મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /યશોવિજય પદ ૧: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ ૧| રમણ સોની}} <poem> :::: શ્રી નેમિનાથ જિન સ્તવન :: તોરણથી રથ ફેર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
:::: શ્રી નેમિનાથ જિન સ્તવન | :::: શ્રી નેમિનાથ જિન સ્તવન | ||
:: તોરણથી રથ ફેરી ગયા રે હાં, | :: તોરણથી રથ ફેરી ગયા રે હાં, | ||
:::: પશુઆં શિર દેઈ દોષ, મેરે વાલમા; | |||
:: નવભવનેહ નિવારિયો રે હાં, | :: નવભવનેહ નિવારિયો રે હાં, | ||
:: શ્યો જોઈ આવ્યા જોષ? મેરે વાલમા{{space}} ૧ | :: શ્યો જોઈ આવ્યા જોષ? મેરે વાલમા{{space}} ૧ |
Revision as of 06:44, 11 August 2021
રમણ સોની
શ્રી નેમિનાથ જિન સ્તવન
તોરણથી રથ ફેરી ગયા રે હાં,
પશુઆં શિર દેઈ દોષ, મેરે વાલમા;
નવભવનેહ નિવારિયો રે હાં,
શ્યો જોઈ આવ્યા જોષ? મેરે વાલમા ૧
ચંદ્ર કલંકી જેહથી રે હાં,
રામ ને સીતા વિયોગ, મેરે વાલમા;
તેહ કુરંગને વયણડે રે હાં,
પતિઆવે કુણ લોગ? મેરે વાલમા. ૨
ઉતારી હું ચિત્તથી રે હાં,
મુગતિ ધુતારી હેત, મેરે વાલમા;
સિદ્ધ અનંતે ભોગવી રેહાં,
તેહ શ્યું કવણ સંકેત? મેરે વાલમા. ૩
પ્રીત કરંતા સાહેલી રે હાં,
નિરવહતાં જંજાલ, મેરે વાલમા;
જેહવો વ્યાલ ખેલાવવો રે હાં,
જેહવી અગનની ઝાળ, મેરે વાલમા. ૪
જો વિવાહ-અવસર દીઓ રે હાં,
હાથ ઉપર નહીં હાથ, મેરે વાલમા;
દીક્ષા અવસર દીજીએ રે હાં,
શિર ઉપર જગનાથ, મેરે વાલમા. ૫
ઈમ વિલવતી રાજુલ ગઈ રે હાં,
નેમિ કને વ્રત લીધ, મેરે વાલમા;
વાચક યશ કહે પ્રણમીએ રે હાં,
એ દંપતી દોય સિદ્ધ, મેરે વાલમા. ૬