મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ગોપાળદાસ પદ 3: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ 3 | રમણ સોની}} <poem> દશ અવતાર હરીનો નિશ્ચે કર્યા, અવર અવતાર તે...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ 3 | રમણ સોની}}
{{Heading|પદ 3 |ગોપાળદાસ}}
<poem>
<poem>
દશ અવતાર હરીનો નિશ્ચે કર્યા, અવર અવતાર તે કોણ ભાઈ;
દશ અવતાર હરીનો નિશ્ચે કર્યા, અવર અવતાર તે કોણ ભાઈ;

Latest revision as of 07:38, 14 August 2021


પદ 3

ગોપાળદાસ

દશ અવતાર હરીનો નિશ્ચે કર્યા, અવર અવતાર તે કોણ ભાઈ;
એ વૃત્તાંત પંડીત મને પ્રીછવે, તો તમારાં ભણ્યાંની વડાઈ;          દશ૦

વ્યાપક બ્રહ્મ અણું ઠામ ઠાલું નહીં, બ્રહ્મા તે કોણ સમાન કાહાવે;
વેદવાણી એમ વચન વિરોધતાં, એ અચરજ અદભૂત આવે.          દશ૦

નિરાકાર સાકાર સંસાર હરી, દશ અવતાર તેથી કેમ અળગા;
નિરગુણ સિરગુણ થકી વસ્તુબીજી નથી, એહ રાંશય મને મોટા વળગ્યા.          દશ૦

ખોળતાં ખોળતાં ખટદરશન ખોળી વળ્યા, જેને જઇ પૂછીએ તે ઉથાપે;
પ્રશ્ન ્પ્રોઢાતણું અર્થ યથાર્થ તે, સાર સિદ્ધાંત કરી કો ન આપે.          દશ૦

અરૂપ દીસે નહીં, રૂપ સ્થીર નહીં, એહવી વાત ગડબડખી પાને પોથે;
દેખી જંજાળ ગોપાળ રહ્યો ઓસરી, અણછતી વ્યાપ તે શાંને ભોગે.          દશ૦