મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૯): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૯)|રમણ સોની}} <poem> મુજ અબળાને મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૯)|રમણ સોની}}
{{Heading|પદ (૯)|મીરાં}}
<poem>
<poem>
મુજ અબળાને
મુજ અબળાને

Latest revision as of 05:52, 14 August 2021


પદ (૯)

મીરાં

મુજ અબળાને
મુજ અબળાને મોટી મિરાત, બાઈ, શામળો ઘરેણું મારે સાચું રે.
વાળી ઘડાવું વિઠ્ઠલવર કેરી, હાર હરિનો મારે હૈયે રે;
ચિત્તમાળા ચતુરભુજ ચૂડલો, શીદ સોની ઘેર જઈએ રે?
ઝાંઝરિયાં જગજીવન કેરાં, કૃષ્ણજી કલ્લાં ને કાંબી રે;
વીછુવા ઘૂઘરા રામનારાયણના, અણવટ અંતરજામી રે.
પેટી ઘડાવું પુરુષોત્તમ કેરી, ત્રિકમ નામનું તાળું રે;
કૂંચી કરાવું કરુણાનંદ કેરી, તેમાં ઘરેણું મારું ઘાલું રે.
સાસરવાસો સજીને બેઠી, હવે નથી કાંઈ કાચું રે;
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, હરિને ચરણે જાચું રે.