મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખાજી પદ ૪: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ ૪ | રમણ સોની}} <poem> સમજણ વિના રે સુખ નહિ જંતને રે; વસ્તુગતિ ક...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ ૪ | રમણ સોની}}
{{Heading|પદ ૪ | અખાજી}}
<poem>
<poem>
સમજણ વિના રે સુખ નહિ જંતને રે;
સમજણ વિના રે સુખ નહિ જંતને રે;

Latest revision as of 06:37, 14 August 2021


પદ ૪

અખાજી

સમજણ વિના રે સુખ નહિ જંતને રે;
વસ્તુગતિ કેમ કરી ઓળખાય?
આપમાં વસે છે આપનો આતમા રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.

રવિ રવિ કરતાં રે રજની નહિ મટે રે,
અંધારું તો ઊગ્યા પૂંઠે જાય;
રુદે રવિ ઊગે રે નિજ ગુરજ્ઞાનનો રે,
થનાર હોય તે સહેજે થાય.

જળ જળ કરતાં રે તૃષ્ણા નવ ટળે રે,
ભોજન કહેતાં ન ભાંગે ભૂખ;
પ્રેમરસ પીતાં રે તૃષ્ણા તુરત ટળે રે,
એમ મહાજ્ઞાનીઓ બોલે છે મુખ.

પારસમણિ વિના રે જે પથરા મળે રે,
તેણે કાંઈ કાંચન લોહ ન થાય;
સમજણ વિના રે જે સાધન કરે રે,
તેણે કાંઈ જીવપણું નવ જાય.

દશ મણ અગ્નિ રે લખિયે કાગળે રે.
એને લઈ રૂ માં જો અલપાય;
એની અગ્નિથી રે રૂ નથી દાઝતું રે,
રતી એક સાચે પ્રલય જ થાય.

જીવપણું માટે રે અનહદ ચિંતવ્યે રે,
એ તો વાણી રહિત છે રે વિચાર;
જે જે નર સમજ્યા રે તે તો ત્યાં સમ્યા રે,
કહે અખો ઊતર્યા પેલે પાર.