કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૩૫. દીવડો ઝાંખો બળે: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૫. દીવડો ઝાંખો બળે|ઝવેરચંદ મેઘાણી}} <poem> [રાગ: બિહાગ] દીવડો ઝ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Right|(સોના-નાવડી, પૃ. ૩૪૭)}} | {{Right|(સોના-નાવડી, પૃ. ૩૪૭)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૩૪. થાકેલો | |||
|next = ૩૬. બાળુડાંને | |||
}} |
Latest revision as of 08:48, 22 September 2021
૩૫. દીવડો ઝાંખો બળે
ઝવેરચંદ મેઘાણી
[રાગ: બિહાગ]
દીવડો ઝાંખો બળે –
રે મારો દીવડો ઝાંખો બળે.
આજે ઘેર અતિથિ આવે:
પલ પલ પડઘા પડે;
સકળ નગર સૂતું છે, સ્વામી!
તારાં સ્વાગત કોણ કરે. – દીવડોo
તારો રથ ગાજે છે ગગને:
ધરતી ધબક્યા કરે;
હે પરદેશી! પોઢણ ક્યાં દેશું!
નયને નીર ઝરે. – દીવડોo
‘સાંજ પડ્યે આવું છું, સજની!’
એવું કહીને ગયો;
આજ યુગાંતર વીત્યે, વ્હાલા!
તારાં પગલાં પાછાં વળે. – દીવડોo
સાંજ ગઈ, રજની ગઈ ગુજરી;
હાય, પ્રભાત હવે;
ક્યાં રથ! ક્યાં અતિથિ! ક્યાં પૂજન!
નીંદમાં સ્વપ્ન સરે.
દીવડો ઝાંખો બળે –
રે મારો દીવડો ઝાંખો બળે.
૧૯૧૮
મારું પહેલવહેલું ગીત.
(સોના-નાવડી, પૃ. ૩૪૭)