કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૨. એઝરા પાઉન્ડને: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{ | {{HeaderNav | ||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૧. પીછો|૪૧. પીછો]] | |previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૧. પીછો|૪૧. પીછો]] | ||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૩. મેરી ગો રાઉન્ડ|૪૩. મેરી ગો રાઉન્ડ]] | |next = [[કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/ ૪૩. મેરી ગો રાઉન્ડ|૪૩. મેરી ગો રાઉન્ડ]] | ||
}} | }} |
Latest revision as of 10:21, 18 September 2021
એઝરા પાઉન્ડને
નલિન રાવળ
લબાડ, લંપટ, જુઠ્ઠા, નાલાયક
સૌ સમાજધુરીણો, રાજ્યધુરીણો
બદતર સૌથી ભાષાધુરીણોના
રગતપીતિયા હાથ મહીં કહોવાતા
સૈકાને — શબ્દોને
તેં
સ્વચ્છ કર્યા (બનતા) કવિતાથી
ભાષાના ઊંડા પાતાળે
ઊકળ્યા લાવાના રસને
ફોડી
તું
પહોંચ્યો મૂળમાં મુછાળા ભોરિંગ શબ્દની દાઢોનું
કાતિલ ઝેર પચાવી
નરવા ગગન તળે આવી
તેં
તારા મહાપ્રાણમાં રમતા છંદોથી
વાયુમાં તરતા આકારોથી મઢી
રચી તેં કવિતા
ઉજ્જ્વળ આભ સમી એ કવિતા
નીચે
બૃહદ્ પૃથ્વી-શો શાંત આજ તું પોઢ્યો.
(અવકાશપંખી, પૃ. ૨૮૮)