શાલભંજિકા/યાદ આતી રહી: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|યાદ આતી રહી}} | {{Heading|યાદ આતી રહી}} | ||
કેટલીય વાર એવું બને છે કે કોઈ પુસ્તક વાંચતાં વાંચતાં કે કોઈ ગીત સાંભળતાં સાંભળતાં એકાદ પંક્તિ કે પંક્તિખંડ એવો આવે કે પુસ્તક હાથમાં રહી જાય, ગીત ગવાતું રહી જાય અને મન ભ્રમણે ચઢી જાય. ઘણી વાર તો નારદજીની ડૂબકી જેવું થાય. થોડી ક્ષણોમાં આંખો સંસાર રચી બેસે, અને માથું ધુણાવી ફરી પાછું સ્વસ્થ થાય ત્યાં સુધી ચેતનામાં કેટલુંય ઘટી ચૂક્યું હોય. આખો ગ્રંથ વાંચીને કોરા ને કોરા નીકળી ગયા હોઈએ, એવુંય ન બન્યું હોય એવું નથી. એમાં કોઈ ગ્રંથનો દોષ હું જોતો નથી. કશુંક થવા – ન થવાના કારણરૂપે છે આપણું મન. | કેટલીય વાર એવું બને છે કે કોઈ પુસ્તક વાંચતાં વાંચતાં કે કોઈ ગીત સાંભળતાં સાંભળતાં એકાદ પંક્તિ કે પંક્તિખંડ એવો આવે કે પુસ્તક હાથમાં રહી જાય, ગીત ગવાતું રહી જાય અને મન ભ્રમણે ચઢી જાય. ઘણી વાર તો નારદજીની ડૂબકી જેવું થાય. થોડી ક્ષણોમાં આંખો સંસાર રચી બેસે, અને માથું ધુણાવી ફરી પાછું સ્વસ્થ થાય ત્યાં સુધી ચેતનામાં કેટલુંય ઘટી ચૂક્યું હોય. આખો ગ્રંથ વાંચીને કોરા ને કોરા નીકળી ગયા હોઈએ, એવુંય ન બન્યું હોય એવું નથી. એમાં કોઈ ગ્રંથનો દોષ હું જોતો નથી. કશુંક થવા – ન થવાના કારણરૂપે છે આપણું મન. | ||
ત્રણ દિવસના નર્મદાના સાન્નિધ્ય પછી ગઈ કાલે પાછા વળતાં અમે વડોદરાથી અમદાવાદની ઇન્ટરસિટી ગાડી લીધી. આણંદ આવતાં થોડા મુસાફરો ઊતરી જતાં ડબ્બાના એક ખંડની બધી બેઠકો અમે જમાવી દીધી, અને અંતકડી રમવાની શરૂ કરી. મેં બારી પાસેની જગ્યા કરી લીધી હતી. અંતકડીમાં મન ન રમે તો રેલગાડીની બારી બહાર તો અનંત વિસ્તાર હોય છે. | {{Poem2Open}}ત્રણ દિવસના નર્મદાના સાન્નિધ્ય પછી ગઈ કાલે પાછા વળતાં અમે વડોદરાથી અમદાવાદની ઇન્ટરસિટી ગાડી લીધી. આણંદ આવતાં થોડા મુસાફરો ઊતરી જતાં ડબ્બાના એક ખંડની બધી બેઠકો અમે જમાવી દીધી, અને અંતકડી રમવાની શરૂ કરી. મેં બારી પાસેની જગ્યા કરી લીધી હતી. અંતકડીમાં મન ન રમે તો રેલગાડીની બારી બહાર તો અનંત વિસ્તાર હોય છે. | ||
અંતકડી જામી પડી. અમારે ‘ર’ આવ્યો. મને એકાએક યાદ આવી લીટી ‘રમૈયા વત્તા વૈયા’ (બરાબર છે?) મને ગાતાં ફાવે નહિ, એટલે બીજા મિત્રે એ ઉપાડી લીધી. ઘણી વાર કડીને બદલે આખું ગીત ગાવાનું રાખેલું. આખું ગીત ગવાય ત્યારે બન્ને પાર્ટીઓ એમાં જોડાય. આ ગીતમાં પછી આ લીટીઓ આવી:{{Poem2Close}} | અંતકડી જામી પડી. અમારે ‘ર’ આવ્યો. મને એકાએક યાદ આવી લીટી ‘રમૈયા વત્તા વૈયા’ (બરાબર છે?) મને ગાતાં ફાવે નહિ, એટલે બીજા મિત્રે એ ઉપાડી લીધી. ઘણી વાર કડીને બદલે આખું ગીત ગાવાનું રાખેલું. આખું ગીત ગવાય ત્યારે બન્ને પાર્ટીઓ એમાં જોડાય. આ ગીતમાં પછી આ લીટીઓ આવી:{{Poem2Close}} |
Revision as of 11:24, 27 July 2021
કેટલીય વાર એવું બને છે કે કોઈ પુસ્તક વાંચતાં વાંચતાં કે કોઈ ગીત સાંભળતાં સાંભળતાં એકાદ પંક્તિ કે પંક્તિખંડ એવો આવે કે પુસ્તક હાથમાં રહી જાય, ગીત ગવાતું રહી જાય અને મન ભ્રમણે ચઢી જાય. ઘણી વાર તો નારદજીની ડૂબકી જેવું થાય. થોડી ક્ષણોમાં આંખો સંસાર રચી બેસે, અને માથું ધુણાવી ફરી પાછું સ્વસ્થ થાય ત્યાં સુધી ચેતનામાં કેટલુંય ઘટી ચૂક્યું હોય. આખો ગ્રંથ વાંચીને કોરા ને કોરા નીકળી ગયા હોઈએ, એવુંય ન બન્યું હોય એવું નથી. એમાં કોઈ ગ્રંથનો દોષ હું જોતો નથી. કશુંક થવા – ન થવાના કારણરૂપે છે આપણું મન.
યાદ આતી રહી
દિલ દુભાતી રહી
અપને મનકો મનાના ન આયા હમેં
અપને મનકો મનાના ન આયા હમેં.
If I die keep the balcony open.
જ્યારે મારા મરવાની ઘડી આવે ત્યારે ઝરૂખો ખુલ્લો રાખજો. આગળની પંક્તિ મેં વાંચી – ‘એક શિશુ સફરજન ખાય છે, એને મારી બારીમાંથી જોઉં છું…’ પછી એક આ નાની કવિતા પણ એ વખતે આખી ન વંચાઈ. આંગળી બે પાન વચ્ચે રાખી ચોપડી બંધ કરી હું જાણે મારી બાલ્કનીમાંથી જોવા લાગ્યો. આથમતી સાંજની વેળા હતી. મારી બાલ્કની ખુલ્લી જ હતી, બલ્કે બાલ્કનીમાં બેસીને વાંચતો હતો. પણ ‘ઇફ આઇ ડાઇ…’ મારા મૃત્યુની ક્ષણોએ – એ શબ્દો કોઈ અનાગત ભવિષ્ય ભણી ખેંચી ગયા. ઇફ આઇ ડાઇ… એ ક્ષણોમાં હું શું ઇચ્છા રાખું? કીપ ધ બાલ્કની ઓપન? એ ક્ષણો જાણે આવી પહોંચી છે. અનેક વિષણ્ણ ચહેરા મારા ભણી તાકી રહ્યા છે. મારી આંખો કોને શોધે છે? શું આ ચહેરાઓના વર્તુળની બહાર ત્યાં આંગણામાં ઊભીને સફરજન ખાતા શિશુને? કોને? આંખોમાં છેલ્લે શું ભરી લેવા માગું છું? કંઈ નહિ, બાલ્કની ખુલ્લી રહે તો યે બસ. ખુલ્લા આકાશને જોઉં, જેમાં ક્યાંક વિલીન થઈ જવાનું છે. પરંતુ મોકળાશ. અંત સમયે એક મોકળાશ. એક શિશુનો ચહેરો. ઇફ આઇ ડાઇ…
લોર્કાની આ પંક્તિઓએ એક સેન્ટિમેન્ટલ વર્તુળ રચી દીધું. એમાંથી ઝટ કરી પછી બહાર નીકળાયું નહિ.ઓપાર હઇતે બાજાઓ બાંશી
એ પાર હઇતે શુનિ
અભાગિયા નારી આમિ હે
સાંતાર નહિ જાનિ…
એક વાર આવી જ રીતે વત્સલનિધિ નામે કવિ અજ્ઞેયજીએ સ્થાપેલા ટ્રસ્ટની એક પત્રિકા વાંચતો હતો. એમાં ‘ઘર’ વિશે યોજાયેલા પરિસંવાદનો અહેવાલ હતો. એ અહેવાલમાં એવું આવ્યું કે પછી કવિ શીન કાફ નિઝામે આ ગઝલ રજૂ કરી:
બીરાન ક્યું હૈ બસ્તિયાં
બાશિંદે ક્યા હુએ?
૧૯૮૮