ભાષાવિજ્ઞાન/ભાષાસ્વરૂપોનું વર્ગીકરણ –: Difference between revisions
No edit summary |
Removed Reference Numbers |
||
| Line 23: | Line 23: | ||
'''અયોગાત્મક ભાષાઓ (isolating languages) —'''અયોગાત્મક ભાષામાં દરેક શબ્દ સ્વતંત્ર છે; વાક્યમાં પ્રયોજાતાં એ કોઈ પ્રત્યય કે અનુગ લેતો નથી, તેમ અન્ય શબ્દને યોગે તેમાં ફેરફાર થતો નથી. એમાં શબ્દોનો પરસ્પર સંબંધ વાક્યના પદક્રમ (syntax)થી જ જણાઈ જાય છે. અંગ્રેજી, અને હિંદી ગુજરાતી જેવી વર્તમાન ભારતીય ભાષાઓનું અયોગાત્મક વલણ ધ્યાન ખેંચે છે. ઉ. ત. John hit Bill; Bill hit John; राम लक्ष्मण से पूछता है । लक्ष्मण राम से पूछता है ।; ‘ભાઈ બહેનને ખવડાવે છે,’ ‘બહેન ભાઈને ખવડાવે છે’; ઈ૰ અહીં પદક્રમ અનુસાર પ્રથમ નામ કર્તા બને છે; અને પછીનું નામ કર્મ બને છે. બીજા વાક્યમાં નામોનાં સ્થાન ફેરવી નાખ્યાં છે, તેથી અર્થવ્યત્યય થયો છે. | '''અયોગાત્મક ભાષાઓ (isolating languages) —'''અયોગાત્મક ભાષામાં દરેક શબ્દ સ્વતંત્ર છે; વાક્યમાં પ્રયોજાતાં એ કોઈ પ્રત્યય કે અનુગ લેતો નથી, તેમ અન્ય શબ્દને યોગે તેમાં ફેરફાર થતો નથી. એમાં શબ્દોનો પરસ્પર સંબંધ વાક્યના પદક્રમ (syntax)થી જ જણાઈ જાય છે. અંગ્રેજી, અને હિંદી ગુજરાતી જેવી વર્તમાન ભારતીય ભાષાઓનું અયોગાત્મક વલણ ધ્યાન ખેંચે છે. ઉ. ત. John hit Bill; Bill hit John; राम लक्ष्मण से पूछता है । लक्ष्मण राम से पूछता है ।; ‘ભાઈ બહેનને ખવડાવે છે,’ ‘બહેન ભાઈને ખવડાવે છે’; ઈ૰ અહીં પદક્રમ અનુસાર પ્રથમ નામ કર્તા બને છે; અને પછીનું નામ કર્મ બને છે. બીજા વાક્યમાં નામોનાં સ્થાન ફેરવી નાખ્યાં છે, તેથી અર્થવ્યત્યય થયો છે. | ||
અયોગાત્મક ભાષાનું આત્યંતિક ઉદાહરણ ચીની ભાષા છે. એનો પ્રત્યેક શબ્દ એકાક્ષરી હોય છે. એનું સ્વરૂપ હંમેશાં સ્થિર હોય છે; એને કદી પ્રત્યય લાગતો નથી, તેમ એના સ્વરૂપમાં કદી ફેરફાર થતો નથી. | અયોગાત્મક ભાષાનું આત્યંતિક ઉદાહરણ ચીની ભાષા છે. એનો પ્રત્યેક શબ્દ એકાક્ષરી હોય છે. એનું સ્વરૂપ હંમેશાં સ્થિર હોય છે; એને કદી પ્રત્યય લાગતો નથી, તેમ એના સ્વરૂપમાં કદી ફેરફાર થતો નથી.<ref>નીચેનું ચીની કવિએ ચીની ભાષાસ્વરૂપ અનુસાર રચેલું અંગ્રેજી કાવ્ય ચીની ભાષાની અયોગાત્મક દશા ઉત્તમ રીતે પ્રગટ કરે છે:<br> | ||
"Wu-river stream mouth evening sun sink,<br> | "Wu-river stream mouth evening sun sink,<br> | ||
North look Liao-Tung, not see home.<br> | North look Liao-Tung, not see home.<br> | ||
| Line 34: | Line 34: | ||
ચીનીમાં વચનભેદ—નામ એકવચનમાં છે કે બહુવચનમાં તે—સામાન્ય રીતે એના સંદર્ભમાંથી જાણી લેવાય છે. પણ, જ્યાં અસ્પષ્ટતા હોય કે ભારપૂર્વક બહુત્વ દર્શાવવાનું હોય ત્યાં બહુત્વસૂચક શબ્દો જોડવામાં આવે છે. ઉ. ત. ki (= કેટલાક), šu (સંખ્યાબંધ). એ રીતે કેટલાક રિક્તાર્થ શબ્દોથી વિભકત્યર્થો દર્શાવાય છે. ઉ. ત. ‘min lik’ = ‘લોકોની શક્તિ’, પણ ષષ્ઠ્યર્થ વધારે સુસ્પષ્ટ રીતે દર્શાવવો હોય તો એ પદો વચ્ચે ci મૂકવામાં આવે છે. ઉ. ત. ‘min ci lik’. ci વાક્યના કર્તા પછી મુકાયું હોય તો સમગ્ર વાક્ય પેટાવાક્ય બની જાય છે. ઉ. ત. वांग पाओ मिन (wang pao min) = ‘રાજા રક્ષે છે લોકોને’; પણ ‘वांग चि पाओ मिन त्वे (સમાન) फ़ु (= પિતા) चिपो त्साइ’ = ‘રાજાનું લોકોને રક્ષવું એ પિતાના પોતાના બાળકને રક્ષવા સરખું છે.’ ci ના ઉપયોગથી સમગ્ર વાક્ય પણ ષષ્ઠ્યર્થ બની જાય છે: ઉ. ત. ‘‘वांग पाओ मिन चि ताओ (= રીત) કો (ko = શકાય) કિઅન (kien = દેખાય)’ = ‘જે રીતે રાજા રક્ષે છે લોકોને તે દેખી શકાય તેવી છે.’ चि ના પ્રયોગથી કૃદંત જેવી રચનાઓ પણ સિદ્ધ કરી શકાય છે. ઉ. ત. ‘वांग पाओ चि मिन’ (= ‘રાજાથી રક્ષાયેલા લોકો’); ‘पाओ मिन चि वांग’ (‘લોકોનું રક્ષણ કરતા રાજા’), ઈ૰ | ચીનીમાં વચનભેદ—નામ એકવચનમાં છે કે બહુવચનમાં તે—સામાન્ય રીતે એના સંદર્ભમાંથી જાણી લેવાય છે. પણ, જ્યાં અસ્પષ્ટતા હોય કે ભારપૂર્વક બહુત્વ દર્શાવવાનું હોય ત્યાં બહુત્વસૂચક શબ્દો જોડવામાં આવે છે. ઉ. ત. ki (= કેટલાક), šu (સંખ્યાબંધ). એ રીતે કેટલાક રિક્તાર્થ શબ્દોથી વિભકત્યર્થો દર્શાવાય છે. ઉ. ત. ‘min lik’ = ‘લોકોની શક્તિ’, પણ ષષ્ઠ્યર્થ વધારે સુસ્પષ્ટ રીતે દર્શાવવો હોય તો એ પદો વચ્ચે ci મૂકવામાં આવે છે. ઉ. ત. ‘min ci lik’. ci વાક્યના કર્તા પછી મુકાયું હોય તો સમગ્ર વાક્ય પેટાવાક્ય બની જાય છે. ઉ. ત. वांग पाओ मिन (wang pao min) = ‘રાજા રક્ષે છે લોકોને’; પણ ‘वांग चि पाओ मिन त्वे (સમાન) फ़ु (= પિતા) चिपो त्साइ’ = ‘રાજાનું લોકોને રક્ષવું એ પિતાના પોતાના બાળકને રક્ષવા સરખું છે.’ ci ના ઉપયોગથી સમગ્ર વાક્ય પણ ષષ્ઠ્યર્થ બની જાય છે: ઉ. ત. ‘‘वांग पाओ मिन चि ताओ (= રીત) કો (ko = શકાય) કિઅન (kien = દેખાય)’ = ‘જે રીતે રાજા રક્ષે છે લોકોને તે દેખી શકાય તેવી છે.’ चि ના પ્રયોગથી કૃદંત જેવી રચનાઓ પણ સિદ્ધ કરી શકાય છે. ઉ. ત. ‘वांग पाओ चि मिन’ (= ‘રાજાથી રક્ષાયેલા લોકો’); ‘पाओ मिन चि वांग’ (‘લોકોનું રક્ષણ કરતા રાજા’), ઈ૰ | ||
ચીની વાક્યરચનામાં કર્તા ક્રિયાપદની પહેલાં અને કર્મ ક્રિયાપદની પછી આવે છે. ઉ. ત. ‘wǒ pú pà tā (वो पू पा ता)’ = ‘હું ડરતો નથી એનાથી’; પણ ‘tā pú pà wǒ’ = ‘એ ડરતો નથી મારાથી. | ચીની વાક્યરચનામાં કર્તા ક્રિયાપદની પહેલાં અને કર્મ ક્રિયાપદની પછી આવે છે. ઉ. ત. ‘wǒ pú pà tā (वो पू पा ता)’ = ‘હું ડરતો નથી એનાથી’; પણ ‘tā pú pà wǒ’ = ‘એ ડરતો નથી મારાથી.’<ref>સરખાવો: E. H. Sturtevant, An Introduction to Linguistic Science, p. 55.</ref> તેમ न्गो तनि = ‘હું મારું છું તને’; नि त न्गो ‘તું મારે છે મને’.<ref>સરખાવો: બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. १४८.</ref> આ સંબંધે આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. | ||
સામાન્ય રીતે ચીનીમાં એકજ શબ્દ અર્થતત્ત્વ (semanteme) તેમજ સંબંધતત્ત્વ (morpheme) બતાવે છે. ત્યારે કયો શબ્દ કયું તત્ત્વ વ્યક્ત કરે છે તે પદક્રમથી જણાય છે. ઉ. ત. त्सि નું અર્થતત્ત્વ ‘સ્થાન’ છે, પણ સંબંધતત્ત્વ છે ‘નું’. એમાંથી કયો અર્થ સંદર્ભમાં ઇષ્ટ છે તે પદક્રમ દર્શાવે છે. | સામાન્ય રીતે ચીનીમાં એકજ શબ્દ અર્થતત્ત્વ (semanteme) તેમજ સંબંધતત્ત્વ (morpheme) બતાવે છે. ત્યારે કયો શબ્દ કયું તત્ત્વ વ્યક્ત કરે છે તે પદક્રમથી જણાય છે. ઉ. ત. त्सि નું અર્થતત્ત્વ ‘સ્થાન’ છે, પણ સંબંધતત્ત્વ છે ‘નું’. એમાંથી કયો અર્થ સંદર્ભમાં ઇષ્ટ છે તે પદક્રમ દર્શાવે છે. | ||
ચીની ભાષાની અન્ય એક વિશેષતા ધ્યાન ખેંચે છે. એમાં એકજ શબ્દ સૂરભેદે વિવિધ અર્થો પ્રગટ કરે છે. ઉ. ત. એક રીતે ઉચ્ચારતાં wang નો અર્થ ‘રાજા’ એવો થાય છે; તો બીજી રીતે ઉચ્ચારતાં એનો અર્થ ‘રાજા બનવું’ એવો થાય છે. ઉત્તરીય ચીનીમાં ઉચ્ચ, સમ (high level) સ્વરે ઉચ્ચારાયેલા ma1 (म) નો અર્થ થાય ‘માતા’; ઉચ્ચ ચઢતા (high rising) સ્વરે ઉચ્ચારાયેલા ma2 નો અર્થ થાય ‘શણ’; નીચા, ચઢતા (low rising) સ્વરે ઉચ્ચારાયેલા ma3 નો અર્થ થાય ઘોડો; અને નીચા, પડતા (low falling) સ્વરે ઉચ્ચારાયેલા ma4 નો અર્થ થાય ‘ઠપકો આપવો. | ચીની ભાષાની અન્ય એક વિશેષતા ધ્યાન ખેંચે છે. એમાં એકજ શબ્દ સૂરભેદે વિવિધ અર્થો પ્રગટ કરે છે. ઉ. ત. એક રીતે ઉચ્ચારતાં wang નો અર્થ ‘રાજા’ એવો થાય છે; તો બીજી રીતે ઉચ્ચારતાં એનો અર્થ ‘રાજા બનવું’ એવો થાય છે. ઉત્તરીય ચીનીમાં ઉચ્ચ, સમ (high level) સ્વરે ઉચ્ચારાયેલા ma1 (म) નો અર્થ થાય ‘માતા’; ઉચ્ચ ચઢતા (high rising) સ્વરે ઉચ્ચારાયેલા ma2 નો અર્થ થાય ‘શણ’; નીચા, ચઢતા (low rising) સ્વરે ઉચ્ચારાયેલા ma3 નો અર્થ થાય ઘોડો; અને નીચા, પડતા (low falling) સ્વરે ઉચ્ચારાયેલા ma4 નો અર્થ થાય ‘ઠપકો આપવો.’<ref>સરખાવો: Bloomfield, Language, p. 116.</ref> તેવીજ રીતે mu (मु) નો સામાન્ય અર્થ છે ‘આંખ’; એના સૂરભેદે ‘ખ્યાલ કરવો’, ‘મુખ્ય’, ‘આવશ્યક’ ઈ૰ વિવિધ અર્થો થાય છે. | ||
ઉપર દર્શાવ્યા પ્રમાણે ઉત્તરીય ચીની કે પેકિંગીઝ (Pekingese) ચીનીમાં ચાર સૂરભેદ છે, કેન્તોનીઝ (Cantonese) માં આઠ સૂરભેદ છે. આ સૂરભેદ એ ધ્વનિની માફક જ શબ્દનું અંતરંગ (integral) તત્ત્વ છે. એથી અર્થ સુસ્પષ્ટ કરવાને ઘણીવાર બે સમાનાર્થી શબ્દોનો સહપ્રયોગ કરવામાં આવે છે. ઉ. ત. tao અને lu એ બંનેના વિવિધ અર્થો થાય છે, જેમાં એક અર્થ ‘રસ્તો’ એવો છે. બંનેનો સહપ્રયોગ કરવાથી કેવળ ‘રસ્તો’ એ જ અર્થ સંદર્ભમાં ઇષ્ટ છે એમ નિશ્ચિત થઈ જાય છે. તેમ, સામાન્ય રીતે ‘nü’ = ‘છોકરી’ કે ‘ko’ = ‘મોટો ભાઈ’ એમ અર્થ થાય છે. પણ રોજિંદા વ્યવહારની ભાષામાં અર્થ સ્પષ્ટ કરવાને ‘nü–tzǔ’ (= છોકરી (રૂપ) બાળક) કે ‘ta ko’ (= મોટો કે વડિલ મોટો ભાઈ) વિશેષ વપરાય છે. | ઉપર દર્શાવ્યા પ્રમાણે ઉત્તરીય ચીની કે પેકિંગીઝ (Pekingese) ચીનીમાં ચાર સૂરભેદ છે, કેન્તોનીઝ (Cantonese) માં આઠ સૂરભેદ છે. આ સૂરભેદ એ ધ્વનિની માફક જ શબ્દનું અંતરંગ (integral) તત્ત્વ છે. એથી અર્થ સુસ્પષ્ટ કરવાને ઘણીવાર બે સમાનાર્થી શબ્દોનો સહપ્રયોગ કરવામાં આવે છે. ઉ. ત. tao અને lu એ બંનેના વિવિધ અર્થો થાય છે, જેમાં એક અર્થ ‘રસ્તો’ એવો છે. બંનેનો સહપ્રયોગ કરવાથી કેવળ ‘રસ્તો’ એ જ અર્થ સંદર્ભમાં ઇષ્ટ છે એમ નિશ્ચિત થઈ જાય છે. તેમ, સામાન્ય રીતે ‘nü’ = ‘છોકરી’ કે ‘ko’ = ‘મોટો ભાઈ’ એમ અર્થ થાય છે. પણ રોજિંદા વ્યવહારની ભાષામાં અર્થ સ્પષ્ટ કરવાને ‘nü–tzǔ’ (= છોકરી (રૂપ) બાળક) કે ‘ta ko’ (= મોટો કે વડિલ મોટો ભાઈ) વિશેષ વપરાય છે.<ref>સરખાવો: Encyclopaedia Britannica, (1946), Vol 5, p. 567.</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|'''યોગાત્મક ભાષાઓ (agglutinating languages)'''}} | {{center|'''યોગાત્મક ભાષાઓ (agglutinating languages)'''}} | ||
| Line 47: | Line 47: | ||
પણ આ પ્રકારનું સર્વોત્તમ ઉદાહરણ યુરલ-આલ્તાઈ કુળની તુર્કી ભાષા છે. એમાં પ્રકૃતિ (મૂળરૂપ) અને પ્રત્યય કે અનુગ બંને સ્વતંત્ર રહે છે અને સિદ્ધ રૂપમાં એમનું અસ્તિત્વ છતું થાય છે. પ્રત્યય કે અનુગને યોગે મૂળ શબ્દના સ્વરૂપમાં ભાગ્યે જ ફેરફાર થાય છે. તુર્કીમાંથી કેટલાક ઉદાહરણો જોઈએ. | પણ આ પ્રકારનું સર્વોત્તમ ઉદાહરણ યુરલ-આલ્તાઈ કુળની તુર્કી ભાષા છે. એમાં પ્રકૃતિ (મૂળરૂપ) અને પ્રત્યય કે અનુગ બંને સ્વતંત્ર રહે છે અને સિદ્ધ રૂપમાં એમનું અસ્તિત્વ છતું થાય છે. પ્રત્યય કે અનુગને યોગે મૂળ શબ્દના સ્વરૂપમાં ભાગ્યે જ ફેરફાર થાય છે. તુર્કીમાંથી કેટલાક ઉદાહરણો જોઈએ. | ||
તુર્કીમાં sev = ‘ચાહવું’ એનાં વિવિધ રૂપો આ પ્રકારે બને છે. sev–mek (સેવ-મેક) = ચાહવું; sev–il–mek (સેવ-ઈલ-મેક) = ચહાવાવું; sev–ish–mek (સેવ-ઈશ-મેક) = પરસ્પરને ચાહવું; sev–ish–dir–il–mek (સેવ-ઈશ-દિર-ઈલ-મેક) = પરસ્પરને ચહાવરાવવું. ‘de’ = ‘કહે’ નાં આવાં રૂપાખ્યાનો થાય છે : de = કહે (આજ્ઞાર્થ); de–yor = તે કહે છે; de–yor–lar = તેઓ કહે છે; de–yecek = તે કહેશે; de–yecek–ler = તેઓ કહેશે. | તુર્કીમાં sev = ‘ચાહવું’ એનાં વિવિધ રૂપો આ પ્રકારે બને છે. sev–mek (સેવ-મેક) = ચાહવું; sev–il–mek (સેવ-ઈલ-મેક) = ચહાવાવું; sev–ish–mek (સેવ-ઈશ-મેક) = પરસ્પરને ચાહવું; sev–ish–dir–il–mek (સેવ-ઈશ-દિર-ઈલ-મેક) = પરસ્પરને ચહાવરાવવું. ‘de’ = ‘કહે’ નાં આવાં રૂપાખ્યાનો થાય છે : de = કહે (આજ્ઞાર્થ); de–yor = તે કહે છે; de–yor–lar = તેઓ કહે છે; de–yecek = તે કહેશે; de–yecek–ler = તેઓ કહેશે.<ref>સરખાવો: Sturtevant, op. cit., pp. 55-56.</ref> | ||
એ જ પ્રમાણે ev (‘એવ’ = ઘર) એ નામ લઈ એ તો એનાં ev (પ્રથમા), ev–i (‘એવ-ઈ’, દ્વિતીયા), ev–e (‘એવ-એ,’ ચતુર્થી), ev–den (‘એવ-ડેન,’ પંચમી), ev–in (‘એવ-ઈન’, ષષ્ઠી), ev–de (‘એવ-ડે’, સપ્તમી) ઈ૰ રૂપો થાય છે. એ રૂપોનાં બહુવચન એ જ અનુગોથી, પણ પહેલાં બહુત્વસૂચક ler લગાડીને, થાય છે : જેમકે ev–ler (= ‘ઘણાં ઘર’, પ્રથમા), ev–ler–i (દ્વિતીયા), ઈ૰ | એ જ પ્રમાણે ev (‘એવ’ = ઘર) એ નામ લઈ એ તો એનાં ev (પ્રથમા), ev–i (‘એવ-ઈ’, દ્વિતીયા), ev–e (‘એવ-એ,’ ચતુર્થી), ev–den (‘એવ-ડેન,’ પંચમી), ev–in (‘એવ-ઈન’, ષષ્ઠી), ev–de (‘એવ-ડે’, સપ્તમી) ઈ૰ રૂપો થાય છે. એ રૂપોનાં બહુવચન એ જ અનુગોથી, પણ પહેલાં બહુત્વસૂચક ler લગાડીને, થાય છે : જેમકે ev–ler (= ‘ઘણાં ઘર’, પ્રથમા), ev–ler–i (દ્વિતીયા), ઈ૰ | ||
નીચેનાં રૂપાખ્યાનોથી ભાષાનું યોગાત્મક સ્વરૂપ વધારે સ્પષ્ટ થશે. ઉ. ત., ev–im (=મારું ઘર), en–ler–im (=મારાં ઘરો); ev–im–in (=મારા ઘરનું); ev–ler–im–in (=મારાં ઘરોનું); ev–in (=તમારું ઘર), ev–in–in (તમારા ઘરનું). el (=હાથ), el–im (=મારો હાથ), el–im–de (=મારા હાથમાં), el–im–de–ki (=મારા હાથમાં હોવું તે), ઈ૰ | નીચેનાં રૂપાખ્યાનોથી ભાષાનું યોગાત્મક સ્વરૂપ વધારે સ્પષ્ટ થશે. ઉ. ત., ev–im (=મારું ઘર), en–ler–im (=મારાં ઘરો); ev–im–in (=મારા ઘરનું); ev–ler–im–in (=મારાં ઘરોનું); ev–in (=તમારું ઘર), ev–in–in (તમારા ઘરનું). el (=હાથ), el–im (=મારો હાથ), el–im–de (=મારા હાથમાં), el–im–de–ki (=મારા હાથમાં હોવું તે), ઈ૰ | ||
| Line 53: | Line 53: | ||
હંગેરિયન, ફિનિશ, બાસ્ક અને જાપાની ભાષાઓ પણ આ પ્રકારની છે. | હંગેરિયન, ફિનિશ, બાસ્ક અને જાપાની ભાષાઓ પણ આ પ્રકારની છે. | ||
તુર્કી ભાષા अन्तयोगात्मक છે—અર્થાત્ એમાં પ્રકૃતિ (મૂળરૂપ)ને અંતે પ્રત્યયાદિક જોડવામાં આવે છે. આફ્રિકાની બાંટૂ કુળની ભાષાઓ પ્રધાનપણે पूर्वयोगात्मक છે, અને કેટલેક અંશે अन्तयोगात्मक છે: એમાં પ્રત્યય કે પુરઃસર્ગ બહુધા આગળ જોડવામાં આવે છે, અને ધાતુ યથાવત્ રહે છે. જેમકે કાફિર ભાષામાં ku (कु) પુરઃસર્ગ સંપ્રદાન અર્થ (= ને) બતાવે છે. ઉ. ત. kuti (कुति) = ‘અમને’, ku–ni (कुनि) = ‘તેને’. ઝૂલુ ભાષામાં umu (उमु) પુરઃસર્ગ એકવચન અને aba (अब) બહુવચન દર્શાવે છે. ઉ. ત. उमुन्त (= એક માણસ), अबन्तु (= ઘણા માણસો); न्गबन्तु (= ઘણા માણસોથી), (न्ग = થી). લુગાન્ડા (Luganda) માં senyua = ‘ક્ષમા કરવી’, ki–senyuo = ‘ક્ષમા’, mu–senyui = ‘ક્ષમા કરનાર’. સ્વાહિલી (Swahili) માં pataniša (= ‘to conciliate’), mpatanaši (= ‘conciliator’), upatanišo (= ‘conciliation’). | તુર્કી ભાષા अन्तयोगात्मक છે—અર્થાત્ એમાં પ્રકૃતિ (મૂળરૂપ)ને અંતે પ્રત્યયાદિક જોડવામાં આવે છે. આફ્રિકાની બાંટૂ કુળની ભાષાઓ પ્રધાનપણે पूर्वयोगात्मक છે, અને કેટલેક અંશે अन्तयोगात्मक છે: એમાં પ્રત્યય કે પુરઃસર્ગ બહુધા આગળ જોડવામાં આવે છે, અને ધાતુ યથાવત્ રહે છે. જેમકે કાફિર ભાષામાં ku (कु) પુરઃસર્ગ સંપ્રદાન અર્થ (= ને) બતાવે છે. ઉ. ત. kuti (कुति) = ‘અમને’, ku–ni (कुनि) = ‘તેને’. ઝૂલુ ભાષામાં umu (उमु) પુરઃસર્ગ એકવચન અને aba (अब) બહુવચન દર્શાવે છે. ઉ. ત. उमुन्त (= એક માણસ), अबन्तु (= ઘણા માણસો); न्गबन्तु (= ઘણા માણસોથી), (न्ग = થી). લુગાન્ડા (Luganda) માં senyua = ‘ક્ષમા કરવી’, ki–senyuo = ‘ક્ષમા’, mu–senyui = ‘ક્ષમા કરનાર’. સ્વાહિલી (Swahili) માં pataniša (= ‘to conciliate’), mpatanaši (= ‘conciliator’), upatanišo (= ‘conciliation’). | ||
બાન્ટૂમાં अन्तयोगात्मक ના પણ અંશો છે. ઉ. ત. tanda (= ‘to love’), tandawa (= ‘to be loved’), tandeka (= ‘to be lovable’), tandila (= ‘to love for’), tandisa (= ‘to cause to love’). | બાન્ટૂમાં अन्तयोगात्मक ના પણ અંશો છે. ઉ. ત. tanda (= ‘to love’), tandawa (= ‘to be loved’), tandeka (= ‘to be lovable’), tandila (= ‘to love for’), tandisa (= ‘to cause to love’).<ref>સરખાવો: Encyclopaedia Britannica, (1946), Vol 3, p. 81.</ref> | ||
બાન્ટૂ ભાષાઓમાં વાક્ય આવી રીતે બને છે. ઉ. ત. Hupaમાં te–s–e–ya–te (= ‘I will go’). એમાં ya (= ‘to go’) એ શબ્દમૂળ (radical element) જ પ્રધાન અંશ છે; પુરઃસર્ગ te ક્રિયાનું સાતત્ય દર્શાવે છે; s પણ ચાલુ ક્રિયાદર્શક છે; e ક્રિયાનો કર્તા પહેલો પુરુષ છે એ દર્શાવે છે; અનુસર્ગ te ભવિષ્યકાળ સૂચવે છે. | બાન્ટૂ ભાષાઓમાં વાક્ય આવી રીતે બને છે. ઉ. ત. Hupaમાં te–s–e–ya–te (= ‘I will go’). એમાં ya (= ‘to go’) એ શબ્દમૂળ (radical element) જ પ્રધાન અંશ છે; પુરઃસર્ગ te ક્રિયાનું સાતત્ય દર્શાવે છે; s પણ ચાલુ ક્રિયાદર્શક છે; e ક્રિયાનો કર્તા પહેલો પુરુષ છે એ દર્શાવે છે; અનુસર્ગ te ભવિષ્યકાળ સૂચવે છે.<ref>સરખાવો: Edward Sapir, Language, pp. 68-69.</ref> | ||
अन्तयोग નાં ઉત્તમ ઉદાહરણ તુર્કી અને દ્રાવિડી ભાષાઓ છે. તુર્કી વિશે આગળ વિવેચન કર્યું. દ્રાવિડી ભાષાઓમાં પણ તુર્કીની માફક જ શબ્દને અંતે પ્રત્યયો લાગે છે. ઉ.ત. | अन्तयोग નાં ઉત્તમ ઉદાહરણ તુર્કી અને દ્રાવિડી ભાષાઓ છે. તુર્કી વિશે આગળ વિવેચન કર્યું. દ્રાવિડી ભાષાઓમાં પણ તુર્કીની માફક જ શબ્દને અંતે પ્રત્યયો લાગે છે. ઉ.ત. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 95: | Line 95: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કન્નડનાં આ રૂપોમાં र् અનુગ બહુવચન દર્શાવે છે, न् એકવચન દર્શાવે છે, મલયાલમમાં મૂળરૂપ सेवकन् છે, એને બહુવચનનો मार् પ્રત્યય લાગે છે. પછી વિભક્તિ-પ્રત્યય ए (કર્મ), आल् (કરણ), उ, आइ (સંપ્રદાન), टे (સંબંધ), इल् અધિકરણના પ્રત્યયો છે. બહુવચનનાં રૂપો ઉપર આપ્યાં છે; એકવચનનાં રૂપો ક્રમશઃ सेवकने, सवकन्नाल, सेवकन्नु, सेवकन्नाइ, सेवकन्टे, सेवकनिल् થાય છે. | કન્નડનાં આ રૂપોમાં र् અનુગ બહુવચન દર્શાવે છે, न् એકવચન દર્શાવે છે, મલયાલમમાં મૂળરૂપ सेवकन् છે, એને બહુવચનનો मार् પ્રત્યય લાગે છે. પછી વિભક્તિ-પ્રત્યય ए (કર્મ), आल् (કરણ), उ, आइ (સંપ્રદાન), टे (સંબંધ), इल् અધિકરણના પ્રત્યયો છે. બહુવચનનાં રૂપો ઉપર આપ્યાં છે; એકવચનનાં રૂપો ક્રમશઃ सेवकने, सवकन्नाल, सेवकन्नु, सेवकन्नाइ, सेवकन्टे, सेवकनिल् થાય છે.<ref>સરખાવો: બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. 149-150.</ref> | ||
पूर्वान्तयोग તેમજ मध्ययोगનાં ઉદાહરણો પૅસિફિક મહાસાગરના દ્વીપોની ભાષાઓમાં મળે છે. એમાં શબ્દ એકાક્ષરી હોય તો એની પહેલાં ને પછી પ્રત્યય લાગે છે, અને શબ્દ દ્વ્યક્ષરી હોય તો વચ્ચે પ્રત્યય લાગે છે. ઉ. ત. ન્યૂ ગિનીની मफ़ोर ભાષામાં ज-म्रफ़ (= હું સાંભળું છું), व– म्रफ़ (= તું સાંભળે છે), इ–म्रफ़ (= તે સાંભળે છે), सि–म्रफ़ (= તેઓ સાંભળે છે), ज–म्र–फ़–उ (હું તારી વાત સાંભળું છું). सांताली જેવી મુંડા કુલની ભાષાઓમાં मध्ययोग નાં ઉદાહરણો મળે છે. ઉ. ત. मंझि (=મુખી), मपंझि (=મુખીઓ); दल् (મારવું), दपल् (=એકબીજાને મારવું). | पूर्वान्तयोग તેમજ मध्ययोगનાં ઉદાહરણો પૅસિફિક મહાસાગરના દ્વીપોની ભાષાઓમાં મળે છે. એમાં શબ્દ એકાક્ષરી હોય તો એની પહેલાં ને પછી પ્રત્યય લાગે છે, અને શબ્દ દ્વ્યક્ષરી હોય તો વચ્ચે પ્રત્યય લાગે છે. ઉ. ત. ન્યૂ ગિનીની मफ़ोर ભાષામાં ज-म्रफ़ (= હું સાંભળું છું), व– म्रफ़ (= તું સાંભળે છે), इ–म्रफ़ (= તે સાંભળે છે), सि–म्रफ़ (= તેઓ સાંભળે છે), ज–म्र–फ़–उ (હું તારી વાત સાંભળું છું). सांताली જેવી મુંડા કુલની ભાષાઓમાં मध्ययोग નાં ઉદાહરણો મળે છે. ઉ. ત. मंझि (=મુખી), मपंझि (=મુખીઓ); दल् (મારવું), दपल् (=એકબીજાને મારવું).<ref>સરખાવો: બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. १५०</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 210: | Line 210: | ||
કેટલીક ભાષાઓમાં અર્થતત્ત્વ સંબંધતત્ત્વ સાથે એટલાં બધાં પ્રગાઢપણે એકરૂપ થઈ જાય છે કે એમને છૂટાં પાડવાં શક્ય નથી. પ્રાચીન આર્યભાષામાં પણ કોઈ કોઈ શબ્દો આ પ્રકારે સિદ્ધ થયેલા હોય છે. ઉ. ત. व्याकरण, न्याय, मधुर, कृष्णમાંથી તદ્ધિત પ્રત્યય अ, इक અને इ લાગીને સિદ્ધ થયેલા वैयाकरण, नैयायिक, माधुर्य, कार्ष्णि ઈ૰ માં પ્રકૃતિપ્રત્યયનો આવો પ્રશ્લેષ થયેલો છે. પ્રશ્લિષ્ટ ભાષાઓમાં આ પ્રકારે માત્ર એક અર્થતત્ત્વની સાથે એક કે વધારે સંબંધતત્ત્વોનો જ પ્રશ્લેષ – આત્યંતિક સંશ્લેષ – થયેલો હોય છે, એટલું જ નહીં પણ એક કરતાં વધારે અર્થતત્ત્વોનો સમાસ થયેલો હોય છે. ક્વચિત્ તો આવી રીતે ભિન્ન ભિન્ન અર્થતત્ત્વોના પ્રશ્લેષથી સમગ્ર વાક્ય જ એક શબ્દરૂપ બન્યું હોય છે. | કેટલીક ભાષાઓમાં અર્થતત્ત્વ સંબંધતત્ત્વ સાથે એટલાં બધાં પ્રગાઢપણે એકરૂપ થઈ જાય છે કે એમને છૂટાં પાડવાં શક્ય નથી. પ્રાચીન આર્યભાષામાં પણ કોઈ કોઈ શબ્દો આ પ્રકારે સિદ્ધ થયેલા હોય છે. ઉ. ત. व्याकरण, न्याय, मधुर, कृष्णમાંથી તદ્ધિત પ્રત્યય अ, इक અને इ લાગીને સિદ્ધ થયેલા वैयाकरण, नैयायिक, माधुर्य, कार्ष्णि ઈ૰ માં પ્રકૃતિપ્રત્યયનો આવો પ્રશ્લેષ થયેલો છે. પ્રશ્લિષ્ટ ભાષાઓમાં આ પ્રકારે માત્ર એક અર્થતત્ત્વની સાથે એક કે વધારે સંબંધતત્ત્વોનો જ પ્રશ્લેષ – આત્યંતિક સંશ્લેષ – થયેલો હોય છે, એટલું જ નહીં પણ એક કરતાં વધારે અર્થતત્ત્વોનો સમાસ થયેલો હોય છે. ક્વચિત્ તો આવી રીતે ભિન્ન ભિન્ન અર્થતત્ત્વોના પ્રશ્લેષથી સમગ્ર વાક્ય જ એક શબ્દરૂપ બન્યું હોય છે. | ||
એસ્કિમો ભાષા પ્રશ્લિષ્ટ સ્વરૂપની છે. એમાં ક્રિયાપદના વિભિન્ન અનુસર્ગો સાડાત્રણસો જેટલા છે, અને નામના વચન-વિભક્તિ આદિના નિર્દેશક અનુસર્ગો દોઢસો જેટલા છે. એનાં થોડાંક ઉદાહરણો જુઓ : ‘igdlo’ = hut; igdlu-a (= his hut); igdlu-ga (= my hut); igdlor-rse (= your hut). takuvā (= he saw it); takuva-ra (= I saw it); takuva-rse (= you saw it), takúngilara (= ‘I did not see him’; ‘-ngila’ = does not). | એસ્કિમો ભાષા પ્રશ્લિષ્ટ સ્વરૂપની છે. એમાં ક્રિયાપદના વિભિન્ન અનુસર્ગો સાડાત્રણસો જેટલા છે, અને નામના વચન-વિભક્તિ આદિના નિર્દેશક અનુસર્ગો દોઢસો જેટલા છે. એનાં થોડાંક ઉદાહરણો જુઓ : ‘igdlo’ = hut; igdlu-a (= his hut); igdlu-ga (= my hut); igdlor-rse (= your hut). takuvā (= he saw it); takuva-ra (= I saw it); takuva-rse (= you saw it), takúngilara (= ‘I did not see him’; ‘-ngila’ = does not).<ref>સરખાવો : Encyclopaedia Britannica, (1946), vol 8, p. 707.</ref> manna (= this one), inna (= that one), anna (= that one in the north); qanna (= that one in the south); panna (= that one in the east); kanna (= that one down there); sanna (= that one down in the sea),<ref>સરખાવો : Bloomfield, op. cit., p. 259.</ref> ઈ૰ | ||
એસ્કિમો ભાષામાં સમગ્ર વાક્યઘટના આવી રીતે થાય છે : ઉ. ત. ગ્રીનલૅન્ડની એસ્કિમો ભાષામાં अउलिसरिअतोरसुअपोक् (= એ માછલાં મારવાને જવાની ઉતાવળ કરે છે) એ સમગ્ર વાક્યરૂપ શબ્દ अउलिसर (= માછલાં મારવાં), पेअतोर (= કોઈ કામમાં મંડી પડવું), पेन्नुसुअपोक् (= એ ઉતાવળ કરે છે) એ ત્રણ શબ્દોના પ્રશ્લેષથી બન્યો છે. | એસ્કિમો ભાષામાં સમગ્ર વાક્યઘટના આવી રીતે થાય છે : ઉ. ત. ગ્રીનલૅન્ડની એસ્કિમો ભાષામાં अउलिसरिअतोरसुअपोक् (= એ માછલાં મારવાને જવાની ઉતાવળ કરે છે) એ સમગ્ર વાક્યરૂપ શબ્દ अउलिसर (= માછલાં મારવાં), पेअतोर (= કોઈ કામમાં મંડી પડવું), पेन्नुसुअपोक् (= એ ઉતાવળ કરે છે) એ ત્રણ શબ્દોના પ્રશ્લેષથી બન્યો છે.<ref>સરખાવો : બાબૂરામ સક્સેના, सामान्य भाषाविज्ञान, पृ. १५१.</ref> | ||
અમેરિકાના મૂળ વતનીઓની ભાષા પણ બહુધા આ પ્રકારની છે. ઉ. ત. ઉત્તર અમેરિકાના Algonkin નામના આદિમ વતનીઓની Fox નામની ભાષામાં ‘eh-kiwi-n-a-m-oht-ati-wa-ch (i)’ (= then they together kept [him] in flight from them) એ વાક્યમાં kiwi એ જ માત્ર પ્રમુખ શબ્દતત્ત્વ (radical element) છે; બાકીનામાંથી એક eh એ પુરઃસર્ગ છે, અને પછીના સાત અનુસર્ગો છે. | અમેરિકાના મૂળ વતનીઓની ભાષા પણ બહુધા આ પ્રકારની છે. ઉ. ત. ઉત્તર અમેરિકાના Algonkin નામના આદિમ વતનીઓની Fox નામની ભાષામાં ‘eh-kiwi-n-a-m-oht-ati-wa-ch (i)’ (= then they together kept [him] in flight from them) એ વાક્યમાં kiwi એ જ માત્ર પ્રમુખ શબ્દતત્ત્વ (radical element) છે; બાકીનામાંથી એક eh એ પુરઃસર્ગ છે, અને પછીના સાત અનુસર્ગો છે.<ref>સરખાવો : Edward Sapir, Language, p. 71.</ref> | ||
'''આ વર્ગીકરણની મર્યાદાઓ —''' ભાષાઓના વર્ગીકરણની કોઈ પણ પદ્ધતિ સંપૂર્ણપણે અનવદ્ય નથી. ભાષાઓના અયોગાત્મક, અશ્લિષ્ટ યોગાત્મક (agglutinating) અને શ્લિષ્ટ યોગાત્મક (inflective) એ વર્ગો સંપૂર્ણપણે અન્યવ્યાવર્તક (exclusive) નથી. ઘણી ભાષાઓમાં પ્રધાનપણે એક પ્રકારનાં લક્ષણોની સાથે સાથે થોડેક અંશે અન્ય પ્રકારનાં લક્ષણો મળે છે. જેમકે, અશ્લિષ્ટ યોગાત્મક (agglutinating) ભાષાઓમાં શ્લિષ્ટ યોગાત્મક (inflective) ભાષાલક્ષણો મળે છે, અને શ્લિષ્ટ યોગાત્મક ભાષામાં પ્રશ્લિષ્ટ યોગાત્મક (polysynthetic) ભાષાલક્ષણો મળે છે. ઉ. ત. તુર્કી કે કન્નડ ભાષાઓ પ્રધાનપણે અશ્લિષ્ટ યોગાત્મક છે, છતાં તેમાં શ્લિષ્ટનાં લક્ષણો મળે છે. અને પોલિનેશિયન ભાષાઓ પ્રધાનપણે અશ્લિષ્ટ યોગાત્મક છે છતાં તેમાં અયોગાત્મક ભાષાનાં, ને બાસ્કમાં (જે મુખ્યતયા અશ્લિષ્ટ યોગાત્મક છે તેમાં) પ્રશ્લિષ્ટ ભાષાનાં લક્ષણો મળે છે. સંસ્કૃતની ઘટના પ્રધાનપણે શ્લિષ્ટ છે, છતાં તેમાં પ્રશ્લિષ્ટના અંશો છે. આથી ભાષાઓનું વર્ગીકરણ કરતાં પ્રધાનપણે એનાં લક્ષણો કયા પ્રકારનાં છે તેનો જ વિચાર કરવામાં આવે છે, સંપૂર્ણપણે – વિશિષ્ટપણે – એક જ સ્વરૂપની ભાષા મળવી વિરલ છે. | '''આ વર્ગીકરણની મર્યાદાઓ —''' ભાષાઓના વર્ગીકરણની કોઈ પણ પદ્ધતિ સંપૂર્ણપણે અનવદ્ય નથી. ભાષાઓના અયોગાત્મક, અશ્લિષ્ટ યોગાત્મક (agglutinating) અને શ્લિષ્ટ યોગાત્મક (inflective) એ વર્ગો સંપૂર્ણપણે અન્યવ્યાવર્તક (exclusive) નથી. ઘણી ભાષાઓમાં પ્રધાનપણે એક પ્રકારનાં લક્ષણોની સાથે સાથે થોડેક અંશે અન્ય પ્રકારનાં લક્ષણો મળે છે. જેમકે, અશ્લિષ્ટ યોગાત્મક (agglutinating) ભાષાઓમાં શ્લિષ્ટ યોગાત્મક (inflective) ભાષાલક્ષણો મળે છે, અને શ્લિષ્ટ યોગાત્મક ભાષામાં પ્રશ્લિષ્ટ યોગાત્મક (polysynthetic) ભાષાલક્ષણો મળે છે. ઉ. ત. તુર્કી કે કન્નડ ભાષાઓ પ્રધાનપણે અશ્લિષ્ટ યોગાત્મક છે, છતાં તેમાં શ્લિષ્ટનાં લક્ષણો મળે છે. અને પોલિનેશિયન ભાષાઓ પ્રધાનપણે અશ્લિષ્ટ યોગાત્મક છે છતાં તેમાં અયોગાત્મક ભાષાનાં, ને બાસ્કમાં (જે મુખ્યતયા અશ્લિષ્ટ યોગાત્મક છે તેમાં) પ્રશ્લિષ્ટ ભાષાનાં લક્ષણો મળે છે. સંસ્કૃતની ઘટના પ્રધાનપણે શ્લિષ્ટ છે, છતાં તેમાં પ્રશ્લિષ્ટના અંશો છે. આથી ભાષાઓનું વર્ગીકરણ કરતાં પ્રધાનપણે એનાં લક્ષણો કયા પ્રકારનાં છે તેનો જ વિચાર કરવામાં આવે છે, સંપૂર્ણપણે – વિશિષ્ટપણે – એક જ સ્વરૂપની ભાષા મળવી વિરલ છે. | ||
આ કારણથી એડવર્ડ સેપિ (Edward Sapir) અયોગાત્મક (isolating), અશ્લિષ્ટ (agglutinating), શ્લિષ્ટ યોગાત્મક (inflective); કે સ્વરૂપાત્મક (form language) અને સ્વરૂપરહિત ભાષાઓ (formless language); કે અયોગાત્મક, (અરબી જેવી) આન્તરવિકારાત્મક (symbolic), અને પુરઃસર્ગ – અનુસર્ગાત્મક (prefixing – suffixing) આદિ વર્ગીકરણો અમાન્ય કરે છે. આવા વર્ગીકરણમાં એક જ ભાષામાં એક કરતાં વધારે પ્રકારોનાં લક્ષણો નજરે પડે છે, એ ઉપરાંત એમાં તદ્દન વિભિન્ન આંતરતત્ત્વ (spirit) વાળી ભાષાઓને થોડાક સર્વથા બાહ્ય સ્વરૂપપ્રક્રિયાના સામ્યને કારણે એક જ વર્ગમાં એકસૂત્રે ગ્રથિત કરવામાં આવે છે. એથી સેપિ (Sapir) ભાષાઓ સંબંધતત્ત્વોનો કેવી રીતે વિનિયોગ કરે છે—અર્થાત્ એ ભાષાઓ સંબંધતત્ત્વોનો યોગ કરે છે કે નહીં, અને કરતી હોય તો એ ચોંટાડે (agglutinate) છે કે ઓતપ્રોત (fusion) કરે છે, તેમ એમનું સમગ્ર સ્વરૂપ વિશ્લેષાત્મક છે કે શ્લિષ્ટ છે કે પ્રશ્લિષ્ટ છે, એ બંને ધોરણો દૃષ્ટિમાં રાખીને ભાષાઓના શુદ્ધ સંબંધદર્શક ભાષાઓ (Pure – Relational languages) અને મિશ્ર સંબંધદર્શક ભાષાઓ (Mixed-Relational languages) એવા બે મુખ્ય પ્રકાર પાડી, એ પ્રત્યેકના સાદી (simple) અને સંકુલ (complex) એવા બે પેટાપ્રકારો પાડે છે. ઉ. ત. ચીની અને તિબેટી એ સાદી શુદ્ધ સંબંધદર્શક ભાષાઓ છે, તુર્કી અને પોલિનેશિયન ભાષાઓ સંકુલ શુદ્ધ સંબંધદર્શક ભાષાઓ છે; ફ્રેન્ચ અને બાંટૂ સાદી મિશ્ર સંબંધદર્શક ભાષાઓ છે, અને સંસ્કૃત, લૅટિન, ગ્રીક જેવી પ્રાચીન શ્લિષ્ટ ભાષાઓ, અરબી ભાષા, અને અંગ્રેજી જેવી વર્તમાન યુરોપીય ભાષા સંકુલ મિશ્ર સંબંધદર્શક ભાષાઓ છે. | આ કારણથી એડવર્ડ સેપિ (Edward Sapir) અયોગાત્મક (isolating), અશ્લિષ્ટ (agglutinating), શ્લિષ્ટ યોગાત્મક (inflective); કે સ્વરૂપાત્મક (form language) અને સ્વરૂપરહિત ભાષાઓ (formless language); કે અયોગાત્મક, (અરબી જેવી) આન્તરવિકારાત્મક (symbolic), અને પુરઃસર્ગ – અનુસર્ગાત્મક (prefixing – suffixing) આદિ વર્ગીકરણો અમાન્ય કરે છે. આવા વર્ગીકરણમાં એક જ ભાષામાં એક કરતાં વધારે પ્રકારોનાં લક્ષણો નજરે પડે છે, એ ઉપરાંત એમાં તદ્દન વિભિન્ન આંતરતત્ત્વ (spirit) વાળી ભાષાઓને થોડાક સર્વથા બાહ્ય સ્વરૂપપ્રક્રિયાના સામ્યને કારણે એક જ વર્ગમાં એકસૂત્રે ગ્રથિત કરવામાં આવે છે. એથી સેપિ (Sapir) ભાષાઓ સંબંધતત્ત્વોનો કેવી રીતે વિનિયોગ કરે છે—અર્થાત્ એ ભાષાઓ સંબંધતત્ત્વોનો યોગ કરે છે કે નહીં, અને કરતી હોય તો એ ચોંટાડે (agglutinate) છે કે ઓતપ્રોત (fusion) કરે છે, તેમ એમનું સમગ્ર સ્વરૂપ વિશ્લેષાત્મક છે કે શ્લિષ્ટ છે કે પ્રશ્લિષ્ટ છે, એ બંને ધોરણો દૃષ્ટિમાં રાખીને ભાષાઓના શુદ્ધ સંબંધદર્શક ભાષાઓ (Pure – Relational languages) અને મિશ્ર સંબંધદર્શક ભાષાઓ (Mixed-Relational languages) એવા બે મુખ્ય પ્રકાર પાડી, એ પ્રત્યેકના સાદી (simple) અને સંકુલ (complex) એવા બે પેટાપ્રકારો પાડે છે. ઉ. ત. ચીની અને તિબેટી એ સાદી શુદ્ધ સંબંધદર્શક ભાષાઓ છે, તુર્કી અને પોલિનેશિયન ભાષાઓ સંકુલ શુદ્ધ સંબંધદર્શક ભાષાઓ છે; ફ્રેન્ચ અને બાંટૂ સાદી મિશ્ર સંબંધદર્શક ભાષાઓ છે, અને સંસ્કૃત, લૅટિન, ગ્રીક જેવી પ્રાચીન શ્લિષ્ટ ભાષાઓ, અરબી ભાષા, અને અંગ્રેજી જેવી વર્તમાન યુરોપીય ભાષા સંકુલ મિશ્ર સંબંધદર્શક ભાષાઓ છે.<ref>સરખાવો : Edward Sapir, Language, pp. 138-143.</ref> | ||
'''ભાષાઓનો વિકાસક્રમ—'''શ્લિષ્ટ યોગાત્મક (inflectional) ભાષાઓનો કાળક્રમે વિકાસ થતાં એના પ્રત્યયો ઘસાઈ જાય છે, તેથી તેને સ્થાને નવા સ્વતંત્ર અનુસર્ગાદિક મૂકવા પડે છે એનો ઉલ્લેખ આપણે આગળ કરી ગયા. આ રીતે જ લૅટિનમાંથી ફ્રેન્ચ, ગૉથિકમાંથી અંગ્રેજી, અને સંસ્કૃતમાંથી ગુજરાતી-હિંદી આદિ ભાષાઓનો વિકાસ થયો છે. ઉ. ત. અંગ્રેજીમાં સંબંધવાચક પુરઃસર્ગ of, હેતુવાચક પુરઃસર્ગ for, સ્થળવાચક પુરઃસર્ગ in આદિ પુરઃસર્ગરૂપ અવ્યયો; more, most જેવાં તુલનાર્થક અને શ્રેષ્ઠતાદર્શક વિશેષણો, અને did love, had loved, will love આદિ ક્રિયાપદરૂપો વિશ્લિષ્ટ (analytical) અને અયોગાત્મક (isolating) સ્વરૂપનું સૂચન કરે છે. આમ પૂર્વે જે ભાષાઓ શ્લિષ્ટ હતી તે કાળાન્તરે અયોગાત્મક બની ગઈ છે. ચીની ભાષાના રિક્ત શબ્દો પ્રાચીન સમયમાં પૂર્ણ શબ્દ, અર્થતત્ત્વરૂપ હતા એવું અનુમાન થાય છે. ગુજરાતી જેવી ભાષાઓના વિભક્તિપ્રત્યયો કે અનુસર્ગો (‘માં’, ‘નો’, ‘થી’ આદિ) મૂળ તો સ્વતંત્ર શબ્દો હતા (मध्य, तन, स्थित, આદિ). સંસ્કૃત ક્રિયાપદોના પ્રત્યયો मि, सि, ति પૂર્વકાલીન સર્વનામોમાંથી વ્યુત્પન્ન થયા છે એમ વિદ્વાનો માને છે. | '''ભાષાઓનો વિકાસક્રમ—'''શ્લિષ્ટ યોગાત્મક (inflectional) ભાષાઓનો કાળક્રમે વિકાસ થતાં એના પ્રત્યયો ઘસાઈ જાય છે, તેથી તેને સ્થાને નવા સ્વતંત્ર અનુસર્ગાદિક મૂકવા પડે છે એનો ઉલ્લેખ આપણે આગળ કરી ગયા. આ રીતે જ લૅટિનમાંથી ફ્રેન્ચ, ગૉથિકમાંથી અંગ્રેજી, અને સંસ્કૃતમાંથી ગુજરાતી-હિંદી આદિ ભાષાઓનો વિકાસ થયો છે. ઉ. ત. અંગ્રેજીમાં સંબંધવાચક પુરઃસર્ગ of, હેતુવાચક પુરઃસર્ગ for, સ્થળવાચક પુરઃસર્ગ in આદિ પુરઃસર્ગરૂપ અવ્યયો; more, most જેવાં તુલનાર્થક અને શ્રેષ્ઠતાદર્શક વિશેષણો, અને did love, had loved, will love આદિ ક્રિયાપદરૂપો વિશ્લિષ્ટ (analytical) અને અયોગાત્મક (isolating) સ્વરૂપનું સૂચન કરે છે. આમ પૂર્વે જે ભાષાઓ શ્લિષ્ટ હતી તે કાળાન્તરે અયોગાત્મક બની ગઈ છે. ચીની ભાષાના રિક્ત શબ્દો પ્રાચીન સમયમાં પૂર્ણ શબ્દ, અર્થતત્ત્વરૂપ હતા એવું અનુમાન થાય છે. ગુજરાતી જેવી ભાષાઓના વિભક્તિપ્રત્યયો કે અનુસર્ગો (‘માં’, ‘નો’, ‘થી’ આદિ) મૂળ તો સ્વતંત્ર શબ્દો હતા (मध्य, तन, स्थित, આદિ). સંસ્કૃત ક્રિયાપદોના પ્રત્યયો मि, सि, ति પૂર્વકાલીન સર્વનામોમાંથી વ્યુત્પન્ન થયા છે એમ વિદ્વાનો માને છે. | ||
આવાં અનેક ઉદાહરણો ઉપરથી ઔગુસ્ટ શ્લાઈશર (August Schleicher) જેવા ભાષાશાસ્ત્રીઓએ ભાષા કાળક્રમે પ્રશ્લિષ્ટમાંથી શ્લિષ્ટ, શ્લિષ્ટમાંથી અશ્લિષ્ટ યોગાત્મક, અને એમાંથી અયોગાત્મક સ્વરૂપ ધારણ કરતી જાય છે એવું પ્રતિપાદન કર્યું છે. | આવાં અનેક ઉદાહરણો ઉપરથી ઔગુસ્ટ શ્લાઈશર (August Schleicher) જેવા ભાષાશાસ્ત્રીઓએ ભાષા કાળક્રમે પ્રશ્લિષ્ટમાંથી શ્લિષ્ટ, શ્લિષ્ટમાંથી અશ્લિષ્ટ યોગાત્મક, અને એમાંથી અયોગાત્મક સ્વરૂપ ધારણ કરતી જાય છે એવું પ્રતિપાદન કર્યું છે.<ref>સરખાવો : Otto Jespersen, Language, p. 76.</ref> પછી કાળક્રમે પાછી એ અયોગાત્મકમાંથી અશ્લિષ્ટ યોગાત્મક, એમાંથી શ્લિષ્ટ, અને છેલ્લે પ્રશ્લિષ્ટ સ્વરૂપ પામે છે. આમ ઘડિયાળના ચક્રની માફક ભાષા-ઉત્ક્રાંતિનું ચક્ર ફરતું રહે છે. | ||
ડૉ. રામકૃષ્ણ ભાંડારકરે ભારતીય આર્યભાષાઓની ઉત્ક્રાંતિનો પણ બહુધા આવો જ ક્રમ કલ્પ્યો છે. | ડૉ. રામકૃષ્ણ ભાંડારકરે ભારતીય આર્યભાષાઓની ઉત્ક્રાંતિનો પણ બહુધા આવો જ ક્રમ કલ્પ્યો છે.<ref>સરખાવો : R. G. Bhandarkar, Wilson Philological Lectures, pp. 8, 11.</ref> એ જણાવે છે કે વિશ્લિષ્ટ (analytical) સ્થિતિમાં નામ આખ્યાતાદિકની વિભક્તિઓ મૂળ શબ્દને અન્ય સ્વતંત્ર શબ્દરૂપ અનુસર્ગ જોડીને દર્શાવાય છે. વપરાતાં વપરાતાં કાળક્રમે બંનેમાં રૂપાંતર થાય છે, અને અનુસર્ગરૂપ શબ્દ ઘસાઈ એનો સ્વતંત્ર અર્થ ભુલાઈ જાય છે અને એ પ્રત્યયનું રૂપ ધારણ કરી રહે છે. આ સ્થિતિએ ભાષા વિશ્લિષ્ટ (analytical) મટીને સંશ્લિષ્ટ (synthetic) બને છે. પછી ક્રમશઃ આ (મૂળ સ્વતંત્ર શબ્દ ઘસાઈને થયેલા) પ્રત્યયને પણ ઘસારો લાગે છે, કારણકે અન્ય શબ્દો કરતાં પ્રત્યયોનો ઉપયોગ ભાષામાં ઘણો વધારે થાય છે, અને વપરાશથી શબ્દોનું ધ્વન્યાત્મક સ્વરૂપ ઘસાતું જાય છે. આ કક્ષાએ ભાષામાં નામ-આખ્યાતાદિકની વિભક્તિઓ ગ્રહણ કરવાનું મુશ્કેલ થઈ પડે છે, અને ભાષા પૂર્વની માફક ફરીને પ્રત્યયોને સ્થાને નવા સ્વતંત્ર શબ્દો અનુસર્ગરૂપે પ્રયોજે છે. આ રીતે ભાષા સંશ્લિષ્ટ (synthetic) સ્થિતિમાંથી વિકાસ પામતાં વિશ્લિષ્ટ (analytical) સ્થિતિને પામે છે, અને વિશ્લિષ્ટ સ્વરૂપમાંથી અનુસર્ગો ઘસાતાં ઘસાતાં પાછી સંશ્લિષ્ટ દશાને પામે છે, અને એ રીતે ભાષાનું ચક્ર સદૈવ ફર્યાં કરે છે. | ||
યેસ્પર્સન જેવા અર્વાચીન ભાષાવૈજ્ઞાનિકો આ મતનો અસ્વીકાર કરે છે. | યેસ્પર્સન જેવા અર્વાચીન ભાષાવૈજ્ઞાનિકો આ મતનો અસ્વીકાર કરે છે.<ref>સરખાવો : Jespersen, Language, p. 424 f.</ref> એમના મત પ્રમાણે આ સિદ્ધાન્ત બહુ પરિમિત ઉપાદાનમાંથી તારવેલો છે, એક જ ભાષાના ભિન્ન ભિન્ન વિકાસક્રમના સર્વાંગી અભ્યાસ ઉપરથી નિષ્પન્ન કરેલો નથી. ભાષાના વિકાસમાં જ્યાં બે વિશ્લિષ્ટ (analytical) રૂપો શ્લિષ્ટ (synthetic) બનતાં હોય છે ત્યાં દસ જૂનાં શ્લિષ્ટ રૂપો લુપ્ત થઈને નવાં વિશ્લિષ્ટ રૂપો અસ્તિત્વમાં આવે છે. આમ સંકુલ પ્રત્યયાત્મક સ્થિતિમાંથી ધીમે ધીમે પ્રત્યયરહિત સ્થિતિ તરફ ભાષા ગતિ કરે છે એમ કહી શકાય. પણ વિશ્લિષ્ટ સ્થિતિમાંથી અનુગરૂપ શબ્દો ઘસાતાં પાછી સંશ્લિષ્ટ, પ્રત્યયાત્મક દશામાં એ આવે છે એમ ન કહી શકાય. ઉ. ત. પ્રાચીન અંગ્રેજી શ્લિષ્ટ પ્રત્યયાત્મક (inflective) હતી; એમાંથી ધીમે ધીમે સરળ બનીને આજે અર્વાચીન અંગ્રેજી ઘણે અંશે અશ્લિષ્ટ યોગાત્મક (analytical and agglutinative) અને કેટલેક અંશે અયોગાત્મક (isolating) થઈ છે, અને અલ્પાંશે જ પ્રત્યયાત્મક રહી છે. કાળક્રમે એ પાછી પ્રત્યયાત્મક બનશે એમ એના વિકાસનો ઇતિહાસ જોતાં કહી શકાય તેમ નથી. ભાષાનો ઉત્ક્રાંતિક્રમ જોતાં સામાન્ય રીતે અનિયમિત સંશ્લિષ્ટ રચનાને સ્થાને છૂટથી નિયમિત રીતે પ્રયોજી શકાય તેવાં ટૂંકાં અંગોવાળી વિશ્લિષ્ટ રચના કાળક્રમે અસ્તિત્વમાં આવે છે એમ જણાય છે.<ref>સરખાવો : Otto Jespersen, Language, p. 429.</ref> | ||
ભારતીય ભાષાઓમાં સર રામકૃષ્ણ ભાંડારકરે દર્શાવ્યું છે તેમ સંસ્કૃતની પ્રત્યયબહુલ સંશ્લિષ્ટ સ્થિતિમાંથી વિકાસ પામતાં પ્રાકૃત-અપભ્રંશની પ્રત્યયવિરલતાની સ્થિતિ આવી રહી; એથી નૂતન ભારતીય ભાષાઓના ઉદ્ગમકાળે પ્રત્યયને સ્થાને નવીન સ્વતંત્ર શબ્દરૂપ અનુસર્ગો મુકાવા શરૂ થયા, અને ભાષા સંશ્લિષ્ટ સ્થિતિમાંથી અશ્લિષ્ટ સ્થિતિમાં સંક્રાન્ત થઈ. અર્વાચીન ભારતીય ભાષાઓમાં પાછા એમાંથી ઘણા અનુસર્ગો ઘસાઈ ને પ્રત્યયરૂપ સંશ્લિષ્ટ સ્થિતિમાં હોય તેવા બની ગયા છે. | ભારતીય ભાષાઓમાં સર રામકૃષ્ણ ભાંડારકરે દર્શાવ્યું છે તેમ સંસ્કૃતની પ્રત્યયબહુલ સંશ્લિષ્ટ સ્થિતિમાંથી વિકાસ પામતાં પ્રાકૃત-અપભ્રંશની પ્રત્યયવિરલતાની સ્થિતિ આવી રહી; એથી નૂતન ભારતીય ભાષાઓના ઉદ્ગમકાળે પ્રત્યયને સ્થાને નવીન સ્વતંત્ર શબ્દરૂપ અનુસર્ગો મુકાવા શરૂ થયા, અને ભાષા સંશ્લિષ્ટ સ્થિતિમાંથી અશ્લિષ્ટ સ્થિતિમાં સંક્રાન્ત થઈ. અર્વાચીન ભારતીય ભાષાઓમાં પાછા એમાંથી ઘણા અનુસર્ગો ઘસાઈ ને પ્રત્યયરૂપ સંશ્લિષ્ટ સ્થિતિમાં હોય તેવા બની ગયા છે. | ||
'''ગુજરાતી ભાષા શ્લિષ્ટ કે અશ્લિષ્ટ? –''' અર્વાચીન ગુજરાતી ભાષાને શ્લિષ્ટ (synthetic) ગણવી કે અશ્લિષ્ટ (analytical) એ સંબંધે ઘણા વિદ્વાનોએ વિચાર કર્યો છે. બીમ્સ (Beames) સંશ્લિષ્ટ દશાનાં બે લક્ષણો દર્શાવે છે : શ્લિષ્ટ દશામાં સ્વતંત્ર શબ્દરૂપ અનુસર્ગો ઘસાઈ જઈને પ્રત્યયરૂપ પામ્યા હોય છે, એનો સ્વતંત્ર શબ્દરૂપે કદી પ્રયોગ થઈ શકતો નથી; તેમ, એ પ્રત્યયો લાગતાં શબ્દમાં વિશિષ્ટ સ્વરૂપની વર્ણવિક્રિયા થાય છે. આ દૃષ્ટિએ બીમ્સ માત્ર તૃતીયાના ए પ્રત્યયને જ શ્લિષ્ટ રૂપનો ગણે છે, કારણ કે એને યોગે શબ્દની પ્રકૃતિ (stem) માં ફેરફાર થાય છે. | '''ગુજરાતી ભાષા શ્લિષ્ટ કે અશ્લિષ્ટ? –''' અર્વાચીન ગુજરાતી ભાષાને શ્લિષ્ટ (synthetic) ગણવી કે અશ્લિષ્ટ (analytical) એ સંબંધે ઘણા વિદ્વાનોએ વિચાર કર્યો છે. બીમ્સ (Beames) સંશ્લિષ્ટ દશાનાં બે લક્ષણો દર્શાવે છે : શ્લિષ્ટ દશામાં સ્વતંત્ર શબ્દરૂપ અનુસર્ગો ઘસાઈ જઈને પ્રત્યયરૂપ પામ્યા હોય છે, એનો સ્વતંત્ર શબ્દરૂપે કદી પ્રયોગ થઈ શકતો નથી; તેમ, એ પ્રત્યયો લાગતાં શબ્દમાં વિશિષ્ટ સ્વરૂપની વર્ણવિક્રિયા થાય છે. આ દૃષ્ટિએ બીમ્સ માત્ર તૃતીયાના ए પ્રત્યયને જ શ્લિષ્ટ રૂપનો ગણે છે, કારણ કે એને યોગે શબ્દની પ્રકૃતિ (stem) માં ફેરફાર થાય છે.<ref>સરખાવો : Beames, Comparative Grammar, Vol I, p. 50.</ref> | ||
સર જ્યોર્જ ગ્રિયર્સન ચતુર્થી અને ષષ્ઠીના ‘ને’ અને ‘નો’ એ પ્રત્યયોને જ શ્લિષ્ટ (synthetic) રૂપના ગણે છે, કારણકે મૂળ तण અનુગમાંથી ઘસાઈને એમનું સ્વતંત્ર અસ્તિત્વ લુપ્ત થઈ ગયું છે; અન્ય પ્રત્યયો ( ‘થી’, ‘માં’ ઈ૰ માં) આદિ વ્યંજન કાયમ રહેતો હોવાથી એમને એ શ્લિષ્ટ રૂપના ગણતા નથી. | સર જ્યોર્જ ગ્રિયર્સન ચતુર્થી અને ષષ્ઠીના ‘ને’ અને ‘નો’ એ પ્રત્યયોને જ શ્લિષ્ટ (synthetic) રૂપના ગણે છે, કારણકે મૂળ तण અનુગમાંથી ઘસાઈને એમનું સ્વતંત્ર અસ્તિત્વ લુપ્ત થઈ ગયું છે; અન્ય પ્રત્યયો ( ‘થી’, ‘માં’ ઈ૰ માં) આદિ વ્યંજન કાયમ રહેતો હોવાથી એમને એ શ્લિષ્ટ રૂપના ગણતા નથી.<ref>સરખાવો : George Grierson, Linguistic Survey of India, Vol IX, p. 328.</ref> | ||
ગ્રિયર્સનનું આ મંતવ્ય પણ ચિન્ત્ય છે. બીમ્સનું પ્રથમ લક્ષણ ધ્યાનમાં રાખીએ તો थी, मां, नो-नी-नुं, ઈ૰ સર્વ વિભક્તિપ્રત્યયો શ્લિષ્ટ રૂપના ગણાય, કારણકે એમનાં મૂળ રૂપ स्थित, मध्य, तण આદિ વિસ્મૃત થયાં છે, અને એ પ્રત્યયો (થી, માં, નો, આદિ)નો આજે સ્વતંત્ર પ્રયોગ થતો નથી. | ગ્રિયર્સનનું આ મંતવ્ય પણ ચિન્ત્ય છે. બીમ્સનું પ્રથમ લક્ષણ ધ્યાનમાં રાખીએ તો थी, मां, नो-नी-नुं, ઈ૰ સર્વ વિભક્તિપ્રત્યયો શ્લિષ્ટ રૂપના ગણાય, કારણકે એમનાં મૂળ રૂપ स्थित, मध्य, तण આદિ વિસ્મૃત થયાં છે, અને એ પ્રત્યયો (થી, માં, નો, આદિ)નો આજે સ્વતંત્ર પ્રયોગ થતો નથી. | ||