તરુરાગ અને નદીસૂક્ત/સ્મૃતિને અજવાળે: Difference between revisions
Artimundra (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|૧૯.સ્મૃતિને અજવાળે}} {{Poem2Open}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = તનમાં નહીં, વતનમાં |next = ભયભરચક ત્રણ કોતર }}" |
Artimundra (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૧૯.સ્મૃતિને અજવાળે}} | {{Heading|૧૯. સ્મૃતિને અજવાળે|સ્મૃતિ એ જ તો જીવન છે. (ઉમાશંકર)}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અંગ્રેજી બીજી-ત્રીજીમાં ભણતો હતો ત્યારે ‘ન્યૂ મેથડ રીડર’ના અમારા પાઠ્યપુસ્તકમાં એક કવિતા વાંચેલી, મોંઢે કરેલી. એનું શીર્ષક હતું : ‘The Miller of the Dee.’ કવિનું નામ યાદ નથી. અમારા સરે (શિક્ષકે) કહેલું કે ‘ડી’ નામની નદી; એને કાંઠે એક મિલ છે. આ મિલ શેની હશે તે તો કોણ જાણે, પણ એક ગોળ ચીમની જેવા આકારનું બાંધકામ ને પંખાવાળી ચકરડી દેખાય છે. કદાચ પવનચક્કી હશે, કે પછી જળચક્કી હશે. | |||
જે હોય તે; વાત તો કવિતાની કરવાની છે. એ કૃતિ ત્યારે તો મોંઢે, પણ આજે લગભગ સાઠ વર્ષ પછી તો એની, ઘણું કરીને અંતની, બે પંક્તિઓ જ સ્મૃતિમાં બચી છે. મિલર, કાવ્યનો નાયક કહે છે : | |||
I envy nobody, no, not I | |||
And nobody envies me. | |||
પેલો નાનકડી ‘ડી’ નદીને કાંઠે નાનકડી ચક્કીનો માલિક નાનકડો ધંધો કરતો હશે, ખાવાપીવા પૂરતું રળતો હશે ને સંતોષથી રહેતો હશે. નથી તો એને ધનવાન થવાની ઇચ્છા કે નથી તો એનામાં ધનવાનો ભણી ઈર્ષ્યા. એને તો વળી એવીય ખાતરી છે કે એની પણ કોઈ ઈર્ષ્યા કરતું નથી. પોતે હરીફાઈ કે અદેખાઈ કરતો નથી એટલે બીજા પણ એને વિશે એવું ન કરે એવો એનો ખ્યાલ છે. કાવ્ય શીખવે એટલે એમાંથી મધ્યવર્તી વિચાર તો કાઢવો ને કહેવો જ પડે ને! સાહેબે કહેલું કે Contentment is the best happiness(સંતોષી નર સદા સુખી). | |||
વારુ; આ તો થઈ મધ્યવર્તી વિચારની વાત. પણ એનાથી તો કેટલીક આકર્ષક ને આહ્લાદક વાત મારે માટે તો બીજી જ હતી. સાહેબે વિલાયતમાં ‘ડી’ નામની નાનકડી નદી છે એમ કહ્યું એટલે મારી આંખ આગળ એક નદી વહેવા લાગી. આપણે રામ તો કાવ્ય વાંચતા જઈએ ને નદીને કાંઠે ટહેલતા રહીએ! મિલ તો ત્યારે જોયેલી જ નહીં, એટલે સ્મૃતિચિત્રમાંથી એની તો બાદબાકી જ થઈ ગઈ. રહી ગઈ તે માત્ર નદી. પેલી ડી નદીમાં ધોળીફૂલ રેતી છે; વચ્ચેથી શ્વેત-ભૂરાં પાણીની સેર વહે છે; નદીના પુલિનપ્રાન્તને નાનકડા બેટ ઉપર દરુંગડાના છોડ ઊગ્યા છે; એક છોકરો એવો છોડ ઉખાડીને એનાં મૂળમાંથી સ્ફુરતી પ્રસન્નકર મંદ સુગંધને માણી રહ્યો છે! નદીને આરા છે - ગંગાજી આરો, સામેનો આરો, ખળખળિયો આરો, હાથિયો ધરો, ભાંણીધરો; બે કાંઠે કણઝીનાં ઝાડ છે. ઝાડને ઘેરાં લીલાં પાન છે; શ્વેત, જાંબલી રંગની છાંટવાળા તિક્ત વાસવાળાં ફૂલ છે; પાપડી જેવાં ફળ છે; ચપટાં ગોળ બી છે. કિશોર-કિશોરીઓ નદીના ધરામાં ધુબાકા મારે છે. ગોવાળિયા બપોરે પાસેના જંગલમાંથી ઢોરને પાણી પાવા લઈ આવે છે, પાણી પીને ઢોર કાંઠાનાં ઝાડ હેઠે અધનિંદરમાં ઢળ્યાં છે. કોઈ ઘોડો પાવા આવનારો લાંબી સિસોટી વગાડીને ઘોડાને પાણી પીવા પ્રેરે છે. તો કોઈ વળી ઢોરને ‘પોહે પોહે’ કહીને. લો, આ તો ડી નદીને બદલે મારા ગામની કરડ નદીનું વર્ણન થઈ ગયું! કરડ ને ડી વચ્ચે તો હજારો માઈલનું અંતર! પણ હવે તો, કરડ એટલે ડી ને ડી એટલે કરડ. | |||
પહાડોમાં વરસાદ પડ્યો છે; નદી બે-કાંઠે જાય છે, ને....લો, આ ઋષિ વિશ્વામિત્ર પધાર્યા! બે હાથ જોડી તેઓ નદીમાતાને પ્રાર્થના કરે છે : “કૃપા કરી, માતા બાળકને ધવરાવતાં નીચી નમે તેમ તમે જરા નીચાં નમો, તમારું પૂર હળવું કરો, તો હું આ, કવિ વિશ્વામિત્ર મારા સાથીઓ ને સામાન લઈ પેલે કાંઠે જઈ શકું.” | |||
વિશ્વામિત્ર ને એમનો રસાલો સામે કાંઠે ભલે પહોંચે; એમને તો આગળ જવું છે, દૂર જવું છે. મારે તો બાની ઊંચીનીચી થતી છાતીને વગળી રહેવું છે; પાણીનું બેડું માથે લઈને નદીનું ધડકું રહતી બાની કેડે ચઢીને ઘેર પહોંચવું છે. આવજો મિલરભાઈ! આવજો મારા પૂર્વજ ઋષિ વિશ્વામિત્ર! તમારો ગોત્રી તો આ ચાલ્યો ઘેર; - મેં તો મેરે જાતે, ચલો કોઈ આતે... | |||
શાળાનો ઘંટ વાગે છે; અંગ્રેજીનો પીરિયડ - કવિતાનો સમય પૂરો થાય છે. નદીમાં રખડતું મન પાછું પાટલી ઉપર આવીને બેસી જાય છે; ગણિતની ગૂંચવણમાં પડી જાય છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Latest revision as of 09:18, 5 July 2026
સ્મૃતિ એ જ તો જીવન છે. (ઉમાશંકર)
અંગ્રેજી બીજી-ત્રીજીમાં ભણતો હતો ત્યારે ‘ન્યૂ મેથડ રીડર’ના અમારા પાઠ્યપુસ્તકમાં એક કવિતા વાંચેલી, મોંઢે કરેલી. એનું શીર્ષક હતું : ‘The Miller of the Dee.’ કવિનું નામ યાદ નથી. અમારા સરે (શિક્ષકે) કહેલું કે ‘ડી’ નામની નદી; એને કાંઠે એક મિલ છે. આ મિલ શેની હશે તે તો કોણ જાણે, પણ એક ગોળ ચીમની જેવા આકારનું બાંધકામ ને પંખાવાળી ચકરડી દેખાય છે. કદાચ પવનચક્કી હશે, કે પછી જળચક્કી હશે. જે હોય તે; વાત તો કવિતાની કરવાની છે. એ કૃતિ ત્યારે તો મોંઢે, પણ આજે લગભગ સાઠ વર્ષ પછી તો એની, ઘણું કરીને અંતની, બે પંક્તિઓ જ સ્મૃતિમાં બચી છે. મિલર, કાવ્યનો નાયક કહે છે : I envy nobody, no, not I And nobody envies me. પેલો નાનકડી ‘ડી’ નદીને કાંઠે નાનકડી ચક્કીનો માલિક નાનકડો ધંધો કરતો હશે, ખાવાપીવા પૂરતું રળતો હશે ને સંતોષથી રહેતો હશે. નથી તો એને ધનવાન થવાની ઇચ્છા કે નથી તો એનામાં ધનવાનો ભણી ઈર્ષ્યા. એને તો વળી એવીય ખાતરી છે કે એની પણ કોઈ ઈર્ષ્યા કરતું નથી. પોતે હરીફાઈ કે અદેખાઈ કરતો નથી એટલે બીજા પણ એને વિશે એવું ન કરે એવો એનો ખ્યાલ છે. કાવ્ય શીખવે એટલે એમાંથી મધ્યવર્તી વિચાર તો કાઢવો ને કહેવો જ પડે ને! સાહેબે કહેલું કે Contentment is the best happiness(સંતોષી નર સદા સુખી). વારુ; આ તો થઈ મધ્યવર્તી વિચારની વાત. પણ એનાથી તો કેટલીક આકર્ષક ને આહ્લાદક વાત મારે માટે તો બીજી જ હતી. સાહેબે વિલાયતમાં ‘ડી’ નામની નાનકડી નદી છે એમ કહ્યું એટલે મારી આંખ આગળ એક નદી વહેવા લાગી. આપણે રામ તો કાવ્ય વાંચતા જઈએ ને નદીને કાંઠે ટહેલતા રહીએ! મિલ તો ત્યારે જોયેલી જ નહીં, એટલે સ્મૃતિચિત્રમાંથી એની તો બાદબાકી જ થઈ ગઈ. રહી ગઈ તે માત્ર નદી. પેલી ડી નદીમાં ધોળીફૂલ રેતી છે; વચ્ચેથી શ્વેત-ભૂરાં પાણીની સેર વહે છે; નદીના પુલિનપ્રાન્તને નાનકડા બેટ ઉપર દરુંગડાના છોડ ઊગ્યા છે; એક છોકરો એવો છોડ ઉખાડીને એનાં મૂળમાંથી સ્ફુરતી પ્રસન્નકર મંદ સુગંધને માણી રહ્યો છે! નદીને આરા છે - ગંગાજી આરો, સામેનો આરો, ખળખળિયો આરો, હાથિયો ધરો, ભાંણીધરો; બે કાંઠે કણઝીનાં ઝાડ છે. ઝાડને ઘેરાં લીલાં પાન છે; શ્વેત, જાંબલી રંગની છાંટવાળા તિક્ત વાસવાળાં ફૂલ છે; પાપડી જેવાં ફળ છે; ચપટાં ગોળ બી છે. કિશોર-કિશોરીઓ નદીના ધરામાં ધુબાકા મારે છે. ગોવાળિયા બપોરે પાસેના જંગલમાંથી ઢોરને પાણી પાવા લઈ આવે છે, પાણી પીને ઢોર કાંઠાનાં ઝાડ હેઠે અધનિંદરમાં ઢળ્યાં છે. કોઈ ઘોડો પાવા આવનારો લાંબી સિસોટી વગાડીને ઘોડાને પાણી પીવા પ્રેરે છે. તો કોઈ વળી ઢોરને ‘પોહે પોહે’ કહીને. લો, આ તો ડી નદીને બદલે મારા ગામની કરડ નદીનું વર્ણન થઈ ગયું! કરડ ને ડી વચ્ચે તો હજારો માઈલનું અંતર! પણ હવે તો, કરડ એટલે ડી ને ડી એટલે કરડ. પહાડોમાં વરસાદ પડ્યો છે; નદી બે-કાંઠે જાય છે, ને....લો, આ ઋષિ વિશ્વામિત્ર પધાર્યા! બે હાથ જોડી તેઓ નદીમાતાને પ્રાર્થના કરે છે : “કૃપા કરી, માતા બાળકને ધવરાવતાં નીચી નમે તેમ તમે જરા નીચાં નમો, તમારું પૂર હળવું કરો, તો હું આ, કવિ વિશ્વામિત્ર મારા સાથીઓ ને સામાન લઈ પેલે કાંઠે જઈ શકું.” વિશ્વામિત્ર ને એમનો રસાલો સામે કાંઠે ભલે પહોંચે; એમને તો આગળ જવું છે, દૂર જવું છે. મારે તો બાની ઊંચીનીચી થતી છાતીને વગળી રહેવું છે; પાણીનું બેડું માથે લઈને નદીનું ધડકું રહતી બાની કેડે ચઢીને ઘેર પહોંચવું છે. આવજો મિલરભાઈ! આવજો મારા પૂર્વજ ઋષિ વિશ્વામિત્ર! તમારો ગોત્રી તો આ ચાલ્યો ઘેર; - મેં તો મેરે જાતે, ચલો કોઈ આતે... શાળાનો ઘંટ વાગે છે; અંગ્રેજીનો પીરિયડ - કવિતાનો સમય પૂરો થાય છે. નદીમાં રખડતું મન પાછું પાટલી ઉપર આવીને બેસી જાય છે; ગણિતની ગૂંચવણમાં પડી જાય છે.