ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સુધીર દલાલ/પછી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(પ્રૂફ) |
||
Line 44: | Line 44: | ||
‘ઘણાય, હાર પહેરીને તો થાકી ગઈ હતી. એટલી લદાયેલી! ડોકીય દુઃખી ગયેલી.’ | ‘ઘણાય, હાર પહેરીને તો થાકી ગઈ હતી. એટલી લદાયેલી! ડોકીય દુઃખી ગયેલી.’ | ||
થોડી વાર તરંગ શાંત રહ્યો આશાને હારથી લદાયેલી આંખ બંધ કરી જોઈ રહ્યો, | થોડી વાર તરંગ શાંત રહ્યો આશાને હારથી લદાયેલી આંખ બંધ કરી જોઈ રહ્યો, કદાચ આશા પણ પોતાની જાતને જોઈ રહી. | ||
‘હં, By about ૨.૩૦, ૨|| વાગે આલ્પ્સના પહાડો ઉપરથી ઊડી રહ્યા હતા. નીચે ટૂથપેસ્ટ ઘસીને હોઠ પરથી ઊતરેલા ઓઘરડા જેવા બરફના રેલા રેલાયેલા, ઠરેલા, થીજેલા, આલ્પ્સના પહાડો પસાર થતા હતા. ના, આલ્પ્સના પહાડો ઊભા હતા અને અમે પસાર થતાં હતાં. ચાર વાગે માઇક પર કેપ્ટનનો અવાજ આવ્યો. | ‘હં, By about ૨.૩૦, ૨|| વાગે આલ્પ્સના પહાડો ઉપરથી ઊડી રહ્યા હતા. નીચે ટૂથપેસ્ટ ઘસીને હોઠ પરથી ઊતરેલા ઓઘરડા જેવા બરફના રેલા રેલાયેલા, ઠરેલા, થીજેલા, આલ્પ્સના પહાડો પસાર થતા હતા. ના, આલ્પ્સના પહાડો ઊભા હતા અને અમે પસાર થતાં હતાં. ચાર વાગે માઇક પર કેપ્ટનનો અવાજ આવ્યો. |
Latest revision as of 00:50, 2 September 2023
સુધીર દલાલ
છોકરાંઓ હવે સૂઈ ગયાં હતાં. બધાં છાપરે સૂતાં હતાં. ઉપર તારા હતા. કાળીભમ્મર રાત હતી. શહેર વચ્ચે રણની વીરડીની જેમ ઊગેલાં ગુલમહોરનાં ફૂલો પણ અત્યારે તો કાળાં લાગતાં હતાં. થોડોક પરસેવો વળતો ત્યાં પવનની એક લહેરખી આવી શરીર સૂકું અને ઠંડું — શરીર પર રૂંવાડાં ખડાં કરી દે એવું — બનાવી જતી હતી.
‘આપણે બૈરુત છોડ્યું ત્યારે લગભગ દોઢેક વાગ્યો હતો. લપસણીના ઢાળ પર એક પછી એક, એક ઉપર એક છોકરાઓ બેસે અને … એમ દદડતા, ગબડતા, લસરતા અટકી ગયા હોય એવા, પહાડના ઢોળાવ પર ઊભા રહેલા, એક પાછળ એક, એક ઉપર એક, — ટોચ સુધી મકાનો ગોઠવાયેલાં હતાં. પાછળ પહાડ પર બરફ હતો — આકાશ-છતની ચૂનાની પોપડીઓ ઊખડી. ખરી પડી, વેરાઈ ગઈ હોય એવો; આછો, છૂટોછવાયો, મેલો-સફેદ. પ્લેન હવાઈ-પટ્ટી પરથી જેવું ઊંચકાયું કે કોઈ વિશાળ ગલપંખીની માફક ભૂમધ્યના શાહી-ભૂરા મધ્યાહ્ને ઝિલમિલતા પાણી પર દોટ મેલવા ધસ્યું, પાંખ વાંકી વાળી એક સઢવાળી હોડીની ઉપર સમડીની જેમ પરકમ્મા કરી, ફિલ્મનો ફોટોગ્રાફર શૉટના ઍંગલનું ચકરડું મારી ચત્તું — સ્થિર કરે એમ એ પાછું પૃથ્વીને સમાંતર — સમુદ્રને સમાંતર થઈ ગયું અને બૈરુતનો સાગરપટ, બૈરુતના પહાડો, બૈરુતની ઇમારતો, બૈરુતના રોમન અવશેષો, બૈરુતની લલનાઓ, બેલી ડાન્સરો, બૈરુતની બલિહારીઓ — બધુંય એણે પાછળ મૂકી દીધું.’
‘તેં મને કહ્યું, “ચાલની ડાર્લિંગ પત્તાં રમીએ.” ’
‘ “અરે, હમણાં ચા આવશે, નાસ્તો આવશે.” ’
‘ “આ લોકો બહુ ખાવાનું આપે છે. હમણાં તો જમ્યા! શું કરે બિચારા, તમારા જેવા ખાઉધરા હોય ત્યારે… હું નથી ખાવાની. પેટ તો ટાઇટ છે”.’
‘ત્યાં હોસ્ટેસ આવી. રૂપાળું મુખડું, નાજુક નમણું, પતલી કમર ને અંગ એનું રંગે રૂડું.’
‘કવિતા કરે છે?’
‘સાંભળ તો ખરી.’
‘હોસ્ટેસ કહે, મિ. શાહ વૉટ વૂડ યુ હૅવ? ટી ઑર કૉફી?’
‘મેં એને આંખ મારીને કહ્યું, ‘ટી ઔર કૉફી”.’
પણ એ હિંદી તો સમજે નહીં. એટલે એણે ફરી પૂછ્યું, ‘નો, નો. આઇ મીન વૂડ યુ લાઇક ટુ હૅવ ટી ઑર કૉફી?’ તેણીએ કહ્યું, ‘મશ્કરી છોડ ને, કહી દેને જે જોઈતું હોય તે.’ તેથી મેં કહી દીધું… પછી એ હસી…
‘હમ્બગ, બોગસ, તેં વળી ક્યારે આંખ મારી હતી? પ્લેનમાંથી ફેંકી જ ન દઉં? જોઈ છે?…હા…’
‘ઑલરાઇટ, ઑલરાઇટ, So નહોતી મારી. પણ એ મારા પર ખુશ હતી. You must admit that much.’
આશા હસી. તારાના આછા ઉજાસમાં તરંગે એના તરફ એક દૃષ્ટિ ફેંકી લીધી. આશા મીઠું હજુય મલકતી હતી. ચોક્કસ એ લહેરમાં હતી.
‘ ‘કહું છું, નિર્મળાબહેન આપણને મૂકવા આવ્યાં હતાં? એરપૉર્ટ પર દેખાયાં નહીં’. ’
‘ના, દેખાયાં તો નહીં.’
‘ખરાં છે. આપણે એમનું બધું રાખીએ. એમનો ભાઉ દુષ્યંત સિલોન ગયો તોય મૂકવા ગયાં હતાં ને ગાડી ઊપડે ત્યાં સુધી રહ્યાં હતાં ને આપણે આ લંડન સુધી જવાના તોય ઘેર સુધ્ધાંય મળવા ના આવ્યાં.’
‘કંઈ નહીં, હૂઈ જાય, ના આવ્યા તે આપણે નોંધી રાખવાનું.’
‘હાસ્તો વળી, વ્યવહાર છે. હું તો એમની સામેય ન જોઉં.’ તેં કહ્યું.
‘ઘણા મૂકવા આવ્યા હતા (તૉ ય) કેમ?’
‘ઘણાય, હાર પહેરીને તો થાકી ગઈ હતી. એટલી લદાયેલી! ડોકીય દુઃખી ગયેલી.’
થોડી વાર તરંગ શાંત રહ્યો આશાને હારથી લદાયેલી આંખ બંધ કરી જોઈ રહ્યો, કદાચ આશા પણ પોતાની જાતને જોઈ રહી.
‘હં, By about ૨.૩૦, ૨|| વાગે આલ્પ્સના પહાડો ઉપરથી ઊડી રહ્યા હતા. નીચે ટૂથપેસ્ટ ઘસીને હોઠ પરથી ઊતરેલા ઓઘરડા જેવા બરફના રેલા રેલાયેલા, ઠરેલા, થીજેલા, આલ્પ્સના પહાડો પસાર થતા હતા. ના, આલ્પ્સના પહાડો ઊભા હતા અને અમે પસાર થતાં હતાં. ચાર વાગે માઇક પર કેપ્ટનનો અવાજ આવ્યો.
‘This is your pilot speaking-Captian De Souza. નીચે જોશો તો થોડી જ વારમાં આપણે ઇંગ્લિશ ખાડીમાં પ્રવેશીશું. પંદરવીસ મિનિટમાં આપણે લંડન ઊતરીશુ.ં હવામાનનો સંદેશો કહે છે કે હવામાન (છેલ્લા ચોવીસ કલાકમાં સૂકું રહ્યું હતું, ઉષ્ણતામાન સામાન્ય કરતાં સહેજ ઊંચું રહેવા પામ્યું હતું. આગાહી છે કે આવતા ચોવીસ કલાક દરમિયાન…)’ આશા ખડખડાટ હસી પડી.
‘કેમ, શું છે? હસવું શેનું આવે છે? This is your Captain speaking – ‘કૅપ્ટન ડિસો’ઝા.’ તરંગે ગંભીર મોઢે કહ્યું.
‘તું રેડિયોના ન્યૂસ બોલે છે! શું હવામાન સૂકું રહ્યું હતું, ને ઉષ્ણતામાન ઊંચું રહ્યું હતું ને…! ધૂળ ને ઢેફાં?’
‘અરે તેં રેડિયો એ વખતે ચાલુ રાખ્યો હતો! સ્થાનિક સમાચાર આવતા હતા!’
‘ત્યાં ગુજરાતી સમાચારો ક્યાંથી સંભળાયા?’ તરંગે હસીને કહ્યું, ‘આવું જ મારે વાતચીતમાં હમામ સાબુની જાહેરખબર વિશે થઈ જાય છે. આ વ્યાપારવિભાગની આવી અસર થઈ ગઈ છે, હમણાં સાહેબ સાથે વાત કરતો હતો ત્યારે મેં વચમાં કહ્યુંઃ ‘હમામ સાબુ સે હી નહાતે હૈં સભી.’ સાહેબ કહેઃ શું? મિ. શાહ, What?’
આશા ખૂબ હસી. એને હસતી રાખીને તરંગે કહ્યું.
‘લંડનથી હવામાનનો સંદેશો છે કે દિવસ Sunny છે, વાતાવરણ ખુશનુમા છે, ટેમ્પરેચર ૮૦° સે. છે. બધા મુસાફરોને વિનંતી કરવાની કે બધા જ પોતપોતાના Disembarkation Card અને Health Card ભરીને તૈયાર રાખે, કારણ કે પાસપૉર્ટ કંટ્રોલમાંથી પસાર થવા માટે એની જરૂર પડશે.’
‘છેલ્લે, I Hope, you have enjoyed your flight with us, I hope you shall soon honour us by flying with us once more and let us have the privilege of serving you once again. So from all the officers and crew of this Air-India, Boeing, we wih you a very happy time in London.’
‘– And safe landing.’ મેં કહ્યું. ટક્ દઈને માઇક બંધ થઈ ગયું. ઉપર No smoking અને Fasten your seat beltની સૂચના પ્રકાશિત થઈ. તેં Disembarkation Card કંઈ આડુંઅવળું મૂકી દીધું હતું એટલે તેં પટ્ટો છોડી કાર્ડ શોધવા ધમાલ આદરી. એ જોઈ હોસ્ટેસ આવી. ‘મિસીસ શાહ, વિલ યુ ટાઇ અપ યૉર બેલ્ટ પ્લીઝ. વી આર એબાઉટ ટુ લેન્ડ યુ નો.’ મિસીસ શાહે ‘આઇ નો’ કહી બેલ્ટ બાંધ્યો અને પછી વાંકાં વળી સીટ નીચે ફંફોસવા માંડ્યાં. એમનું શુદ્ધ ગુજરાતી પેટ બહુ દબાતું હતું…’
‘તું બધું વધારી વધારીને કહે છે!’ — (પણ આશાને મજા પડતી હતી.)
[ઘડીકમાં લંડન દેખાયું; લંડન — એના રસ્તા, એનાં હરોળબંધ મકાનો, એની હરિયાળીઓ, એના ફૂટબૉલ ફીલ્ડ પર ખેલાતી ફૂટબૉલ મૅચો, ક્યારેક ક્યાંક ક્યાંક રમાતું ક્રિકેટ, પાછાં ક્યાંક તળાવડાં, નહેરો, સઢવાળી હોડીઓ, ‘પેલી ટેમ્સ નદી. અહીં સુધી સ્ટીમરો આવે છે. જો પેલું પાર્લમેન્ટ બિલ્ડિંગ દેખાયું? એનો ઊંચો ટાવર!’ ‘ક્યાં છે? મને બતાવ ને!’ ‘પણે, નથી દેખાતું? નદીને કાંઠે, પેલા પુલની પડખે!’ ત્યાં પ્લેન વળ્યું ને આભલું દેખાયું. ‘મૂઆ મિ. ડિ’સોઝા, લ્યા તારું બલૂન સીધું રાખ ને!’ તેં કીધું, ત્યાં પાછું — ‘પેલું ટાવર પર ઘડિયાળ છે એ?’ ‘તો નહીં? એ જ, એ જ બિગ-બેન.’ ‘કંઈ બે’ન? કોની બે’ન?’ તેં પૂછ્યું, મેં કહ્યું, ‘સૌથી મોટી બેન.’ ‘ચલ ચલ જૂઠડા, મને મૂર્ખી ધારે છે? જાણે બિગ-બેન શું છે એ મને ખબર જ નહીં હોય! બધુંય જાણું છું. રેડિયો પર એના પીપ્સ આવે છે. ડંકા આવે છે, સૂર આવે છે.’ આશાએ તરંગને ઠોંસો માર્યો.
‘છેવટે અમે ધરતીને અડ્યાં.’ એંજિન ધણધણીને શાંત થઈ ગયું. બહાર નીકળ્યાં. લંડન એર ટર્મિનલ મકાનના એક વિશાળ બાહુની આંગળીએથી ચઢ્યાં અને કાચની દીવાલોવાળા કૉરિડૉરમાં — બાહુની શિરામાં રક્તકણની માફક આગળ વધ્યાં. પાસપૉર્ટ વટાવ્યું. કસ્ટમ વટાવી. ‘Have you anything to declare?’ કંઈ જાહેર-બાહેર કરવું છે? ‘જરૂર, જરૂર, I love my wife… this one — Asha. મળો મિસિસ આશાને.’ Glad to know you Mrs. Asha. Asha, How do you do?’ ‘મેર મૂઆએ શું કીધું?’ તેં પૂછ્યું.
આશાનું તરંગે નાક ખેંચ્યું. ગૂંગણાતાં ગૂંગણાતાં આશા બોલી, ‘I have to declare mad husband, I mean a husband mad.’
મારી સાથે એક ગાંડો છે, ઑફિસર. તમે એને અમાનતમાં રાખશો? હું લંડન જોઈ આવું. છોડતાં લઈ જઈશ. પ્લીઝ ઑફિસર. I love all Englishmen officer’ આશા લટકો કરી બોલી અને હસી. પથારીમાંથી લગભગ એ બેઠી થઈ ગઈ.
‘ટર્મિનલની બહાર નીકળતાં તું મારા પર લળી પડી, ઢળી પડી, કોટે મારી વળગી પડી, હાથ વીંટાળ્યા, એડી ઊંચકી, ચપ દઈને હજુ તો હું વિચારું ત્યાં તો ચુંબન દીધું, સ્ટૉબેરીના લચકા જેવું. સરળ, સુંવાળું, રૂમાલ કાઢી મેં લૂછી લીધું. રૂમાલ પર સ્ટૉબેરીના ઓષ્ઠદ્વયની છાપ જોઈ મેં પૂછ્યું, ‘આ શું? આશા, આ શું?’ તેં કહ્યું, આ લંડન, દેશમાં કંઈ જાહેરમાં આમ કરાય છે? આ તો લંડન, અહીં બધું જાહેરમાં કરાય, એટલે મેં કર્યું, તરંગ, ઓ તરંગ… આ લંડન!… આ લંડન?… આ લંડન?!!!
બહાર કોચ તૈયાર હતો. આળસુ સૂર્ય ઝાંખું ઝાંખું પ્રકાશતો હતો. થોડોક ઠંડો પવન હતો. ખેતરોમાં સફેદ — લાલ — કાબરચીતરી ગાયો, ખૂંધ વગરની ગાયો, ફાટું ફાટું થતા આંચળવાળી ગાયો, ઠીંગણી ગાયો પડેલી હતી, બેઠેલી હતી, ચરતી હતી, વિચરતી હતી. ચારે બાજુ બધું જ લીલુંછમ હતું, શાંત હતું, સુઘડ હતું, કોચ લંડન શહેરમાં પ્રવેશ્યો. સાઉથ કેન્સિંગ્ટન ગયું. અર્લ્સકૉર્ટ ગયું. ચેલ્સી ગયું. રસ્તા વેરાન હતા. રવિવાર હતો. નાનકડું ગામ કોઈ શાપથી (કે આશીર્વાદથી) એકાએક મોટું થઈ ગયું હોય અને વસ્તી એની એ જ રહી હોય એવું લાગતું હતું. ચેસ્ટનર પર સફેદ ફૂલો બેઠાં હતાં. બાગમાં મોટાં મોટાં ગુલાબો અને ડહેલિયાઓ ડોલતાં હતાં. ક્યાંક… Well… It was London.
સ્વપ્નનું લંડન, ઇતિહાસનું લંડન, ભૂગોળનું લંડન, સમાચારોનું લંડન, અખબારોનું લંડન, રેન્ક ફિલ્મ્સનું લંડન, નવલકથાનું લંડન, અગાશીમાં કેટલીય રાતોના સ્વપ્નમાં જોયેલું લંડન, અર્ધજાગ્રતાવસ્થામાં જોયેલું લંડન, તેં પૂછેલું કેવું હશે એ લંડન? એ જ આ લંડન, મેં કહેલું એવું તો છે એ લંડન! એ જ આ લંડન. બધાએ ઈર્ષ્યાથી જોઈ પૂછેલું કે ઓહ ક્યાં જાઓ છો? લંડન? એ જ આ લંડન…’
આશાના ધીમા ડૂસકાથી એ એકદમ રોકાઈ ગયો.
‘અરે ગાંડી, રડે છે? શું થયું?’
એ કંઈ ન બોલી. બેઠાં થઈ એણે બે પગ ઊભા કરી વચમાં માથું નાખી દીધું.
‘શું થાય છે એ તો કહે!’
થોડી વારે એ શાંત થઈ.
‘શું થયું હતું? કહે તો ખરી! હમણાં તો હસતી હતી!’
‘આપણે ક્યારેય પૈસાદાર થઈશું?’
‘થઈશું જ સ્તો વળી. કેમ નહીં? થઈશુંય ખરાં ને લંડન બી જઈશું. તારું નામ આશા છે ને આમ તું આશા છોડી દે એ કેમ ચાલે?’ તરંગે એને માથે હાથ ફેરવવા માંડ્યો.
‘આ જન્મારે તો અહીંથી — આ ગોઝારા ગામની બહાર પણ પગ મૂકીએ તોય બહુ.’ ફરી એ રડી.
‘જો, સાહેબે હમણાં જ થોડા દહાડા પર કહ્યું હતું કે તમારો પગાર રૂ. ૧૫/- વધારી આપીશ. સારું કામ કરી બતાવો. અને હું સારું કામ કરી બતાવીશ, કરી બતાવીશ ને કરી બતાવીશ. તું જોયા તો કર. લંડન તો શું, આ સ્પૂટનિકના જમાનામાં ચંદ્ર પણ બતાવીશ.’
થોડી વારે એ શાંત થઈ. વદ ચોથનો ચાંદો દૂર લીમડા પાછળથી ડોકિયું કાઢતો હતો. તરંગે એ તરફ જોયું; પછી માથું ઓશીકા પર ઢાળી દીધું અને જોરથી આંખો બીડી દીધી. એને જોવું નહોતું કે આશાએ પણ પેલો ચંદ્ર જોયો હતો કે નહીં.