ભાષાવિજ્ઞાન/ભાષાનું ઘડતર: Difference between revisions
ફૂટર |
No edit summary |
||
| Line 87: | Line 87: | ||
{{center|'''ભાષાની રહસ્યાત્મકતા (Mysticism of Language)'''}} | {{center|'''ભાષાની રહસ્યાત્મકતા (Mysticism of Language)'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આદિમ જાતિઓની ભાષામાં રહસ્યાત્મક તત્ત્વ (mystic element) સહેજે તરી આવે છે, જો કે સભ્ય ગણાતી જાતિઓની ભાષામાં પણ એના અવશેષ તો મળે જ છે. ગ્રીન્લૅન્ડની આદિમ વસતીમાં નામ એક પ્રકારનું આત્મતત્ત્વ છે—નામની સાથે એને અનુરૂપ શક્તિ, સામર્થ્ય, કૌશલ, ઈ૰ સંકળાયેલાં હોય છે.૨૬<ref>૨૬ સરખાવો: “.........Greenlanders’ view of the Name as something self-existent: They divide a person into a soul, a body, and a name.... The name is a soul, with which a certain stock of vital power and dexterity is bound up. A person, who is named after a dead man, inherits his qualities.........”<br>{{right | આદિમ જાતિઓની ભાષામાં રહસ્યાત્મક તત્ત્વ (mystic element) સહેજે તરી આવે છે, જો કે સભ્ય ગણાતી જાતિઓની ભાષામાં પણ એના અવશેષ તો મળે જ છે. ગ્રીન્લૅન્ડની આદિમ વસતીમાં નામ એક પ્રકારનું આત્મતત્ત્વ છે—નામની સાથે એને અનુરૂપ શક્તિ, સામર્થ્ય, કૌશલ, ઈ૰ સંકળાયેલાં હોય છે.૨૬<ref>૨૬ સરખાવો: “.........Greenlanders’ view of the Name as something self-existent: They divide a person into a soul, a body, and a name.... The name is a soul, with which a certain stock of vital power and dexterity is bound up. A person, who is named after a dead man, inherits his qualities.........”<br>{{right|—Otto Jespersen, Mankind, Nation and Individual, p. 170.}}</ref> કેટલીક જાતિઓમાં નવજાત બાળકોને એમનાં ગત દાદા-દાદીનાં નામ આપવામાં આવે છે, જેથી સદ્ગતની શક્તિઓનો વારસો તેઓ પામે. ઘણી આદિમ જાતિઓ આગંતુકોને પોતાનાં નામો જણાવતાં આંચકો ખાય છે. નામ જાણવાથી આગંતુકો એમના વ્યક્તિત્વ ઉપર કદાચ કાબૂ મેળવી લેશે એવી દહેશત એમને લાગે છે. આપણે ત્યાં આગલા જમાનાની સ્ત્રીઓ પતિનું નામ લેતી નહોતી, કે જૂની પરંપરાના શિષ્યો ગુરુનું નામ નહોતા લેતા, તેની પાછળ આવુંજ કાંઈક કારણ હશે એમ કલ્પી શકાય છે. કેટલીક ઑસ્ટ્રેલિયન જાતિઓમાં આ કારણથી દરેક વ્યક્તિને બે નામો હોય છે—એક સામાન્ય, સૌને પરિચિત નામ; અને બીજું, ખાસ નામ, જેની માત્ર એમના ‘ટોટેમ’ (totem) વર્ગને, અર્થાત્ સ્વવર્ગને જ માહિતી હોય. | ||
ગ્રીસ, ઈટાલિ અને આફ્રિકાની કબરોમાં સીસાની તખતીઓ ઉપર લખેલા રહસ્યાત્મક મંત્રો કે આપણા સુભાષિતસંગ્રહાદિકમાં સર્પાદિકના વિષનિવારણના મંત્રોમાં વિદેશીય તત્ત્વ અને સ્થાનિક ભાષાના શબ્દોનાં વિકૃત રૂપોનું બાહુલ્ય હોય છે. આદિમ જાતિઓમાં પણ ભિન્નભિન્ન ધાર્મિક વિધિઓ માટે—જેમાં કેટલેક અંશે જાદુનું તત્ત્વ સંમિશ્રિત હોય છે—વિશિષ્ટ, સામાન્ય જનને દુર્ગ્રાહ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. આદિમ લોકોમાં શિકાર, માછલાં પકડવાં, પડોશી ટોળીઓ સાથે યુદ્ધ કરવું ઈ૰ જીવનના અનેક અનેક વ્યવહારો માટે આવી વિધિઓ વિહિત હોય છે. | ગ્રીસ, ઈટાલિ અને આફ્રિકાની કબરોમાં સીસાની તખતીઓ ઉપર લખેલા રહસ્યાત્મક મંત્રો કે આપણા સુભાષિતસંગ્રહાદિકમાં સર્પાદિકના વિષનિવારણના મંત્રોમાં વિદેશીય તત્ત્વ અને સ્થાનિક ભાષાના શબ્દોનાં વિકૃત રૂપોનું બાહુલ્ય હોય છે. આદિમ જાતિઓમાં પણ ભિન્નભિન્ન ધાર્મિક વિધિઓ માટે—જેમાં કેટલેક અંશે જાદુનું તત્ત્વ સંમિશ્રિત હોય છે—વિશિષ્ટ, સામાન્ય જનને દુર્ગ્રાહ્ય ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે. આદિમ લોકોમાં શિકાર, માછલાં પકડવાં, પડોશી ટોળીઓ સાથે યુદ્ધ કરવું ઈ૰ જીવનના અનેક અનેક વ્યવહારો માટે આવી વિધિઓ વિહિત હોય છે. | ||
| Line 185: | Line 185: | ||
અતિ ખેડાયેલી વર્તમાન ભાષાઓમાં લિખિત અને કથ્ય રૂપ વચ્ચે ઘણું અંતર પડી જાય છે. ઉ. ત. વર્તમાન અંગ્રેજીનું લિખિત સ્વરૂપ સામાન્ય બોલાતી અંગ્રેજી કરતાં પદક્રમમાં, શબ્દભંડોળમાં અને ક્વચિત્ ક્વચિત્ રૂપબંધ (morphology)માં જુદું પડે છે. આજે લિખિત અંગ્રેજીનો વિચારવળોટ, શબ્દભંડોળ ઈ૰ ઓગણીસમા શતકના ઉત્તરાર્ધના અને વીસમા શતકના પ્રારંભકાળનાં છે, જ્યારે કથ્યભાષા એથી ઘણી આગળ ચાલી ગઈ છે. ઉ. ત. ‘o. k.’, ‘go ahead’, ‘nothing doing’, ‘we’ll see’, ‘I’ll look into it’ જેવા દૈનંદિન વ્યવહારના અનેક અનેક પ્રયોગો લિખિત સ્વરૂપમાં ભાગ્યે મળશે.૩૮<ref>૩૮ ટૂંકી વાર્તા અને નવલકથા આમાં અપવાદરૂપ સમજવાની છે. એમાં ભાષાના કથ્ય સ્વરૂપનો આવશ્યક હોય ત્યાં યથાસ્થાન ઉપયોગ થાય છે.</ref> એ જ પ્રમાણે અર્વાચીન લિખિત ફ્રેન્ચ ભાષા વસ્તુતઃ સત્તરમા સૈકાના લેખકોની ભાષાનું પ્રતિફલન છે; આજે બોલાતી ફ્રેન્ચ ભાષા એનાથી ઘણી જુદી છે. પરિણામે એક દિવસ સાહિત્યની ફ્રેન્ચ ભાષા લૅટિનની માફક નિશ્ચલ (dead) ભાષા બની જશે અને બોલાતી ફ્રેન્ચ ભાષા વિકાસ પામીને એનાથી ભિન્ન રૂપની બની ગઈ હશે.૩૯<ref>૩૯ સરખાવોઃ ``… it can be seen that the fate of this literary French will be that of Latin. It will be preserved as a dead language with its rules and vocabulary fixed once for all. The living language will continue to develop independently of it, as the Romance languages have done.”<br> | અતિ ખેડાયેલી વર્તમાન ભાષાઓમાં લિખિત અને કથ્ય રૂપ વચ્ચે ઘણું અંતર પડી જાય છે. ઉ. ત. વર્તમાન અંગ્રેજીનું લિખિત સ્વરૂપ સામાન્ય બોલાતી અંગ્રેજી કરતાં પદક્રમમાં, શબ્દભંડોળમાં અને ક્વચિત્ ક્વચિત્ રૂપબંધ (morphology)માં જુદું પડે છે. આજે લિખિત અંગ્રેજીનો વિચારવળોટ, શબ્દભંડોળ ઈ૰ ઓગણીસમા શતકના ઉત્તરાર્ધના અને વીસમા શતકના પ્રારંભકાળનાં છે, જ્યારે કથ્યભાષા એથી ઘણી આગળ ચાલી ગઈ છે. ઉ. ત. ‘o. k.’, ‘go ahead’, ‘nothing doing’, ‘we’ll see’, ‘I’ll look into it’ જેવા દૈનંદિન વ્યવહારના અનેક અનેક પ્રયોગો લિખિત સ્વરૂપમાં ભાગ્યે મળશે.૩૮<ref>૩૮ ટૂંકી વાર્તા અને નવલકથા આમાં અપવાદરૂપ સમજવાની છે. એમાં ભાષાના કથ્ય સ્વરૂપનો આવશ્યક હોય ત્યાં યથાસ્થાન ઉપયોગ થાય છે.</ref> એ જ પ્રમાણે અર્વાચીન લિખિત ફ્રેન્ચ ભાષા વસ્તુતઃ સત્તરમા સૈકાના લેખકોની ભાષાનું પ્રતિફલન છે; આજે બોલાતી ફ્રેન્ચ ભાષા એનાથી ઘણી જુદી છે. પરિણામે એક દિવસ સાહિત્યની ફ્રેન્ચ ભાષા લૅટિનની માફક નિશ્ચલ (dead) ભાષા બની જશે અને બોલાતી ફ્રેન્ચ ભાષા વિકાસ પામીને એનાથી ભિન્ન રૂપની બની ગઈ હશે.૩૯<ref>૩૯ સરખાવોઃ ``… it can be seen that the fate of this literary French will be that of Latin. It will be preserved as a dead language with its rules and vocabulary fixed once for all. The living language will continue to develop independently of it, as the Romance languages have done.”<br> | ||
—Vendryes, op. cit., p. 278.</ref> | {{Right|—Vendryes, op. cit., p. 278.}}</ref> | ||
અર્વાચીન હિંદી સાહિત્યભાષા અને વર્તમાન બોલાતી હિંદી વચ્ચે કેટલું અંતર પડે છે એ તો સમર્થ લેખકો અને શિષ્ટ સામયિકોની ભાષાને સામાન્ય વર્તમાનપત્રોની ને બોલચાલની ભાષા સાથે સરખાવતાં તરત જ માલમ પડી આવે છે. અર્વાચીન લિખિત ગુજરાતી ભાષા પંડિતયુગના સાહિત્યકારોની ભાષા અને ગાંધીયુગના વિદ્વાનોની ભાષા વડે ઘડાયેલી છે. સામાન્ય જનસમાજમાં બોલાતી ગુજરાતી ભાષા એનાં શબ્દભંડોળમાં, એનાં ધ્વનિતંત્રમાં, અને ક્વચિત્ એના રૂપબંધમાં જુદી પડે છે. કથ્યભાષાનાં વાક્યો ટૂંકાં હોય છે, પદક્રમ કેટલીક વાર ભિન્ન હોય છે, તેમ શબ્દપસંદગીમાં પણ ફરક પડે છે. ઉ. ત. લેખનમાં, શિષ્ટ સાહિત્યમાં, સામાન્યપણે વપરાતા ‘પુત્ર’, ‘આપ’, ‘મૂક’, ‘તરફ’, ‘ફરીને’ ઈ૰ શબ્દોને બદલે કથ્યભાષામાં બહુધા ‘દીકરો’ (કે ‘છોકરો’) ‘આલ’, ‘મેલ’, ‘પા’ કે ‘ગમ’ (ઉ. ત. ‘આ ’પા’, ‘આણીગમ’), ‘ફેર’, ઈ૰ શબ્દરૂપો વિશેષ બોલાય છે. બરાબર લિખિતરૂપની ભાષા બોલચાલમાં વાપરનાર માણસ આડંબરીમાં ખપે છે. સંકેત દર્શાવતાં સંબંધવાચક અવ્યયોમાં પૂર્વસ્થાનીય અવ્યય લેખનમાં ઘણુંખરું હંમેશાં વપરાયેલું હોય છે, પણ બોલચાલની ભાષામાં એ બહુધા અધ્યાહૃત રહે છે. ઉ. ત. ‘જો એણે બરાબર મહેનત કરી હોત તો એ જરૂર સફળ થાત’ (લિખિતરૂપ); ‘એણે મહેનત બરાબર કરી હોત તો જરૂર સફળ થાત’ (કથ્યરૂપ). બંને સ્વરૂપો વચ્ચે મૂલગત ભેદનાં આવાં બીજાં અનેક ઉદાહરણો આપી શકાય. | અર્વાચીન હિંદી સાહિત્યભાષા અને વર્તમાન બોલાતી હિંદી વચ્ચે કેટલું અંતર પડે છે એ તો સમર્થ લેખકો અને શિષ્ટ સામયિકોની ભાષાને સામાન્ય વર્તમાનપત્રોની ને બોલચાલની ભાષા સાથે સરખાવતાં તરત જ માલમ પડી આવે છે. અર્વાચીન લિખિત ગુજરાતી ભાષા પંડિતયુગના સાહિત્યકારોની ભાષા અને ગાંધીયુગના વિદ્વાનોની ભાષા વડે ઘડાયેલી છે. સામાન્ય જનસમાજમાં બોલાતી ગુજરાતી ભાષા એનાં શબ્દભંડોળમાં, એનાં ધ્વનિતંત્રમાં, અને ક્વચિત્ એના રૂપબંધમાં જુદી પડે છે. કથ્યભાષાનાં વાક્યો ટૂંકાં હોય છે, પદક્રમ કેટલીક વાર ભિન્ન હોય છે, તેમ શબ્દપસંદગીમાં પણ ફરક પડે છે. ઉ. ત. લેખનમાં, શિષ્ટ સાહિત્યમાં, સામાન્યપણે વપરાતા ‘પુત્ર’, ‘આપ’, ‘મૂક’, ‘તરફ’, ‘ફરીને’ ઈ૰ શબ્દોને બદલે કથ્યભાષામાં બહુધા ‘દીકરો’ (કે ‘છોકરો’) ‘આલ’, ‘મેલ’, ‘પા’ કે ‘ગમ’ (ઉ. ત. ‘આ ’પા’, ‘આણીગમ’), ‘ફેર’, ઈ૰ શબ્દરૂપો વિશેષ બોલાય છે. બરાબર લિખિતરૂપની ભાષા બોલચાલમાં વાપરનાર માણસ આડંબરીમાં ખપે છે. સંકેત દર્શાવતાં સંબંધવાચક અવ્યયોમાં પૂર્વસ્થાનીય અવ્યય લેખનમાં ઘણુંખરું હંમેશાં વપરાયેલું હોય છે, પણ બોલચાલની ભાષામાં એ બહુધા અધ્યાહૃત રહે છે. ઉ. ત. ‘જો એણે બરાબર મહેનત કરી હોત તો એ જરૂર સફળ થાત’ (લિખિતરૂપ); ‘એણે મહેનત બરાબર કરી હોત તો જરૂર સફળ થાત’ (કથ્યરૂપ). બંને સ્વરૂપો વચ્ચે મૂલગત ભેદનાં આવાં બીજાં અનેક ઉદાહરણો આપી શકાય. | ||
| Line 219: | Line 219: | ||
{{center|'''આદાનપ્રદાનમાં ભાષાનાં વિવિધ તત્ત્વોનાં મહત્ત્વનું તારતમ્ય –'''}} | {{center|'''આદાનપ્રદાનમાં ભાષાનાં વિવિધ તત્ત્વોનાં મહત્ત્વનું તારતમ્ય –'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ભાષાઓની પરસ્પર અસર વિષે વિચાર કરતાં શબ્દોનાં આદાનપ્રદાનને લક્ષમાં લેવાની આવશ્યકતા નથી.૪૪<ref>૪૪ સરખાવો: “Thus vocabulary borrowings, no matter how extensive they may be, remain in a certain sense outside the language.” — Vendryes, op. cit., p. 289.</ref> ઉ. ત. ફ્રેન્ચ ભાષામાં રમતગમતોના અંગ્રેજી શબ્દો પુષ્કળ વપરાય છે; છતાં એટલાથીજ અંગ્રેજીની ફ્રેન્ચ ઉપર નોંધપાત્ર અસર પડી છે એમ કહી શકાય નહીં. એજ પ્રકારે ગુજરાતીમાં અનેક ફારસી-અરબી શબ્દો ઘર કરી ગયા છે, અને સંખ્યાબંધ અંગ્રેજી શબ્દો વ્યાપકપણે પ્રયોજાય છે, છતાં એ બંને ભાષાઓની એવી કોઈ તાત્ત્વિક અસર ગુજરાતી ઉપર થઈ નથી. | ભાષાઓની પરસ્પર અસર વિષે વિચાર કરતાં શબ્દોનાં આદાનપ્રદાનને લક્ષમાં લેવાની આવશ્યકતા નથી.૪૪<ref>૪૪ સરખાવો: “Thus vocabulary borrowings, no matter how extensive they may be, remain in a certain sense outside the language.” <br>{{right|— Vendryes, op. cit., p. 289.}}</ref> ઉ. ત. ફ્રેન્ચ ભાષામાં રમતગમતોના અંગ્રેજી શબ્દો પુષ્કળ વપરાય છે; છતાં એટલાથીજ અંગ્રેજીની ફ્રેન્ચ ઉપર નોંધપાત્ર અસર પડી છે એમ કહી શકાય નહીં. એજ પ્રકારે ગુજરાતીમાં અનેક ફારસી-અરબી શબ્દો ઘર કરી ગયા છે, અને સંખ્યાબંધ અંગ્રેજી શબ્દો વ્યાપકપણે પ્રયોજાય છે, છતાં એ બંને ભાષાઓની એવી કોઈ તાત્ત્વિક અસર ગુજરાતી ઉપર થઈ નથી. | ||
બીજા પ્રકારનાં આદાનપ્રદાન—ખાસ કરીને એક ભાષાની '''વિશિષ્ટ વાક્યરચનાનો અન્ય ભાષામાં સ્વીકાર'''—ભાષાના આદાન-પ્રદાનમાં વધારે મહત્ત્વની વસ્તુ છે. ઉ. ત. કોઈ ન્હાનો અંગ્રેજ વિદ્યાર્થી ઈટાલિઅનમાં (શુદ્ધ રચના ‘dammi la mia vacca’ ને બદલે) ‘da mihi mea vacca’ કહે ત્યારે એની મનોભૂમિકામાં રહેલી અંગ્રેજી વાક્યરચના ‘give me my cow’ નું શબ્દશઃ રૂપાન્તર કરતો હોય છે. અનિર્બન્ધ પદક્રમવાળી સ્લાવોનિક (Slavonic) ભાષાની અસરથી કોઈ ઑસ્ટ્રીઅન-જર્મન શિષ્ટ જર્મન રચના ‘Ich wünsch Ihnen guten Morgen’ ને બદલે ‘guten Morgen wünsch’ ich Ihnen’ (=‘good morning wish I you’) કહે તેમાં સ્લાવોનિક ભાષાની વાક્યરચનાનો જર્મન ઉપર અધ્યારોપ થયેલો છે.૪૫<ref>૪૫ સરખાવોઃ Vendryes, op. cit., p. 290.</ref> ગુજરાતીમાં કર્મણિ રચના અને શક્યાર્થનો પ્રચાર એ અંગ્રેજી વાક્યરચનાની અસર છે. ઉ. ત. ‘એ મારાથી કરાયું છે’ (કર્મણિ પ્રયોગ) એ ‘It is done by me’, એ વાક્યરચનાનું સીધું રૂપાન્તર છે. ગુજરાતી ભાષાની પ્રકૃતિ અનુસાર તો ‘આ મેં કર્યું છે’ એ જાતે જ કર્મણિ રચના છે. (સરખાવો: ‘मइं भणिअ तुहुं’, ‘मइ जाणिउं’ ઇ૰ અનેક અપભ્રંશ પ્રયોગો). એ જ પ્રમાણે ગુજરાતી શક્યાર્થની ઉત્પત્તિ પણ અંગ્રેજી વાક્યરચનાની અસરને કારણે છે. ‘I cannot say’ જેવી રચનાઓમાંથી અર્વાચીન ગુજરાતીમાં ‘મારાથી કહી શકાતું નથી’ જેવી વાક્યરચના ઉત્ક્રાન્ત થઈ લાગે છે, કારણ કે ૧૫મા-૧૬મા શતકની ગુજરાતી ભાષામાં તો આને સ્થાને ‘मेंथी कह्युं नव जाय’ જેવા પ્રયોગો મળે છે.૪૬<ref>૪૬ સરખાવો: ‘ए वडु रोस न सहिणउ जाइ’ (= એ અત્યંત રોષ સહી શકાતો નથી); कान्हडदेप्रबन्ध ૧-૨૬. ‘पग मेल्हणउ न जाइ’ (= પગ મૂકી શકાતો નથી); कान्हडदेप्रबंध ૧-૨૧૫.</ref> અર્વાચીન ગુજરાતીમાં કેટલીક વાર વર્તમાનમાં ચાલુ ક્રિયા આવી રીતે દર્શાવાય છે: ‘આશ્રમવાસીઓ ઘણાં વર્ષોથી રચનાત્મક કામ કરી રહ્યા છે.’ આ પ્રયોગ સ્પષ્ટપણે જ હિંદીમાંથી આયાત થયેલો છે (ઉ. ત. आश्रमवासीयों बहुत सालों से रचनात्मक कार्य कर रहे हैं ।), અને ઘણું કરીને ગાંધીજી દ્વારા એ આવ્યો છે. ગુજરાતી ભાષાના સ્વાભાવિક આંતર સ્વરૂપ (genius) અનુસાર તો એવો પ્રયોગ માત્ર પૂર્ણ ક્રિયા જ (=‘કામ પૂર્ણ કરી નાંખ્યું છે’) દર્શાવી શકે. | બીજા પ્રકારનાં આદાનપ્રદાન—ખાસ કરીને એક ભાષાની '''વિશિષ્ટ વાક્યરચનાનો અન્ય ભાષામાં સ્વીકાર'''—ભાષાના આદાન-પ્રદાનમાં વધારે મહત્ત્વની વસ્તુ છે. ઉ. ત. કોઈ ન્હાનો અંગ્રેજ વિદ્યાર્થી ઈટાલિઅનમાં (શુદ્ધ રચના ‘dammi la mia vacca’ ને બદલે) ‘da mihi mea vacca’ કહે ત્યારે એની મનોભૂમિકામાં રહેલી અંગ્રેજી વાક્યરચના ‘give me my cow’ નું શબ્દશઃ રૂપાન્તર કરતો હોય છે. અનિર્બન્ધ પદક્રમવાળી સ્લાવોનિક (Slavonic) ભાષાની અસરથી કોઈ ઑસ્ટ્રીઅન-જર્મન શિષ્ટ જર્મન રચના ‘Ich wünsch Ihnen guten Morgen’ ને બદલે ‘guten Morgen wünsch’ ich Ihnen’ (=‘good morning wish I you’) કહે તેમાં સ્લાવોનિક ભાષાની વાક્યરચનાનો જર્મન ઉપર અધ્યારોપ થયેલો છે.૪૫<ref>૪૫ સરખાવોઃ Vendryes, op. cit., p. 290.</ref> ગુજરાતીમાં કર્મણિ રચના અને શક્યાર્થનો પ્રચાર એ અંગ્રેજી વાક્યરચનાની અસર છે. ઉ. ત. ‘એ મારાથી કરાયું છે’ (કર્મણિ પ્રયોગ) એ ‘It is done by me’, એ વાક્યરચનાનું સીધું રૂપાન્તર છે. ગુજરાતી ભાષાની પ્રકૃતિ અનુસાર તો ‘આ મેં કર્યું છે’ એ જાતે જ કર્મણિ રચના છે. (સરખાવો: ‘मइं भणिअ तुहुं’, ‘मइ जाणिउं’ ઇ૰ અનેક અપભ્રંશ પ્રયોગો). એ જ પ્રમાણે ગુજરાતી શક્યાર્થની ઉત્પત્તિ પણ અંગ્રેજી વાક્યરચનાની અસરને કારણે છે. ‘I cannot say’ જેવી રચનાઓમાંથી અર્વાચીન ગુજરાતીમાં ‘મારાથી કહી શકાતું નથી’ જેવી વાક્યરચના ઉત્ક્રાન્ત થઈ લાગે છે, કારણ કે ૧૫મા-૧૬મા શતકની ગુજરાતી ભાષામાં તો આને સ્થાને ‘मेंथी कह्युं नव जाय’ જેવા પ્રયોગો મળે છે.૪૬<ref>૪૬ સરખાવો: ‘ए वडु रोस न सहिणउ जाइ’ (= એ અત્યંત રોષ સહી શકાતો નથી); कान्हडदेप्रबन्ध ૧-૨૬. ‘पग मेल्हणउ न जाइ’ (= પગ મૂકી શકાતો નથી); कान्हडदेप्रबंध ૧-૨૧૫.</ref> અર્વાચીન ગુજરાતીમાં કેટલીક વાર વર્તમાનમાં ચાલુ ક્રિયા આવી રીતે દર્શાવાય છે: ‘આશ્રમવાસીઓ ઘણાં વર્ષોથી રચનાત્મક કામ કરી રહ્યા છે.’ આ પ્રયોગ સ્પષ્ટપણે જ હિંદીમાંથી આયાત થયેલો છે (ઉ. ત. आश्रमवासीयों बहुत सालों से रचनात्मक कार्य कर रहे हैं ।), અને ઘણું કરીને ગાંધીજી દ્વારા એ આવ્યો છે. ગુજરાતી ભાષાના સ્વાભાવિક આંતર સ્વરૂપ (genius) અનુસાર તો એવો પ્રયોગ માત્ર પૂર્ણ ક્રિયા જ (=‘કામ પૂર્ણ કરી નાંખ્યું છે’) દર્શાવી શકે. | ||