મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪૯): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪૯)|રમણ સોની}} <poem> વૈષ્ણવજન તાે તેને કહીએ જે પીડ પરાઈ જાણ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૪૯)| | {{Heading|પદ (૪૯)|નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> |
Latest revision as of 05:04, 14 August 2021
પદ (૪૯)
નરસિંહ મહેતા
વૈષ્ણવજન તાે તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે;
પરદુ:ખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે.
વૈષ્ણવજન
સકળ લાેકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ-કાછ-મન નિરમલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.
વૈષ્ણવજન
સમદૃષ્ટિ ને તૃષ્ણાત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બાેલે, પરદ્રવ્ય ન ઝાલે હાથ રે.
વૈષ્ણવજન
માેહ-માયા વ્યાપે નહિ તેને, દૃઢ વૈરાગ્ય તેના મનમાં રે;
રામનામ-શું તાળી લાગી, સકળ તીરથ તેના તનમાં રે.
વૈષ્ણવજન
વણલાેભી ને કપટરહિત છે, કામ-ક્રાેધ જેણે માર્યા રે,
ભણે નરસૈંયાે: તેનું દર્શન કરતાં કુળ એકાેતેર તાર્યાં રે.
વૈષ્ણવજન