મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૨: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૨ | રમણ સોની}} <poem> કાગળ સદ્ગુરુ લખે, જેના વિરલા છે વાંચણહા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ ૨ | | {{Heading|પદ ૨ |અખાજી}} | ||
<poem> | <poem> | ||
કાગળ સદ્ગુરુ લખે, જેના વિરલા છે વાંચણહાર. | કાગળ સદ્ગુરુ લખે, જેના વિરલા છે વાંચણહાર. |
Latest revision as of 06:37, 14 August 2021
અખાજી
કાગળ સદ્ગુરુ લખે, જેના વિરલા છે વાંચણહાર.
જ્ઞાનવૈરાગ્યનો દેહ ધર્યો, માંહી જોગપણાને જીવ;
ભક્તિ આભૂષણ પહેરિયાં રે, એવો કોઈએક સેવક શિવ.
શીલરૂપી ખડિયો કર્યો, માંહી પ્રેમતણી રુશનાઈ;
કલમ બુદ્ધિ સંતની રે, ત્યાં તો અદ્વૈત આંક ભરાઈ.
સુરતનુરતની દોરી લીટી, માંહી વિવેક તણી ઓળ;
વિચારી અક્ષર ત્યાં લખ્યા રે, તેમાં ઉતારી પાટણપોળ.
સમજણ કાનો માતરા રે, માયા ઉપર શૂન્ય;
તેમાં પરિપૂરણ બ્રહ્મ છે રે, ત્યાંહાં નહિ પાપ ને પુન્ય.
કોટિ કોટિ પંડિત પચી મૂઆ રે, પઢી પઢી વેદ પુરાણ;
તોયે અક્ષર એકે ન ઊકલ્યો રે, સરવે થાક્યા છે જાણ સુજાણ.
અંધે તે અક્ષર વાંચિયા રે, બેહેરે સુણી વાત;
મુગે ચરચા બહુ કરી રે, તેની વેદ પૂરે છે સાખ.
જોગપણું જુગતે લહ્યું રે, મન મળી મંગળ ગાય;
વિચારી અક્ષર સૌ લખે રે, તોયે કાગળ કોરો કહેવાય.
અમરાપુરી નિજ ઘટમાં રે, ત્યાંહાં છે તેહનો વાસ;
કર જોડીને અખો કહે રે, એવા નિર્મળ હરિના દાસ.