પુનરપિ/કાશ્મીરા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કાશ્મીરા|}} <poem> રૂપ તણા ભાલે અંકાયું તેની ઉપર જામે યુદ્ધ; લગ...")
 
No edit summary
 
Line 54: Line 54:
10-5-’59
10-5-’59
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ઉતાવળું શુભ
|next = લડવૈયો
}}

Latest revision as of 05:17, 24 September 2021


કાશ્મીરા

રૂપ તણા ભાલે અંકાયું
તેની ઉપર જામે યુદ્ધ;
લગ્નેલગ્ને રહેતું શુદ્ધ.
જીતનારના ભાગ્ય લખાઈ
રૂપરાણીની પાસે હાર;
કાશ્મીરાના પગમાં પડતી
વિજય વરેલી સૌ તલવાર.
સ્નિગ્ધ બરફને લાલ ખરડવા
રક્ત નથી પૂરું જગમાં;
એક કિરણની અંગુલિ અડતાં
શરમ લાલિમા હિમ-ગઢમાં.

ચિનારનાં ખેરેલાં પર્ણો
શાલીમારમાં ઢગલા થાય,
પ્રણય ઉપર તેની પાથરતા
કડકડ મૌન તણું સંભળાય;
બંધ પોપચાંના પડદા પર
ત્યારે વિરાટ દર્શન થાય.
પ્રેમીનાં ચક્ષુથી મોટી
સ્વતંત્ર તારી સુંદરતા;
આ લયલાને મજનૂ કેરી
આંખ તણી છેના પરવા.
કાશ્મીરા! હું પ્રેમી તારો.
રૂપરૂપ તણો અંબાર:
પોપલાર સમી ટટ્ટાર
ઊભી તું પાતળી પરમાર:
પ્રેમ-પારણું શબનમ-ભીનું,
સ્તન વચ્ચેની ખીણ ઠંડી:
પાંપુરને કેસર મહેકેલી
વેણી કેશ તણી વંડી:
દ્રૌપદી શી અભખરી વાઘણ
જંગલ-મંગલ ડાચીગામ,
હવન-આહુતિ બનતાંબનતાં
લોથ પડ્યો પોતે છે કામ:
અનેકનિષ્ઠ તું સૌંદર્ય!
સઘળાનું પીતું શૌર્ય!

લટકાં લેતી જેમ શિકારા
તેમ ચાલતી ચપલા નાર,
જેમ પલકતી હસતી આંખે
તેમાં રકઝક ભારોભાર:
વુલાર સરની ભૂરકી આંખે,
શાલીમારના પીળા હસ્ત,
અણમાંજેલી, અણધોયેલી
તારી કસ્તૂરીથી મસ્ત:
ખળખળતા ઝરણામાં પામું
તારું દડતું સરતું હાસ્ય:
વનમાં સંતાકૂકડી રમતા
સમીર મહીં છે તારું લાસ્ય.
10-5-’59