મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /રણજંગ કડવું ૧૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૧| રમણ સોની}} <poem> હઠ છોડો આણી વાર, હડીલા રાણા રે તાહારા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કડવું ૧૧| રમણ સોની}}
{{Heading|કડવું ૧૧|વજિયો}}
<poem>
<poem>
હઠ છોડો આણી વાર, હડીલા રાણા રે
હઠ છોડો આણી વાર, હડીલા રાણા રે

Latest revision as of 07:31, 14 August 2021


કડવું ૧૧

વજિયો

હઠ છોડો આણી વાર, હડીલા રાણા રે
તાહારા કટકમાંહિ દીમે છે વાંકી વાત, સાંભળ હો રાણા રે.          ૧
વિભીષણ ભાઈ રામજીને જ મળ્યો, તેને આપ્યું લંકાનું રાજ્ય.
રાવણ. તુજને રામજી મારશે રે, લેશે લંકાનું રાજ્ય, હઠીલા.          ૨
રામજી ભડ વાંએ લંકા ભેળશે, તારાં રાક્ષસડાંને કરશે લોટ, હઠીલા.          ૩
ખગપતિ બોલ્યો હો રાંણા તાહારે માળીએ રે, વાયસ બોલ્યો ઘરને બાર. ૪
રાવણ કેહે છિ નાલનફા તે વાંનર થાશે ચૂર,
એ શૂં બોલી રાંણી મંદોદરી, મુજ ઉફરો નથિ કો સૂર.          ૫
રાવણ એણી પેરે બોલીયો, સુણ મંદોદરી નાર.
તેત્રીશ ક્રોડ માહારી સેવા કરે, ત્યાંહાં કોણ સુગ્રીવ મોરાર?          ૬
નરપતિ ધુએ રે ધોતીયાં, સૂર્ય કરે રે રસોઈ;
બ્રેહ તે ભરડે છે કોદરા, યમ આંણે છે તોય.          ૭
ગણેશ ગધેડાં ચારે છે, ચામુંડા ઢોળે છે વાય;
પવન બાહાર છે આંગણે, ઇંદ્ર ઓળાગ કરાય.          ૮