દેવોની ઘાટી/દેવોની ઘાટી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) Created page with "{{SetTitle}} {{Heading|દેવોની ઘાટી|ભોળાભાઈ પટેલ}} {{Poem2Open}} મનાલીના માર્ગે વિપાશાનો..." |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મનાલીના માર્ગે | <center>મનાલીના માર્ગે</center> | ||
વિપાશાનો પાશ અદીઠ વેરાન સૌન્દર્ય | <center>વિપાશાનો પાશ અદીઠ વેરાન સૌન્દર્ય</center> | ||
એક કિશોરી નામ એનું મનાલી હિડિમ્બા : મનાલીની અધિષ્ઠાત્રી | <center>એક કિશોરી નામ એનું મનાલી હિડિમ્બા : મનાલીની અધિષ્ઠાત્રી</center> | ||
નગર | <center>નગર</center> | ||
સ્ટીલ સિમેન્ટનું સ્વપ્ન | <center>સ્ટીલ સિમેન્ટનું સ્વપ્ન</center> | ||
રૉક ગાર્ડન | <center>રૉક ગાર્ડન</center> | ||
મનાલી | <center>મનાલી</center> | ||
ર૭ જૂન, ૧૯૮૭ | <center>ર૭ જૂન, ૧૯૮૭</center> | ||
આજે સવારે સેમિનારમાં ભાગ લેવા આવેલા સભ્યોમાંથી જે બાકી રહ્યા હતા, તે સૌ પોતપોતાના મથકે જવા નીકળી પડ્યા. કોઈ બસમાં, કોઈ ગાડીમાં, કોઈ વિમાનમાં. થોડાક દિવસથી સિમલા-દિલ્હી વચ્ચે વાયુદૂત સેવા શરૂ થઈ છે. રાષ્ટ્રપતિભવનના વિશાળ પોર્ચ નીચે ઊભાં રહી ઇન્સ્ટિટ્યૂટનાં ડિરેક્ટર માર્ગારેટ ચૅટરજી સૌને ભાવભરી વિદાય આપતાં હતાં. સમરહિલ પર સુંદર પ્રભાત હતું અને પ્રાંગણના ઘાસ પર તડકો પથરાયો હતો. જોકે દૂરદૂરના પહાડો અને વૃક્ષો હજી આછા ધુમ્મસમાં હતાં. | આજે સવારે સેમિનારમાં ભાગ લેવા આવેલા સભ્યોમાંથી જે બાકી રહ્યા હતા, તે સૌ પોતપોતાના મથકે જવા નીકળી પડ્યા. કોઈ બસમાં, કોઈ ગાડીમાં, કોઈ વિમાનમાં. થોડાક દિવસથી સિમલા-દિલ્હી વચ્ચે વાયુદૂત સેવા શરૂ થઈ છે. રાષ્ટ્રપતિભવનના વિશાળ પોર્ચ નીચે ઊભાં રહી ઇન્સ્ટિટ્યૂટનાં ડિરેક્ટર માર્ગારેટ ચૅટરજી સૌને ભાવભરી વિદાય આપતાં હતાં. સમરહિલ પર સુંદર પ્રભાત હતું અને પ્રાંગણના ઘાસ પર તડકો પથરાયો હતો. જોકે દૂરદૂરના પહાડો અને વૃક્ષો હજી આછા ધુમ્મસમાં હતાં. | ||
| Line 62: | Line 62: | ||
અમારે જમવાનું બાકી હતું. થોડી વાર પછી નીકળ્યા, ભીડ ઓછી થઈ નહોતી. ધાબાં (વીશીઓ) બધાં ભરેલાં હતાં. અમે એક મદ્રાસી હોટલમાં ગયા, જે શુદ્ધ શાકાહારી હતી. અહીં ગુજરાતી ભાષા સંભળાઈ, પણ મારે કોઈ ગુજરાતીનો સંપર્ક કરવો નહોતો. જમ્યા પછી અમે વિપાશા-તટે આવેલી ટૂરિસ્ટ લૉજમાં જાતે તપાસ કરવા ગયા. ત્યાં વિપાશાનો પ્રચંડ ઘર્ઘર ઘોષ સંભળાયો. ટૂરિસ્ટ લૉજમાં બે દિવસ પછી જગ્યા થવાની સંભાવના હતી. હોટલ વિપાશામાં રોટેરિયનોનું અધિવેશન હોવાથી રૂમો ભરાઈ ગઈ હતી – નહીંતર મળી જાત. પણ મનમાં ગાંઠ વાળી કે વિપાશાને કાંઠે એના સાન્નિધ્યમાં આવીને રહેવું જ છે. મૅથ્યૂ અને હું પછી તો ભીડ વળોટી દૂર જનવિરલ માર્ગે ઘણું ચાલી પાછા હોટલ પર આવી ગયા છીએ. | અમારે જમવાનું બાકી હતું. થોડી વાર પછી નીકળ્યા, ભીડ ઓછી થઈ નહોતી. ધાબાં (વીશીઓ) બધાં ભરેલાં હતાં. અમે એક મદ્રાસી હોટલમાં ગયા, જે શુદ્ધ શાકાહારી હતી. અહીં ગુજરાતી ભાષા સંભળાઈ, પણ મારે કોઈ ગુજરાતીનો સંપર્ક કરવો નહોતો. જમ્યા પછી અમે વિપાશા-તટે આવેલી ટૂરિસ્ટ લૉજમાં જાતે તપાસ કરવા ગયા. ત્યાં વિપાશાનો પ્રચંડ ઘર્ઘર ઘોષ સંભળાયો. ટૂરિસ્ટ લૉજમાં બે દિવસ પછી જગ્યા થવાની સંભાવના હતી. હોટલ વિપાશામાં રોટેરિયનોનું અધિવેશન હોવાથી રૂમો ભરાઈ ગઈ હતી – નહીંતર મળી જાત. પણ મનમાં ગાંઠ વાળી કે વિપાશાને કાંઠે એના સાન્નિધ્યમાં આવીને રહેવું જ છે. મૅથ્યૂ અને હું પછી તો ભીડ વળોટી દૂર જનવિરલ માર્ગે ઘણું ચાલી પાછા હોટલ પર આવી ગયા છીએ. | ||
૨૮ જૂન, ૧૯૮૭ | '''<center>૨૮ જૂન, ૧૯૮૭</center>''' | ||
આંખ ઉઘાડી ત્યારે સવાર થઈ ગઈ હતી. દક્ષિણ તરફની બંધ બારીના કાચમાંથી જોયું તો સામેના બરફ-આચ્છાદિત શિખર પર તડકો પડ્યો છે. બીજું શિખર હજી છાયામાં છે, છતાં એની લીલાશ દૃશ્યમાન છે. કદાચ એ નજીકની પર્વતશ્રેણી હોય. એવાં બે લીલા રંગનાં પર્વત શિખરો વચ્ચે એક શ્વેત પર્વતશિખર ગોઠવાયેલું લાગે છે. હોટલની બારીમાંથી નીચે જોઉં છું તો આજુબાજુ પથરા અને લાકડાના કપાયેલા મોટા ટુકડા આંખને અળખામણા લાગતા હતા. | આંખ ઉઘાડી ત્યારે સવાર થઈ ગઈ હતી. દક્ષિણ તરફની બંધ બારીના કાચમાંથી જોયું તો સામેના બરફ-આચ્છાદિત શિખર પર તડકો પડ્યો છે. બીજું શિખર હજી છાયામાં છે, છતાં એની લીલાશ દૃશ્યમાન છે. કદાચ એ નજીકની પર્વતશ્રેણી હોય. એવાં બે લીલા રંગનાં પર્વત શિખરો વચ્ચે એક શ્વેત પર્વતશિખર ગોઠવાયેલું લાગે છે. હોટલની બારીમાંથી નીચે જોઉં છું તો આજુબાજુ પથરા અને લાકડાના કપાયેલા મોટા ટુકડા આંખને અળખામણા લાગતા હતા. | ||
| Line 115: | Line 116: | ||
પહેલું કામ મદ્રાસ કાફેમાં જઈ કૉફી પીવાનું. પછી ચાલતો ચાલતો બિયાસના કાંઠે આવી બેઠો. એના ઉગમસ્થાને વ્યાસકુંડ આગળ જેને ક્ષીણ તન્વી રૂપે જોઈ હતી, એ અત્યારે વિપુલ સલિલા બની કેટલું જોર કરે છે! આજે વળી પાણી વધ્યું લાગે છે. દૂર પહાડોમાં વધારે બરફ ઓગળ્યો હશે. આથમતા સૂરજનાં કિરણોમાં બરફનાં એ શિખરો ચમકતાં હતાં. | પહેલું કામ મદ્રાસ કાફેમાં જઈ કૉફી પીવાનું. પછી ચાલતો ચાલતો બિયાસના કાંઠે આવી બેઠો. એના ઉગમસ્થાને વ્યાસકુંડ આગળ જેને ક્ષીણ તન્વી રૂપે જોઈ હતી, એ અત્યારે વિપુલ સલિલા બની કેટલું જોર કરે છે! આજે વળી પાણી વધ્યું લાગે છે. દૂર પહાડોમાં વધારે બરફ ઓગળ્યો હશે. આથમતા સૂરજનાં કિરણોમાં બરફનાં એ શિખરો ચમકતાં હતાં. | ||
૨૯ જૂન, ૧૯૮૭ | '''<center>૨૯ જૂન, ૧૯૮૭</center>''' | ||
મનાલી નામ મમળાવવું ગમે એવો એનો વર્ણોચ્ચાર છે. એટલું જ નહીં, એ નામ સાથે મૃદુતાનો ભાવ જગવતી કલ્પના પણ આવે. અમેરિકા વસતાં અમારા એક સ્નેહી ડૉક્ટર દર્શનાબહેને પોતાની દીકરીનું નામ મનાલી પાડ્યું છે. એ જ્યારે જ્યારે સાંભળું કે બોલું એટલે મને હિમાલયની આ રમણીય ખીણનું સ્મરણ થાય. એ વખતે આ ખીણ જોઈ નહોતી, પણ એક સુંદર શબ્દાભા એ નામની આજુબાજુ ચેતનામાં વિસ્તરતી અનુભવતો. પછી તો એ નામની અન્ય કન્યાઓ-કિશોરીઓ જોવા મળી. મનાલી સંસ્કૃત પદ હોવાનો આભાસ આપે છે, પણ સંસ્કૃત શબ્દ તો એ નથી. હિંદી લેખક અજ્ઞેયજીએ તો લખ્યું છે કે મનાલી નામ મુનાલ નામના પક્ષી પરથી પડ્યું છે. આ વિસ્તારમાં એ પક્ષીઓ ઘણાં જોવા મળે છે. ભલે, એ રીતે પણ આ ખીણને એ નામાભિધાન બરાબર શોભે છે. | મનાલી નામ મમળાવવું ગમે એવો એનો વર્ણોચ્ચાર છે. એટલું જ નહીં, એ નામ સાથે મૃદુતાનો ભાવ જગવતી કલ્પના પણ આવે. અમેરિકા વસતાં અમારા એક સ્નેહી ડૉક્ટર દર્શનાબહેને પોતાની દીકરીનું નામ મનાલી પાડ્યું છે. એ જ્યારે જ્યારે સાંભળું કે બોલું એટલે મને હિમાલયની આ રમણીય ખીણનું સ્મરણ થાય. એ વખતે આ ખીણ જોઈ નહોતી, પણ એક સુંદર શબ્દાભા એ નામની આજુબાજુ ચેતનામાં વિસ્તરતી અનુભવતો. પછી તો એ નામની અન્ય કન્યાઓ-કિશોરીઓ જોવા મળી. મનાલી સંસ્કૃત પદ હોવાનો આભાસ આપે છે, પણ સંસ્કૃત શબ્દ તો એ નથી. હિંદી લેખક અજ્ઞેયજીએ તો લખ્યું છે કે મનાલી નામ મુનાલ નામના પક્ષી પરથી પડ્યું છે. આ વિસ્તારમાં એ પક્ષીઓ ઘણાં જોવા મળે છે. ભલે, એ રીતે પણ આ ખીણને એ નામાભિધાન બરાબર શોભે છે. | ||
| Line 199: | Line 201: | ||
વિપાશા-બિયાસ વહેતી રહેશે અને હવે હું ઊંઘી જઈશ. વિપાશાની સંનિકટે ત્રણ સવાર, ત્રણ સાંજ અને એક આ રાત. આજે તો લગભગ આખો દિવસ પણ એની સાથે ગાળ્યો છે – કુલ્લૂના માર્ગે જતાં-આવતાં તે સાથે જ હતી. પણ આ રાત્રિનો રોમાંચ જુદો છે. ભલે હું હવે ઊંઘી જઈશ, પણ એ રમ્ય કે રુદ્ર ઘોષા જાણે કે ઓશીકે જ જાગતી વહેતી રહેશે આખી રાત, એ વિચાર પણ મુજ એકાકી યાત્રી માટે પરમ આશ્વાસક છે. | વિપાશા-બિયાસ વહેતી રહેશે અને હવે હું ઊંઘી જઈશ. વિપાશાની સંનિકટે ત્રણ સવાર, ત્રણ સાંજ અને એક આ રાત. આજે તો લગભગ આખો દિવસ પણ એની સાથે ગાળ્યો છે – કુલ્લૂના માર્ગે જતાં-આવતાં તે સાથે જ હતી. પણ આ રાત્રિનો રોમાંચ જુદો છે. ભલે હું હવે ઊંઘી જઈશ, પણ એ રમ્ય કે રુદ્ર ઘોષા જાણે કે ઓશીકે જ જાગતી વહેતી રહેશે આખી રાત, એ વિચાર પણ મુજ એકાકી યાત્રી માટે પરમ આશ્વાસક છે. | ||
૩૦ જૂન, ૧૯૮૭ | '''<center>૩૦ જૂન, ૧૯૮૭</center>''' | ||
બારી ખોલી નાખી વિપાશાનો નાદ સાંભળું છું. સવારના સાડા પાંચ થયા છે. બારી પાસે ડાળી લંબાવી રહેલા સફરજનના ઝાડ પર બેઠેલું પંખી સવારનું સ્વાગત કરે છે, એનો એ કોમળ અવાજ પેલા નાદમાં પણ જુદો તરે છે. અજવાસ ક્યારનોય થઈ ગયો છે. દૂર બરનાં પર્વતશિખરો ધ્યાનસ્થ છે. | બારી ખોલી નાખી વિપાશાનો નાદ સાંભળું છું. સવારના સાડા પાંચ થયા છે. બારી પાસે ડાળી લંબાવી રહેલા સફરજનના ઝાડ પર બેઠેલું પંખી સવારનું સ્વાગત કરે છે, એનો એ કોમળ અવાજ પેલા નાદમાં પણ જુદો તરે છે. અજવાસ ક્યારનોય થઈ ગયો છે. દૂર બરનાં પર્વતશિખરો ધ્યાનસ્થ છે. | ||