મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૬)|રમણ સોની}} <poem> કાનજી કાનજી સૌ કો કહે રે, અમે ગોવાળિયો કહ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૬)| | {{Heading|પદ (૬)|નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> |
Latest revision as of 04:47, 14 August 2021
પદ (૬)
નરસિંહ મહેતા
કાનજી કાનજી સૌ કો કહે રે, અમે ગોવાળિયો કહેશું રે;
જો તું અમને આળ ચઢાવીશ તો મથુરા જઈ રહેશું રે.
કાનજી૦
આજકાલનો કીકલો રે, છોકરડો છાશ પીતો રે;
હાથ સાહી હકલાવતાં ત્યારે બાપલડો બહુ બીતો રે.
કાનજી૦
શુક બ્રહ્માદિક શંકર સરખા જોગી જેને સાધે રે,
આટલાએક માખણને કાજે માતા ઊખળે બાંધે રે.
કાનજી૦
સકળ વિશ્વમાં સહુ કો જાણે: ગાય તણો ગોવાળો રે;
નરસૈંયાનો સ્વામી ભલે મળિયો, પૂરણ બ્રહ્મ દયાળો રે.
કાનજી૦