વ્યવસ્થિત સામૂહિક જીવનની પ્રણાલિકા હતી. તેઓ પશુપાલન પણ કરતા. એમની કેટલીયે ધાર્મિક માન્યતાઓ રહસ્યાત્મક (mystic) હતી, જેની વર્તમાન હિન્દુ ધર્મ ઉપર સ્પષ્ટ છાયા પડી છે.

૬૦ સરખાવો: Suniti Kumar Chatterji, op. cit., p. 35; T. Burrow, op. cit., pp. 378-379.
૬૧ સરખાવો: Suniti Kumar Chatterji, op. cit., p. 39.

એ પછી આર્યોએ ભારતવર્ષમાં પ્રવેશ કર્યો. પ્રથમ તો આર્યોએ દ્રાવિડી લોકોને છેડયા નહીં, પણ પૂર્વમાં નબળી ઑસ્ટ્રિક જાતિઓને દબાવતા તેઓ આગળ વધ્યા. અશ્વરથ એ આર્યોની એક મહત્ત્વની સિદ્ધિ હતી. પાળેલાં પશુઓ સાથે ग्राम (= wandering clans, ભ્રમણ કરતી ટોળીઓ) રૂપે આર્યો ફરતા, જ્યારે દ્રાવિડી લોકો ખેતીપ્રધાન પ્રજા હોઈ એક સ્થળે સ્થાયી નિવાસ કરતા. આર્ય ધર્મ યજ્ઞયાગાદિક અને હોમપ્રધાન હતો; તો દ્રાવિડી પ્રજાના ધર્મમાં ષોડશોપચાર પૂજા એ પ્રધાન તત્ત્વ હતું. આર્યોની કુટુંબવ્યવસ્થા પિતૃસત્તાત્મક (patriarchal) હતી; તો દ્રાવિડોની કુટુંબવ્યવસ્થા માતૃસત્તાત્મક (matriarchal) હતી.  

દ્રાવિડીઓ પાસેથી આર્યોએ અનેક શબ્દો ગ્રહણ કર્યા છે. ઉ. ત. अगुरु, अनल, अलस, उलुखल, कज्झल, कलुष, काक, कानन, कुटि, कुण्ड, कुन्तल, कूप, केतक, धूक, चिक्कण, चतुर, चन्दन, चूडा, ताल, तूल (=રૂ), दण्ड, निबिड, नीर, पिण्ड, पण्डित, पल्ली, पुट, बक, मयूर, महिला, माला, मीन, मुकुल, वलय, वल्ली, शठ, शव, शूर्प ઈ૰. એમાંના उखूखल, कुण्ड, पिंड, मयूर૬૨ આદિ શબ્દોનું ગ્રહણ તો છેક ऋग्वेदના સમયમાં થયું છે. એ એમ બતાવે છે કે વેદના સમયમાં આર્યોને ઉત્તર ભારતમાં–ગંગાયમુનાની અંતર્વેદીના પ્રદેશમાં–દ્રાવિડો સાથે સંપર્ક થયો હતો.૬૩ વૈદિકોત્તર સંસ્કૃત કાળમાં દ્રાવિડી ભાષાઓમાંથી વિપુલ પ્રમાણમાં શબ્દો ગ્રહણ કરવામાં આવ્યા. પ્રાકૃત કાળમાં, અને ત્યાર બાદ, આ આદાન ઘણું જ ઘટી ગયું.
દ્રાવિડીઓ પાસેથી આર્યોએ અનેક શબ્દો ગ્રહણ કર્યા છે. ઉ. ત. अगुरु, अनल, अलस, उलुखल, कज्झल, कलुष, काक, कानन, कुटि, कुण्ड, कुन्तल, कूप, केतक, धूक, चिक्कण, चतुर, चन्दन, चूडा, ताल, तूल (=રૂ), दण्ड, निबिड, नीर, पिण्ड, पण्डित, पल्ली, पुट, बक, मयूर, महिला, माला, मीन, मुकुल, वलय, वल्ली, शठ, शव, शूर्प ઈ૰. એમાંના उखूखल, कुण्ड, पिंड, मयूर૬૨<ref>૬૨ સરખાવો: T. Burrow, op. cit., pp. 380-386.</ref> આદિ શબ્દોનું ગ્રહણ તો છેક ऋग्वेदના સમયમાં થયું છે. એ એમ બતાવે છે કે વેદના સમયમાં આર્યોને ઉત્તર ભારતમાં–ગંગાયમુનાની અંતર્વેદીના પ્રદેશમાં–દ્રાવિડો સાથે સંપર્ક થયો હતો.૬૩<ref>૬૩ સરખાવો: T. Burrow, op. cit., p. 387.</ref> વૈદિકોત્તર સંસ્કૃત કાળમાં દ્રાવિડી ભાષાઓમાંથી વિપુલ પ્રમાણમાં શબ્દો ગ્રહણ કરવામાં આવ્યા. પ્રાકૃત કાળમાં, અને ત્યાર બાદ, આ આદાન ઘણું જ ઘટી ગયું.  
 
૬૨ સરખાવો: T. Burrow, op. cit., pp. 380-386.
૬૩ સરખાવો: T. Burrow, op. cit., p. 387.

એ પછીના ઐતિહાસિક સમયમાં પણ ભારતમાં બહારની અનેક પ્રજાઓ આવી છે, એક સ્થળેથી બીજે સ્થળે વિચરી છે, અને છેવટે ઠરી ઠામ થઇ છે. પ્રજાઓના આ આગમન-સ્થળાન્તરાદિકની અસર ભારતીય-આર્યભાષા ઉપર પડી છે. એમાંથી જે જે પ્રજાઓ ગુજરાતમાં આવીને વસી તેની અસર અભ્યાસાર્હ છે. ગુજરાત ઉપર ઈ. સ. પૂર્વે ૩૧૯ થી ૧૯૭ સુધી મૌર્ય આધિપત્ય રહ્યું. એ પછી – ઇ. સ. પૂર્વે ૧૮૦ થી ૧૦૦ સુધી-બૅકટ્રિયન ગ્રીકો આવ્યા, જેમાં मिलिन्दपण्होથી વિખ્યાત થયેલા મિલિન્દ કે મિનેન્ડરનું નામ સુપ્રસિદ્ધ છે. ત્યાર પછી શક ક્ષત્રપોનું રાજ્ય ઇ. સ. ૩૯૮ સુધી રહ્યું. એમાં ક્ષત્રપ રુદ્રદામનનું નામ (ઇ. સ. ૧૪૩–૧૫૮) સુવિખ્યાત છે. ઇ. સ. ૪૧૦ થી ૪૭૦ સુધી ગુજરાત, સૌરાષ્ટ્ર ઉપર ગુપ્ત લોકોનું વર્ચસ્વ રહ્યું. એનો તોરમાણ અને મિહિરકુલ હૂણે અંત આણ્યો.

Line 335: Line 240:
એ ઉપરાંત ઊકરડો (દે. उक्कुरडो), ટેકરો (દે. टेक्करं), કોતર (દે. कोट्टर), વહેળો-વહોળો (દે. वहोलो), કંદ (દે. कंदी), કુશ્કી (દે. कुक्कुसो), છોલવું (દે. छोल्ल), ખટકે (દે. खुडुक्कइ), કોલ્હો (દે. कोल्हुओ, = શિયાળ), ખોલકું (દે. खोलो), ગાડર (દે. गड्डरी,=બકરી), બોકડો (દે. बोक्कडो), હોજરી (દે. ओज्झरी), ડોળો (દે. डोलो), ઠૂંઠો (દે. टुंटो), રાડ (દે. राडी), બોજો (દે. बोज्झओ) જેવા ભાષાના અંતસ્તલ સુધી પહોંચેલા નિમ્નસ્તરી શબ્દો પણ આદિમ ભાષા પાસેથી આવેલા સંભવે છે.

અલી (=સ્ત્રીસંબોધન), અંબા (= માતા), ચીકણું, ચિંચા (મરાઠીમાં = ‘આંબલી’), ચણોઠી, સાહેલી, શેઠ, દુંદ આદિ શબ્દોનાં મૂળ દ્રાવિડી ભાષામાં જડ્યાં છે.
અલી (=સ્ત્રીસંબોધન), અંબા (= માતા), ચીકણું, ચિંચા (મરાઠીમાં = ‘આંબલી’), ચણોઠી, સાહેલી, શેઠ, દુંદ આદિ શબ્દોનાં મૂળ દ્રાવિડી ભાષામાં જડ્યાં છે.
અનાડી (દે. अणाडो), હેલી (દે. अयाली), અવડ (દે. अवडो), ઓઢણી (દે. ओड्ढणं, = ઉત્તરીય), ગાગર (દે. गग्गरी), ઘાઘરો (દે. घग्घरं), ચૂડો (દે. चूडो), ટીકો (દે. टिक्कं =તિલક), ઠાલો (દે. ठल्लो), તલાર (દે. तलारो, = નગરરક્ષક), પિંઢારો (દે. पेंडारो,=ગોવાળિયો), મામી (દે. मामी), મોગરો (દે. मोग्गरो, =કળી), મરડ (દે. मरट्ट, =ગર્વ), કોડ (દે. कोड्ड, = કૌતુક, હોંશ), ભૂંડા (દે. भण्डय, = નિર્લજ્જ, ભૂંડો), ઢોલો (દે. ढोल्ला, = વિટ, નાયક), વટાળ (દે. विट्टाल, = અસ્પૃશ્યસંસર્ગ) આદિ અનેક દેશ્ય શબ્દો ગુર્જરાદિક પ્રજાઓ પાસેથી લેવામાં આવ્યા હશે એમ કલ્પી શકાય. આઠમા-નવમા સૈકા સુધીની પ્રાકૃતોમાં એ બિલકુલ મળતા નથી, પણ આચાર્ય હેમચન્દ્રના અગિયારમા સૈકાની આસપાસની देशीनाममालाમાં અને सिद्धहेमचन्द्र-शब्दानुशासन નાં અપભ્રંશ પદ્યોમાં એ ઉલ્લિખિત છે.૬૪
અનાડી (દે. अणाडो), હેલી (દે. अयाली), અવડ (દે. अवडो), ઓઢણી (દે. ओड्ढणं, = ઉત્તરીય), ગાગર (દે. गग्गरी), ઘાઘરો (દે. घग्घरं), ચૂડો (દે. चूडो), ટીકો (દે. टिक्कं =તિલક), ઠાલો (દે. ठल्लो), તલાર (દે. तलारो, = નગરરક્ષક), પિંઢારો (દે. पेंडारो,=ગોવાળિયો), મામી (દે. मामी), મોગરો (દે. मोग्गरो, =કળી), મરડ (દે. मरट्ट, =ગર્વ), કોડ (દે. कोड्ड, = કૌતુક, હોંશ), ભૂંડા (દે. भण्डय, = નિર્લજ્જ, ભૂંડો), ઢોલો (દે. ढोल्ला, = વિટ, નાયક), વટાળ (દે. विट्टाल, = અસ્પૃશ્યસંસર્ગ) આદિ અનેક દેશ્ય શબ્દો ગુર્જરાદિક પ્રજાઓ પાસેથી લેવામાં આવ્યા હશે એમ કલ્પી શકાય. આઠમા-નવમા સૈકા સુધીની પ્રાકૃતોમાં એ બિલકુલ મળતા નથી, પણ આચાર્ય હેમચન્દ્રના અગિયારમા સૈકાની આસપાસની देशीनाममालाમાં અને सिद्धहेमचन्द्र-शब्दानुशासन નાં અપભ્રંશ પદ્યોમાં એ ઉલ્લિખિત છે.૬૪<ref>૬૪ જુઓ: सिद्धहेमचन्द्रशब्दानुशासनમાં ‘तक्ष्यादीनां छोल्लादयः ।’ (૮-૪-૩૯૫) અને ‘शीघ्रादीनां वहिल्लादयः ।’ (૮-૪-૪૨૨) એ સૂત્રોમાં ઉલ્લિખિત દેશ્ય શબ્દો.</ref>
મુસ્લિમ યુગમાં ગુજરાતીમાં કળાકારીગરી, મોજશોખ, ન્યાયવ્યવસ્થા, રાજ્યવહીવટ, યુદ્ધસરંજામ આદિને લગતા અનેક શબ્દો ફારસી-અરબી(ને તુર્કી)માંથી લેવાયેલા છે. ઉ. ત. ગુલાબ, ગાલીચો, બીરંજ, અત્તર, અંજીર, શરબત, ઇન્સાફ, સૂબો, ફોજદાર, તોપ, તરવાર, ઇ૰. એ સાંસ્કૃતિક આદાન (cultural borrowing) માત્ર છે, ભાષાના છેક અંતસ્તલ સુધી એ પ્રવેશ્યા છે એમ ન કહી શકાય.

મરાઠી શબ્દો ગુજરાતી ભાષાએ અત્યલ્પ પ્રમાણમાં ગ્રહણ કર્યા છે. ઉ. ત. आई, टकाउ, मांग (=સેંથા) निदान (=ઓછામાં ઓછું), चळवळ, वाटाघाट,૬૫ ઇ૰.
મરાઠી શબ્દો ગુજરાતી ભાષાએ અત્યલ્પ પ્રમાણમાં ગ્રહણ કર્યા છે. ઉ. ત. आई, टकाउ, मांग (=સેંથા) निदान (=ઓછામાં ઓછું), चळवळ, वाटाघाट,૬૫<ref>૬૫ જુઓ : K. B Vyas, ‘Intimate Borrowing between Gujarati and Marathi’, pub. ‘Journal of the Gujarat Research Society, October, 1958.</ref> ઇ૰.
પોર્ટુગીઝમાંથી ગુજરાતી ભાષાએ આફૂસ, પાયરી, અનનાસ, કૉફી, કાજૂ, પાદરી, મેજ, બટાટા, તમાકુ, ઈ૰, અને અંગ્રેજીમાંથી ટિકિટ, માસ્તર, સ્ટેશન, ઈ૰ શબ્દો લીધા છે.૬૬ આ સર્વ પણ કેવળ સાંસ્કૃતિક આદાન જ છે. બેશક, અંગ્રેજીની કેટલીક અસર ગુજરાતી વાક્યઘટના ઉપર થઈ છે, જેનો આગળ નિર્દેશ કરેલો છે; પણ એ એટલી વ્યાપક નથી—આમજનતાની બોલીમાં એ વરતાતી નથી.
પોર્ટુગીઝમાંથી ગુજરાતી ભાષાએ આફૂસ, પાયરી, અનનાસ, કૉફી, કાજૂ, પાદરી, મેજ, બટાટા, તમાકુ, ઈ૰, અને અંગ્રેજીમાંથી ટિકિટ, માસ્તર, સ્ટેશન, ઈ૰ શબ્દો લીધા છે.૬૬<ref>૬૬ જુઓ: પાછળ, પૃ. ૩૧૩-૩૧૪.</ref> આ સર્વ પણ કેવળ સાંસ્કૃતિક આદાન જ છે. બેશક, અંગ્રેજીની કેટલીક અસર ગુજરાતી વાક્યઘટના ઉપર થઈ છે, જેનો આગળ નિર્દેશ કરેલો છે; પણ એ એટલી વ્યાપક નથી—આમજનતાની બોલીમાં એ વરતાતી નથી.
આ રીતે ઇતિહાસના સુવિશાળ પટમાં ભિન્નભિન્ન કાલબિન્દુએ ગુજરાતી ભાષાને અન્ય ભાષાઓના સંસ્કારો લાગેલા છે.
આ રીતે ઇતિહાસના સુવિશાળ પટમાં ભિન્નભિન્ન કાલબિન્દુએ ગુજરાતી ભાષાને અન્ય ભાષાઓના સંસ્કારો લાગેલા છે.
*
૬૪ જુઓ: सिद्धहेमचन्द्रशब्दानुशासनમાં ‘तक्ष्यादीनां छोल्लादयः ।’ (૮-૪-૩૯૫) અને ‘शीघ्रादीनां वहिल्लादयः ।’ (૮-૪-૪૨૨) એ સૂત્રોમાં ઉલ્લિખિત દેશ્ય શબ્દો.
૬૫ જુઓ : K. B Vyas, ‘Intimate Borrowing between Gujarati and Marathi’, pub. ‘Journal of the Gujarat Research Society, October, 1958.
૬૬ જુઓ: પાછળ, પૃ. ૩૧૩-૩૧૪.
{{Poem2Close}}
{{Poem2Close}}
 
<hr>
{{reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2