મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/કડવું ૨૭: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૭|રમણ સોની}} <poem> રાગ વેરાડી. બ્રાહ્મણ સૌ. સંતોષીયા, પછ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કડવું ૨૭|રમણ સોની}}
{{Heading|કડવું ૨૭|નાકર}}
<poem>
<poem>
રાગ વેરાડી.
રાગ વેરાડી.

Latest revision as of 06:07, 14 August 2021


કડવું ૨૭

નાકર

રાગ વેરાડી.
બ્રાહ્મણ સૌ. સંતોષીયા, પછી તારા ત્યાંથી જાય;
નયણે તે આંસુ પડે, રૂદન કરે વનમાંય-કુંવર મુખ બોલીયે-          ટેક

રાણી આવીને ઊભી રહી, સતિ ભણે કાંઇ શાપ;
પેરેપેર હીંડે પેખતી, મનમાં કરે વિલાપ.          કુંવર૦

હંસ ગયો ને વદન હસતું, આતા કહો મને માય;
હું પારણે પોઢાડતી, મુખ ચુંબન દેતી ભાય.          કુંવર૦

માડીના માંડણ કુંવર મારા, હું વિદેશે વિશ્રામ;
બોલડા દો રે બાઢવા, તુંને કરાવું પયપાન.          કુંવર૦

વાણીને તારી નિર્મળી, શ્રવણ તે પોયણપાન;
નાસીકા તારી શોભતી, તું કેમ સુતો વન રાન.          કુંવર૦

પાતળી પોળી પીરસતી, અમૃત આંબા ઘોળી;
કનકકંચોળે ઘી મેલું, તે તું નાંખી દે કાં ઢોળી.          કુંવર૦

ઢોલીએ તળાઇએ પોઢતો, ને ખૂંચતા પરરોમ;
દોહલાં મારાં નાનડા, તુ કેમ પોડ્યો ભોમ.          કુંવર૦

એક દુ:ખ છે મુજને સ્વામિ કેરૂં, બીજાું પુત્ર થયો પતન;
હઇડું તે ત્યાં ફાટે નહીં, ફટરે ભૂંડા મન.          કુંવર૦