મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/હરિશ્ચંદ્રાખ્યાન કડવું ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧|રમણ સોની}} <poem> રાગ રામગ્રી સરસ્વતીકેરા પુજાું પાયજ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કડવું ૧|રમણ સોની}}
{{Heading|કડવું ૧|નાકર}}
<poem>
<poem>
રાગ રામગ્રી
રાગ રામગ્રી

Latest revision as of 06:06, 14 August 2021


કડવું ૧

નાકર

રાગ રામગ્રી
સરસ્વતીકેરા પુજાું પાયજી, શારદામાતા કરો પસાયજી;
ગણપતિ ગુણનિધી ગુણભંડારજી, સેવક જનની કરજો સ્હાયજી.

ઢાળ
કરો સેવક ની સ્હાયસ્વામી, નિર્મળ તમારૂં નામ;
નિર્મળ વાણી આપીએ, સુધબુધ કેરા શામ.
ઉમયાને અંગે ઉપન્યો, વરતીયો જયજયકાર;
સુરસર્વ સેવા કરે, સુર સર્વનો પ્રતિહાર.
કપૂરે કરૂં આરતી, સિંદુરે કરૂં શણગાર;
એકદંતો સુંઢાળો, મોદીક વલ્લભ અહાર.

વલણ
મોદીક વલ્લભ અહાર સ્વામિ, પાયે લાગી પ્રણમું;
દોમતિ માતા શારદા, સરસ્વત સ્વામને નમું.