હિમાંશી શેલતની વાર્તાઓ/સજા: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 25: | Line 25: | ||
ધમાલ પૂરી થયા પછી જ નરેશનો પગ ઘરમાં જરાતરા ઠર્યો. હજી કામધંધા ચાલુ થયા નહોતા. શહેર મરણતોલ માર ખાઈને ખોડંગાતું હતું. નરેશ અને પોળના બીજા આદમીઓ છાપાં લઈને રોજેરોજ બેસતા. એવામાં વળી એક રાતે નરેશ ઘેર આવ્યો નહીં. પોળના બીજા છએક પુરુષો પણ ફરક્યા નહીં. જાણે કોઈ ગળી ગયું. ન સંદેશો, ન કશા સમાચાર. બધાની મા અને વહુઓ રોકકળ કરે. | ધમાલ પૂરી થયા પછી જ નરેશનો પગ ઘરમાં જરાતરા ઠર્યો. હજી કામધંધા ચાલુ થયા નહોતા. શહેર મરણતોલ માર ખાઈને ખોડંગાતું હતું. નરેશ અને પોળના બીજા આદમીઓ છાપાં લઈને રોજેરોજ બેસતા. એવામાં વળી એક રાતે નરેશ ઘેર આવ્યો નહીં. પોળના બીજા છએક પુરુષો પણ ફરક્યા નહીં. જાણે કોઈ ગળી ગયું. ન સંદેશો, ન કશા સમાચાર. બધાની મા અને વહુઓ રોકકળ કરે. | ||
– ગાંડાં છો બધાંયે! એ તો સંતાઈ ગ્યા છે. પકડાઈ જવાની બીકમાં. કેસ ચાલવાના છે એકેએક પર. | – ગાંડાં છો બધાંયે! એ તો સંતાઈ ગ્યા છે. પકડાઈ જવાની બીકમાં. કેસ ચાલવાના છે એકેએક પર. | ||
લતાની જીભ ઊંડી ચાલી ગઈ. એને નરેશ પર દાઝ ચડી. કામકાજના ઢંગ નથી અને મોટો ધારિયું લઈને દોડ્યો’તો તે દહાડે... હવે કોણ એના બચાવમાં આવવાનું? એકુએક પકડાઈ જવાના. કેટલા દહાડા સંતાતા રહેશે? પોળમાં તો કેટલીયે વાતો ફરતી થઈ. | |||
– પેલી એક બાઈ ભાગી ગઈ’તી એણે જ ફરિયાદ કરી. કે’કે બધ્ધાને ઓળખી દેખાડું. વકીલ બી કરેલો છે. | – પેલી એક બાઈ ભાગી ગઈ’તી એણે જ ફરિયાદ કરી. કે’કે બધ્ધાને ઓળખી દેખાડું. વકીલ બી કરેલો છે. | ||
– મૂઈને શરમ ન આવી? આવું થ્યું હોય તો હું તો મોંયે ન દેખાડું કોઈને! પાછી આવી તેવારે સાવ નાગીપૂગી! છી! | – મૂઈને શરમ ન આવી? આવું થ્યું હોય તો હું તો મોંયે ન દેખાડું કોઈને! પાછી આવી તેવારે સાવ નાગીપૂગી! છી! | ||