કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/૨૪. ગાલ્લું: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૪. ગાલ્લું| નલિન રાવળ}} <poem> ઊભાં છાનાં ઝાડ : અંધકારના ઊંચા-ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૪. ગાલ્લું| | {{Heading|૨૪. ગાલ્લું|પ્રિયકાન્ત મણિયાર}} | ||
<poem> | <poem> | ||
ઊભાં છાનાં ઝાડ : | ઊભાં છાનાં ઝાડ : |
Revision as of 09:49, 4 August 2021
૨૪. ગાલ્લું
પ્રિયકાન્ત મણિયાર
ઊભાં છાનાં ઝાડ :
અંધકારના ઊંચા-નીચા પ્હાડ,
ઉપર અળગો તારક-દરિયો ડ્હોળો,
ખાંસી ચડેલી વૃદ્ધ કાયનું વળ્યું કોકડું —
ચંદ્ર પડ્યો શું મોળો!
ભાત ભાતના ભગ્ન વિચારો મુજમાંથી બહુ જાય વછૂટી
વાદળ રૂપે હાર એની તે હજી ન તૂટી!
પવન પંખી-શો : કિન્તુ કાપી પ્હોળી કોણે પાંખ?
એક પછી એક હજી અધિકી ઉજાગરામાં ઊગતી મારે આંખ!
દૂર ઘંટના થાય ટકોરા : વાગ્યા ત્રણ કે ચાર
એક નાનકી ઠેસ ખાઈને કાળ પસાર,
ચોકીદારની લાકડીઓનાં લથડે-ખખડે પગલાં
લાલટેનને હવે બગાસાં ઢગલા;
ઠર્યા દીવાની વાટ સરીખા ચીલા ટાઢા રામ,
ભવિષ્યનો શું ભાર લઈને —
પરોઢ કેરું ગાલ્લું આવ્યું ગામ?
(આ નભ ઝૂક્યું, પૃ. ૬૧)