સરળ અલંકાર-વિવેચન/પરિકર: Difference between revisions
+1 |
+1 |
||
| Line 7: | Line 7: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Right|(‘સરસ્વતીચંદ્ર’ ભા. રજો)}} | {{Right|(‘સરસ્વતીચંદ્ર’ ભા. રજો)}} | ||
{{Poem2Open}} | |||
અથવા વૈશંપાયનને ન જોવાથી ચંદ્રાપીડને જે ચિંતા થાય છે તે વખતનું ‘કાદંબરી’માં આવતું આ મંથનયુક્ત વર્ણન જુઓ : | અથવા વૈશંપાયનને ન જોવાથી ચંદ્રાપીડને જે ચિંતા થાય છે તે વખતનું ‘કાદંબરી’માં આવતું આ મંથનયુક્ત વર્ણન જુઓ : | ||
... ત્રાસ પામેલા હરિણના બચ્ચા જેવો, જૂથમાંથી વિખૂટા પડવાથી ગભરાતા નાના હાથી જેવો, ગાયના વિરહથી ઊંચે-કાન થતા વાછડાના જેવો, એ કંઈ જોયા વિના, કંઈ બોલ્યા વિના, કંઈ વાત કર્યા વિના, કંઈ સાંભળ્યા વિના, કંઈ વિચાર્યા વિના, ક્યાંય ઊભા રહ્યા વિના, કોઈને બોલાવ્યા વિના-હું ક્યાં આવ્યો છું? શા માટે આવ્યો છું ? ક્યાં નીકળ્યો છું? ક્યાં જાઉં છું? શું જોઉં છું ? મેં શું આરંભ્યું છે? ને હું શું કરું છું ?-એ બધાના કંઈ ભાન વિના, અંધ હોય, બધિર હોય, મૂક હોય, જડ હોય, કે આવિષ્ટ હોય, તેમ ઠેઠ સૈન્યના મધ્યભાગ સુધી એવા જ વેગથી તે અશ્વને લઈ ગયો. | ... ત્રાસ પામેલા હરિણના બચ્ચા જેવો, જૂથમાંથી વિખૂટા પડવાથી ગભરાતા નાના હાથી જેવો, ગાયના વિરહથી ઊંચે-કાન થતા વાછડાના જેવો, એ કંઈ જોયા વિના, કંઈ બોલ્યા વિના, કંઈ વાત કર્યા વિના, કંઈ સાંભળ્યા વિના, કંઈ વિચાર્યા વિના, ક્યાંય ઊભા રહ્યા વિના, કોઈને બોલાવ્યા વિના-હું ક્યાં આવ્યો છું? શા માટે આવ્યો છું ? ક્યાં નીકળ્યો છું? ક્યાં જાઉં છું? શું જોઉં છું ? મેં શું આરંભ્યું છે? ને હું શું કરું છું ?-એ બધાના કંઈ ભાન વિના, અંધ હોય, બધિર હોય, મૂક હોય, જડ હોય, કે આવિષ્ટ હોય, તેમ ઠેઠ સૈન્યના મધ્યભાગ સુધી એવા જ વેગથી તે અશ્વને લઈ ગયો. | ||
ચંદ્રાપીડ બીજું કંઈ જોતો નથી, સાંભળતો નથી, બોલતો નથી, તે જાણે જડની જેમ અશ્વને હાંકી મૂકે છે, તે દર્શાવવા આ બધાં વિશેષણો ખૂબ સાર્થ છે એ જણાશે. આમ અહીં ઉત્પ્રેક્ષા સાથે પરિકર અલંકાર પણ રહેલો છે. | ચંદ્રાપીડ બીજું કંઈ જોતો નથી, સાંભળતો નથી, બોલતો નથી, તે જાણે જડની જેમ અશ્વને હાંકી મૂકે છે, તે દર્શાવવા આ બધાં વિશેષણો ખૂબ સાર્થ છે એ જણાશે. આમ અહીં ઉત્પ્રેક્ષા સાથે પરિકર અલંકાર પણ રહેલો છે. | ||