કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૩૫. ન મોકલાવ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫. ન મોકલાવ|રમેશ પારેખ}} <poem> ::::આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 22: | Line 22: | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૩૩૨)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૩૩૨)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૩૪. પ્રાણજીવન હરજીવન મોદી | |||
|next = ૩૬. કોને ખબર | |||
}} |
Latest revision as of 12:32, 21 September 2021
૩૫. ન મોકલાવ
રમેશ પારેખ
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ
ફૂલોય પૂરબહારમાં હિંસક છે આજકાલ
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ
તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ
ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ
થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.
૮-૮-’૭૯/બુધ
(છ અક્ષરનું નામ, પૃ. ૩૩૨)