કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૧. જલદીપ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 29: | Line 29: | ||
{{Right|(બૃહદ્ પરિક્રમા, ૨૦૧૦, પૃ. ૩)}} | {{Right|(બૃહદ્ પરિક્રમા, ૨૦૧૦, પૃ. ૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = આ શ્રેણીના સંપાદકો | |||
|next = ૨. સમદર | |||
}} |
Latest revision as of 07:11, 18 September 2021
૧. જલદીપ
બાલમુકુન્દ દવે
એક દીપ તણાયો જાય,
જલમાં દીપ તણાયો જાય;
કમળ સમો ઘૂમે વમળોમાં,
વાયુમાં વીંઝાય :
જલમાં દીપ તણાયો જાય.
અંધારાંના અંચલ ભેદી
પંથ પાડતો જાય,
તરંગની ચંચલ અસવારી
કરી તેજ મલકાય :
જલમાં દીપ તણાયો જાય.
ઘડીક નમણી જ્યોતિ નાજુક
સંપુટમાં જ સમાય,
ઘડી ભવ્ય ભૂગોલખગોલે
દીપશિખા લહરાય :
જલમાં દીપ તણાયો જાય.
વાટ વણી ના, ના પેટાવ્યો,
પોતે પરગટ થાય;
નહીં મેશ કે નહીં મોગરો
કેવલ તેજલ કાય :
જલમાં દીપ તણાયો જાય.
૨૦-૫-’૪૭
(બૃહદ્ પરિક્રમા, ૨૦૧૦, પૃ. ૩)