કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૨૩. ઝૂમાં સુંદરી: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૩. ઝૂમાં સુંદરી |નલિન રાવળ}} <poem> ધીખેલ ગ્રીષ્મ આભ ઝૂ મહીં ધખ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
મહીં | મહીં | ||
ધખંત લોહપિંજરે પીળા પહાડ-શો ઘૂમંત સિંહ | ધખંત લોહપિંજરે પીળા પહાડ-શો ઘૂમંત સિંહ | ||
::::: નેત્રમાં જલંત આગ | |||
::::: યાળ ઝાળ ઝાળ | |||
::::::: સુંદરી | |||
::::: સકંપ બાષ્પરુદ્ધ નિષ્પલક નિહાળતી : | |||
સુબદ્ધ રક્તમાંસથી ભરેલ દેહ (નિજનો) મહીં | સુબદ્ધ રક્તમાંસથી ભરેલ દેહ (નિજનો) મહીં | ||
પ્રમત્ત ફોરમે ખીલેલ કાનનો કરાલ ત્રાડથી ચીરી | પ્રમત્ત ફોરમે ખીલેલ કાનનો કરાલ ત્રાડથી ચીરી |
Revision as of 09:27, 3 August 2021
૨૩. ઝૂમાં સુંદરી
નલિન રાવળ
ધીખેલ ગ્રીષ્મ આભ
ઝૂ
મહીં
ધખંત લોહપિંજરે પીળા પહાડ-શો ઘૂમંત સિંહ
નેત્રમાં જલંત આગ
યાળ ઝાળ ઝાળ
સુંદરી
સકંપ બાષ્પરુદ્ધ નિષ્પલક નિહાળતી :
સુબદ્ધ રક્તમાંસથી ભરેલ દેહ (નિજનો) મહીં
પ્રમત્ત ફોરમે ખીલેલ કાનનો કરાલ ત્રાડથી ચીરી
ધસે
ધસી કૂદે
સિંહણ છલંગમાં ધખંત લોહ પિંજરે
પડે
ભફાંગ
ઝૂ
મહીં
ધીખેલ ગ્રીષ્મ આભ
હાંફતી
મદિલ સુંદરી સરે.
ધીરે ધીરે બહાર…
(અવકાશપંખી, પૃ. ૫૬)